25 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો, 15 ઓક્ટોબર બાદ ફરીથી ધમધમતી થશે ખાંડની મિલો
આજે 25 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 25 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો, 15 ઓક્ટોબર બાદ ફરીથી ધમધમતી થશે ખાંડની મિલો
ગુજરાતમાં હાલ ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. રાજ્યમાં 17 ખાંડ મિલો કાર્યરત છે, જેની પ્રતિદિન આશરે 73,800 ટન શેરડી પીલાણની ક્ષમતા છે. દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો શેરડી પૂરી પાડે છે અને આશરે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે.
હાલ ગુજરાતની ખાંડ મિલો પાસે આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. સીઝન ન હોવાથી મિલો હાલમાં બંધ છે, પરંતુ 15 ઓક્ટોબર બાદ મિલો ફરી શરૂ થઈ શેરડીનું પીલાણ અને ખાંડનું ઉત્પાદન શરૂ કરશે, જેના કારણે જથ્થામાં વધુ વધારો થવાની શક્યતા છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધો ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડનું ઉત્પાદન થયા પછી બાકી રહેતા મોલાસિસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે.
દરમિયાન શેરડીના ભાવ અંગે સરકારે જણાવ્યું છે કે અગાઉ ફેક્ટરીની બહાર પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ ભાવ હતા, જે સરકારના પ્રયાસોથી હાલમાં રૂ. 6,000થી નીચે આવ્યા છે. આગામી સમયમાં ખાંડના ભાવ પણ નિયંત્રણમાં આવવાની સરકારને આશા છે.
-
ગુજરાતમાં ઘાસચારાની અછત નહીં, 301 ગામમાં 16 લાખ કિલો ઘાસચારો પહોંચાડ્યો
વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે રાજ્ય સરકારે ઘાસચારાની વ્યવસ્થા તેજ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 301 ગામોના આશરે 90 હજાર પશુધન સુધી 16 લાખ કિલો ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી અને વન વિભાગ પાસે હજુ 361 લાખ કિલો ઘાસચારો અનામત ઉપલબ્ધ છે. પશુપાલકોને આર્થિક રાહત આપવા માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. સ્થાનિક જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા તમામ જિલ્લા કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાત મુજબ ઘાસચારાનું વિતરણ અને અન્ય રાહત કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
-
-
ખેતરોમાં સુકાતા પાકને બચાવવા સૌની યોજના મારફતે, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં, આણંદ અને ખેડાને કડાણા ડેમમાંથી પાણી અપાશે
ખેતરોમાં સુકાતા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે સૌની યોજના મારફતે, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં પાણી આપવાનુ શરૂ થયું છે. ઊભા પાક સુકાય નહી એ માટે પણી ચાલુ રાખવામાં આવશે. જો કે, આણંદ અને ખેડામાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવશે. પાણી આપવા માટે ધારાસભ્યોની પણ રજૂઆતો કરવામા આવી હતી.
-
રક્ષાબંધનના દિવસે, વડોદરામાં સિટીબસમાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરી કરવા દેવાશે
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સંચાલક દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વડોદરાની મહિલાઓને VMC દ્વારા રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે, સિટી બસમાં મહિલાઓને મફત મુસાફરી કરવા દેવાશે. રક્ષાબંધનનાં દિવસે સિટી બસમાં એક પણ મહિલાઓને ટિકિટ આપવામાં નહીં આવે. નવી ઇ બસમાં પણ, મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે.
-
ખાંડની સંગ્રહખોરી રોકવા માટે રાજ્ય સરકારે એકશનની કરી તૈયારી, ફરી લદાઈ શકે છે સ્ટોક મર્યાદા
ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા રાજ્ય સરકારે તૈયારીઓ આદરી છે. ખાંડના ભાવમાં રાતોરાત થયેલા વધારા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. પુરવઠા મંત્રી દ્વારા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જરૂરી કાર્યવાહી કરવા માટે મંત્રણાઓ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સૂચનાના આધારે જરૂરી સૂચના કરશે જાહેર. સંગ્રહખોરો સામે સમિક્ષા કરી કાર્યવાહી કરવા તૈયારી. ખાંડની સ્ટોક લિમિટ નક્કી થઈ શકે છે.
