AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 જૂનના મહત્વના સમાચાર : ઈરાન બાદ હવે ઈઝરાયેલમાંથી ભારતીયોને ઓપરેશન સિંધુ હેઠળ 22મીએ સ્વદેશ પરત લવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2025 | 10:01 PM

આજે 20 જૂનને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 જૂનના મહત્વના સમાચાર : ઈરાન બાદ હવે ઈઝરાયેલમાંથી ભારતીયોને ઓપરેશન સિંધુ હેઠળ 22મીએ સ્વદેશ પરત લવાશે

આજે 20 જૂનને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jun 2025 09:55 PM (IST)

    સુરત મ્યુ. કોર્પોરેશન ઉપરાંત નવી રચાયેલ 3 મનપા, 2 પાલિકાને 3394 કરોડની ફાળવણી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટેના વિવિધ કામો માટે ત્રણ નવી રચાયેલ મહાનગરપાલિકાઓ તથા સુરત મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ 3394.55 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જે પૈકી સુરત મહાનગરપાલિકાને રૂ.3263 કરોડ, નડિયાદ મહાનગરપાલિકા રૂ.45 કરોડ, સુરેન્દ્રનગર રૂ.63 કરોડ, આણંદ રૂ.17 કરોડ, સોનગઢ નગરપાલિકાને 3.99 કરોડ અને ભરૂચને 0.95 કરોડ રૂપિયા ફાળવાશે.

  • 20 Jun 2025 09:41 PM (IST)

    ઈરાન બાદ હવે ઈઝરાયેલમાંથી ભારતીયોને ઓપરેશન સિંધુ હેઠળ 22મીએ સ્વદેશ પરત લવાશે

    ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. સરકારે ઇઝરાયલમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, મજૂરો અને સંભાળ રાખનારાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વિમાનો તહેનાત કર્યા છે. આ કામગીરી રવિવાર, 22 જૂનના રોજ સવારે 6 વાગ્યે શરૂ થશે અને મંગળવાર, 24 જૂન સુધી ચાલુ રહેશે.

  • 20 Jun 2025 08:26 PM (IST)

    સરકારી સંસ્થામાં સેવા પૂરી પાડતી કેટલીક સંસ્થાની 45 કરોડથી વઘુની GST ની ચોરી પકડાઈ

    સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ બાબતે GST વિભાગે, દાહોદ અને વેરાવળમાં મનરેગા હેઠળની કામગીરીની તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસમાં, કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછુ દર્શાવ્યું હતું તેમજ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ચાર કરદાતાઓએ ગેરલાભ ઉઠાવ્યો હતો. જીએસટી વિભાગની તપાસ દરમિયાન મનરેગાનુ કામ કરતા 4 કરદાતાઓની વેરાની જવાબદારી, વ્યાજ અને દંડ સહિત રૂપિયા 45 કરોડની કરચોરી શોધી કાઢી છે.

  • 20 Jun 2025 08:07 PM (IST)

    કૈલાશ માનસરોવર યાત્રા માટે તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી રવાના

    સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે નાથુ લા ખાતે કૈલાશ માનસરોવર યાત્રા 2025 માટે તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

  • 20 Jun 2025 08:07 PM (IST)

    જયસ્વાલની સદી, ગિલની ફિફ્ટી, ભારતનો સ્કોર 200 ને પાર

    ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની પહેલી મેચના પહેલા જ દિવસે યુવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે કમાલ કર્યો હતો. તેણે લીડ્સમાં શાનદાર સદી ફટકારી હતી. પહેલા કેએલ રાહુલ સાથે 91 રનની ઓપનિંગ પાર્ટનરશિપ બાદ કેપ્ટન શુભમન ગિલ સાથે શતકિય ભાગીદારી કરી ટીમને પહેલા દિવસે મજબૂત શરૂઆત અપાવી હતી. આ સાથે જ 50 ઓવરમાં ભારતનો સ્કોર 200 ને પાર પહોંચી ગઈ હતો. કેપ્ટન શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી હતી.

  • 20 Jun 2025 07:37 PM (IST)

    જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના બે મતદાન મથકોએ શનિવારે યોજાશે ફેર મતદાન

    જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં બે બુથ ફેર મતદાન યોજવા ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. માલીડા ગામના બુથ નંબર 86 અને  નવા વાઘણીયા બુથ નંબર 111 ઉપર આવતીકાલ શનિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ફરી મતદાન હાથ ધરવામાં આવશે. બન્ને ગામમાં બે બુથ ઉપર મતદાન યોજાવવા નું કારણ કે બંન્ને બુથ ઉપર સામાન્ય બોલાચાલી થઈ હતી જેની ફરિયાદ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ચૂંટણી પંચને જાણ કરવામાં આવી હતી, જેને લઈ ચૂંટણી પંચે ફેર મતદાન કરવાનો લીધો નિર્ણય.

