24 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
Gujarat Live Updates : આજ 24 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

ગુજરાતમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદથી પાણી ભરાયા છે. 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા 2નાં મોત થયા છે. બચાવ કામગીરીમાં NDRFની મદદ લેવાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરતમાં 3 સ્થળોએથી 95 લોકોનું રેસક્યું કરવામાં આવ્યુ છે. તો ભારે વરસાદની આશંકાએ આજે વલસાડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક અઠવાડિયું ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવા કરમાળખામાં 3 લાખની આવક પર કોઇ કર નહીં, પણ જૂના કરમાળખામાં ફેરફાર નહીં. PMએ સમાજને સશક્ત કરનારુ બજેટ ગણાવ્યું .
LIVE NEWS & UPDATES
-
સાબરડેરી તલોદ સ્ટેટ હાઇવે પર કન્ટેનર ફસાતા રોડ બ્લોક
- ઇરીગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા હાઈવેની વચ્ચે અંડર ગ્રાઉન્ડ વેસ્ટ વિયર લાઇનનું કામ ચાલી રહ્યું હતું.
- પાણી ભરવાને લઈ કન્ટેનર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન રોડ બેસી ગયો.
- રોડમાં મોટું ગાબડું પડવાને લઈ હાલ રોડ કરાયો બ્લોક.
- ફસાયેલ કન્ટેનરને બહાર કાઢવાની કામગીરી શરૂ
- ટ્રાફિક પોલીસ અને આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
- ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરાવ્યો.
-
ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 118 કેસો સામે આવ્યા
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 118 કેસો
જેમાં સાબરકાંઠા-10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોહ 2, બરોડા 6, નર્મદા 02, બનાસકાંઠા 05, બરોડા કોર્પોરેશન 02, ભાવનગર 01 ,દ્રારકા 01, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 1, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 2, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં આજે ચાંદીપુરમના કુલ 22 કેસો પોઝિટિવ આવ્યા
સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહિસાગર 01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ 01, બરોડા-01, બનાસકાંઠા-01, દ્વારકા-01, તેમજ કચ્છ-01 કેસ ચાંદીપુરના જોવા મળ્યા.
ગુજરાત રાજયમાં 118 વાયસલ કેસ પેકી કુલ 41 દર્દીઓના મોત નિપજ્યા છે.
જેમાં સાબરકાંઠા-02, અરવલી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, બરોડા-01, બનાસકાંઠા-03, બરોડા કોર્પોરેશન-01, દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દદીઓ મૃત્યુ પામેલા છે.
-
-
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
- શહેરના પોસ ગણાતા જેતલપુર રોડ પર પણ ભરાયા પાણી
- ગટરો ચોકપ થઇ જતા ગટરના પાણી બેક માર્યા
- જેતલપુર રોડ પર ગટરમાંથી ઉડ્યા પાણીના ફુવારા
-
પોરબંદરના ઘેડ પંથકમાં પાણીમાં ફસાયેલા લોકોને હોળી વડે રેસ્ક્યુ કરાયા
- ગોસાબારાના માછીમારોએ રેસ્ક્યુ કરી સલામત સ્થકે પહોંચાડ્યા
- અમીપુરડેમ અને ઓઝત વિયર અને ભાદરના પાણીમાં વધારો
- ઘેડ પંથકના લોકોને હોળીમાં બેસાડી સેંકડો લોકોને બહાર લાવ્યા
- હાલ પાણીનો પ્રવાહ ચાલુ છે જ્યાં માછીમારોએ પીડિતોના વ્હારે આવ્યા
-
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લી 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 3 કલાક માટે અમદાવાદમાં રેડ એલર્ટ આપ્યું છે. ઈસનપુર, મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
-
-
ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિ, વર્તમાન ચોમાસામાં કુલ 61ના મોત, 2000થી વધુને કરાયા રેસ્ક્યું
ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે, 10 જુદી જુદી નદીઓ ઓવરફ્લો થઈ છે. 3 તળાવ પણ ઓવરફ્લો થયા છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 4238 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. વરસાદી પૂર કે પાણીમાં ફસાઈ ગયા હોય તેવા 535 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આજે 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોનુ રેસ્ક્યુ કરવામા આવ્યું છે. વર્તમાન ચોમાસામાં વીજળી પડવાથી, પાણીમાં ડુબી જવા સહિતના વિવિધ કારણોસર કુલ 61 લોકોના મોત થયા છે.
