28 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દિવાળીના તહેવારમાં જીએસટીના ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા, 3.28 કરોડની કરચોરી પકડાઈ
News Update : આજે 28 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે વડોદરામાં ઇતિહાસ રચાશે. સ્પેનનાં PMની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદી કરશે એરક્રાફ્ટ નિર્માણનાં કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાને આપશે રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. એકનાથ શિંદેની શિવસેનાએ 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. વર્લી બેઠક પર આદિત્ય ઠાકરે સામે મિલિંદ દેવડા મેદાને રહેશે. બાંગ્લાદેશની ઘૂસણખોરી અટકાવ્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ નહીં થાય. ગૃહપ્રધાન અમિત શાહે પ્રહાર કરતા કહ્યું,, 2026માં ફેરફાર કરો. અમદાવાદમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી મોત મામલે ગુનો દાખલ થયો છે. ફેક્ટરી માલિક અને સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો છે.
LIVE NEWS & UPDATES
-
દાહોદ સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક રૂ. 3000ની લાંચ લેતા ઝડપાયા
દાહોદ સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક રૂ 3000ની લાંચ લેતા ઝડપાયા છે. ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન મલિકની ACBએ રૂ 3000ની લાંચ લેતા ધરપકડ કરી છે. હાઇકોર્ટથી જામીન મુક્ત થયેલ આરોપીને જેલ મુક્ત કરવા સબજેલનો શેરો મારી આપવા રૂ 10000 ની લાંચ માગી હતી. અગાઉ 7000ની લાંચ આપી દીધી હતી. બાકીના રૂ 3000ની લેવડદેવડ કરતા ACBના છટકામાં સપડાયા હતા.
-
દિવાળીના તહેવારમાં જીએસટીના ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા, 3.28 કરોડની કરચોરી પકડાઈ
દિવાળીના તહેવારમાં જીએસટી દ્વારા ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. બી ટુ સી ( બીઝનેશ ટુ કન્ઝ્યુમર) વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફટાકડા, આઇસ્ક્રીમ અને કાપડના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે. દરોડામાં બિનહિસાબી સ્ટોર અને બીલ વિના વેચાણના વ્યવહારો મળી આવ્યા છે. વેપારીઓ પાસેથી કુલ 3.28 કરોડની કરચોરી પકડાઇ છે. ભાવનગરમાં ફટાકડાના વેપારીઓને ત્યાંથી 1.72 કરોડ, સુરત ફટાકડાના વેપારીને ત્યાંથી 41 લાખ, અમરેલી આઇસ્ક્રીમના વેપારીને ત્યાંથી 30 લાખ અને ગાંધીનગર કપડાના વેપારીને ત્યાં 85 લાખની કરચોરી પકડાઇ છે.
-
-
કોંગ્રેસે જામનગર મનપાના 2 કોર્પોરેટરને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
કોંગ્રેસ પક્ષે, જામનગર મહાનગરપાલિકાના 2 કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે. જામનગર વોર્ડ નંબર 12ના બે કોર્પોરેટર અસલમ ખિલજી અને ફેમીદાબેન રિઝવાનને પક્ષમાં સાથ સહકાર નહીં આપવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા બન્ને કોર્પોરેટર, કોંગ્રેસ પક્ષની એક પણ બેઠકમાં હાજર નહોતા રહેતા. આથી પ્રદેશ મોવડી મંડળ દ્વારા બન્ને કોર્પોરેટરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
-
પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના હત્યા કેસ : લેડી ડોન મનીષા ગોસ્વામીને મળ્યા જામીન
કચ્છના ચર્ચાસ્પદ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ: લેડી ડોન અને ખંડણીખોર મનીષા ગોસ્વામીને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં છે. મનીષા ગોસ્વામી સામે ખંડણી અને કલમ 306 અંતર્ગત ગુનો નોંધાયો હતો. મનીષા ગોસ્વામીએ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી જામીન અરજી જેને કોર્ટે મંજૂર કરી
-
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં એક આતંકવાદીને કરાયો ઠાર
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનમાં એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે હથિયાર સાથે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય આતંકીઓને શોધવાની કાર્યવાહી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે અખનુરમાં સૈન્ય એમ્બ્યુલન્સ વાન પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
-
-
GPSC ના નવા ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણુંક
GPSC ના નવા ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણુંક કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે હસમુખ પટેલ. GPSC ના નવા ચેરમેન બન્યા બાદ પ્રતિક્રિયા આપતા હસમુખ પટેલે કહ્યું કે, તટસ્થતા અને પ્રામાણિકતાથી કામ કરીશુ.