-
-
ગુજરાત ATS એ આજે બીજા રાજ્યમાં બનેલા ગુનાના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
ગુજરાત ATSની વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હિમાચલ પ્રદેશમાં નોંધાયેલા 1 કિલોગ્રામ હેરોઇન કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત ATSએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી આરોપીની કરી ધરપકડ કરી છે. આઝાદસિંહ જયપાલસિંહ વાલ્મીકી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૂળ લખનૌરા, અંબાલા, હરિયાણાનો રહેવાસી છે. માધુપુરાની હોટલ ગોવિંદમમાંથી કરી ધરપકડ. હિમાચલ પ્રદેશના શિમલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. આ અગાઉ આજે જ ગુજરાત ATS એ પંજાબના એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે.
-
જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રને મારવાના કેસમાં, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર કરાયો છે. જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સાથે ગણેશ ગોંડલને થયેલી મારામારી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મે 2024 માં કાર ઓવરટેક કરવાની બાબતમાં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો. આ અંગે જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગણેશ ગોંડલ અને તેના સાગ્રીતોની ધરપકડ કરી હતી. જો કે ડિસેમ્બર 2025 માં બંન્ને પક્ષો વચ્ચે કોર્ટની બહાર બારોબાર સમાધાન થઇ ગયું હતું. આજે કોર્ટે તમામ કાર્યવાહી બાદ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો હતો.
-
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ બનાવતા યુનિટ સીલ કર્યા
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ બનાવતા યુનિટ સીલ કર્યા. ચાંદીના વરખના બદલે એલ્યુમિનિયમનું વરખ વાપરતા હતા. કાલુપુરના યુનિટ, કાજુકતરીમાં ભેળસેળના લીધે એકમ સીલ કરાયું છે. કનૈયાલાલ માવાવાળાની કાજુકતરીમાં વરખમાં ભેળસેળ જણાઈ આવી હતી. દરિયાપુરમાં આવેલા બાલાજી એકમને ગંદકીના લીધે સીલ કરાયું. 22 એકમો પર કરવામાં આવ્યું હતું રેપિડ કીટથી ચેકીંગ. શહેરના સાત ઝોનમાં કરવામાં આવ્યું હતું ચેકીંગ.
-
અમદાવાદમાં એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવ થયા બમણા
અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવ 40 થી 80 થયા. અમદાવાદમાં પહોચતા ડુંગળીના માલમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. ભાવ વધારા અંગે ડુંગળીના વેપારીનું નિવેદન. ડુંગળીનું મુખ્ય સેન્ટર મહારાષ્ટ્ર છે, પૂરા ભારતની 70 ટકા ડુંગળી ત્યાંથી આવે છે. ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છેલ્લા કેટલાક દિવસોમાં તૂટી ગયો છે. હવે તમામ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ થતો થઈ ગયો છે. શ્રાવણમાં ડુંગળીનો ઉપયોગ ઘટતો હોય છે, જો કે તમામમાં ડુંગળીની ગ્રેવી આવતી હોવાથી ડિમાન્ડ ચાલુ જ રહે છે. અમદાવાદમાં રોજની 50 થી 60 ડુંગળીની ગાડીઓ આવતી હોય છે. હવે 25 થી 30 ગાડીઓ જ અમદાવાદના બજારમાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ છે.
-
ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ફરી કમાન સંભાળશે ઇશ્વરસિંહ પટેલની પેનલ
ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિન હરીફ વિજેતા થયા છે. માત્ર 2 ઝોનના સભ્ય માટે 5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી. મંત્રી ઇશ્વરસિંહ પટેલની સામે ઉમેદવારી નોંધાવનાર તેમના ભાઈ વલ્લભ પટેલનું ફોર્મ થયું રદ્દ. ઉમેદવારી અંગે વાંધા અરજીનો જવાબ રજૂ ના કરી શકતા ફોર્મ રદ્દ કરાયુ. ઝોન 8 કદરામા અને અનુસૂચિત જનજાતિ માટે ચૂંટણી યોજાશે.
