Gujarat Local Body Election Voting Percentage : મહાનગરપાલિકામાં 52 ટકા, નગરપાલિકાઓમાં 60, પંચાયતમાં 63 ટકા મતદાન
Gujarat Local Body Election 2026 LIVE Updates in Gujarati : રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.
રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.
LIVE NEWS & UPDATES
-
ખાડિયા વોર્ડના બુથ મથક 21, 22, 23માં ફેર મતદાન યોજવા ભાજપના ઉમેદવારની અરજી
ખાડિયા વોર્ડ 21, 22, 23 બુથમાં એક કલાકમાં 400 જેટલા બોગસ મતદાન થયા હોવાના ભાજપ ઉમેદવાર આક્ષેપ કર્યો છે. ભાજપના ઉમેદવારે પુનઃ મતદાન કરવા માટેની અરજી કરી છે. જેનો પ્રિસાઇડિંગ ઓફિસરે સ્વીકાર કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન બાદ માથાકૂટ થવા પામી છે. બોગસ મતદાનના આક્ષેપ બાદ ભાજપે કર્યો હોબાળો. ફેર મતદાનની માંગ સાથે પ્રિસાઇડિંગ ઓફિસરને આપી અરજી. થોડીવારમાં અરજી અંગે નાયબ કલેક્ટર લઈ શકે છે નિર્ણય. ફેર મતદાન કરાવવું કે કેમ તે અંગે લેવાશે નિર્ણય. જો ફેર મતદાન કરવાનું થાય તો આવતીકાલે યોજાઈ શકે મતદાન.
-
Gujarat Civic Polls Turnout : અમદાવાદના દાણીલીમડામાં એમ એસ પબ્લિક શાળામાં બબાલ, ભાજપના ઉમેદવાર બેભાન, હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો કરાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ બબાલ મતદાન સમયે થઈ હોવાનું કહેવાય છે. શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલ એમ એસ પબ્લિક શાળામાં મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવારને ઘર્ષણ દરમિયાન ઇજા થતા એલ જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. છેલ્લા 2 કલાકથી ભાજપના ઉમેદવાર વિનોદ ચંદ્ર પરમાર બેભાન અવસ્થામાં છે. હોસ્પિટલમાં હજુ પણ વિનોદચંદ્ર પરમારને નથી આવ્યો હોશ.
-
-
સાંજના 5 વાગ્યા સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 45.35 ટકા મતદાન, જિલ્લા પંચાયતમાં 65.40, તાલુકા પંચાયતમાં 65.91 ટકા મતદાન
અમદાવાદ મહાનગરપાલિકામાં આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 45.35 ટકા નોંધાઈ છે. જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં 65.40%, અમદાવાદની વિવિધ તાલુકા પંચાયતમાં 65.91% મતદાન થયુ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં આવેલ નગરપાલિકાઓમાં 59.85 % મતદાન નોંધાયું છે.
-
ભાવનગર મહાનગર પાલિકામાં 39.56 % મતદાન, જિલ્લા પંચાયતમાં 41.59 % મતદાન
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું સવારે 7:00 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા સુધીમાં થયેલ મતદારના નીચે મુજબ આંકડા છે.
ભાવનગર મહાનગર પાલિકા – 39.56.
મહુવા નગરપાલિકા –39.77, પાલીતાણા નગરપાલિકા – 48.88, વલ્લભીપુર નગરપાલિકા – 51.40 ટકા મતદાન થવા પામ્યું છે.
