પોરબંદર જિલ્લાના રાયડી ગામે ગેરકાયદે ચાલી રહી હોવાનો આક્ષેપ સાથે બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણ પર ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ખાણ કાર્ય ચાલુ હોવાનું જણાવી યુવાનોએ રેડ દરમિયાન પથ્થર કટીંગ મશીન, જનરેટર સહિતની સામગ્રી ઝડપી પાડી હતી. ઝડપાયેલી તમામ સામગ્રી જનતા રેડ કરનારા યુવાનોએ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, અન્ય સ્થળોએ પણ જો ગેરકાયદે ખાણકામ ચાલુ હશે તો ત્યાં પણ જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
22 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદાના જંગલમાંથી ખેરના લાકડાની દાણચોરી કરવાના કેસમાં, ED એ આરોપીની સ્થાવર મિલકતો કરી જપ્ત
આજે 22 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 22 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદાના જંગલમાંથી ખેરના લાકડાની દાણચોરી કરવાના કેસમાં, ED એ આરોપીની સ્થાવર મિલકતો કરી જપ્ત
વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદાના જંગલમાંથી ખેરના લાકડાની દાણચોરી કરનારા આરોપીઓની, ED એ સ્થાવર મિલકત જપ્ત કરી છે. સરકારી તિજોરીને કરોડોનું નુકસાન અને કુદરતી સંપત્તિને નષ્ટ કરવાનો છે મામલો વન વિભાગે નોંધાવ્યો હતો. જેના અનુસંધાને ED એ 1.13 કરોડની 14 સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. ફોરેસ્ટ વિભાગની જૂની ફરિયાદના આધારે ED એ કરી કાર્યવાહી. મુશ્તાક આલમ તસિયા, મોહમ્મદ તાહિર અહમદ અને અન્ય આરોપીઓ દ્વારા ખેરના લાકડાનું ગેરકાયદેસર સ્મગલિંગ કરવા મામલે ફરિયાદ કરી છે. જંગલમાંથી ખેરના લાકડા કાપીને વ્યારા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને નર્મદામાં ટ્રાન્સપોર્ટ કરતા હતા. દેશના અન્ય રાજ્યોમાં ગ્રે માર્કેટમાં ખેરના લાકડાને વેચવામાં આવતું.
-
શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને રાજેશ્વરીબા ગોહિલના મોતથી લીમડા ગામ શોકમગ્ન અને સજ્જડ બંધ
શક્તિસિંહ ગોહિલના ભત્રીજાથી અકસ્માતે પત્નીને ગોળી વાગી ગઈ હતી. પત્નીનું મોત થતાં આઘાતમાં યશરાજસિંહે પણ ગોળી મારીને સ્યુસાઈડ કર્યું. એકના એક દીકરાના મોતથી સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. અમદાવાદના NRI ટાવરમાં, ગઈકાલે મોડી રાત્રે બની હતી ઘટના. બંન્નેના મૃતદેહને અંતિમક્રિયા માટે વતન લીમડા ખાતે લઈ જવાયા હતા. શક્તિસિંહ ગોહિલના દાદાના નામે હનુભાનું લીમડાથી ઓળખાય છે ગામ. યશરાજસિંહ અને રાજેશ્વરીબા ગોહિલનો મૃતદેહ વતન પહોંચે તે પહેલા ગામે સંપૂર્ણ બંધ પાળ્યો હતો. સમગ્ર લીમડા ગામ શોકમગ્ન અને સજ્જડ બંધ જોવા મળ્યું.
-
-
શીલજમાં પાળતુ શ્વાને અન્યને કરડતા હવે Amc રાખશે શ્વાનનુ ધ્યાન
શીલજ વિસ્તારમાં પાળતું કુતરા દ્વારા હુમલો કરાતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુતરાની દેખરેખ રખાશે. અમદાવાદના શીલજ વિસ્તારમાં એક પાળતુ શ્વાન અન્ય વ્યક્તિને કરડ્યું હતું. Amc દ્વારા પાળતુ શ્વાનને પકડીને cncd વિભાગમાં લાવવામાં આવ્યું હતું. પાળતુ શ્વાનની સાર સંભાળ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે. પાળતુ શ્વાનનુ રજીસ્ટ્રેશન કરાયેલું છે અને તેને વેક્સિન પણ આપેલી છે.
