IPL 2025 GT vs MI લાઈવ સ્કોર: IPL 2025 માં આજે નવમી મેચ. આ વખતે ટક્કર બે એવી ટીમો વચ્ચે છે, જેમણે પોતાની પહેલી મેચ હારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ પોતાની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને તેમના કટ્ટર હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ માટે રાહતની વાત એ છે કે પહેલી મેચમાં પ્રતિબંધ પૂર્ણ કર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા હવે વાપસી કરી રહ્યો છે. આ મેચ હાર્દિક માટે પણ ખાસ છે કારણ કે તે આ પહેલા ગુજરાતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું, GTની સિઝનની પહેલી જીત
મુંબઈ ઈન્ડિયન્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, સૂર્યકુમાર યાદવ 48 રન બનાવી આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, રોબિન મિન્ઝ 3 રન બનાવી આઉટ, સાંઈ કિશોરે લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, તિલક વર્મા 39 રન બનાવી આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ મુંબઈની બાજી સંભાળી, 10 ઓવર બાદ MI નો સ્કોર 86-2
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, મોહમ્મદ સિરાજે રોહિત શર્મા બાદ રેયાન રિકલ્ટનને કર્યો ક્લીન બોલ્ડ
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, મોહમ્મદ સિરાજે રોહિત શર્માને કર્યો ક્લીન બોલ્ડ
ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 197 રનનો આપ્યો ટાર્ગેટ
રાહુલ તેવટીયા, રુથરફોર્ડ, રશીદ ખાન સસ્તામાં આઉટ, ગુજરાત 200ની નજીક
ગુજરાત ટાઈટન્સ 179/4 (18), સાઈ સુદર્શન 63 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી વિકેટ
સાઈ સુદર્શનની ફિફ્ટી, દમદાર બાઉન્ડ્રી ફટકારી સાઈ સુદર્શને અર્ધસદી પૂરી કરી
ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, હાર્દિક પંડયાએ શાહરુખ ખાનને કર્યો આઉટ
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, જોસ બટલર 39 રન બનાવી થયો આઉટ, મુજીબ ઉર રહેમાને લીધી વિકેટ
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 ને પાર, સાઈ સુદર્શન-જોસ બટલરની મજબૂત બેટિંગ
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, શુભમન ગિલ 38 રન બનાવી આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ
પાવરપ્લે બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 66-0, શુભમન-સુદર્શનની દમદાર બેટિંગ
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, શેરફેન રૂધરફોર્ડ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, મુજીબ ઉર રહેમાન, સત્યનારાયણ રાજુ
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પાછો ફર્યો છે અને તેણે આવતાની સાથે જ ટોસ જીતી લીધો છે. અપેક્ષા અને ટ્રેન્ડ મુજબ, હાર્દિકે પણ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાઇક્લિંગ કરતા કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં. આગ લાગવાની જાણ થતાં જ જાફરાબાદ મામલતદાર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગના કારણે કોઇ જાનહાનિ ન થાય એ માટે તકેદારીનાં પગલાં લેવાયા. આગ પર કાબૂ મેળવવા માટે રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાની ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટની ટીમ, સિન્ટેક્સ કંપનીની ટીમ અને અલ્ટ્રાટેક કંપની સહિતની સાત જેટલી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા
ST બસની ટિકિટના ભાવ વધતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ST વિભાગે તમામ રૂટની બસોનું ભાડું 10 ટકા વધાર્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના રૂટનું ભાડું વધ્યું. સુવિધા વધી નહીં પરંતુ ભાડું વધાર્યું હોવાનો આક્ષેપ છે. ભાડાનો વધારો પરત ખેંચવા મુસાફરોની માગ છે.
આણંદ: ખંભાત નગરપાલિકાના 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ થઇ છે. રાજીનામું આપી દીધું છતાં સામાન્ય સભામાં હાજર રહેતા કાર્યવાહી કરાઇ. ભાજપના 5 અને અપક્ષના 1 મહિલા કાઉન્સિલર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. રજિસ્ટરની ખેંચતાણ કરી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ છે. ચીફ ઓફિસરે સરકારી કામગીરીમાં અડચણ બદલ ફરિયાદ નોંધાવી. મહિલા સભ્યો પર ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. થોડા સમય અગાઉ જ 6 મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું હતું.
જામનગર: રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ લીધો છે. 18 માર્ચે ઢોરની અડફેટે આવેલા વ્યક્તિનું મોત થયું. રખડતા ઢોરે અડફેટે લેતા વ્યક્તિને બ્રેઇન હેમરેજ થયું હતું. જી.જી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વ્યક્તિનું મોત થયુ છે.
મૃતક 47 વર્ષીય બિહારના દલસીગસારાના વતની છે. મૃતક જામનગરના રિલાયન્સમાં મજૂરી કરતા હતા.
ભાવનગર: ભાલ પંથકના સવાઇ નગરમાં હત્યા થઇ છે. મોટા ભાઇએ જ નાના ભાઇની હત્યા કરી છે. માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવી. બંને ભાઇઓ વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત: VNSGUના 60 વર્ષ પૂરા થતા મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી સ્વખર્ચે 7 હજારથી વધુ વિદ્યાર્થીઓનો વીમો કરાવશે. વીમાનું પ્રીમિયમ ભરવાની જવાબદારી VNSGU ઉપાડશે. એક વર્ષ માટે વિદ્યાર્થીઓ માટે વીમો લેવાનો નિર્ણય લેવાયો હતો. એક લાખ કે તેનાથી વધુ રકમનો VNSGU વીમો લેવડાવશે. એજન્ટ વિના સીધા LICની યુનિટ પાસેથી વીમો મેળવશે.
દેવભૂમિ દ્વારકામાં અસામાજિક તત્વોનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગુનેગારોનાં 6 મકાનોને જમીનદોસ્ત કરાયા…પોલીસ બંદોબસ્ત સાથે સમગ્રકાર્યવાહી કરવામાં આવી..
શુક્રવારે મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં ઇમારતો, એક પુલ અને એક ડેમનો નાશ થયો. મ્યાનમારમાં ઓછામાં ઓછા 144 લોકોનાં મોત થયા છે.
આજે સવારે 5.16 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. (સ્ત્રોત – રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર)
Published On - 7:15 am, Sat, 29 March 25