જિલ્લા પંચાયતમાં સરેરાશ ૪૧.૫૯ ટકા મતદાન થયું છે. ભાવનગર તાલુકા પંચાયત – ૪૬.૨૦ ગારીયાધાર તાલુકા પંચાયત – ૩૯.૩૧ ઘોઘા તાલુકા પંચાયત – ૪૩.૦૦ જેસર તાલુકા પંચાયત – ૩૯.૫૨ મહુવા તાલુકા પંચાયત – ૪૦.૫૭ પાલીતાણા તાલુકા પંચાયત – ૪૧.૧૬ સિહોર તાલુકા પંચાયત – ૩૯.૬૩ તળાજા તાલુકા પંચાયત – ૪૨.૬૫ ઉમરાળા તાલુકા પંચાયત – ૪૧.૫૮ વલ્લભીપુર તાલુકા પંચાયત – ૪૭.૯૨
-
અમદાવાદના સરખેજ વોર્ડમાં બુથ નંબર 69, 70, 71,72 ખાતે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમ્યાન હોબાળો થયો છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ડરાવ્યા ધમકાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. સરખેજ ખાતે આવેલી ડાયમન્ડ રાહેલ સ્કૂલ ખાતે આ ઘટના ઘટી હોવાનું કહેવાય છે. જ્યાં સ્કૂલમાં બુથ નંબર 69, 70, 71,72 આવેલા છે. આ બૂથ ઉપર બબાલ થઈ હોવાનું કહેવાય છે.
-
-
અમદાવાદ મહાનગરપાલિકાના ખોખરા વોર્ડમાં બોગસ મતદાન મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે હોબાળો
અમદાવાદ મહાનગરપાલિકાના ખોખરા વોર્ડમાં મતદાન સમયે હોબાળો મચતા, મતદાન 20 મિનિટ સુધી બંધ રહેવા પામ્યું હતું. બોગસ મતદાનના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓએ મતદાન રોકાવ્યું હતું. ખોખરાની સેવન ડે સ્કૂલમાં 15 થી 20 મિનિટ મતદાન બંધ કરી દેવાયું હતું. બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ મામલે હોબાળો મચ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા અને ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. ખોખરા વોર્ડમાં બે જગ્યા પર બોગસ મતદાન થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો.
-
Gujarat Polling Turnout Live: ઓછા મતદાન અંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વ્યક્ત કરી ચિંતા
ઓછા મતદાનને લઈને, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વ્યક્ત કરી ચિંતા. તેમણે કહ્યું કે, ખેડૂતો, શ્રમિકો સહીતના તમામ લોકો ગરમી અને તડકામાં કામ કરે છે. ઓછું મતદાન એ શરમજનક કહેવાય. આપણે AC માંથી બહાર આવવું પડે છે એટલા માટે ગરમી લાગે છે તેમ પણ આનંદીબહેને જણાવ્યું હતું. “આપણે પોતાના માટે નહીં પરંતુ દેશ માટે મતદાન કરવાનું છે”, “આપણો પોતાનો પણ સ્વાર્થ છુપાયેલો હોય છે માટે મતદાન કરવું જરૂરી છે તેમ કહીને આનંદી બહેને કહ્યું કે, “ચાલી નથી શકતા તેવા લોકો પણ મતદાન કરવા આવે છે અને આપણે ઘરમાં બેઠા રહીએ તે શોભા નથી આપતું”
-
Gujarat Election 2026 Voting Live : AMC માં 38.16 %, જિલ્લા પંચાયતમાં 56.22% તાલુકા પંચાયતમાં 56.71% નગરપાલિકાઓમાં 50.21% મતદાન
અમદાવાદ જિલ્લામાં આવેલ અમદાવાદ મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજિત મતદાનની ટકાવારી સામે આવી છે. જે અનુસાર અમદાવાદ મહાનગરપાલિકામાં 38.16 ટકા, જિલ્લા પંચાયતમાં 56.22 ટકા, તાલુકા પંચાયતમાં 56.71 ટકા અને નગરપાલિકાઓમાં 50.21 ટકા મતદાન નોંધાયું છે.
-
Gujarat Civic Polls Turnout : નર્મદા જિલ્લામાં સરેરાશ 58.43% મતદાન
નર્મદા જિલ્લામાં સવારના 7 થી 3 કલાક દરમ્યાન સરેરાશ 58.43% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 53.11% મતદાન થયું છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે 65.07 % મતદાન થવા પામ્યું છે. જ્યારે રાજપીપલા નગરપાલીકા માટે 57.12 % મતદાન નોંધાયું છે.