-
પંચમહાલમાં ઇ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કામ કરતા 43 કર્મચારીઓને છુટા કરી દીધા
પંચમહાલમાં ઇ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ જિલ્લા અને તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છુટા કરી દેવામાં આવતાં આવેદનપત્ર આપી રજુઆત કરાઈ છે. વિકાસ કમિશ્નર દ્વારા કરાયેલા આદેશ અન્વયે રાજ્યમાંથી છુટા કરાયેલા કર્મચારીઓમાં પંચમહાલ જિલ્લાના કુલ 43 કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઇગ્રામ ના 17 કર્મચારીઓ, જિલ્લા કો ઓર્ડીનેટર અને તાલુકા મેનપાવર સપોર્ટ 9 કર્મચારીઓ, ટેક્નિકલ આસિસ્ટન્ટ 15 માં નાણાં પંચના 17 કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યસભા સાંસદને કર્મચારીઓએ આવેદનપત્ર આપી પુનઃ ફરજ ઉપર લેવા કરી માંગ.
-
વાવ થરાદના જાંદલા ગામ નજીક નર્મદાની મેઈન કેનાલમાંથી મૃત બાળક મળી આવ્યું
વાવ થરાદના જાંદલા ગામ નજીકની કેનાલમાંથી મૃત બાળક મળી આવ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં તરતું મૃત બાળક જોવા મળ્યું. સ્થાનિકોએ કેનાલમાં નાના બાળકો મૃતદેહ જોઈ કરી તંત્રને જાણ. નાના માસુમ બાળકો મૃતદેહ કેનાલમાં જોઈ સ્થાનિકોની લાગણી દુભાઈ છે. નાના બાળકો મૃતદેહ કોણે કેનાલમાં ફેંક્યો તે કારણ અકબંધ રહ્યું. નાના બાળકનો મૃતદેહ કેનાલમાંથી બહાર નિકળ્યા બાદ વધુ માહિતી સામે આવશે, બાળક કોણ છે, તેનો પરિવાર કોણ છે વગેરે વિગતો સામે આવશે.
-
-
ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે વખ ઘોળ્યું
ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ ઝેર દવા પી આપઘાત કર્યો છે. ઘોઘા પોલીસમાં ફરજ બજાવતા હેડકોન્ટેબલે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દિગ્વિજયસિંહ ગોહિલ નામના પોલીસ કર્મીએ દવા પી લેતા 108 મારફતે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિગ્વિજયસિંહનું મૃત્યુ થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું. જોકે આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાને લઇ સીટી DYSP R.R. સિંઘાલ, ઘોઘા પોલીસ મથકના PSI, નીલમબાગ પોલીસ મથકના PSI સહિતના અધિકારીઓ હોસ્પિટલ ચોકી ખાતે પહોંચ્યા હતા.
-
સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી
રાજ્યના 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરાઈ છે. શાલિની અગ્રવાલને સ્થાને એમ.નાગરાજનને બનાવાયા છે સુરત મનપાના કમિશનર. જ્યારે શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા છે. રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોપાયો છે.
-
અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસ, આગામી 26 જાન્યુઆરી થી 7 માર્ચ સુધી મુંબઈને બદલે બાંદ્રા ટર્મિનસથી આવશે અને જશે
પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલન કારણોસર ટ્રેન સંખ્યા 12933 મુંબઈ સેન્ટ્રલ–વટવા તથા ટ્રેન સંખ્યા 12934 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં અસ્થાયી રૂપે પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી આ ટ્રેનનું આગમન અને પ્રસ્થાન મુંબઈ સેન્ટ્રલ (એમએમસીટી) ના બદલે બાંદ્રા ટર્મિનસ (બીડીટીએસ) પરથી કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:
• ટ્રેન સંખ્યા 12933 બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસ તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી મુંબઈ સેન્ટ્રલના સ્થાને બાંદ્રા ટર્મિનસ પરથી 13:55 કલાકે પ્રસ્થાન કરશે. • ટ્રેન નંબર 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી મુંબઈ સેન્ટ્રલના સ્થાને બાંદ્રા ટર્મિનસ પર બપોરે 12:30 કલાકે સમાપ્ત થશે.
