20 જૂનના મહત્વના સમાચાર : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મળ્યાં જામીન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 11:40 PM

Gujarat Live Updates : આજ 20 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 જૂનના મહત્વના સમાચાર : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મળ્યાં જામીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેઓ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 21 જૂને શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ તેઓ લેશે ભાગ. ગેરરીતિની ફરિયાદ બાદ કેન્દ્રીય શિક્ષણ વિભાગે UGC-NETની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે, સમગ્ર મામલે CBI તપાસ કરશે. આજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી થશે શરૂ. 45 કેન્દ્રો પર 108 કરોડની કિંમતે રાજ્ય સરકાર ખરીદશે 12 હજાર 633 મેટ્રિક ટન મગ, ટેકાનો ભાવ 8,558 રૂ. પ્રતિ ક્વિન્ટલ  નક્કી કરાયો છે.  કેન્દ્ર સરકારે ખેડૂતો માટે  વધુ એક મોટો નિર્ણય લીધો છે. 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે.  MSP વધતા 2 લાખ કરોડનો ફાયદો થશે. રાજકોટ અગ્નિકાંડમાં RMCના TPO એમ.ડી.સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો.. આવક કરતા 410 ટકા વધારે સંપતિ..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 20 Jun 2024 08:04 PM (IST)

  અરવિંદ કેજરીવાલને મળ્યાં જામીન, શરાબ કૌભાંડમાં કોર્ટે આપી મોટી રાહત

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં બંધ કેજરીવાલે જામીન મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

 • 20 Jun 2024 07:31 PM (IST)

  જાહેર મંચ પરથી ધમકી આપ્યા બાદ ભાજપના સાંસદે, પોતાની વાત પર પાણી ઢોળ્યું

  જૂનાગઢના પ્રાચીમાં કાર્યકર્તા સમારોહમાં ધમકી આપ્યાનો વીડિયો ખુબ વાયરલ થયા બાદ તેના પડધા દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોચતા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતુ નિવેદન કર્યું છે.  રાજેશ ચુડાસમાએ હવે એવુ કહ્યું છે કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય એમના માટે કહ્યું હતું. આ લોકો વિરોધમાં રહ્યા હોય માટે દુઃખ થયું તેથી બોલાઈ ગયું.

  ગુજરાત ભાજપના મોભીઓ અને દિલ્હી હાઈ કમાન્ડ સુધી પહોચેલા ધમકીના સમાચાર બાદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, મારુ નિવેદન કોઈ રાજકીય નેતા માટે નહોતું. ભગવાનજી બારડએ મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. બીજા કોઈ સમાજ કે લોકો માટે પણ કહ્યું એવું નથી.

 • 20 Jun 2024 06:58 PM (IST)

  રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે SITની તપાસ પૂર્ણતાના આરે : હર્ષ સંઘવી

  રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિ કાંડમાં,  SIT દ્વારા હાથ ધરાયેલ તપાસ હવે પૂર્ણતાના આરે હોવાનું રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યું હતું. SIT તેનો પ્રગતિ અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સોંપે છે. હવે SIT ની કામગીરી પૂર્ણ થવા પર છે. ગઈ રાત્રે બે વાગ્યા સુધી લાગતા વળગતાઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. આજે પણ કેટલાક લાગતા વળગતાઓના જવાબો લેવાની કાર્યવાહી ચાલુ છે. SIT દ્વારા આજે અથવા આવતી કાલે સત્તાવાર નિવેદન આપવામાં આવશે.

 • 20 Jun 2024 05:41 PM (IST)

  જગન્નાથ મંદિરે પહોચ્યાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, તૈયારીઓની કરી સમીક્ષા

  રથયાત્રા પૂર્વે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિરની મુલાકાતે પહોચ્યા હતા. આગામી રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો સાથે રથયાત્રાના આયોજન અંગે વિચાર વિમર્શ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ સાથે, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી છે. રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિર પર ,રથયાત્રાના રૂટ પર તથા શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા તથા અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી અંગે વિગતો મેળવી હતી.