-
Gujarat Local Body Election Voting Percentage મહીસાગરમાં 3 વાગ્યા સુધીમાં પાલિકામાં 43, પંચાયતમાં 51 ટકા મતદાન
મહીસાગર જિલ્લામાં ગરમી વચ્ચે પણ મતદારોએ મતદાન કર્યું છે. મતદાનના 3 વાગ્યા સુધીમાં મતદાનના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર નગરપાલિકા 43.45 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયત 51.53 અને તાલુકા પંચાયત 51.81 ટકા મતદાન થયું છે.
-
સાબરકાંઠા જિલ્લામાં ગરમીના ઉંચા પારાથી મતદાન મથકો સૂમસામ
સાબરકાંઠા જિલ્લામાં ગરમીના ઉંચા પારાથી મતદાન મથકો સૂમસામ બન્યા છે. કાળઝાળ ગરમી ઉમેદવારો અને ચૂંટણી તંત્રને અકળાવવા લાગી. કાળઝાળ ગરમીને લઈ મતદારોનો ધસારો મતદાન કેન્દ્ર પર નહીંવત્. એકલદોકલ મતદારો જ મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. સવારે લાંબી કતારો જોવા મળતી એ મતદાન મથકો સુમસામ જોવા મળ્યા. સાંજે ફરીથી મતદારોનો ધસારો વધે એવી ઉમેદવારોને આશા. રાજકીય આગેવાનોએ પણ મતદારોને મતદાન કરવા અપીલ કરી.
-
Gujarat Election 2026 Voting Live : સાવલી તાલુકાના નમીસરા ગામે વરરાજાએ લગ્ન પહેલા કર્યુ મતદાન
સાવલી તાલુકાના નમીસરા ગામે વરરાજાએ જાન પ્રસ્થાન કરતા પહેલા લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે મતદાન કર્યું. રાહુલ રાઠોડ નામના યુવકે, નમીસરા ગામના નંબર બૂથ નંબર 2 માં મતદાન કરી જાન લઈને જવા રવાના થયા.
-
Gujarat Election 2026 Voting Live: અમદાવાદમાં અદાણી પરિવારે કર્યુ મતદાન
-
અમદાવાદ: મોટી સંખ્યામાં લઘુમતી સમાજ દ્વારા મતદાન
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લઘુમતી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન માટે બહાર આવ્યા હતા. ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે મતદાન પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. બીજી તરફ શહેરના અનેક વોર્ડમાં કાળઝાળ ગરમીને કારણે મતદાનનું પ્રમાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં લઘુમતી સમાજ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવતાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
-
Gujarat Local Body Election Voting Percentage: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 30% મતદાન
- ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 30% મતદાન
- અમદાવાદમાં 28.03% મતદાન
- સૌથી વધુ ગોમતીપુર વોર્ડમાં 36.19% મતદાન
- સૌથી ઓછું ચાંદખેડા વોર્ડમાં માત્ર 16.98% મતદાન
-
તાપી: વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક બબાલ
-
વડોદરામાં વોર્ડ 14માં ચાલી રહેલી ઉગ્ર બબાલ બાદ પોલીસ વિભાગનો નિર્ણય
-
Gujarat Election 2026 : પાટણ: મતદાન સમયે હાર્ટ એટેકથી વૃદ્ધાનું મોત
પાટણ જિલ્લામાં મતદાન દરમિયાન દુખદ ઘટના સામે આવી છે. બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધ મતદારે મતદાન માટે પહોંચ્યા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર તબીબી ટીમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છતાં તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધાની તબિયત અગાઉથી નાજુક હતી. આ ઘટનાએ મતદાન સ્થળે શોકનો માહોલ સર્જ્યો હતો.
