23 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌથી વધુ દ્વારકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 11:56 PM

Gujarat Live Updates : આજ 23 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

23 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌથી વધુ દ્વારકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો

આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે, તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.  22 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. 161 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કલ્યાણપુરમાં સાડા અગિયાર ઈંચ વરસાદ તો માણાવદરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ભરૂચમાં ખુલ્લી ગટરે યુવકનો ભોગ લીધો છે. મુખ્ય માર્ગો પર ગટરના પાણી ઉભરાતા જળબંબાકારની સ્થિતિ છે. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ છે.  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ગુજરાતના 21થી વધુ જિલ્લામાં પગપેસારો કર્યો છે. 85થી વધુ બાળકો શંકાસ્પદ વાયરસથી સંક્રમિત થયા છે, તો 30થી વધુ બાળકોનો શંકાસ્પદ ચાંદીપુરાએ  ભોગ લીધો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2024 11:38 PM (IST)

    દ્વારકામાં 10-12 લોકો પૂરના પાણીમાં ફસાયા

    • સાંબાઈ માતા મંદિર પાસે 10-12 લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી
    • NDRFની એક ટીમ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા નિકળી
    • NDRF ટીમના સ્થાનથી સાંબાઈ માતા મંદિર 12 કિલોમીટર દૂર
    • જિલ્લા વહીવટીતંત્ર દ્વારકા આ માહિતી આપી હતી
  • 23 Jul 2024 11:02 PM (IST)

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી

    • ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી
    • કાટમાળમાં ફસાયેલ 3 પૈકી 2 ના મોત
    • સ્થાનિક તંત્ર, ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી
    • દટાયેલા લોકોને બચાવવા કવાયત હાથ ધરાઈ
    • હજુ એકની શોધખોળ શરૂ
  • 23 Jul 2024 06:26 PM (IST)

    છેલ્લા 12 કલાકમાં 154 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ દ્વારકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો

    આજે 23 જુલાઈને મંગળવારના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં, ગુજરાતના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના માંડવીમાં પણ છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં પણ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

  • 23 Jul 2024 06:13 PM (IST)

    સુરત શહેર-જિલ્લાની તમામ શાળાઓ આવતીકાલ 24 જુલાઈને બુધવારે રહેશે બંધ

    ભારે વરસાદને પગલે, સુરત જિલ્લા કલેકટરે શહેર અને જિલ્લાની શાળાઓ આવતીકાલ 24મી જુલાઈના રોજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. સરુત શહેર અને જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.

  • 23 Jul 2024 05:00 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી તારાજીનો તાગ મેળવ્યો

    CM ભૂપેન્દ્ર પટેલે  પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલે લીધી છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તારાજીનો તાગ મેળવ્યો છે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની પરિસ્થિતિ ભૂપેન્દ્ર પટેલે નીહાળી છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો કુલ 33 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સરેરાશ વરસાદથી 27 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

  • 23 Jul 2024 04:37 PM (IST)

    છેલ્લા 10 કલાકમાં 137 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ દ્વારકામાં 5.6 ઈંચ વરસાદ વરસ્યો

    સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગુજરાતના 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના નખત્રાણામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ જામનગરના જોડીયા તાલુકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે.સુરતમાં પલસાણામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 23 Jul 2024 04:22 PM (IST)

    જામનગર: કાલાવડમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, બાળક સારવાર હેઠળ

    જામનગરના કાલાવડમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. નીકાવા ગામે 2 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરાથી સંક્રમિત થઈ છે.  પરપ્રાંતીય શ્રમિકની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ છે. હાલ બાળકી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમા સારવાર હેઠળ છે.  કાલાવડમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

  • 23 Jul 2024 03:41 PM (IST)

    વલસાડ : સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ,49થી વધારે રોડ બંધ, NDRF ની ટીમ સ્ટેન્ડબાય

    વલસાડમાં પડેલા વરસાદના કારણે ઔરંગા,પાર,કોલક,દમણગંગા,માન નદી ,તાન નદી સહિત તમામ નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જિલ્લામાં 49 થી વધુ રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ થઈ જવા પામ્યા છે.જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો મધુબન ડેમમાં પણ પાણીની આવક થતા મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે જેને લઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.ઔરંગા નદીની જળ સપાટીમાં ભારે વધારો થતાં NDRF ની ટીમ દ્વારા નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.