 • 20 Jun 2024 05:16 PM (IST)

  ઈમરાન ખાનના રાજકીય સલાહકારનું લાહોરમાં અપહરણ

  પાકિસ્તાનની જેલમાં બંધ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય સલાહકારનું પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા શાહબાઝ ગિલના મોટા ભાઈ ગુલામ શબ્બીરનું બે દિવસ પહેલા અજ્ઞાત લોકોએ અપહરણ કર્યું હતું જ્યારે તેઓ ઈસ્લામાબાદ જઈ રહ્યા હતા. આ અંગે કાન્હા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

 • 20 Jun 2024 03:38 PM (IST)

  NEET અને NET મુદ્દે રાહુલ ગાંઘીનું નિવેદન, મોદી સરકારે આશાસ્પદ વિદ્યાર્થીઓનુ સ્વપ્ન રોળી નાખ્યું

  રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે બહુ ઓછા રસ્તા છે. અગાઉ રોજગારીની તકો ખતમ થઈ ગઈ હતી. હવે પરીક્ષાઓમાં ગોટાળો થઈ રહ્યો છે. યુવાનો માટે કોઈ રસ્તો બચ્યો નથી. તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

 • 20 Jun 2024 03:29 PM (IST)

  ભરૂચ નેશનલ હાઇવે સ્થિત નોવસ હોટેલની સબ્જીમાંથી નીકળી માખી

  ભરૂચ નેશનલ હાઇવે સ્થિત નોવસ હોટેલમાં, મંગાવેલ સબ્જીમાંથી માખી નીકળી છે.  કાજુના શાકમાંથી માખી નિકળતા ગ્રાહકે હોટેલ સંચાલકોને જાણ કરી હતી, જો કે તેમણે ઉડાઉં જવાબ આપ્યો હતો. ગ્રાહકે હોટલમા ઉહાપોહ મચાવ્યો હતો.

 • 20 Jun 2024 02:42 PM (IST)

  સાબરકાંઠામાં હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 12 કિલો ચાંદી ઝડપાઇ

  સાબરકાંઠામાં હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 12 કિલો ચાંદી ઝડપાઇ છે. 12 કિલો ચાંદી સાથે રાજસ્થાનના 2 મુસાફરોની અટકાયત કરવામાં આવી. ચાંદીના યોગ્ય પુરાવા ન આપી શકતા જીઆરપીએ કરી કાર્યવાહી. જીઆરપીએ ચાંદી અંગે GST વિભાગને  જાણ કરી.

 • 20 Jun 2024 02:11 PM (IST)

  સુરેન્દ્રનગરઃ ઘણાદથી મોઢવાણા તરફ જતી નર્મદાની કેનાલ ઓવરફ્લો

  સુરેન્દ્રનગરઃ ઘણાદથી મોઢવાણા તરફ જતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઇ છે. કેનાલ ઓવરફ્લો થતા આજુ બાજુના ખેતરો બેટમાં ફેરવાયા છે. હજારો વિઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યા છે. કપાસિયા સહિતના પાકોના વાવેતરને નુકસાન થયુ છે. તંત્રની બેદરકારીના પગલે કેનાલ ઓવરફ્લો બની હોવાનો ખેડૂતોનો આરોપ છે.

 • 20 Jun 2024 01:49 PM (IST)

  કચ્છઃ ફરી બિનવારસી હાલતમાં પકડાયો ડ્રગ્સનો જથ્થો

  કચ્છઃ ફરી બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. BSFએ યક્ષ મંદિર વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ કબજે કર્યા છે. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી કોથળામાંથી ચરસ મળી આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં BSFએ 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.

 • 20 Jun 2024 01:47 PM (IST)

  ગાંધીનગરઃ અગોરા મોલના પ્રથમ માળે ઝડપાયો જુગારનો અડ્ડો

  ગાંધીનગરઃ અગોરા મોલના પ્રથમ માળે જુગારનો અડ્ડો ઝડપાયો છે. અડાલજ પોલીસે અગોરા મોલમાં નવ જુગારીઓને ઝડપ્યા છે. અગોરા મોલની ટ્રિબેકા સિલેક્ટ હોટલના રૂમમાં અડ્ડો ચાલતો હતો. પોલીસે 14 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દિનેશ શાહ નામનો શખ્સ જુગાર ચલાવતો હતો.

