25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડ રોકડ સાથે 2 વ્યક્તિ પકડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2024 | 7:27 AM

News Update : આજે 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડ રોકડ સાથે 2 વ્યક્તિ પકડાયા

LIVE NEWS & UPDATES

  • 25 Oct 2024 09:16 AM (IST)

    બનાસકાંઠાઃ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં ડખા

    બનાસકાંઠાઃ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં ડખા સામે આવ્યા. કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીનો કોંગ્રેસ સામે બળાપો કાઢ્યો. બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હોવા છતાં અન્ય લોકોને રમાડે છે. કોંગ્રેસમાં  ફિક્સિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. જણાવ્યુ કે ઉમેદવાર ફિક્સ હોવા છતાં કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમ્યા. ઉમેદવાર ફિક્સ છે જેથી હવે ડમી ફોર્મ ભરવાની જરૂર નથી.

  • 25 Oct 2024 09:01 AM (IST)

    દિવાળી વેકેશન પહેલા રાજ્ય સરકારે જાહેર કરી બોટિંગ પોલિસી

    દિવાળી વેકેશન પહેલા રાજ્ય સરકારે બોટિંગ પોલિસી જાહેર કરી છે. ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી. 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે. જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું.

  • 25 Oct 2024 08:53 AM (IST)

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે. ભાજપ અને કોંગ્રેસે હજૂ ઉમેદવાર જાહેર નથી કર્યા. ભાજપમાંથી અમીરામ આંસલ, સ્વરૂપજી ઠાકોર, રજનીશ ચૌધરી કે પછી કોઈ નવા ચહેરાને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસે ચારેય દાવેદારોને ફોર્મ ભરવાની સૂચના આપી છે. ગુલાબસિંહ રાજપૂત, ભાવાજી ઠાકોર, ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીને ફોર્મ ભરવા સૂચના આપી છે.

  • 25 Oct 2024 07:33 AM (IST)

    ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું

    બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ‘દાના’ ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને પછી કેન્દ્રપારા જિલ્લાના ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચે પહોંચ્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

  • 25 Oct 2024 07:30 AM (IST)

    બનાસકાંઠા: અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી ઝડપાઇ રોકડ

    બનાસકાંઠા: અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ સાથે મહેસાણાનાં 2 શખ્સો ઝડપાયા છે. હવાલા નેટવર્કથી રોકડની હેરફેર થતી હોવાની આશંકા છે. આબુ રોડના રિકો પોલિસ સ્ટેશનની બાતમીને આધારે દિલ્લીથી અમદાવાદ જતી કારની ચેકપોસ્ટ પર તપાસ કરાતા રોકડ મળી છે. કારમાં સવાર શખ્સોની પુછપરછમાં સંતોષકારક જવાબ ન મળ્યો. કારમા સવાર શખ્સો રોકડ અંગેના કોઇ પુરાવા પણ રજૂ ન કરી શક્યા.

  • 25 Oct 2024 07:29 AM (IST)

    ડાંગ: લોક કલાકાર રાજભા ગઢવી સપડાયા વિવાદમાં

    ડાંગ: લોક કલાકાર રાજભા ગઢવી સપડાયા વિવાદમાં સપડાયા છે. રાજભા ગઢવીએ ડાયરામાં આદિવાસી સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ છે. ડાંગ-આહવામાં જંગલવાસીઓ લૂંટી લેતા હોવાના નિવેદન સામે રોષ ફેલાયો છે. રાજભા ગઢવીના શબ્દો સામે આદિવાસી સમાજ નારાજ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા આહવા મથકે અરજી થઇ છે. સામાજિક કાર્યકરે એટ્રોસિટીનો ગુનો નોંધવા અરજી કરી. આદિવાસી સમાજે રાજભા ગઢવીના શબ્દોને કલંક સમાન ગણાવ્યા છે. રાજભા સામે ફરિયાદ નહીં નોંધાય તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી છે.

જસ્ટિસ સંજીવ ખન્ના  દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. 11 નવેમ્બરે દેશનાં એકાવનમાં ચીફ જસ્ટિસ પદે શપથ લેશે.  જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલો થયો છે. ગુલમર્ગમાં સેનાની ગાડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો. 5 જવાનો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી . તો શરદ પવાર જૂથે પણ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા. અજીત પવારને ઘેરવા તેમના જ ભત્રીજા યુગેન્દ્રને ટિકિટ આપી. વાવ પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ આજે ઉમેદવાર જાહેર કરશે.તો કોંગ્રેસે 4 ઉમેદવારોને ફોર્મ ભરવા આપી સૂચના… શાળાઓમાંથી શૈક્ષણિક પ્રવાસને મંજૂરી અપાઇ, સરકારે માર્ગદરશિકા જાહેર કરી. વડોદરા હરણીકાંડ બાદ સરકારે સ્કૂલના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો હતો. દિવાળી પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં છે. છોટાઉદેપુરમાંથી 29 લાખના દારૂ સાથે 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે. બુટલેગર સહિત 17 વોન્ટેડ છે.

Follow Us:
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">