સંભલમાં સર્વેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે. આ મામલે નીચલી કોર્ટને કોઈ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટેમાં મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી થઈ છે. જેમાં જિલ્લા અદાલતના સર્વેના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે મસ્જિદના સર્વેક્ષણનો નિર્દેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે જ્યાં સુધી મસ્જિદ કમિટી હાઈકોર્ટમાં અરજી ન કરે ત્યાં સુધી કેસ આગળ ન વધારવા આદેશ આપ્યો છે.
કચ્છના ભચાઉના લાકડીયા પાસેથી કોકેઈન ડ્રગ્સ પકડાયું છે. 147 ગ્રામ કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો. 2 મહિલા અને 2 પુરૂષ ડ્ર્ગ્સ સાથે ઝડપાયા છે. બનેવીના કહેવાથી બેન અને ભાઈ પંજાબથી કચ્છ લઈને આવ્યો હતો. 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ.
સુરત: PMLA અંતર્ગત ED દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ. મૈત્રી એન્ટરપ્રાઇઝ અને VC મેટલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી. રાજેશ લાખાણીના નામે આવેલી સંપત્તિ જપ્ત કરાઇ. EDએ 1.84 કરોડની સંપત્તિ જપ્ત કરી. વર્ષ 2002ના ગેરકાયદે બેટિંગ કેસ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સહિતના લોકો સામે ગુનો નોંધાયો.
નિર્માતા રાજ કુન્દ્રાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે અને EDએ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યાથી સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાની અગાઉ પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
સુરત: જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. ઓલપાડના ગોથાણ ગામે તસ્કરે પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું છે. મોડી રાત્રે રોકડ ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. પેટ્રોલ, ડીઝલ વેચાણની 78 હજાર સાતસોની રોકડ લઈ ચોર ફરાર થઇ ગયો. ઓલપાડ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મોરબી: પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા છે. 70 જેટલી ટીમ તપાસ કામગીરીમાં જોડાઇ. પોલીસ બંદોબસ્ત સાથે IT વિભાગે દરોડા પાડ્યા.
સુરતની કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરનાર પકડાયો છે. જામીનદાર મહેશ બચુ સિપ્રા સામે ઠગાઇનો ગુનો નોંધી ધરપકડ કરાઇ. આરોપીને છોડાવવા જામીનદારે મૂકેલું સોલવન્સી સર્ટી બોગસ નીકળ્યું. ખટોદરાના ગુનાના આરોપીને છોડાવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યા હતા. જજે સર્ટિફિકેટની જેતપુર મામલતદારથી ખરાઇ કરાવતા બોગસ નીકળ્યા. જેતપુરના રેકોર્ડમાં મહેશ બચુનામની કોઇ અરજી નહોતી થઇ. જામીનદાર આરોપીને ઓળખતો નહોતો છતાં ખોટી ઓળખ આપી. બોગસ સોલવન્સ સર્ટિફિકેટ ઉભું કરીને આરોપીને છોડાવવા પ્રયાસ કર્યો.
મધ્યપ્રદેશ: ખંડવામાં મશાલ રેલી દરમિયાન ભયાવહ દુર્ઘટના બની છે. આગ ભડકી ઉઠતા 30 લોકો દાઝ્યા છે. શહીદોના સ્મરણમાં ઘંટાઘર ચોક પર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. મશાલ રેલી પૂર્ણ થયા બાદ મશાલ નીચે મૂકતી વખતે દુર્ઘટના બની. કેટલીક મશાલ ઊંધી પડતાં તેલ ફેલાયું અને આગ ભભૂકી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સભામાં અરાજકતા ફેલાઈ. 30 જેટલાં લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્યપ્રધાન બનાવાનું નક્કી. અમિત શાહ સાથેની બેઠકમાં શિંદે અને અજીત પવારે આપી સહમતી. તો ભવ્ય શપથગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ. સંભલ મસ્જિદ સર્વે સામે નીચલી કોર્ટના નિર્ણયને પડકારાયો.સંભલ મસ્જિદ સમિતિની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં. કેન્દ્ર સરકાર ચિંતિત, વિદેશમંત્રી જયશંકરે PM મોદી સાથે કરી બેઠક. મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા. BZ ગુપ્રના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ. મુખ્ય એજન્ટ મયુર દરજી 2 દિવસના રિમાન્ડ પર છે. તો ભૂપેન્દ્ર ઝાલાને શોધવા CIDની ટીમોના ઉધામા. તો તપાસના ધમધમાટ વચ્ચે વડોદરામાં BZ ફાયનાન્સની ઓફિસ બંધ. સંચાલકોએ 6 હજાર કરોડ ઉઘરાવી કૌભાંડ આચર્યું હતુ. સુરતના ઉધનામાં ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં કરાયો ગોળીબાર. 2 રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં ગભરાટ. પોલીસે CCTVના આધારે તપાસ કરી.
Published On - 8:58 am, Fri, 29 November 24