AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 4 ઓવરમાં ભારે તબાહી, ઈમ્પેક્ટ પ્લેયર 0 પર આઉટ, CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી

IPL 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. ગુજરાત ટાઇટન્સે પાવરપ્લેમાં જ તેમના સ્ટાર બેટ્સમેનોને આઉટ કર્યા, જેના કારણે CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી અને CSK ને ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરવાની ફરજ પડી. જોકે ઈમ્પેક્ટ પ્લેયર પણ 0 પર આઉટ થતા CSKની હાલત ખરાબ થઈ હતી.

Breaking News: 4 ઓવરમાં ભારે તબાહી, ઈમ્પેક્ટ પ્લેયર 0 પર આઉટ, CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી
CSKImage Credit source: X
| Updated on: Apr 28, 2026 | 6:49 PM
Share

IPL 2026 ની 37મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આમને-સામને રમી રહ્યા છે. ઘરઆંગણે રમી રહેલી CSK ની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા પાવરપ્લેમાં CSKનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો. પરિણામે, ટીમે મેચની શરૂઆતમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરવો પડ્યો, જે એક દુર્લભ ઘટના છે.

CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી

ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથા ઓવરમાં પહેલો ફટકો પડ્યો જ્યારે ફોર્મમાં ચાલી રહેલો સંજુ સેમસન 15 બોલમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો. આ વિકેટનો શ્રેય ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડાને ગયો, જેણે શાનદાર બોલિંગ કરી. તે જ ઓવરના છેલ્લા બોલ પર રબાડાએ ઉર્વિલ પટેલને પણ આઉટ કર્યો, જેનાથી CSKને બીજો ઝટકો લાગ્યો. માત્ર ચાર ઓવરમાં 25 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ CSK મેનેજમેન્ટે એક અનોખું અને આશ્ચર્યજનક પગલું ભર્યું. તેઓએ મેચની શરૂઆતમાં જ ઈમ્પેક્ટ પ્લેયર સરફરાઝ ખાનને રમવા મોકલ્યો.

ઈમ્પેક્ટ પ્લેયર 0 પર આઉટ

જોકે, આ રણનીતિ પણ કામ ન આવી. બીજી જ ઓવરમાં ઈમ્પેક્ટ પ્લેયર સરફરાઝ ખાનને 0 પર મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. આમ, CSK એ ફક્ત આઠ બોલમાં જ પોતાની પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી, જે ટીમ માટે મોટો ફટકો સાબિત થયો. શરૂઆતની ઓવરોમાં બેટ્સમેનોની આ નિષ્ફળતા ચેન્નાઈની ઇનિંગ માટે મોટો ફટકો સાબિત થઈ.

CSKએ સિઝનમાં બીજી વખત આમ કર્યું

રસપ્રદ વાત એ છે કે, આ સિઝનમાં બીજી વખત CSKએ ચોથી ઓવરની શરૂઆતમાં જ ઇમ્પેક્ટ ખેલાડીનો ઉપયોગ કર્યો છે. અગાઉ, ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે આયુષ મ્હાત્રેની જગ્યાએ સરફરાઝ ખાનને ઇમ્પેક્ટ ખેલાડી તરીકે લાવવામાં આવ્યો હતો. તે વખતે પણ, ટીમે ચોથી ઓવરની શરૂઆતમાં જ ઇમ્પેક્ટ ખેલાડીનો ઉપયોગ કર્યો હતો. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ તે મેચ હારી ગયું હતું.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">