-
ગીર સોમનાથમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા
ગીર સોમનાથમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. બપોરે 3.52 મિનિટે 1.2 અને 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિલોમીટર દૂર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ હોવાનું કહેવામાં આવ્યું છે.
-
જર્મની ભારતમા મૂડીરોકાણ કરવા ઉત્સુક, વર્ષે દહાડે 90,000 વિઝા આપવા તૈયાર
રાજકોટ મોરબી અને જામનગર એવો ત્રિકોણ છે જે મીની જાપાન બની શકે છે. મે વર્ષો પહેલા કહ્યું હતું તે સમયે મારી મજાક ઉડાવવામાં આવી હતી. આજે સાચુ ઠરી રહ્યું છે. કચ્છની રેલ કનેકટિવીટી વધી છે. કચ્છ એ દેશભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. દુનિયામાં ભારત તરફ આશા ભરી નજરે જોવામાં આવી રહ્યું છે. આખી દુનિયા ગંભીરતાથી ભારતની વાત સાંભળે છે. ગુજરાતે બતાવ્યું છે કે ભારતના શહેર, ગામડામાં કેટલુ સામાર્થ્ય રહેલું છે. બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા ગયો ત્યારે બધા ભારત સાથે જોડાવવાની વાત કરી રહ્યાં હતા. જર્મનીના ચાન્સલર ડેલિગેશન લઈને દિલ્હી આવ્યા. જર્મની પણ મોટા પાયે ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છે. જર્મનીએ 90,000 વિઝા આપવાની જર્મનીએ જાહેરાત કરી છે.
-
ગુજરાત દેશની સમૃદ્ધિનુ દ્વાર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છેઃ મોદી
રાષ્ટ્રીય એકતા દોડ 29 તારીખે યોજાશે. કારણ કે 31મીએ દિવાળી છે. આખા ગુજરાતમાં આ એકતા દોડ યોજાશે. કેવડિયામાં એકતા પરેડ યોજાશે. એડવેન્ચર ટુરીઝમની સંભાવના છે. બર્ડવોચર લાંબો સમય કેમેરા લઈને બેસી રહે છે. આ પ્રકારના ટુરીઝમ આવકનું મોટુ સ્ત્રોત બની રહે છે. ગુજરાત દેશની સમૃદ્ધિનુ દ્વાર બને તેવા પ્રયાસો કરી રહ્યાં છીએ. લોથલમાં દુનિયાનું મોટામાં મોટુ મ્યુઝિયમ બની રહ્યું છે.
-
દૂધાળા અમરેલીનું પહેલુ સોલાર વિલેજ હશે
ગુજરાતમાં 2 લાખ ઘર પર સૌલાર પેનલ લાગી ગઈ છે. સૂર્ય ઘર યોજના હેઠળ દેશમાં અનેક લોકો વીજળી મફત મેળવી રહ્યાં છે. દૂધાળા ગામને સોલર વિલેજ બની રહ્યું છે.
-
પાણીથી ખેડૂત ત્રણ ત્રણ પાક લેતો થયો છેઃ પીએમ મોદી
ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશમાં રિચાર્જ વેલ બનાવવા માટે સી આર પાટીલે અભિયાન ઉપાડ્યું હોવાનુ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગામનું પાણી ગામમાં સિમનું પાણી સિમમાં રહે તેવુ અભિયાન શરૂ કર્યું છે. મહાત્મા ગાંધીના પોરબંદરના ઘરે જશો તો ભૂગર્ભ કુવો જોવા મળશે તે પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યો હતો. પર ડ્રોપ મોર ક્રોપ થકી ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતો થયો છે. જાફરાબાદના બાજરાનો વખાણ હુ દિલ્હીમાં કરતો રહુ છુ. અમરેલીની કેસર કેરીની જીઆઈ ટેગ સાથે અમરેલીની ઓળખ જોડાઈ ગઈ છે.
-
પાણી માટે ગુજરાતે જે કર્યું તે દેશમાં ઉદાહરણ બન્યું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગુજરાતે જે કામ કર્યા છે તે આજે દેશમાં ઉદાહરણ બન્યા છે. આજના વિકાસકાર્યોના લોકાર્પણથી 1300થી વઘુ ગામને પાણી મળશે. અમરેલી બોટાદ જિલ્લાના અનેક ગામ અને શહેરોને 30 કરોડ લિટર વધારાનું પાણી મળશે. આ પરિયોજના પરિપૂર્ણ થશે ત્યારે તેનો લાભ અનેક વર્ગને મળશે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મોદીના પાટિયા લગાવવા અનેક યોજના કરી શક્યા હોત પરંતુ અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. 60 હજાર તળાવો છલોછલ ભરાયેલા છે. જેનાથી જળનું તળ ઉંચુ આવ્યું છે.