અન્ય તમામ સ્ટેશનો પર આગમન–પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
-
3 કરોડની છેતરપિંડીના કેસનો આરોપી છાતીમાં દુખાવો થઈ રહ્યાંનુ કહીને થાનગઢથી ફરાર થયો, ગોધરા પોલીસે ઝડપી પાડ્યો
થાનગઢ પોલીસ મથકના લોકઅપમાંથી નાસી છૂટેલ આરોપી સ્વામીને ગોધરા પોલીસે ઝડપી લીધો. 3 કરોડની છેતરપીંડી મામલે સ્વામી રામદાસની થાન પોલીસે કરી હતી અટકાયત. કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. થાન પોલીસ મથકના લોકઅપમાં છાતીમાં દુખાવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું. પોલીસે બહાર બેસાડ્યા બાદ સ્વામી રામદાસ થઈ ગયા હતા ફરાર. અંતે ગોધરા પોલીસે કરાઈ અટકાયત સુરેન્દ્રનગર પોલીસને સોંપ્યો કબજો.
-
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ 26 જાન્યુઆરીથી 7 માર્ચ સુધી 16 ને બદલે 20 કોચ સાથે દોડશે
મુસાફરોની સુવિધા અને વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ટ્રેન નં. 22961 / 22962 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસમાં કામચલાઉ ધોરણે ચાર વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 26 જાન્યુઆરી, 2026 થી 7માર્ચ, 2026 સુધી વર્તમાન 16 કોચને બદલે 20 કોચવાળા રેક સાથે દોડશે.
આ વધારાથી હાલના C14 કોચની ક્ષમતા 44 સીટથી વધીને 78 સીટ થશે. વધુમાં, ટ્રેન માળખામાં ચાર નવા એસી ચેર કાર કોચ, C15, C16, C17 (દરેક 78 સીટવાળા) અને C18 (દરેક 44 સીટવાળા) ઉમેરવામાં આવશે. આનાથી વધારાના 278 મુસાફરો મુસાફરી કરી શકશે.
-
26મી જાન્યુઆરીએ હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ- મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે
ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. જેમાં 25 હોમગાર્ડઝ, 03 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 05 નાગરિક સંરક્ષણ અને 10ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે.
ચંદ્રક મેળવનારાઓની જુઓ સંપૂર્ણ યાદી…
-
પીએમ મોદીના ભાઇના ઘરે દારૂ પીને ડ્યુટી પર આવેલ પોલીસ કોન્સ્ટેબલને 1 વર્ષ જેલની સજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં રહેતા ભાઈને પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં આવેલ પોલીસ કોન્સ્ટેબલે દારુ પીધો હતો. રાણીપ સ્થિત સોમાભાઈના મોદીના નિવાસસ્થાને હથિયારધારી કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારને ફાળવી હતી સુરક્ષાની જવાબદાર. PI સરપ્રાઇઝ ચેકિંગમાં નિકળતા પોલીસ કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. લક્ષ્મણસિંહ પરમાર હથિયારધારી કોન્સ્ટેબલ હતા અને PI એ હથિયાર મામલે પૂછપરછ કરતા પીધેલી હાલતમાં પેટીમાંથી કાઢી બતાવ્યું હતું હથિયાર. પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી ગ્રામ્ય કોર્ટે ફટકારી 1 વર્ષની સજા.
