1 માર્ચના મહત્વના સમાચારઃ અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંકશનમાં પહોંચી દુનિયાભરની હસ્તીઓ, શરૂ થઈ ઉજવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 11:33 PM

આજે 1 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

1 માર્ચના મહત્વના સમાચારઃ અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંકશનમાં પહોંચી દુનિયાભરની હસ્તીઓ, શરૂ થઈ ઉજવણી

વડાપ્રધાન મોદી ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા, આ બેઠકમાં લોકસભા ચૂંટણીના 100થી વધારે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 10 માર્ચ પહેલા જ ભાજપ લગભગ 300 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. યુપી બોર્ડમાં 12માં ધોરણના બે પેપર લીક થવા પર 3 સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી. દેશ-દુનિયાના તમામ નાના-મોટા સમાચાર વાંચ અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Mar 2024 11:31 PM (IST)

    બેંગ્લોરમાં કેફે બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓના નિશાના પર આ ત્રણ આતંકી મોડ્યુલ

    બેંગ્લોરમાં વિસ્ફોટ બાદ હવે તપાસ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમના સભ્યો પણ પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ કર્ણાટક સરકાર પણ ચોંકી ઉઠી હતી.

  • 01 Mar 2024 11:13 PM (IST)

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. મોરેનાથી બપોરે 1.30 કલાકે યાત્રા શરૂ થશે. 5 દિવસના વિરામ બાદ યાત્રા ફરી શરૂ થશે. રાહુલ ગાંધી પોતાની યાત્રા દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા 2 માર્ચથી 6 માર્ચ સુધી એમપીના ગ્વાલિયર-ચંબલ અને માલવા વિભાગને આવરી લેશે.

  • 01 Mar 2024 11:12 PM (IST)

    મમતાએ પીએમ મોદી સાથે કરી બેઠક

    પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ સાથે સીએમ મમતાની બેઠક ઘણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. જો કે મમતાએ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવતા કહ્યુ કે તેમની વચ્ચે રાજનીતિની વાતો બહુ ઓછી થઈ અને ઇત્તર વાતો વધુ થઈ હતી.

  • 01 Mar 2024 10:07 PM (IST)

    મહાશિવરાત્રીના મેળા સમયે જ ભવનાથ તળેટીના વેપારીઓ

    જુનાગઢમાં ભવનાથ તળેટીમાં વેપારીઓએ મહાશિવરાત્રીના મેળા સમયે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાઈ જતા બંધ પાળ્યો છે. વેપારીઓએ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિર્ણયના વિરોધમાં અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનુ એલાન કર્યુ છે.

  • 01 Mar 2024 09:01 PM (IST)

    અમદાવાદમાં ફરી સામે આવ્યો નક્લી પોલીસનો આતંક

    અમદાવાદમાં નક્લી પોલીસ બની તોડ કરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ તોડબાજોએ શહેરના નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં પોલીસના સ્વાંગમાં તોડ કરતા હતા. ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહીને ત્યાં આવતા પ્રેમી યુગલોને ટાર્ગેટ કરતા અને પોલીસ હોવાની ઓળખ આપી બદનામ કરવાની ધમકી આપી મોટી રકમનો તોડ કરતા હતા.

  • 01 Mar 2024 07:19 PM (IST)

    ડેડિયાપાડાના પૂર્વ MLA અને BTP નેતા મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં!

    ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે અને આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનને ભરૂચથી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે ત્યારે શું ભાજપ ચૈતર વસાવાને તોડ તરીકે મહેશ વસાવાને જોઈ રહી છે તે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

  • 01 Mar 2024 06:52 PM (IST)

    બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ

    બેંગ્લોરના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં પ્રંચડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો

  • 01 Mar 2024 06:51 PM (IST)

    BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી?

    ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભાજપમાં કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેને લઈ ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન સુત્રો મારફતે સામે આવી રહેલી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમાં ચારેય લોકસભાની બેઠકોમાંથી એક પણ વર્તમાન સાંસદ રિપીટ થાય એવી શક્યતાઓ નથી.