 • 20 Jun 2024 01:43 PM (IST)

  અમદાવાદ: 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

  અમદાવાદ: 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. જગદીશ મંદિરમાં જળયાત્રાની ખાસ તૈયારીઓ થઇ રહી છે. 108 કળશનું રંગ રોગાન કરાયુ શરૂ. ધ્વજ પતાકા અને કાવડ  તૈયાર કરાયા છે. જળયાત્રામાં 18 ગજરાજ અને 18 ભજન મંડળીઓ જોડાશે.

 • 20 Jun 2024 11:16 AM (IST)

  રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત

  રાજકોટ: બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત થઇ છે. 5 જુલાઇના દિવસે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ફરી જોવા મળી શકે છે વર્ચસ્વની લડાઇ જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી જુથની ટક્કર જોવા મળી શકે છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાને રિપીટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હરીફ જુથ પરસોત્તમ સાવલિયાની જીત માટે  પ્રયત્ન કરી રહ્યુ છે.

 • 20 Jun 2024 10:01 AM (IST)

  સુરેન્દ્રનગરઃ મુળી થાનગઢ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

  સુરેન્દ્રનગરઃ મુળી થાનગઢ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગઢાદ ગામના પાટીયા પાસે ઈકો કાર અને પીકઅપ વાન અથડાયા છે. અકસ્માતમાં 1નું મોત થયુ છે અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 • 20 Jun 2024 09:34 AM (IST)

  વડોદરા: સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી

  વડોદરા: સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઇ છે. જૂની અદાવત અને બાઈક ચાલકોને ઠપકો આપતાં બબાલ થઇ હતી. તલવાર અને દંડા લઈને કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મહિલાએ પોલીસને જાણ કરી છે. સમા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે 11 લોકોની અટકાયત કરી છે, 4ની શોધખોળ ચાલુ છે.

 • 20 Jun 2024 09:33 AM (IST)

  વલસાડ: શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો

  વલસાડ: શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. એમ.જી.રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર, છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે પાણી ભરાયાનો આક્ષેપ છે.

 • 20 Jun 2024 08:37 AM (IST)

  PM મોદી આજથી 2 દિવસ જમ્મૂ કાશ્મીરના પ્રવાસે

  PM મોદી આજથી 2 દિવસ જમ્મૂ કાશ્મીરના પ્રવાસે છે. 1500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 84 જેટલી પરિયોજનાઓનો તે આરંભ કરાવશે. આજે સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં યુવાઓ સાથે સંવાદ કરશે. આવતીકાલે શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. PM મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. PMની મુલાકાતને લઇને શ્રીનગરમાં સુરક્ષાદળોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે  છે.

 • 20 Jun 2024 08:33 AM (IST)

  રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી

  રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પડી શકે છુટોછવાયો વરસાદ વરસી શકે છે. બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે.

 • 20 Jun 2024 08:23 AM (IST)

  તમિલનાડુ: કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડમાં 29ના મોત

  તમિલનાડુ: કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડમાં 29ના મોત થયા છે. ઝેરી દારૂ પીનારા 60ની હાલત ગંભીર છે. ભેળસેળવાળો દારૂ બનાવનારની ધરપકડ થઇ છે. તમિલનાડુ સરકારે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી છે.

 • 20 Jun 2024 07:33 AM (IST)

  બનાસકાંઠા: દાંતાના મંડાલી ગામે 2 મજુરોના મોત

  બનાસકાંઠા: દાંતાના મંડાલી ગામે 2 મજુરોના મોત થયા છે. મોટર કાઢવા કુવામાં ઉતરેલા મજુરોના ગુંગળામણથી મોત થયા છે. અચાનક મજુરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડ અને SDRF ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યા હતા.

 • 20 Jun 2024 07:32 AM (IST)

  નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ

  નવસારી શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના ખેરગામ, ચીખલી,વાંસદા, જલાલપોર અને નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. હજુ વાવણી લાયક વરસાદની રાહ ખેડૂતો જોઇ રહ્યા છે.

Published On - Jun 20,2024 7:31 AM

Follow Us:
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">