-
વઢવાણમાં સ્થાનિકોને ખબર છે દારુ-ગાંજો ક્યા મળે પરંતુ પોલીસને નથી ખબર, લોકટોળાએ એસપી કચેરીએ કરી ફરિયાદ
વઢવાણમાં જાહેરમાં દેશી દારૂ ગાંજો સહિત છુટથી મળતો હોઇ લોકો પોલીસ મથકમાં રજુઆત કરવા પહોચ્યાં હતા.પોલીસ સ્ટેશને સ્થાનિકોએ કહ્યું કે, લોકોને ખબર છે કે દેશી દારૂ, પરપ્રાંતિય દારૂ, ગાંજો, નશાકારક દ્રવ્ય બધુ ક્યાં મળે છે, પરંતુ વઢવાણ પોલીસ તેનાથી સાવ અજાણ છે. રાતના સંમયે રામદેવપીરનું આખ્યાન ચાલતુ હોઇ દારૂડીયાઓ આવી છરી ગુપ્તી બતાવી કાર્યક્રમ બંધ કરાવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. નવા દરવાજા બાહાર, કોળીપરામાં દેશી દારૂ અને ગાંજો મળતો હોવાની લોકોનો આક્ષેપ છે. લોકો એસ.પી. કચેરીએ અને વઢવાણ પોલીસમાં પહોંચી વઢવાણ નવા દરવાજા બાહાર અને કોળીપરામાં છુટથી મળતો દેશી દારૂ અને ગાંજો મળતો બંધ કરાવવા કરી ઉગ્ર રજૂઆત. લોકોએ પોલીસને રજુઆત કરી કે બેન દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ હોઇ તાત્કાલિક આ વિસ્તારમાં મળતા નશાના કારોબારને બંધ કરાવવા માં આવે.
-
Breaking News : બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો, ભારતમાં નહીં રમે
બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ અંગે એક મોટો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ ભારતમાં T20 વર્લ્ડ કપ નહીં રમે. હવે તેની સ્થાને સ્કોટલેન્ડ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમશે.
-
સુરતમાં સરકારી જમીન પર દુકાનો તાણીને ભાડે આપનાર લુખ્ખા તત્વો સામે પોલીસની લાલ આંખ
સુરતમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર બારોબાર દુકાનો તાણીને ભાડે આપનાર લુખ્ખા સજ્જુ કોઠારી ગેંગ સામે સુરત પોલીસે આખરે પગલા ભર્યા છે. દોતીવાલાની સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. સુરતની અઠવા સુરત પોલીસે તેમની હદમાં કોઈના આર્શિવાદથી ઉછરીને મોટા ગુનેગાર અને ગેગસ્ટર બનેલા સજ્જુ કોઠારી ગેંગે ગેરકાયદેસર ઊભી કરાયેલી તમામ દુકાનો ખાલી કરાવડાવી નાખી છે. સરકારી જમીન પર 15 થી વધુ દુકાનો તાણી દેવાઈ. પોલીસે દુકાનો ખાલી કરાવી ડિમોલેશન હાથ તમામ ડિમોલિશન કરશે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલા સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી.
-
બરોડા ક્રિકેટ એસોસિએશન કબજે કરવા પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે જામશે જંગ
વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની (બીસીએ) ચૂંટણીમાં રસાકસી વધી છે. એસોસિએશનમાં હાલ સત્તા ભોગવતા જૂથ સામે રોયલ અને સત્યમેવ જયતે જૂથ એક થયાં છે. બીસીએની ચૂંટણીમાં હવે રિવાઇવલ અને ગઠબંધન જૂથ વચ્ચે સીધો જંગ ખેલાશે. ગઠબંધન જૂથે સત્તાધારી રિવાઈવલ જૂથનાં વહીવટ સામે ઉઠાવ્યા સવાલ. બરોડા રણજી ટીમનાં ખરાબ પ્રદર્શન માટે હાલનાં વહીવટદારો જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. વડોદરાનાં રાજા સમરજીતસિંહ ગાયકવાડ નવાં જૂથ સાથે મેદાનમાં ઉતર્યા છે. બીસીએ ચૂંટણીમાં ફરી પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે જામશે જંગ. સમરજીત જૂથ તરફથી દર્શન બેન્કર અને પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે પ્રમુખપદનાં ઉમેદવાર છે. નયન મોંગિયા, મુનાફ પટેલ, ઈરફાન અને યુસુફ પઠાણ, કોનોર વિલિયમ્સ, જેકોબ માર્ટિન જેવા જાણીતા ક્રિકેટરો અમારી સાથે છે તેવો દાવો સમરજીત ગાયકવાડના નવા ગઠબંધને કર્યો છે. અમે જીતીશું તો નવા સ્ટેડિયમનું નામ સયાજીરાવ સ્ટેડિયમ કરીશું. અમારી સત્તા આવશે તો બીસીએ માં નવા સભ્યો બનાવીશું તેમ પણ ગાયકવાડે જણાવ્યું હતું.