  • 20 Jun 2025 05:34 PM (IST)

    “AMCમાં બીજેપી રાજમાં ડૂબતું અમદાવાદ” કોંગ્રેસ પક્ષે યોજ્યુ વિરોધ પ્રદર્શન

    અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વકરી છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન અમદાવાદના શહેરીજનોની પીડાને વાચા આપવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. AMCમાં બીજેપી રાજમાં ડૂબતું અમદાવાદ એવા બેનર્સ લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. સ્માર્ટ સિટી બની સ્વીમીંગ પુલ” ,  Pre Monsoon Totally Fail”,  “AMCમાં બીજેપી રાજમાં ડૂબતું અમદાવાદ” જેવા પ્લેકાર્ડ લઈને દેખાવો યોજવામાં આવ્યા હતા.

  • 20 Jun 2025 05:34 PM (IST)

    લીડ્સ ટેસ્ટ લંચ બ્રેક, ભારતનો સ્કોર 92/2

    લીડ્સ ટેસ્ટમાં લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 92/2 , કેએલ રાહુલ અને સાઈ સુદર્શને ગુમાવી વિકેટ, યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર હાજર, ડેબ્યૂ મેચમાં સાઈ સુદર્શન એક પણ રન ન બનાવી શક્યો. માત્ર 4 બોલ રમ્યો અને 0 પર આઉટ થયો. કેએલ રાહુલ 42 રન બનાવી આઉટ થયો. યશસ્વી જયસ્વાલ 74 બોલમાં 42 રન બનાવી હજી રમી રહ્યો છે.

  • 20 Jun 2025 04:09 PM (IST)

    લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બેટિંગ ફર્સ્ટ

    લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યો. ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા બેટિંગ ફર્સ્ટ. કરુણ નાયર 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં સામેલ. સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવામાં આવી. શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ 11 માં તક મળી.

  • 20 Jun 2025 03:09 PM (IST)

    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો વહીવટદાર એક લાખની લાંચ લેતા ઝડપાયો !

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. પોલીસ સ્ટેશનનો વહીવટદાર વિકાસ પટેલ ઝડપાયો છે. દારુ વેચતા શખ્સના ઝડપાયેલા ત્રણ મોપેડ છોડાવવા માટે હપ્તાની બાકી રકમ માંગી હતી. દારુના ધંધાના બે-ત્રણ માસની હપ્તાની બાકી રકમ ચૂકવી દેવા પોલીસ કર્મીએ ઉઘરાણી કરી હતી. ખેડબ્રહ્મા પીઆઈને રજૂઆત કરતા તેમણે પણ વહીવટદારને મળવા કહ્યું હતું. હપ્તાની બાકી રકમનો હિસાબ 1.65 લાખ રૂપિયાની પોલીસ કર્મીએ માંગ કરી હતી. બાકી હિસાબ પેટેના હપ્તાની એક લાખ રૂપિયા આપવા જતા અમદાવાદ એસીબીએ ટ્રેપ કરી હતી. એસીબીએ પોલીસ મથક બહારથી જ રંગે હાથ ઝડપી લીધો છે.

  • 20 Jun 2025 03:00 PM (IST)

    નારાયણ સાંઈના 5 દિવસના જામીન મંજૂર, પોલીસ જાપ્તા સાથે જઈ શકશે જોધપૂર જેલ

    નારાયણ સાંઈના 5 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 5 દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર થઈ છે. નારાયણ સાંઈ લાજપોરથી જોધપુર જઈ શકશે. 5 દિવસમાં જોધપૂરથી લાજપોર આવવુ પડશે પાછા. પોલીસ જાપ્તા સાથે જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ ખર્ચ નારાયણ સાંઈએ ભોગવવાનો રહેશે.

  • 20 Jun 2025 02:28 PM (IST)

    સુરત: અડાજણમાં પતિએ જ પત્નીના દાગીનાની ચોરી કરી

    સુરત: અડાજણમાં પતિએ જ પત્નીના દાગીનાની ચોરી કરી. શેર બજારમાં રૂપિયા હારી જતા 96 તોલાના દાગીનાની ચોરી કરી. શેર બજારમાં પતિએ 41 લાખ ગુમાવ્યા હતા. પત્નીની ગેરહાજરીમાં ચોરીની ઘટનાને  અંજામ આપ્યો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

  • 20 Jun 2025 02:27 PM (IST)

    ભાવનગરઃ ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ

    ભાવનગરઃ ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પાળીયાદમાં 3 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. વરસાદના વિરામ બાદ પણ  પાણી ઉતર્યા નથી. પાળીયાદ ગામ બે દિવસ સંપર્ક વિહોણું રહ્યું હતું. ગ્રામજનો હજુ પણ પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે.