-
ગુજરાતમાં ભારે વરસાદને કારણે, 253 ગામનો વીજ પુરવઠો ખોરવાયો, 177 સ્ટેટ હાઈવે બંધ
ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે, 253 ગામોમાં વીજળી નથી. 24 કલાકથી વધુ સમય વીજળી બંધ ના રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી પ્રભાવિત થવાને કારણે 177 સ્ટેટ હાઇવે બંધ છે. તો 42 અન્ય માર્ગો પણ વરસાદને કારણે બંધ કરી દેવાયા છે. 607 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે.
-
અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજણ, વરથું, દઘાલીયા સહિત ગામોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે. દઘાલીયા અને વરથુંના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વહ્યા છે. દઘાલીયા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. એક કલાકથી વધુ સમય વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવા ઈંચ વરસાદ વરસ્યો તો બાયડમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
-
નવસારીમાં વરસાદને પગલે, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક
નવસારી શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોચ્યું છે. નવસારી જિલ્લામાં 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. એસ ડી આર એફ ની ટીમને તહેનાત કરવામાં આવી છે. નવસારી શહેરની પૂર્ણા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
-
અમીરગઢમાં ધોધમાર વરસાદ, કબાલગઢ અંડરબ્રિજ નજીક પાણી ભરાયાં
બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ઈકબાલગઢ હાઇવેમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઈકબાલગઢ અંડરબ્રિજ નજીક પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
-
અતિભારે વરસાદને પગલે, વડોદરાની તમામ શાળાઓ 25 જુલાઈએ બંધ રાખવા આદેશ
ભારે વરસાદના પગલે વડોદરા શહેરની તમામ શાળાઓ આવતી કાલ ગુરુવારને 25મી જુલાઈના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે 25 જુલાઈના રોજ તમામ શાળા બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
-
ગુજરાતના પૂર્વ પ્રધાન ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાયા
માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાઈ ગયા હતા. પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામોની મુલાકાતે ગણપત વસાવા ગયા હતા. માંગરોળના લીંબાડા ગામે ગયા બાદ પરત ફરતી વેળાએ પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા અટવાઈ ગયા હતા. ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગણપત વસાવા અટવાયા હોવાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું.
-
સુરતના પલસાણાનુ બલેશ્વર ગામ 4 દિવસથી બન્યુ બેટ
સુરતના પલસાણાનું બલેશ્વર ગામ સતત 4 દિવસથી બેટમાં ફેરવાયેલુ રહ્યું છે. બત્રીસગંગા ખાડી ગાંડીતુર બનતા લીમડી ફળીયાના 160 જેટલા લોકો ફસાયા છે. બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ફાયરની ટીમે અત્યાર સુધી 40 થી વધુ વ્યક્તિનુ બોટ દ્વાર રેસ્ક્યુ કરાયું છે. રસ્ક્યુ કરાયેલા તમામને સ્થળાંતર કરાવી બલેશ્વર શાળામાં આશરો આપવામાં આવ્યો છે.
-
વડોદરામાં વરસી રહેલા વરસાદથી સિટી બસ સેવા ખોરવાઈ, 25 રૂટ બંધ કરાયા
વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાતા સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે. વડોદરા સિટી બસના 25 રૂટ પર બસના ટાયર થંભી ગયા છે. ગોરવા, સમતા, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે. જો સાંજ સુધી વરસાદ બંધ નહિ થાય તો સિટી બસસેવાના તમામ રૂટ બંધ કરાશે.