-
પાણીના અભાવે લોકો પલાયન કરતા આજે ગામે ગામે પાણી પહોચાડ્યુંઃ નરેન્દ્ર મોદી
પાણીનુ મહત્વ શુ હોય છે તે સૌરાષ્ટ્રના કે ગુજરાતના લોકોને સમજાવવું ના પડે. ચોપડીમાં ભણાવવું ના પડે. એને સમજ હોય છે. પાણીના અભાવે લોકો પલાયન કરતા હતા. કચ્છ આખુ પલાયન કર્યું હતું. જળશક્તિ મંત્રાલય પહેલીવાર કર્યું છે. નર્મદાની પરિક્રમાએ જઈએ ત્યારે પુણ્ય મળે તેમ કહેવાતું હતું. આજે નર્મદા ગામે ગામે પહોચીને પુણ્ય વહેંચી રહ્યું છે.
-
આખા ગુજરાતને પાણીદાર કર્યું છેઃ પીએમ મોદી
અમરેલીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ, જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમરેલી છે જાદુઈ ભુમિ જાદુગર કે લાલ પણ અહીંથી આવે છે. અહીંના લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે. જિલ્લાનું જ નહીં ગુજરાતનુ અને દેશનુ નામ રોશન કર્યું છે. ધોળકિયા પરિવાર પણ પાણી માટેની 80-20ની સરકારી યોજના અમલમાં હતી તેનો લાભ લીધો. આ યોજના થકી એક વાર પાણી મળે તો આખુ ગુજરાત પાણીદાર થાય
-
સૌરાષ્ટ્ર અને અમરેલીએ અનેક રત્નો આપ્યા છેઃ PM મોદી
અમરેલીના લાઠીમાં રૂપિયા 4800 કરોડના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને અમરેલીની ઘરતી અનેક રત્નો આપ્યા છે.
-
નારોલ ગેસ ગળતર મુદ્દે પોલીસે સંબધિત વિભાગો સાથે શરૂ કરી કાર્યવાહી
નારોલ ગેસ ગળતરની દુર્ઘટના મામલે પોલીસ દ્વારા કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ, GPCB, ઈન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ ,FSL, નોવેલ મેનજમેન્ટ, જેવી સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. કંપનીના સંચાલન અને એસિડના ઉપયોગ માટે જરૂરી નિયમો જાણવા ઝોન 6 ના DCP રવિ સૈની દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજવામાં આવી છે.
-
સત્યનારાયણની કથા રોકવાના મુદ્દે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની ગર્ભિત ચેતવણી
રાજકોટમાં PGVCL કચેરીમાં કથા રોકવાનો મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગર્ભિત ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, કથા રોકનાર અને બ્રહ્મ સમાજનું અપમાન કરનાર શાનમાં સમજી જજો નહી તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ઓફિસમાંમાં કથા કરવી એ વર્ષોથી ચાલી આવતી હિન્દૂ ધર્મની પરંપરા છે. મારી ઓફિસમાં પણ હું દર વર્ષે કથા કરાવું છું. કથા કરાવનાર તમામ કર્મચારીને હું અભિનંદન આપું છું. જેણે કથા રોકી છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
વડોદરામાં સ્પેનના વડાપ્રધાનના પત્નિ ગરબે રમ્યા
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં સ્પેનના વડાપ્રધાનના પત્નિ ગરબે રમ્યા હતા. સ્પેનના વડાપ્રધાનના ધર્મ પત્ની પારુલ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા. વડાપ્રધાનના પત્નીનું યુનિવર્સિટી ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતુ. વિદેશી અને ગુજરાતી વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાતી વિદ્યાર્થી સાથે સ્પેનના વડા પ્રધાનના પત્ની ગરબા રમ્યા હતા. પારુલ યુનિવર્સિટીના વિવિધ વર્ગોની પણ લીધી મુલાકાત.
-
PM મોદીનું ભાવનગર એરપોર્ટ પર આગમન, હેલિકોપ્ટર દ્વારા અમરેલીના લાઠી પહોંચશે
ભાવનગર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ થયું આગમન. ભાવનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અમરેલીના લાઠી ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન પહોચશે. નરેન્દ્ર મોદી આજે અમરેલીના કાર્યક્રમમાં વિવિધ 4800 કરોડ રૂપિયાના વિકાસના કામોનાં લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.