-
ગુજરાત ATS એ, પંજાબના ફાયરિંગ કેસનો વોન્ટેડ આરોપીને પાલનપુરની હોટલમાંથી ઝડપી પાડ્યો
ગુજરાત ATS એ, પંજાબના ફાયરિંગ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ સુખવિન્દર સિંહ ઉર્ફે સુખીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પંજાબના બટાલા જિલ્લામાં નોંધાઈ છે ફરિયાદ. ATSની ટીમે પાલનપુરની હોટલ સુંદરામાંથી આરોપીની કરી ધરપકડ. ATS ની પૂછપરછમાં થયો ખુલાસો. આરોપી જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું. 20 જુલાઈએ ફાયરિંગનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત. સાગરીતો સાથે મળીને ફાયરિંગ કર્યાનું સામે આવ્યું. ફરિયાદી હરદીપસિંહના શેલર નજીક ફાયરિંગ કરાયું. ફાયરિંગ બાદ આરોપી પંજાબમાં અલગ-અલગ સ્થળે ફર્યો. દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈ ગુજરાત આવ્યો. આરોપી સામે અગાઉ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ડ્રગ્સ, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ.
-
કચ્છના આદિપુરમાંથી 500 લીટરથી વધુ બનાવટી દારૂ, 10,000 બોટલ ઝડપાઈ
કચ્છમાં બનાવટી દારૂ નેટવર્ક સામે મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આદિપુરમાં સરહદી રેન્જ સેલનો દરોડામાં બનાવટી દારુ ઝડપાયો છે. આદિપુરમાં બનાવટી દારૂ બનાવવા વપરાતું પ્રવાહી ઝડપાયું. બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના સૂચનાના પગલે મોટી કાર્યવાહી. બનાવટી દારૂનો 500 લીટરથી વધુનો પ્રવાહી કબ્જે કરાયો. 10 હજારથી વધુ દારૂની ખાલી બોટલ મળી આવી છે. બનાવટી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોની તપાસ શરૂ
-
ભરૂચના કતોપોર બજારમાં તસ્કરોએ એકસાથે અનેક દુકાનોને બનાવી નિશાન
ભરૂચના કતોપોર બજારમાં તસ્કરોએ એકસાથે અનેક દુકાનોને નિશાન બનાવી. શાહીલ લેડિઝ વેર, હેપ્પી ગારમેન્ટ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો. દુકાનોના કાચ તોડી અને પાતરા કાપીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. વિવિધ દુકાનોમાંથી મુદ્દામાલ અને અત્તરના વેપારીનો માલસામાન ચોરાયો. ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ. થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી લેવાની માંગ કરી.
-
સુત્રાપાડા-કોડીનાર રોડ પરથી વન વિભાગે શંકાસ્પદ લાકડાંની હેરાફેરી ઝડપી પાડી
ગીર સોમનાથમાં, સુત્રાપાડા-કોડીનાર રોડ પર વન વિભાગે શંકાસ્પદ લાકડાંની હેરાફેરી ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમિયાન કોડીનારથી પ્રભાસપાટણ તરફ જતી બોલેરો પીકઅપ GJ-32-T-2443 અટકાવી તપાસ કરાઈ હતી. વાહનમાં મોટા પ્રમાણમાં લાકડાંનો જથ્થો મળી આવ્યો હતો. જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવા રજૂ ન થતાં વન વિભાગે વાહન અને લાકડાંનો જથ્થો સિઝ કર્યો છે. વાહનચાલક સમીર સલીમ મલંગની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
સુરત શહેરમાં બુરખાધારી મહિલા ચોરનો તરખાટ, જ્વેલર્સને બનાવ્યા નિશાન
સુરત શહેરના ભાગળ વિસ્તારમાં બુરખાધારી મહિલા ચોરનો આંતક. બુરખા પેહરી આવેલી ત્રણ મહિલાએ જ્વેલર્સને ત્યાં ચોરી કરી હતી. AK જવેલર્સમાં નજર ચૂકવી સોનાના દાગીના તફડાવ્યા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ. આશરે 7 થી 8 લાખના દાગીનાની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ.