  • 23 Jul 2024 03:32 PM (IST)

    પંચમહાલ : ચાંદીપુરાના કેસની સંખ્યા વધતા પુણેથી પાંચ વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચી

    પંચમહાલમાં સતત ચાંદીપુરાના કેસની સંખ્યામાં વધારો થતા પુણેથી પાંચ વૈજ્ઞાનિકોની ટીમ ગોધરા સિવિલ હોસ્પિટલ આવી પહોંચી. પંચમહાલ જિલ્લામાં વધુ ત્રણ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ શંકાસ્પદ ચાંદીપુરા કેસની સંખ્યા 14 પર પહોંચી છે. પુણેના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતેથી વૈજ્ઞાનિકોની ટીમે ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત લીધી છે.  પુણેથી આવેલી વૈજ્ઞાનિકોની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી.

  • 23 Jul 2024 03:06 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યુ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એ પ્રસ્તુત કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારત ના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે.

  • 23 Jul 2024 02:19 PM (IST)

    ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

    હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 23 Jul 2024 01:35 PM (IST)

    નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની માહોલ, દિલ્હી-મુંબઈને જોડતા NH48 પર ટ્રાફિક જામ

    નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દિલ્હી-મુંબઈને જોડતા નવસારીથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઈવે પર ઊન અને પરથણ ગામે ડાયવર્ઝન આપતા એક સપ્તાહથી દરરોજ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાય છે. હાઈવે પર ચાલતા બુલેટ ટ્રેનના કામો અને ઓવરબ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 23 Jul 2024 01:05 PM (IST)

    અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    અમદાવાદમાં અચનાક વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  • 23 Jul 2024 12:46 PM (IST)

    વડોદરા: કલેકટરે કોર્પોરેટર સામે કરી મોટી કાર્યવાહી, પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ના કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા

    વડોદરામાં કલેકટરે કોર્પોરેટર સામે કરી મોટી કાર્યવાહી કરી છે. પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ના કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા છે. સામાન્ય સભામાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર સતત ગેરહાજર રહેતા કલેક્ટરને અહેવાલ રજૂ કર્યો હતો. કોર્પોરેટર ઇલા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઇલા પટેલ પાદરા નગર પાલિકાના બાંધકામ શાખાના ચેરમેન હતા.

  • 23 Jul 2024 12:04 PM (IST)

    તાપી: વરસાદી માહોલ વચ્ચે મીંઢોળા નદીમાં પાણીની આવક, ગ્રામીણ વિસ્તારના 11 માર્ગ બંધ

    તાપીમાં વરસાદી માહોલ વચ્ચે મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના પગલે ગ્રામીણ વિસ્તારના કુલ 11 માર્ગ બંધ કરવામા આવ્યા છે. તેમજ લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • 23 Jul 2024 11:55 AM (IST)

    બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થી પરત આવ્યા, પરિવારમાં ખુશીનો માહોલ

    બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થી પરત આવ્યા છે. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓને પરત આવ્યા છે. ભારતીય એમ્બેસી અને ગુજરાત સરકારની મદદથી ફસાયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા છે.  પરત આવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે.  વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  • 23 Jul 2024 11:10 AM (IST)

    રાજકોટ: જામકંડોરણાના દૂધી વદર ગામ પાસેનો ફોફળ ડેમ ઓવરફ્લો

    રાજકોટના જામકંડોરણાના દૂધી વદર ગામ પાસેનો ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસતા ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતા MLA જયેશ રાદડિયાએ કર્યા નવા નીરના વધામણાં કર્યા છે. જયેશ રાદડિયાએ શ્રીફળ પધરાવી નવા નીરના વધામણાં કર્યા છે. જામકંડોરણા, ધોરાજીને પીવાનું પાણી પૂરું પાડે છે.  ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળ્યા છે.

  • 23 Jul 2024 10:59 AM (IST)

    જૂનાગઢ : માણાવદર પંથકમાં આવેલા બાટવા ખારા ડેમના દરવાજા ખોલાયા, NDRF-SDRF ટીમ દ્વારા 15 લોકોનું કરાયુ રેસ્ક્યુ

    જૂનાગઢના માણાવદર તાલુકાના કોડવાવ ગામ ખાતે રેસ્ક્યુ કરાયુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બાટવા ખારા ડેમના દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી જતા NDRF-SDRF ટીમ દ્વારા 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ફ્રૂટ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે.