  • 20 Jun 2025 01:59 PM (IST)

    જૂનાગઢઃ મનપાની સામાન્ય સભામાં હોબાળો

    જૂનાગઢઃ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો. ડિમોલિશન કામગીરીમાં બેઘર બનેલાને વૈકલ્પિક જગ્યા આપવા માગ કરવામાં આવી છે. અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા આપવા ઠરાવ કરવા વિપક્ષની માગ છે. ઠરાવની માગણી સાથે વિપક્ષના સભ્યો ધરણા પર બેઠા છે. ઠરાવની માગણીનો સ્વિકાર થતા ધરણા સમેટ્યા. ઠરાવની મેયરે ખાતરી આપતા વિપક્ષે ધરણા સમાપ્ત કર્યા.

  • 20 Jun 2025 01:02 PM (IST)

    રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે  22 જૂને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 22 થી 24 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે. વડોદરા, મહીસાગર, મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

  • 20 Jun 2025 11:17 AM (IST)

    સુરત: ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીએ જન્મદિવસે જ આપઘાત કર્યો

    સુરત: ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીએ જન્મદિવસે જ આપઘાત કર્યો. ભેસ્તાનમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પુત્રનો જન્મદિવસ હોવાથી કેક લેવા પિતા દુકાને ગયા હતા. પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પિતાએ બૂમાબૂમ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. વિદ્યાર્થીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ અકબંધ છે.

  • 20 Jun 2025 10:22 AM (IST)

    આજે એર ઈન્ડિયાની 8 ફ્લાઈટ કરાઈ રદ

    આજે એર ઈન્ડિયાની 8 ફ્લાઈટ કરાઈ રદ. 4 ઈન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ. મેન્ટેનન્સ અને ઑપરેશનલ કારણોસર ફ્લાઈટ રદ કરાઈ. ફ્લાઈટ રદ કરવામાં આવતા સેંકડો મુસાફરોની મુશ્કેલી વધી.

  • 20 Jun 2025 09:43 AM (IST)

    પ્લેન દુર્ઘટનામાં મૃતકોને સહાય આપશે મોરારિ બાપુ

    પ્લેન દુર્ઘટનામાં મૃતકોને મોરારિ બાપુ સહાય આપશે. મોરારિ બાપુએ ₹.51 લાખ સહાયની જાહેરાત કરી. કુલ 270 મૃતકોના પરિજનોને સહાય આપશે. લંડન સ્થિત રામકથાના શ્રોતા દ્વારા વીત્તીય્ સહાય આપવામાં આવશે.

  • 20 Jun 2025 09:28 AM (IST)

    આજથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે

    આજથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ રાત્રે આઠ વાગે અમદાવાદ આવશે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વહેલી સવારે અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં યોગ કરશે.

  • 20 Jun 2025 09:27 AM (IST)

    સુરત: ગોડાદરામાં થયેલી હત્યાનો પોલીસે ઉકેલ્યો ભેદ

    સુરત: ગોડાદરામાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો. પોલીસે ચાર કિશોર અને બે યુવકોની ધરપકડ કરી. જૂની અદાવતમાં પાનના ગલ્લા પર ઉભેલા યુવકની હત્યા કરાઈ હતી. આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. મૃતકે સ્વબચાવમાં આરોપીઓને પણ ચપ્પુના ઘા માર્યા હતા. એક આરોપીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું.

  • 20 Jun 2025 07:50 AM (IST)

    સુરતઃ મહુવા તાલુકાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો

    સુરતઃ મહુવા તાલુકાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉમરા ગામે આવેલી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા લોકો જોવા માટે ઉમટી પડ્યા. ડેમમાં નીર આવતા ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે.

  • 20 Jun 2025 07:49 AM (IST)

    વડોદરાના અકોટા રોડ પર પડ્યો વધુ એક ભૂવો

    વડોદરાના અકોટા રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે. અકોટાથી મુજમહુડા જતા રોડ પર મસમોટો ભૂવો પડ્યો. 4 ફૂટનો ભૂવો એક જ દિવસમાં 20 ફૂટ જેટલો પહોળો થયો. ભૂવાને કારણે અકોટા રોડ પર વાહનવ્યવહાર બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. મનપાએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી પણ હાલાકી યથાવત છે. ચાલુ વર્ષે વડોદરા શહેરમાં 20 ભૂવા પડ્યા.

  • 20 Jun 2025 07:42 AM (IST)

    ઈરાન અને ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને બચાવવા ઓપરેશન સિંધુ

    આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 7મો દિવસ છે. યુદ્ધ વચ્ચે હજારો ભારતીયો ઈરાન અને ઇઝરાયલમાં ફસાયેલા છે. માત્ર ઈરાનમાં જ 10,000 થી વધુ ભારતીયો ફસાયેલા છે, જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ છે. ભારત સરકારે તેમને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.

Published On - Jun 20,2025 7:37 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">