-
રાજકુમાર જાટે જાતે જ કપડાં કાઢ્યા હતા અને 16 કલાકમાં અંદાજે 51 કિમી ચાલ્યો- હાઈકોર્ટમાં સરકારનો રિપોર્ટ
ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશ બાદ સંપૂર્ણ રિપોર્ટ અને પેનડ્રાઇવ કોર્ટમાં રજૂ કરી છે. અગાઉ કોર્ટે મૃતકની નગ્ન અવસ્થા અંગે સવાલો કર્યા હતા. સરકારની રજૂઆત મુજબ, રાજકુમાર જાટે જાતે જ કપડાં કાઢ્યા હતા અને 16 કલાકમાં અંદાજે 51 કિમી ચાલ્યો હતો. મૃતક જાતે નગ્ન થતો હોવાનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરાયો છે. મૃતકના ફોનમાંથી વાંધાજનક અને નગ્ન વીડિયો મળ્યા હોવાની પણ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત FSL, નિષ્ણાત તબીબો અને માનસિક રોગોના નિષ્ણાતની મદદથી તૈયાર કરાયેલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરાયો છે. સરકારે મૃતક ડ્રગ્સ અને દારૂનું સેવન કરતો હોવાની પણ રજૂઆત કરી છે. સમગ્ર મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
-
અમદાવાદમાં નવા બનનારા રોડના છેડે, બનેલા રોડની તમામ વિગતો લખેલ તકતી લગાવવી પડશે
અમદાવાદમાં બનેલા નવા રોડના કામમાં પારદર્શિતા રહે તે માટે મનપાનો નવો નિર્ણય. નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી પડશે. રોડની વિગત, સમયગાળો, ગેરંટીનો સમય, AMC ટોલફ્રી નંબર અને કોન્ટ્રાક્ટર નંબર લખવાનો રહેશે. કોન્ટ્રાક્ટર તકતી નહીં લગાવે ત્યાં સુધી પેમેન્ટ નહીં કરાય. કોન્ટ્રાક્ટર સારું કામ કરતા થાય અને ગેરરીતિ અટકે એના માટેનો પ્રયત્ન કરાયો છે. તકતી નહીં લગાવે ત્યાં સુધી પ્રથમ બિલનું પેમેન્ટ જ નહીં કરાય. છેલ્લે પેમેન્ટ કરતા સમયે પણ તકતી હોવી જરૂરી છે.
-
કચ્છમાંથી પ્રતિબંધિત આર્મી યુનિફોર્મનું ફેબ્રિક પકડાયું
આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ કચ્છમાં આર્મી યુનિફોર્મ કાપડના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ-માધાપરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસે દરોડા પાડ્યા. 128 મીટર પ્રતિબંધિત આર્મી યુનિફોર્મનું ફેબ્રિક ઝડપાયું. 50 જોડી કોમ્બેટ ડ્રેસ સહિત મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. 280 કેપ અને 36 કોટ-જેકેટ પણ પોલીસે જપ્ત કર્યા. બે દુકાનોમાંથી પ્રતિબંધિત આર્મી ડ્રેસ મટીરિયલ મળ્યું. ત્રણ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ પ્રવૃત્તિ સામે સુરક્ષા એજન્સીઓનો સપાટો બોલાવ્યો છે. ભુજ-માધાપરમાં મિલિટરી ઇન્ટેલિજન્સની બાતમીથી મોટો પર્દાફાશ થયો છે.