-
Gujarat Election 2026 Voting Live : વડોદરા શહેરમાં છીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર થયું ઘર્ષણ
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 14ના મતદાન કેન્દ્ર પર તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. છીપવાડ વિસ્તારમાં આવેલા મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઉમેદવારો અને એજન્ટોને મતદાન મથકમાં પ્રવેશ ન આપવા મુદ્દે બબાલ વધી ગઈ હતી, જેના કારણે પોલીસ સાથે પણ અથડામણ સર્જાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
Clash Between Agents of Ward 14 Candidates in Vadodara Tension at Polling Centre | Gujarat | TV9Gujarati#Vadodara #GujaratElections #ElectionClash #PollingBooth #BreakingNews #IndiaVotes #PoliticalTension #Gujarat #TV9Gujarati pic.twitter.com/A4hDalBG0w
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
-
કાળઝાળ ગરમીની અસર મતદાન પર પડી
-
Gujarat Election 2026 Voting Live: મોરબીમાં પ્રધાન કાંતિ અમૃતિયાએ કર્યું મતદાન
મોરબી જિલ્લામાં ચૂંટણી દરમિયાન પ્રધાન કાંતિ અમૃતિયાએ પરિવાર સાથે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ મતદાન મથક પર જઈ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ અપક્ષ ઉમેદવારી અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે લોકો ખૂબ જ હોશિયાર છે અને તેમનો મત વ્યર્થ નહીં જાય. મતદાન બાદ તેમણે નાગરિકોને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
-
વડોદરા મહાનગરપાલિકા માટે સવારે 11 વાગ્યા સુધી 17.85 ટકા મતદાન નોંધાયું
વડોદરા મહાનગરપાલિકા માટે સવારે 11 વાગ્યા સુધી 17.85 ટકા મતદાન નોંધાયું.
-
અમદાવાદથી સુરત મતદાન કરવા પહોંચેલા વૃદ્ધનું નામ થયું કમી
-
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 14.1% મતદાન
- ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 14.1% મતદાન થયુ.
- અમદાવાદમાં 9.86% મતદાન
- સૌથી વધુ ઓઢવ વોર્ડ માં 20.39%
- સૌથી ઓછું એસ.પી સ્ટેડિયમ બોર્ડમાં માત્ર 4.26% મતદાન
- જોધપુર વોર્ડમાં 15.48% મતદાન
-
Gujarat Election 2026 Voting Live: કચ્છમાં ચૂંટણી દરમિયાન તંત્રની બેદરકારી
કચ્છ જિલ્લામાં ચૂંટણી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી છે, જેમાં ભુજ શહેરમાં મતદારોને પોતાના બુથ શોધવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વોર્ડ 4 અને વોર્ડ 8ના મતદારો સીમાંકનમાં થયેલા ફેરફારોને કારણે અવ્યવસ્થામાં ફસાયા હતા. પૂરતી માર્ગદર્શિકા અને સ્પષ્ટ માહિતીના અભાવે અનેક મતદારો ભટકતા રહ્યા હતા. નામ યાદીમાં હોવા છતાં પોતાના મતદાન મથકની યોગ્ય માહિતી ન મળતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઊભા થયા છે.
-
Gujarat Polling Turnout Live : સુરતમાં વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં સૌથી વધુ 10.14 ટકા મતદાન થયું
-
અમરેલી : પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કર્યું મતદાન
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ અમરેલીની બહારપરા કન્યા શાળા ખાતે આવેલા મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ મતદાન લોકશાહી બચાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા સત્તાના જોરે મતદારો અને ઉમેદવારોને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા છે. તેમણે નાગરિકોને નિર્ભય રીતે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
-
વાવ થરાદ: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન
વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ અબાસણા ગામની રાજનગર પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ ભારે ગરમીને ધ્યાનમાં રાખીને વહેલા સમય પર મતદાન કરવા પણ ગેનીબેન ઠાકોરે મતદારોને અનુરોધ કર્યો હતો.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મત આપવા નારણપુરા પહોચ્યાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મત આપવા નારણપુરા પહોચ્યાં. પરિવાર સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા.
-
Gujarat Election 2026 Voting Live : CM ભૂપેન્દ્ર પટેલે પરિવારજનો સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં પરિવારજનો સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો.