-
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કોપરી-પચપખાડી બેઠક પરથી નોંધાવી ઉમેદવારી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ આજે કોપરી-પચપખાડી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે.
#WATCH | Maharashtra CM and Shiv Sena chief Eknath Shinde files his nomination today from Kopri-Pachpakhadi Assembly constituency, for #MaharashtraElection2024.
(Source: DGPR) pic.twitter.com/xRUGcnrsgw
— ANI (@ANI) October 28, 2024
-
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં, આજે ઉમેદવારી પત્ર ચકાસવાના દિવસે, 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ ચકાસણીમાં 8 ફોર્મ રદ થયા છે અને 19 ફોર્મ માન્ય રહ્યા હતા. કુલ 20 ઉમેદવારોએ 27 ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. 30 ઓક્ટોબરે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થશે. આ પછી ચૂંટણી જંગની ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં તો વાવ વિધાનસભામાં ત્રિપાંખિયા જંગના એંધાણ વર્તાય છે.
-
દિવાળીને લઇ અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
દિવાળીના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજીએ માતાજીના દર્શન કરવા જતા હોય છે. ખાસ કરીને બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વખતે તિથિને લઈ અસમંજસ ઉભી થઈ છે કે દિવાળી ક્યારે. ત્યારે દર્શને આવતા ભક્તો કોઈ પ્રકારના મૂંજવણમાં ન મૂકાય તે માટે અંબાજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે. જે બાદ 6.30થી 11.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરના 12.30થી સાંજના 4.30 વાગ્યા સુધી મા અંબાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. જે બાદ સાંજના 6.30થી 7.00 વાગ્યા સુધી માતાજીની વિશેષ આરતી ઉતારાશે.
-
પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ચોરીનો પ્રયાસ
પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ચોરીનો પ્રયાસ થયો છે. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત ટીમ તપાસમાં જોતરાઇ છે. નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરીનો પ્રયાસ થયાનો ખુલાસો થયો છે. CCTVની મદદથી અનેક જગ્યાએથી ફિંગર પ્રિન્ટ મળી આવ્યાં છે. ફિંગર પ્રિન્ટ મેળવીને તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે. મંદિર પરિસરમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 40 ખાનગી એજન્સીના સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરાઈ.
-
અમદાવાદઃ ગેસ ગળતરથી કામદારોના મોત પર ગરમાઈ રાજનીતિ
અમદાવાદઃ ગેસ ગળતરથી કામદારોના મોત પર રાજનીતિ ગરમાઈ છે. વટવામાં GPCBની ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. કેમિકલ ફેક્ટરીના સત્તાધીશો સામે કડક કાર્યવાહીની માગ છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માગ કરવામાં આવી છે. GPCBના ઓફિસર ડૉ.તલ્લીકા પટેલની ચેમ્બરમાં કોંગ્રેસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જો કે દુર્ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરાઈ હોવાનો ઓફિસરે બચાવ કર્યો.
-
6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક
દિવાળીના સમયે મુસાફરોની મોટી સંખ્યા જોતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના ધસારાને લઈને રેલ વિભાગે આ નિર્ણય લીધો છે. 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક લગાવાઇ છે. તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક લગાવાઇ. પ્લેટફોર્મ પર મુસાફરો સાથે આવતા લોકોની સંખ્યા નિયંત્રણ માટે નિર્ણય લેવાયો. અમદાવાદ સાબરમતી અને અસારવા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે.
-
રાજકોટમાં દીવાલ ધરાશાયી થતાં માતા-પુત્રના મોત
રાજકોટઃ દીવાલ પડતાં માતા-પુત્રના મોત થયા છે. આજી ડેમ પાસે સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ ઘટના બની છે. શેડનું કામ ચાલતું હતું તે સમયે દીવાલ પડી હતી.
-
લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત
વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે મહામુલાકાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બંને વચ્ચે મુલાકાત થઇ. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યાલય ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રજૂ કરાયા. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને PM મોદીએ દરબાર હોલની વિઝીટ લીધી. હોલમાં જ બંને દેશના વડાપ્રધાન વચ્ચે વ્યાપાર અંગે MOU થશે. જે બાદ બંને નેતાઓ સાથે લંચ લેશે.
-
નર્મદા: રાજપીપળાના ટેકરા ફળિયામાં યુવકની હત્યા
નર્મદા: રાજપીપળાના ટેકરા ફળિયામાં યુવકની હત્યા થઇ છે. ચુનારવાડ નવા ફળિયામાં રહેતા યુવકની હત્યા થઇ. હુમલો કરીને ફરાર થયેલા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં લાગી છે.
