AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદે પરિવાર સાથે મતદાન કર્યું, કહ્યું મત આપવોએ આપણો અધિકાર છે

Breaking News : વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદે પરિવાર સાથે મતદાન કર્યું, કહ્યું મત આપવોએ આપણો અધિકાર છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 3:16 PM
Share

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદે મતદાન કર્યું છે. પરિવાર સાથે યુસુફ પઠાણે મતદાન કર્યું છે. યુસુફ પઠાણ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણનો મોટો ભાઈ છે.

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદે મતદાન કર્યું છે. પરિવાર સાથે યુસુફ પઠાણે મતદાન કર્યું છે. આ સાથે તેમણે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.તેમણે કહ્યું કે, મત આપવોએ આપણો અધિકાર છે. અધિકારનો સારી રીતે ઉપયોગ થવો જોઈએ. આ સાથે જેની પાસે તમે આશા રાખો કે, જે લોકો કામ કરે છે. તમારી મુશ્કેલીઓ દુર કરે છે. તેને ડેવલપમેન્ટ માટે મત આપવામાં આવે છે. જે ઉમેદવારને પસંદ કરવાનો માત્ર એક જ લક્ષ્ય હોય છે કે, તે તમારી વચ્ચે રહે અને લોકોની વાત સમજે. તેમજ કામ કરતો રહે.

 

જન્મ ગુજરાતી પઠાણ પરિવારમાં

યુસુફ પઠાણનો જન્મ ગુજરાતના બરોડામાં એક ગુજરાતી પઠાણ પરિવારમાં થયો હતો. તે ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણનો મોટો ભાઈ છે. યુસુફ પઠાણે 27 માર્ચ 2013ના રોજ મુંબઈ સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ આફરીન ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે. તે “YAIF” અને તેના મિશન “યુથ અગેઇન્સ્ટ રેપ” ને સમર્થન આપી રહ્યો હતો.ઓક્ટોબર 2015 સુધી રણજી ટ્રોફીમાં સૌથી ઝડપી 50 (18 બોલમાં)નો રેકોર્ડ તેમના નામે હતો. તેમનો રેકોર્ડ બંદીપ સિંહે (15 બોલમાં) તોડ્યો હતો.

યુસુફ પઠાણની રાજકીય સફરની વાત કરીએ તો. પઠાણે 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બહેરામપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર અધીર રંજન ચૌધરીને 85,022 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી.

 

 

બંન્ને ભાઈ રહી ચૂક્યા છે ટીમ ઈન્ડિયાનો ભાગ, આવો છે વડોદરાના ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">