Gujarat CM Bhupendra Patel arrive for voting#BhupendraPatel #GujaratCM #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/aZZMuW7FB5
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
-
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે કર્યું મતદાન
-
અમદાવાદ : વાસણા GB શાહ કોલેજના મતદાન મથકના EVMમાં ગડબડી
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વાસણા વિસ્તારમાં આવેલી GB શાહ કોલેજના મતદાન મથક પર EVMમાં ગડબડીની ફરિયાદ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાતું નથી તેવી ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને કોંગ્રેસ ઉમેદવાર જીજ્ઞેશ જોશીએ લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ મુજબ EVMના અન્ય બટનો કાર્યરત છે, પરંતુ માત્ર કોંગ્રેસ ઉમેદવારનું બટન પ્રતિસાદ આપતું નથી. આ ઘટનાને લઈને મતદાન મથક પર થોડો સમય માટે ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
EVM fault reported at GB Shah College booth in Ahmedabad Polls#Ahmedabad #EVM #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/O9ZDnSdVqD
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
-
રાજકોટમાં રાજવી પરિવારે કર્યું મતદાન
રાજકોટ જિલ્લામાં ચૂંટણી દરમિયાન રાજવી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજવી માંધાતાસિંહ જાડેજા વિન્ટેજ કાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વોર્ડ નંબર 7ની મુરલીધર સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર પરિવારજનો સાથે પહોંચીને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહી પ્રક્રિયામાં સૌને સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી અને મતદાનને દરેક નાગરિકની ફરજ ગણાવી હતી.
Rajkot Royal Mandhatasinh Jadeja casts vote in Vintage Style#Rajkot #MandhatasinhJadeja #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/OBaVlS95Fq
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
-
મહેસાણા: દેલા ગ્રામજનો દ્વારા થયો છે ચૂંટણી બહિષ્કાર
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારનો મામલો સામે આવ્યો છે. ગામજનો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવાના મુદ્દે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પરિણામે મતદાન શરૂ થયા બાદના બે કલાકના સમયગાળા દરમિયાન એકપણ મત પડ્યો નથી. દેલા ગામમાં આવેલા બે મતદાન મથકો પર મતદારો મતદાનથી દૂર રહેતા સમગ્ર પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં જ ઠપ્પ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ ઘટનાએ સ્થાનિક પ્રશાસનનું ધ્યાન આકર્ષ્યું છે.
-
પૂર્વ આઇપીએસ અને ભાજપના ઉમેદવાર મનોજ નિનામાએ કર્યું મતદાન
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પૂર્વ આઈપીએસ અધિકારી અને ભાજપના ઉમેદવાર મનોજ નિનામાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ શામળાજી નજીકના જાબચિતરીયા ગામે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. મનોજ નિનામા ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. નોંધનીય છે કે તેઓએ આઈજી સ્તરના પોલીસ અધિકારી પદેથી રાજીનામું આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને રાજકીય સફર શરૂ કરી છે.
-
ઇડરના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ કર્યું મતદાન
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઇડરના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ ઇડર ખાતે મતદાન મથક પર પહોંચ્યા અને પોતાના પુત્ર સાથે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને લોકશાહીની ફરજ અદા કરીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનને દરેક નાગરિકની જવાબદારી ગણાવી હતી.
-
ખેડા: વડતાલ ધામના સાધુ-સંતોએ ઉજવ્યો લોકશાહીનો પર્વ
-
મોરબી: પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ કર્યું મતદાન
મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ નીલકંઠ વિદ્યાલય ખાતે આવેલા મતદાન મથક પર પહોંચ્યા અને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 12 માટે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહી પ્રક્રિયામાં સૌ નાગરિકોને સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી હતી અને મતદાનને ફરજ તરીકે નિભાવવા ભાર મૂક્યો હતો.
-
રાજકોટ: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ કર્યું મતદાન
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જસદણમાં પરિવાર સાથે તેઓ વિંછીયાના ઉગમણી બારી બુથ મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
-
રાજકોટ: ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કર્યું મતદાન
રાજકોટ જિલ્લામાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના વતન જૂની સાંકળી ગામે જઈ મતદાન કર્યું હતું. તેઓ ઢોલ નગારા અને ઉત્સાહભેર માહોલ વચ્ચે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી હતી.
-
અમરેલી: સાંસદ પરષોત્તમ રૂપાલાએ વતનમાં કર્યું મતદાન
અમરેલી જિલ્લામાં ચૂંટણી દરમિયાન સાંસદ પરષોત્તમ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરીયા ગામે જઈ મતદાન કર્યું હતું. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીમાં ભાગ લીધો અને સ્થાનિક મતદાન મથક પર પહોંચીને પ્રક્રિયામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે નાગરિકોને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહેલા સમય પર મતદાન કરવા અપીલ કરી હતી, જેથી સૌ કોઈ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહી પ્રક્રિયા સફળ બને.