-
PM મોદીએ વડોદરાના કાર્યક્રમમાં રતન ટાટાને યાદ કર્યા
વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ ભારત-સ્પેનની દોસ્તીનો નવો અધ્યાય છે. ભારતમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્ર નવી ઊંચાઇએ પહોંચશે. આ સાથે જ તેમણે આ પ્રસંગે સ્વર્ગસ્ત રતન ટાટાને યાદ કર્યા. તેમણે કહ્યુ કે અત્યારે રતન ટાટા જીવિત હોત તો આ પ્રોજેક્ટની શરુઆત થતા સૌથી વધુ ખુશ હોત. તેમણે ટાટાની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ. પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે.ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે.. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.
PM Modi and President of the Government of Spain, Pedro Sanchez, jointly inaugurate the TATA Aircraft Complex for manufacturing C-295 aircraft at TATA advanced systems limited (TASL) Campus in Vadodara#PMModiGujaratVisit #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/Tyys351Vuy
— Tv9 Gujarati (@tv9gujarati) October 28, 2024
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચી ગયા છે. વડોદરા પહોંચીને તેમણે સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી. વડોદરામાં બંનેના રોડ શોની શરુઆત થઇ છે. બન્ને દેશના વડાપ્રધાન રોડ શો યોજીને ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે પહોંચશે.
-
વડોદરામાં સ્પેનના PM પેડ્રો સાંચેઝનું આગમન
વડોદરામાં સ્પેનના PM પેડ્રો સાંચેઝનું આગમન થઇ ગયુ છે. એરપોર્ટ પર સ્પેનના PM પેડ્રો સાંચેઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. એરપોર્ટ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પેડ્રો સાંચેઝનું સ્વાગત કર્યું. 18 વર્ષ બાદ સ્પેનના વડાપ્રધાન ભારત મુલાકાત કરશે. PM મોદીના આગમન બાદ બંને મહાનુભાવો મેગા રોડ-શો યોજશે. C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. લક્ષ્મીવિલાસ પેલેસમાં PM મોદી અને પેડ્રો સાંચેઝ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે.
-
બનાસકાંઠા: ડીસાના માલગઢમાં જૂથ અથડામણ
બનાસકાંઠા: ડીસાના માલગઢમાં જૂથ અથડામણ થઇ છે. માળી સમાજના જ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ. પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઈ, 8 ઈજાગ્રસ્ત થયા. ડીસા-ભીલડી હાઈવે પર કુપટ ગામ પાસે હોટલ પર મામામારી થઈ હતી. હોટલ પર બે જૂથ બાખડતા અનેક વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરિંગ પણ કરાયું હોવાના ઈજાગ્રસ્તોના ગંભીર આક્ષેપ છે. બન્ને જૂથના લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં પણ તણાવભરી સ્થિતિ છે. સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ હોસ્પિટલ પહોંચી.
-
અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની પણ મુલાકાતે છે. અમરેલીમાં PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાને આપશે રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 8 જિલ્લાને 1600 વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 705 કરોડના પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ-ખાતમુહુર્ત છે. 35 કરોડના ખર્ચે તૈયાર ભારત માતા સરોવરનું લોકાર્પણ થશે. 20 કરોડના પિટ, બોર, કૂવા રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત થશે.
-
લક્ષ્મીવિલાસ પેલેસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાશે
સવારે 9:45 કલાકે બન્ને દેશના વડાપ્રધાન રોડ શો યોજીને ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે પહોંચશે. જ્યાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 11 કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. દ્વિપક્ષીય વાતચીત બાદ લક્ષ્મીવિલાસ પેલેસમાં બન્ને નેતાઓ લંચ કરશે. બપોરે 1 કલાકે વડાપ્રધાન મોદી વડોદરાથી ભાવનગર જવા રવાના થશે.
-
આજે PM મોદી અને સ્પેનના PMની મહામુલાકાત
વડોદરા શહેર આજે ઐતિહાસિક મહામુલાકતનું સાક્ષી બનશે. વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વચ્ચે આજે વડોદરામાં મુલાકાત થશે. સવારે 9:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ સ્પેનના વડાપ્રધાન ખાનગી હોટલમાંથી વડોદરા એરપોર્ટ સર્કલ પાસે પહોંચશે. ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ જોડાશે અને ત્યારબાદ ખુલ્લી જીપમાં PM મોદીનો સ્પેનના PM સાથે રોડ શો યોજાશે.
Published On - Oct 28,2024 7:36 AM