30 ડિસેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠાના પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ
આજે 30 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
બનાસકાંઠા: અંબાજી મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા
બનાસકાંઠા: અંબાજી મંદિર પર ચઢાવાતી ધજાને લઇ મોટો નિર્ણય લેવાયો. મંદિર પર 1 જાન્યુઆરીથી નહીં ચઢાવાય 5મીટરથી લાંબી ધજા. ટેકનીકલ સર્વે બાદ શ્રદ્ધાળુઓની સલામતી માટે લેવાયો નિર્ણય. મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ નિર્ણય લેવાયો. લાંબી ધજાઓને કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઇ રહ્યુ છે.
-
વાવ થરાદ: કોલસો ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ
વાવ થરાદ: કોલસો ભરેલા ટ્રેલરમાં ભીષણ આગ લાગી છે. ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ઘટના બની છે. ટ્રેલરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ટ્રેલર કંડલાથી ઉતરપ્રદેશ જઈ રહ્યું હતું. આગમાં ટ્રેલર બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ થયો છે.
-
-
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ ફરી એક વાર દેખાયો
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ ફરી એક વાર દેખાયો. નેત્રંગના મખ્યમાર્ગનું કામ અટકાવ્યું. પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી. હલકી કક્ષાના બ્લોક નખાતા હોવાની રજૂઆત થઈ હતી. રજૂઆત બાદ નિરિક્ષણ કરવા મનસુખ વસાવા પહોંચ્યા હતા. કામમાં ગોબાચારી દેખાતા કામગીરી બંધ કરાવી દીધી.
-
અમેરિકાઃ બરફનું તોફાન ત્રાટકવાની ચેતવણી
અમેરિકાઃ બરફનું તોફાન ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં અમેરિકાને બરફ બોમ્બ ધમરોળશે. વાવાઝોડાની અસરને પગલે બરફ અને કરાનો વરસાદ થયો. વિન્ટર સ્ટોર્મને પગલે અમેરિકાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. મોન્ટાનાથી લઇને મેઇને સુધી વાવાઝોડાની અસર થઇ શકે છે. ટેક્સાસથી માંડીને પેન્સિલવેનિયા સુધીના વિસ્તારો પ્રભાવિત થઇ શકે.
-
બનાસકાંઠા : પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ
બનાસકાંઠા : પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઇ. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીતના લોકોને અટકાવાયા. કાણોદર નજીક કલાકોથી આદિવાસી સમાજના લોકોએ ધામા નાખ્યા. મંજૂરી ન લીધી હોવાના નામે પોલીસે યાત્રા અટકાવી હોવાનો આક્ષેપ છે. આદિવાસી સમાજ ના સમર્થનમા ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને ઉતર્યા. યાત્રા ચાલુ રાખવા આદિવાસી સમાજના લોકો મક્કમ બન્યા.
-
આજે 30ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 30,2025 7:32 AM