-
લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો માટે દાખલારુપ સજા ફટકારતી મહીસાગર કોર્ટ
લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો માટે મહીસાગર જિલ્લા અદાલતે ઉદાહરણ રૂપ ચુકાદો આપ્યો છે. લુણાવાડા પોલીસ મથક વિસ્તારના સોનેલા ગામે થયેલ અકસ્માત સંદર્ભે આરોપીને કોર્ટે ફટકારી એક વર્ષની સાદી કેદની સજા. વર્ષ 2022માં લુણાવાડાના સોનેલા ગામે લાયસન્સ વિના બાઇક હંકારી ફરિયાદીને ઇજા પહોંચાડનાર આરોપીને સજા ફટકારવામાં આવી છે. આરોપી રમેશભાઈ તલારને એક વર્ષની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે.
-
રાજકોટઃ જસદણ-આટકોટ રોડ વચ્ચે અકસ્માત
રાજકોટઃ જસદણ-આટકોટ રોડ વચ્ચે અકસ્માત થયો છે. બે ટુ વ્હિલર એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં ટુ વ્હિલર ચાલકને ઈજા પહોંચી છે. રોંગ સાઈડથી રોડ ક્રોસ કરવા જતા દુર્ઘટના બની.
-
સાબરકાંઠા: પ્રાંતિજની કંપની સાથે ચાઈનીઝ કંપનીના મેનેજરે કરી ઠગાઈ
સાબરકાંઠા: પ્રાંતિજની કંપની સાથે ચાઈનીઝ કંપનીના મેનેજરે ઠગાઈ કરી. આમોદરામાં આવેલી ACP શીટ બનાવતી કંપની સાથે ઠગાઈ થઇ. કલર એલ્યુમિનિયમ ફોઈલનુ રો મટિરિયલ મગાવવાના નામે ઠગાઈ કરી. નાણા ઈન્ડોનેશિયા ટ્રાન્સફર કરાવી 67 લાખની છેતરપિંડી કરી. પ્રાંતિજ પોલીસ મથકે ચાઈનીઝ સેલ્સમેન સામે ગુનો નોંધાયો. પોલીસે ચાઈનીઝ મેનેજરના નંબરની શોધખોળ હાથ ધરી.
-
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં મોટો અકસ્માત, સેનાનું વાહન ખીણમાં ખાબક્યુ
કાશ્મીરના ડોડામાંથી પસાર થતી આર્મી કેસ્પર વાહન ઊંડી ખાઈમાં પડી ગયું, જેમાં 4 સૈનિકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા.
-
ભરૂચઃ SIRની પ્રક્રિયાને લઈને કોંગ્રેસનો વિરોધ
ભરૂચઃ SIRની પ્રક્રિયાને લઈને કોંગ્રેસનો વિરોધ યથાવત છે. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચ ઘર્ષણ થયુ. ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ આગેવાનો આરોપ સામે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કલેક્ટર કેબિન બહાર જ બેસીને વિરોધ કરતા પોલીસે હટાવ્યા. ભાજપના ઈશારો અધિકારીઓ કામ કરતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે.
