AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crude Oil Crisis: દુનિયા જોતી રહી ગઈ અને ભારતે ભરી લીધા તેના તેલ ભંડાર, હોર્મુઝની ઘેરાબંધીની કરી દીધી ઐસી-તૈસી

મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા) માં વધતા તણાવ અને તેલના પૂરવઠામાં આવેલા ઘટાડા વચ્ચે ભારતે તેના તેલ ભંડા ભરી લીધા છે. ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી વધારી દીધી છે અને આફ્રિકા, ઈરાન અને વેનેઝુએલા જેવા જુના સહયોગીઓ સાથે પૂરવઠો પુન:સ્થાપિત કર્યો છે.

Crude Oil Crisis: દુનિયા જોતી રહી ગઈ અને ભારતે ભરી લીધા તેના તેલ ભંડાર, હોર્મુઝની ઘેરાબંધીની કરી દીધી ઐસી-તૈસી
| Updated on: Apr 26, 2026 | 5:32 PM
Share

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયાને લગભગ બે મહિના થઈ ગયા છે. 28 ફેબ્રુઆરીના રોજ, અમેરિકા-ઈઝરાયેલે મળીને ઇરાન પર હુમલો કર્યો. ત્યારથી, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો છે. ભારત તેના જરૂરી ક્રૂડ ઓઇલનો અડધો ભાગ આ જ માર્ગ દ્વારા આયાત કરે છે. આ પુરવઠા વિક્ષેપો વચ્ચે, ભારતે ક્રૂડ ઓઇલની અછતનો સામનો કરવા માટે ઝડપથી વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળ્યું છે. વિશ્લેષકોના મતે, ભારતે રશિયા પાસેથી તેની તેલ ખરીદી વધારી છે અને આફ્રિકા, ઈરાન અને વેનેઝુએલામાંથી પણ પુરવઠો ફરી શરૂ કર્યો છે.

રશિયા બન્યુ સૌથી મોટુ સહાયક

રશિયા ભારત માટે પ્રાથમિક બેકસ્ટોપ તરીકે ઉભરી આવ્યું છે. માર્ચમાં, ભારતે રશિયા પાસેથી સરેરાશ 1.98 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) તેલ આયાત કર્યું. જે પાછલા મહિનાઓમાં આયાત કરાયેલા જથ્થા કરતા લગભગ બમણું છે. વિશ્લેષકો આ વધારા માટે માર્ચમાં યુ.એસ. દ્વારા આપવામાં આવેલી કામચલાઉ છૂટને આભારી છે, જે સમુદ્રમાં પહેલાથી જ રશિયન તેલ કાર્ગોને લાગુ પડે છે. આ છૂટ હવે 16 મે સુધી લંબાવવામાં આવી છે.

આ દેશો સાથે સપ્લાઈ વધી

રશિયા પર ફક્ત આધાર રાખવાને બદલે, ભારતે અન્ય બજારો તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે માર્ચમાં, અંગોલાથી આયાત વધીને 327,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ. ફેબ્રુઆરીની તુલનામાં ત્રણ ગણી વધી. એપ્રિલના મધ્ય સુધીમાં, ભારતને ઈરાનથી સરેરાશ 276,000 બેરલ પ્રતિ દિવસ અને વેનેઝુએલાથી 137,000 બેરલ પ્રતિ દિવસ તેલ મળ્યું હતું. ભારતે નાઇજીરીયાથી પણ તેની તેલ ખરીદીમાં વધારો કર્યો છે

પડકારો હજુ બાકી

ભારતે ભલે સફળતાપૂર્વક તેલનો પૂરવઠો સુરક્ષિત કર્યો હોય, પરંતુ આગળની રાહ હજુ આસાન નથી.

કાચા તેલના ભાવમાં સત તેજી આવી રહી છે. એપ્રિલમાં પૂર્ણ થયેલા સોદા વૈશ્વિક બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ કરતાં પ્રતિ બેરલ $5 થી $15 ના પ્રીમિયમ પર રાખવામાં આવ્યા હતા.

આફ્રિકન તેલ મધ્ય પૂર્વીય તેલ માટે સંપૂર્ણ વિકલ્પ તરીકે સેવા આપી શકતું નથી, કારણ કે ભારતીય રિફાઇનરીઓ ખાસ કરીને ચોક્કસ ગ્રેડના ક્રૂડ પર પ્રક્રિયા કરવા માટે ડિઝાઈન કરાયેલી છે. વૈકલ્પિક સોર્સિંગ છતાં, ભારતની કુલ તેલ આયાતમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં, ક્રૂડ ઓઇલની આયાત 5.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) હતી; જોકે, માર્ચમાં, આ આંકડો ઘટીને 4.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગયો.

શું પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધશે?

સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. પેટ્રોલિયમ મંત્રાલયે સ્વીકાર્યું છે કે આ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ હાલમાં ખોટમાં કામ કરી રહી છે, છતાં તેણે તાત્કાલિક ભાવવધારાને નકારી કાઢ્યો છે. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રાહત આપી છે. જોકે, કેટલાક વિશ્લેષકોએ આગાહી કરે છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી, પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર ₹28 સુધી વધી શકે છે.

IPL 2026, CSK vs GT: ચેપોકની બળબળતી ગરમી વચ્ચે ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ધોની વિના ઉતરી CSK

Follow Us
g clip-path="url(#clip0_868_265)">