-
તાપીમાં ભારે વરસાદથી, વ્યારાના 22, ડોલવણના 30, વાલોડના 20, અને સોનગઢના 15 માર્ગ બંધ કરાયા
તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અનેકો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે કુલ 87 જેટલા માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારના વાહનચાલકોની સમસ્યા વધી જવા પામી છે. વ્યારાના 22, ડોલવણના 30, વાલોડના 20, અને સોનગઢના 15 માર્ગ બંધ કરી દેવાયા છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગના ત્રણ માર્ગ બંધ કરી દેવાયા છે. ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ થતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 87 રસ્તાઓ સતર્કતાના ભાગ રૂપે બંધ કરાયા છે.
-
જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત
જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકના મોત થયા છે. લાલપુરના 11 વર્ષના બાળકનું મોત થયું છે તો ગુલાબનગરમાં રહેતા 5 વર્ષના બાળકનું મોત થયું છે. જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં કુલ ત્રણ બાળકોના મોત થયા છે.
-
વડોદરાના પાદરામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ, આણંદના તારાપુરમાં ત્રણ ઈંચ
વડોદરાના પાદરામાં આજે બપોરના 12થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. તો આણંદના તારાપુરમાં બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ખંભાતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ તુટી પડ્યો છે.
-
વડોદરા: પાદરામાં વરસતા વરસાદમાં પોલીસની સરહનીય કામગીરી
વડોદરા: પાદરામાં વરસતા વરસાદમાં પોલીસે સરહનીય કામગીરી કરી છે. જાસપુર હાઇવે પર પાણી ભરતા વૃદ્ધ ફસાયા હતા. પોલીસે વદ્ધનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. પાદરા પોલીસ સુરક્ષિત રીતે વદ્ધને ઘરે રવાના કર્યા.
-
ભરૂચઃ ઝઘડિયામાં ધમસમતા પાણીમાં કર્મચારી ફસાયો
ભરૂચઃ ઝઘડિયામાં ધમસમતા પાણીમાં કર્મચારી ફસાયો હતો. ઝઘડિયા GIDCમાંથી આવતો કર્મચારી પાણીના પ્રવાહમાં બાઈક સાથે ફસાયો હતો. બે કલાકની જહેમત બાદ ફસાયેલા કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે કર્મચારીને બચાવ્યો.
-
ભરૂચ: શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ભરૂચ: શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં પાણી ઘુસ્યા છે. લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાણવાળા સ્થળે ખસેડાયા છે. જિલ્લા કલેકટરે વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરી છે. લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયુ છે. શહેરમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે.
-
છોટાઉદેપુર: નસવાડીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
છોટાઉદેપુર: નસવાડીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. નસવાડીની એસ. બી. સોલંકી વિદ્યામંદિરમાં પાણી ભરાયા છે. હાઈસ્કૂલમાં આવતા વાહનો ત્રણ ફૂટ પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોઈ પાણી ભરાયા છે. મેદાનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને લેવા વાલીઓ ધસી આવ્યા હતા.
-
દેવભૂમિદ્વારકા: ભાણવડ નજીક આવેલ વર્તું 2 ડેમના 10 દરવાજા ખોલાયા
દેવભૂમિદ્વારકા: ભાણવડ નજીક આવેલ વર્તું 2 ડેમના 10 દરવાજા ખોલાયા છે. 10 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવતા ગામોમાં પાણી ભરાયા છે. રાવલ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. હર્ષદ, ગાંધવી, ગોરાણા સહિતના 14 ગામોને એલર્ટ કરાયા છે.
-
વડોદરામાં ધોધમાર વરસાદને લીધે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરા: ધોધમાર વરસાદને લીધે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ પર પહોંચી છે. ચોમાસામાં પહેલીવાર વિશ્વામિત્રી નદી 9 ફૂટની સપાટીએ છે. નદીની સપાટી વધતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.