-
ભાવનગરઃ બગદાણા આશ્રમના સેવક પર હુમલાનો કેસ,SITની તપાસમાં વિલંબ પર ઉઠ્યા સવાલ
ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમના સેવક પર થયેલા હુમલા મામલે રચાયેલી SITની તપાસમાં થઈ રહેલા વિલંબને લઈને અનેક સવાલો ઊભા થયા છે. SITની ટીમ છેલ્લા 17 દિવસથી તપાસમાં લાગેલી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. ગઈકાલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, SITના અધિકારી તેમજ રેંજ IG દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. હુમલાની સમગ્ર તપાસ અંગે પોલીસ તરફથી સ્પષ્ટ અને નક્કર માહિતી ન મળતા મામલે ચર્ચા અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
-
સુરત: કોબ્રા સાપના ઝેરના ગેરકાયદે વેચાણ અંગે કાર્યવાહી
સુરત: કોબ્રા સાપના ઝેરના ગેરકાયદે વેચાણ અંગે કાર્યવાહી. વન વિભાગે 2 દિવસ કોબ્રાના ઝેરની ચકાસણી હાથ ધરી. ગેરકાયદે ઝેર વેચાણના નેટવર્ક પર બાજ નજર રખાઈ. મુખ્ય આરોપી અમદાવાદનો હોવાનો તપાસમાં ખુલાસો થયો. લેબમાં ઝેરની ચકાસણી થયા બાદ વધુ કાર્યવાહી કરાશે. કોબ્રા અને વન્યજીવોની સુરક્ષા માટે કડક પગલાં લેવાશે.
-
JK: સમામાં 3-4 આતંકવાદીઓ છુપાયેલા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના સમા વિસ્તારમાં પોલીસે એક મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારમાં ત્રણથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓ જોયાની જાણ કર્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) જમ્મુની ઘણી ટીમો, અખનૂર પોલીસ સાથે, સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ કરી રહી છે. સમા વિસ્તાર લાંબા સમયથી પરંપરાગત ઘૂસણખોરીનો માર્ગ માનવામાં આવે છે.
-
દેવભૂમિદ્વારકા: ચોખંડા ગામે પોલીસના દરોડા
દેવભૂમિદ્વારકા: ચોખંડા ગામે પોલીસે દરોડા પાડી દારૂ છુપાવવાનો બુટલેગરનો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. જમીનમાં ગુપ્ત જગ્યામાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે ખાડો ખોદીની દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જો કે પોલીસ પહોંચે તે પહેલા જ બુટલેગર ફરાર થઇ ગયા હતા. પોલીસે બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
-
અમદાવાદઃ ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં લાગી આગ
અમદાવાદઃ ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં આગ લાગી. ચાંદખેડા સ્મશાન નજીક આવેલા વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી. ફાયર બ્રિગેડના 11 ગાડી ઘટનાસ્થળે છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો. વેર હાઉસમાં રહેલો સામાન બળીને રાખ થયો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં.