-
Gujarat Local Body Election Voting Percentage : ગુજરાતમાં પ્રથમ કલાકમાં સરેરાશ 5 ટકા મતદાન
ગુજરાતમાં પ્રથમ કલાકમાં સરેરાશ 5 ટકા મતદાન નોંધાયુ છે.

-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 86 વર્ષના અશકત વૃધ્ધએ કર્યું મતદાન
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં મતદાનનો માહોલ ઉત્સાહભેર જોવા મળી રહ્યો છે. 86 વર્ષના અશક્ત વૃદ્ધે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીમાં ભાગ લીધો હતો અને 100 વર્ષ સુધી પહોંચ્યા હોવા છતાં દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. બીજી તરફ કેનેડામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પણ મતદાન માટે આવીને પોતાના હકનો ઉપયોગ કર્યો હતો. બંનેએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
-
પંચમહાલના મોરવા હડફના જુના વાલૈયા મતદાન મથકે ઇવીએમ ખોટકાયું
-
સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM મશીન બંધ પડ્યું
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88માં EVM મશીન અચાનક બંધ પડી ગયું હોવાની ઘટના સામે આવી છે. મશીન બંધ થતા મતદાન કરવા આવેલા મતદાતાઓને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક સ્થિતિને સંભાળવામાં આવી અને અન્ય વિકલ્પ તરીકે નવા EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે ચાલુ રહે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.
Voting disrupted after EVM failure in Surat#Surat #EVM #VotingDay #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/E8hVc57fUK
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
-
ગુજરાતમાં 15 મનપાના 261 વોર્ડની 1044 બેઠકો પર ચૂંટણી
-
નવસારી: મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે કર્યું મતદાન
-
તાપી: રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
-
અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠક માટે મતદાન
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે શહેરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે મતદાન યોજાયું છે. આ બેઠકો માટે કુલ 652 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 190, કોંગ્રેસના 185 અને AAPના 151 ઉમેદવારો વચ્ચે કટોકટીની ટક્કર છે. ઉપરાંત AIMIMના 30 અને 46 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. મતદારોને સુવિધા મળે તે માટે ચૂંટણી પંચ દ્વારા મોટા ભાગના પોલિંગ બુથ સોસાયટીઓની નજીક ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં 4,257 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 1,539 સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય તે માટે આશરે 24,000 સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 15,422 કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત છે. સુરક્ષા દૃષ્ટિએ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 9 SRP અને 1 BSF કંપનીને પણ તૈનાત કરવામાં આવી છે.
-
સુરતમાં 30 વોર્ડની 120 બેઠક માટે મતદાન
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે શહેરમાં ઉત્સાહભેર મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. શહેરમાં 343 સ્થળોએ 2,609 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાયું છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા માટે શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આજની ચૂંટણીમાં 13,000થી વધુ કર્મચારીઓ ફરજ પર મુકાયા છે. કુલ 483 ઉમેદવારો વચ્ચે ટક્કર છે, જ્યારે 24,76,392 મતદારોમાંથી 13,02,941 પુરુષ અને 11,73,451 મહિલા મતદારો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે.
-
આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો
આણંદ શહેરમાં ચૂંટણીના તંગ માહોલ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે. કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આરોપ છે કે ભાજપના ઉમેદવાર કેતન બારોટના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન આવી હિંસક ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સ્થાનિક રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે.
-
રાજ્યભરમાં કુલ 9,292 બેઠકો પર મતદાન
આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે 730 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં 15 મહાનગરપાલિકાઓમાં 1 કરોડ 10 લાખથી વધુ, 84 નગરપાલિકાઓમાં 33 લાખ 66 હજાર અને વિવિધ પંચાયતોમાં 2 કરોડ 74 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 9 નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મતદાન યોજાઈ રહ્યું છે. ઉપરાંત 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે.
Published On - Apr 26,2026 7:11 AM