  • 23 Jul 2024 10:14 AM (IST)

    કચ્છ: સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ

    કચ્છ: સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં 5 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માંડવીમાં 4 ઈંચ, નખત્રાણામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મુન્દ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નખત્રાણામાં પડેલા વરસાદ બાદ ભારે મુશ્કેલી સર્જાઇ છે. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા છે. નખત્રાણાને જોડતા અનેક માર્ગ પર જળબંબાકારની સ્થિતિ છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

  • 23 Jul 2024 10:06 AM (IST)

    જામજોધપુર : જસાપર પાસેના સોગઠી ડેમમાં પડ્યું ગાબડું

    જામજોધપુર : જસાપર પાસેના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે. સોગઠી ડેમમાં ગાબડું પડતાં વહીવટી તંત્ર એલર્ટ પર છે. પ્રાંત અધિકારી, મામલતદારે ડેમ સાઇટ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. ગાબડાંમાંથી લીકેજ ઓછું કરવા ખાસ કેમિકલનો ઉપયોગ કરાશે. રાજકોટ અને જામનગરની સિંચાઇ વિભાગની ટીમ કામે લાગી છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.

  • 23 Jul 2024 09:50 AM (IST)

    ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીર

    ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીર આવ્યા છે. ગીર અભ્યારણ્યમાં આવેલો કમલેશ્વર ડેમ સંપૂર્ણ ભરાયો છે. કમલેશ્વર હીરણ-1 ડેમ 100 ટકા સપાટીએ ભરાયો છે. ડેમના નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

  • 23 Jul 2024 09:36 AM (IST)

    આજે લોકસભામાં 11 કલાકે રજૂ કરાશે કેન્દ્રીય બજેટ

    આજે લોકસભામાં 11 કલાકે કેન્દ્રીય બજેટ રજૂ કરાશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે. જેમાં ટેક્સમાં રાહતથી લઇને રોજગાર સુધીની ભેટ મળવાની શક્યતા છે. નોકરીયાત અને મધ્યમ વર્ગની આશા અપેક્ષાઓનું બજેટ રહી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાત થઇ શકે. આવાસ, મોંઘવારી, હોમ લોન અંગે મોટી જાહેરાત થઇ શકે. રેલવે, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર દેશવાસીઓની નજર રહેશે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ મોદી સરકાર 3.0નું પહેલું બજેટ છે.

  • 23 Jul 2024 09:35 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ

    CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની  CM મુલાકાત લેશે. કલ્યાણપુરમાં સ્થાનિક તંત્ર સાથે CM ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજશે. અનરાધાર વરસાદને કારણે અનેક ગામડાઓ જળમગ્ન બન્યા છે, ત્યારે ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે.

  • 23 Jul 2024 09:08 AM (IST)

    રાજકોટ: ઉપલેટામાં ફરી મેઘરાજાએ શરૂ કરી ધમાકેદાર બેટિંગ

    રાજકોટ: ઉપલેટામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ઉપલેટામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

  • 23 Jul 2024 09:03 AM (IST)

    વલસાડઃ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને નિર્ણય

    વલસાડઃ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને જિલ્લાની તમામ શાળા, કોલેજો, આંગડવાડીઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. કલેક્ટરે x પર પોસ્ટ કરીને આ અંગેની જાણ કરી છે.

  • 23 Jul 2024 09:01 AM (IST)

    નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

    નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા

  • 23 Jul 2024 08:56 AM (IST)

    જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો

    જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. રણજીતસાગર ડેમ છલકાતાં વિપક્ષના સભ્યોએ નીરના વધામણાં કર્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના વિપક્ષી નેતાઓએ નવા નીરના વધામણાં કર્યા છે. રણજીત સાગર ડેમ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ છલકાતાં જામનગરની પીવાના પાણીની સમસ્યા એકઝાટકે હલ થશે.

  • 23 Jul 2024 08:55 AM (IST)

    રાજકોટ : ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો

    રાજકોટ : ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમમાંથી પાણી છોડાતાં ગઢાળા નજીકનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. ગઢાળાથી ઉપલેટા, ખીજળીયા, ભાયાવદર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. કોઝ-વે પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત નવા નીરની આવક થઇ છે.

  • 23 Jul 2024 08:52 AM (IST)

    સુરત :માંડવી તાલુકાનું મુઝલાવ ગામ થયું સંપર્ક વિહોણું

    સુરત :માંડવી તાલુકાનું મુઝલાવ ગામ થયું સંપર્ક વિહોણું થયુ છે. મુઝલાવ ગામની બંને તરફ આવેલી ખાડી ઉભરાઈ છે. વરસાદી પાણી ખાડીમાં આવતા ખાડી ઉભરાઇ છે. દર વર્ષે ચોમાસામાં અનેકવાર ગામ સંપર્ક વિહોણું થાય છે. વાહનચાલકો 20થી વધુ કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર બને છે.

Published On - Jul 23,2024 8:51 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">