-
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી કર્યો આપઘાત
અમદાવાદના જજીસ બંગલા નજીક ભયાનક ઘટના બની, જેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પોતાના પત્નીને ગોળી મારી આપઘાત કર્યો. યશરાજ નામના અધિકારીએ, જે ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં ક્લાસ-ટુ ઓફિસર તરીકે કામ કરતા હતા, પત્નીની હત્યા કર્યા પછી પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો હતો. બોડકદેવમાં આવેલ NRI ટાવરમાં આ દુર્ઘટના બની હતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડાના કારણે યશરાજે પત્નીને ગોળી મારી, ત્યારબાદ ૧૦૮ને જાણ કરી હતી. જ્યારે 108નો સ્ટાફ ઘરની બહાર પહોંચ્યો, ત્યારે યશરાજે પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું. યાદગાર બાબત એ છે કે યશરાજના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. વસ્ત્રાપુર પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદઃ બહેરામપુરામાં યુવાને મહિલા પર કર્યો હુમલો
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક યુવાને મહિલાપર ચાકુથી હુમલો કર્યો હોવાની ચકચાર મચી છે. રાજા રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં ઘુસી યુવકે ત્યાં હાજર મહિલાને ચાકુના ઘા માર્યા હતા. વાતચીત દરમિયાન ઉગ્ર બનેલા યુવકે અચાનક હુમલો કરતા મહિલાને હાથમાં ઈજા પહોંચી હતી. ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ છે. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા હુમલાખોર યુવક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મહત્વની બાબત એ છે કે આ યુવક અગાઉ પણ મહિલાના પરિવાર પર હુમલા કરી ચૂક્યો હોવાનો આક્ષેપ છે. CCTVના આધારે પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
ધોળાવીરા ગામમાં જમીન સંપાદનનો કેસ, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓને 1 લાખ રૂપિયાનો દંડ
કચ્છના ધોળાવીરા ગામમાં જમીન સંપાદન મામલે આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને ગુજરાત હાઈકોર્ટે કડક ફટકાર સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે ASI દ્વારા કરાયેલી કોન્ડોનેશન ઓફ ડીલેની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલી ખાતરીનું પાલન ન કરવું ગંભીર બાબત છે. વર્ષ 2023માં જમીન સંપાદન બદલ યોગ્ય વળતર ન મળતા જમીન માલિક દ્વારા ભચાઉ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યાં ASIના અધિકારીઓએ વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. જોકે, આ ખાતરી બાદ પણ નિર્ધારિત સમયમર્યાદામાં વળતર ચૂકવાયું ન હતું. વળતર ચૂકવણીમાં વિલંબ થતા ASI તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નામંજૂર કરી દંડની કાર્યવાહી કરી છે.
-
ટ્રમ્પે યુરોપ પર ટેરિફ ધમકી પાછી ખેંચી, નાટો સાથે ગ્રીનલેન્ડ સોદા માટે માળખું નક્કી કર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર ટેરિફ ધમકી પાછી ખેંચી લીધી અને ગ્રીનલેન્ડ પર નાટો વડા સાથે ફ્રેમવર્ક ડીલ પર સંમત થયા.
-
પોરબંદર: રાયડી ગામે લાઇમ સ્ટોનની ખાણ પર જનતા રેડ
-
અમદાવાદઃ જુહાપુરામાંથી વધુ એકવાર ઝડપાયું ડ્રગ્સ
અમદાવાદઃ જુહાપુરામાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું. ફતેવાડીમાંથી ડ્રગ્સના સાથે માતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર પોલીસે 7.74 લાખનું 246 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સનો જથ્થો ફતેવાડીના સીરીન અલ્લારખાએ આપ્યાનો ખુલાસો થયો છે. પોલીસે સીરીન અલ્લારખાની શોધખોળ હાથ ધરી.
-
અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામ બનીને સજ્જ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજીમાં યાત્રિકો માટે એક અનોખી અને ભવ્ય ભેટ આપવામાં આવી છે. અંબાના પવિત્ર ધામમાં હવે ‘જય સોમનાથ ઉમિયાધામ’ ભવ્ય સ્વરૂપે સજ્જ બન્યું છે, જે ૨૫ જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ પામશે. યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક અને સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જય સોમનાથ ઉમિયાધામના આકાશી દ્રશ્યો સામે આવતા તેની ભવ્યતા અને આધ્યાત્મિક આકર્ષણ વધુ ઉજાગર થયું છે, જે અંબાજીના ધાર્મિક ગૌરવમાં નવી ઉમેરા સમાન સાબિત થશે.
Published On - Jan 22,2026 7:33 AM
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોનો ફોલો કરો
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના લડી લકના ફોટો જુઓ
કુલ અને કોલ્ડ વોટર વચ્ચે શું છે તફાવત? જાણો તેની શરીર પર શું અસર થાય છે
શકીરાનો પરિવાર જુઓ
ભૂલથી પણ આ 5 વસ્તુઓ સીધી ચહેરા પર ન લગાવો
US-Israel Iran War બોલિવુડ સ્ટાર દુબઈમાં ફસાયા, જુઓ ફોટો