-
વડોદરા ડિવિઝનના ગોથાંગમ સુધી વરસાદી પાણી પહોંચતા ટ્રેન સેવાને અસર
વડોદરા ડિવિઝનના ગોથાંગમ અને સાયાન વચ્ચેના બ્રિજ નંબર 471 ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે, નીચેની ટ્રેનોનું નિયમન કરવામાં આવ્યું છે:
- ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સ્પ.
- ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22916 હિસાર – બાંદ્રા ટર્મિનસ એસએફ એક્સ્પ.
- ટ્રેન નંબર 09080 વડોદરા – ભરૂચ MEMU Spl
- ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સ્પ્રેસ
- ટ્રેન નંબર 22210 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ
- ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સ્પ
- ટ્રેન નંબર 07054 લાલગઢ – કાચેગુડા Spl
- ટ્રેન નંબર 20920 એકતા નગર – MGR ચેન્નાઈ સેન્ટ્રલ SF એક્સ્પ.
- ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ SF એક્સ્પ.
-
નેપાળના કાઠમંડૂમાં પ્લેન ક્રેશ
નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થયુ છે. શૌર્ય એરલાઇન્સનું પ્લેન કાઠમંડૂ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ દુર્ઘટના બની છે. પ્લેનમાં આ દુર્ઘટના સમયે 19 યાત્રિકો સવાર હતા.
-
અમરેલી: બગસરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અમરેલી: બગસરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગસરા પંથકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઇ રહી છે. બગસરા અમરેલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બગસરાના મુંજ્યાસર ડેમમાં પાણીનું સ્તર 4 ફૂટ વધ્યું છે. મુંજ્યાસર ડેમમાં 9400 ક્યુસેક પાણીની આવક છે.
-
ગુજરાતના 50 ડેમ હાઈએલર્ટ પર
ભારે વરસાદના કારણે પાણીના 90 ટકા જથ્થા સાથે રાજ્યના 50 ડેમ હાઈએલર્ટ પર છે. 10 ડેમો પર વોર્નિંગના સિગ્નલ પર છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 22 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.
-
જૂનાગઢઃ ઓઝત 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા
જૂનાગઢઃ ઓઝત બેના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. 20 હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.
-
નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ
નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે. ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ દૂર છે. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર છે. 17 ફૂટની સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે.
-
સુરતઃ શહેરમાં ખાડીપૂરનું જોખમ વધ્યું
સુરતઃ શહેરમાં ખાડીપૂરનું જોખમ વધ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે. મીઠી ખાડી ભયજનક સપાટીને લગોલગ છે. વિકટ સ્થિતિને પહોંચી વળવા મનપા તંત્ર એલર્ટ પર છે. મેયર સહિત અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો.
-
દેવભૂમિ દ્વારકા : ઇસ્કોન ગેટ પાસે કમરસમા વરસાદી પાણીમાં બસ ફસાઇ
દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો :છે. મેઘરાજા કોપાયમાન રૂપથી સમગ્ર દ્વારકા પાણી પાણી છે. ઇસ્કોન ગેટ પાસે કમરસમા વરસાદી પાણીમાં બસ ફસાઇ. બસમાં બાળકો સહિત અંદાજે 50થી 60 લોકો સવાર હતા. નગરપાલિકાએ યાત્રિકોને ટ્રેક્ટરમાં બેસાડી રેસ્ક્યૂ કર્યા.
-
બનાસકાંઠાઃ વીજળી પડતા બે બહેનોના મોત
બનાસકાંઠાઃ વીજળી પડતા બે બહેનોના મોત થયા છે. સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં આ ઘટના બની છે. આકાશી વીજળીએ બે સગી બહેનનો ભોગ લીધો છે.
Published On - Jul 24,2024 7:35 AM