-
લો બોલો, હળવદમાં સરકારી શાળાના શિક્ષક જુગાર રમતા ઝડપાયા
મોરબીના હળવદ શહેરના વૈજનાથ પાર્કમાં જુગાર રમતા સરકારી શાળાના શિક્ષક સહિત 6 જુગારી ઝડપાયા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 63,200 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો. પકડાયેલા આરોપીઓમાં સરકારી શિક્ષક હિતુભા સામંતસિંહ ઝાલા (રહે. સ્વામીનારાયણ નગર, હળવદ)સહિત પ્રવીણભાઈ ઠાકર, અશ્વિનભાઈ વડેચા, રસિકભાઈ ઉધરેજા , ભરતભાઈ છનિયારા, પ્રવીણ રાઠોડનો સમાવેશ થાય છે. હિતુભા સામંતસિંહ ઝાલા હળવદ તાલુકાના શિરોહી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
-
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે PM જનવિકાસ કાર્યક્રમ (PMJVK)ની ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી અને પૂર્વ કુલપતિએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો હતો. નિરજા ગુપ્તાએ PMJVKના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કરી હોવાનું તેમજ કુલપતિના પગાર સાથે પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકેનો પણ પગાર મેળવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં, PMJVKની ગ્રાન્ટમાંથી રૂ. 9 લાખથી વધુની રકમ દીકરાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ કુલપતિ દ્વારા PMJVKના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો પણ વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતા.
-
ગુજરાતમાં જળસંકટના એંધાણ
ગુજરાતમાં ચોમાસાના 85 દિવસ વિતી ગયા છતાં રાજ્યના 70 ટકા વિસ્તારમાં વરસાદની અછત રહેતા જળસંકટના એંધાણ જોવા મળી રહ્યા છે. સિઝનમાં સરેરાશ 35.9 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી માત્ર 26.89 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની સૌથી વધુ અછત જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
-
કર્ણાટકમાં 4000થી વધુ સ્વાઈન ફ્લૂ કેસ નોંધાયા
દેશના વિવિધ રાજ્યોમાં સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1 વાયરસના કેસમાં વધારો થતાં તંત્રની ચિંતા વધી છે. કર્ણાટકમાં 4 હજારથી વધુ જ્યારે રાજધાની દિલ્લીમાં 1700થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ H1N1ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કેરળ અને રાજસ્થાનમાં પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. સતત વધી રહેલા કેસોને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. સંભવિત દર્દીઓની સારવાર અને તકેદારીના ભાગરૂપે વિવિધ હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
-
મોરબી: ટંકારા નજીક સ્કૂલ બસમાં આગ લાગી
મોરબીના ટંકારા નજીક આર્ય વિદ્યાલયમ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા તે દરમિયાન અચાનક આગ લાગી હતી. આગ લાગતા બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતાથી તમામ વિદ્યાર્થીઓને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
-
રાજકોટમાં વધુ નફો કમાવવા વેપારીઓ બેફામ
રાજકોટમાં વધુ નફો કમાવવાની લાલચમાં ખાદ્યચીજોની ગુણવત્તા સાથે ચેડા કરતા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઓમનગર અને ખોડિયારનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ વાપરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન જયસિયારામ ફરસાણમાંથી 80 કિલો જેટલી ફરાળી પેટીસનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તહેવારોને પગલે ખાદ્યચીજોની ગુણવત્તા અંગે આરોગ્ય વિભાગે તપાસ વધુ કડક બનાવી છે.
-
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા ચિંતા વધી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા ઓછા વરસાદને લઈને ચિંતા વધી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની જરૂરિયાતને જોતા કૃત્રિમ વરસાદનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા ઉભી થઈ શકે છે. જોકે કૃત્રિમ વરસાદ માટે વાદળોની ઉપલબ્ધતા, હવામાં ભેજ, પવનની ગતિ સહિતના વિવિધ પરિબળો અનુકૂળ હોવા જરૂરી છે. યોગ્ય હવામાન પ્રણાલી અને જરૂરી પરિબળો ઉપલબ્ધ હોય ત્યારે જ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.
-
દિલ્લી: NCRમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
દિલ્લી-NCRમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. AIIMS ફ્લાયઓવર આસપાસ પણ અડધા ફૂટથી વધુ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ અને જળભરાવને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની હવામાન પ્રણાલીઓના કારણે દિલ્લી-NCRમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
-
સુરત: જાહેર રસ્તા પર હોટ મિક્સમાં ભભૂકી આગ
સુરતના પુણા વિસ્તારમાં જાહેર રસ્તા પર ફેંકવામાં આવેલા હોટ મિક્સમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી હતી. સ્થાનિક વિસ્તારમાં આવેલા એકમો દ્વારા હોટ મિક્સ જાહેરમાં ફેંકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હોટ મિક્સ મામલે કાર્યવાહી ન કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
-
સોશિયલ મીડિયામાં અફવાઓ સામે DyCMનું કડક વલણ
સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતી સામે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કોઈપણ પ્રકારની ભ્રામક કે અફવાજનક માહિતી ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સાથે ભ્રામક માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ FIRનો દૌર શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
-
અમદાવાદના નરોડા વિસ્તારમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું
અમદાવાદના નરોડા વિસ્તારમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર નિરવ બક્ષીએ આરોપ લગાવ્યો છે કે પ્રાઈવેટ સિક્યોરિટીના બાઉન્સરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે કોર્પોરેશનના નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્પોરેટરે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
-
નવસારીમાં લાંચ લેતા પત્રકારનો ACBએ કર્યો પર્દાફાશ
નવસારીમાં ભ્રષ્ટાચારના આક્ષેપવાળા સમાચાર નહીં છાપવા માટે લાંચની માગ કરનાર પત્રકાર મુન્ના મિશ્રાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પત્રકારે અરજદાર વિરુદ્ધ અગાઉ RTI પણ દાખલ કરી હતી. ત્યારબાદ સમાચાર નહીં પ્રસિદ્ધ કરવા માટે લાંચની માગ કરી હતી. ગ્રીડ ચાર રસ્તા પાસે આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલમાં ACBએ છટકું ગોઠવ્યું હતું, જ્યાં મુન્ના મિશ્રા ₹51 હજારની લાંચની રકમ સાથે ઝડપાઈ ગયો હતો. ACBએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
મોંઘવારી વચ્ચે રાહતઃ ખાંડના ભાવમાં ₹15 સુધીનો ઘટાડો
ખાંડના હોલસેલ ભાવમાં છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹10થી ₹15 સુધીનો ઘટાડો નોંધાયો છે. ₹70 સુધી પહોંચેલા ભાવ હવે ઘટીને ₹55થી ₹60 થયા છે. નિષ્ણાતોના મતે, સરકારે 10 લાખ ટન ખાંડની આયાતની જાહેરાત કરતા ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બાદ હવે ટૂંક સમયમાં છૂટક બજારમાં પણ ખાંડ સસ્તી થવાની શક્યતા છે.
-
દિલ્લીઃ સવારથી જ ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દિલ્લીમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાટનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે પણ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. આજે દિલ્લીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર થઈ રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
વડોદરાઃ બહુચરાજી પેટ્રોલપંપ પર ગ્રાહક અને સંચાલક વચ્ચે બોલાચાલી
વડોદરા શહેરમાં વધુ એક વખત જાહેરમાં બોલાચાલીની ઘટના સામે આવી છે. બહુચરાજી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર ગ્રાહક અને પેટ્રોલપંપ સંચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. મામલો ઉગ્ર બનતા પેટ્રોલપંપ સંચાલકે ગ્રાહકને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
-
રાજકોટઃ જન્માષ્ટમીના લોકમેળાનું નામ જાહેર, ‘વિરાસતથી વિકાસ’ નામ પસંદ
રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળાનું નામ જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. લોકમેળાને ‘વિરાસતથી વિકાસ’ નામ આપવામાં આવ્યું છે. રાજકોટના અમિત કુકડિયાએ આ નામ સૂચવ્યું હતું, જેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.
Published On - Aug 25,2026 7:32 AM