  • 01 Mar 2024 05:23 PM (IST)

    અમદાવાદઃ શાહીબાગ મર્ડર કેસનો આરોપી 3 વર્ષે ઝડપાયો

    અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલા હત્યા કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને પોલીસે શોધવા માટે જાણે કે આકાશ પાતાળ એક કરવા રુપ મહેનત કરી હતી. એ મહેનતને અંતે આખરે પોલીસની ટીમ આરોપી હત્યારા સુધી પહોંચવામાં સફળ રહી હતી. હત્યારાને શોધવા માટે 500 થી વધારે મોબાઈલ નંબરના ડેટાને સર્ચ કર્યો હતો અને 200 થી વધારે દુકાનોને ચેક કરી હતી.

  • 01 Mar 2024 04:42 PM (IST)

    જેણે બંગાળને લૂંટ્યું તેણે તેને પરત કરવું પડશેઃ પીએમ મોદી

    કેન્દ્રીય તપાસ એજન્સીઓને તપાસ કરતા રોકવા માટે બંગાળ સરકારે પોતાની દરેક યુક્તિનો ઉપયોગ કર્યો છે. અહીંના મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર બચાવવા હડતાળ પર બેઠા છે. મોદી તેમને તેમની ઈચ્છા મુજબ ચાલુ રાખવા દેતા નથી. એટલા માટે ટીએમસી મોદીને પોતાનો દુશ્મન નંબર વન માને છે. તમે મને કહો, શું હું તેને ટીએમસીની લૂંટને અનુસરવા દઉં? આ તમારી મહેનતના પૈસા છે. બંગાળને લૂંટનારાઓને પરત કરવા પડશે, મોદી છોડવાના નથી. જેણે ગરીબોને લૂંટ્યા છે તેણે તે પાછું આપવું પડશે.

  • 01 Mar 2024 03:29 PM (IST)

    પીએમ મોદીએ બંગાળમાં કહ્યું.. દેશના ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો અમારી પ્રાથમિકતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના આરામબાગમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અમે સાથે મળીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો. આ અમારી પ્રાથમિકતા છે. આજે મારે ઘણી વાતો કહેવાની છે.

  • 01 Mar 2024 02:24 PM (IST)

    બેંગલુરુનાં લોકપ્રિય રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ઘાયલ

    કર્ણાટકના બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં આવેલા લોકપ્રિય રામેશ્વરમ કેફેમાં શુક્રવારે રહસ્યમય વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા છે

  • 01 Mar 2024 02:14 PM (IST)

    મહાદેવ બેટિંગ એપનો મુખ્ય ઓપરેટર ગિરીશ તલરેજાની ધરપકડ

    EDએ ભોપાલમાં મહાદેવ સત્તા એપના મુખ્ય ઓપરેટર ગિરીશ તલરેજાની ધરપકડ કરી છે. રાયપુર ઇડીએ તપાસમાં તલરેજા અને રતનલાલ જૈન, શુભમ સોની સાથે કરોડો રૂપિયાના વ્યવહારો શોધી કાઢ્યા હતા. ભોપાલ ED આજે તલરેજાને રાયપુર EDને સોંપશે.

  • 01 Mar 2024 01:44 PM (IST)

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર ITના દરોડા

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં 15 કલાક બાદ પણ દરોડા ચાલુ છે. અહીં બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર આઇટીના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની 15 થી 20 ટીમ કાનપુર સહિત પાંચ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. આ દરોડાને કંપનીના બિઝનેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

  • 01 Mar 2024 01:39 PM (IST)

    વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ, કેરીના પાકમાં મોટું નુકસાન

    હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. કમોસમી વરસાદ પડતા કેરીના પાકમાં મોટુ નુકસાન જવાની ખેડૂતોને ભીંતિ છે. બીજી તરફ આજે ભાવનગર અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

  • 01 Mar 2024 12:40 PM (IST)

    લોકસભા માટે ગુજરાત ભાજપમાં રિપીટ અને નો-રિપીટ બન્ને થિયરી જોવા મળશે : સૂત્ર

    ભાજપ ની લોકસભા ચૂંટણી માં ઉમેદવારો ને નામ ને લઈ મંથન પૂર્ણ થયું છે જેમાં ગુજરાત ની 26 બેઠકો પર રિપીટ અને – નો રિપીટ બનેં થિયરી જોવા મળશેની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉત્તર ગુજરાત માં નો રિપીટ થિયરી, જ્યારે સૌરાષ્ટ્ર ના જામનગર સિવાય નો રિપીટ થિયરી અમલ માં મુકાશે, જયારે જૂનાગઢ 50 -50 માં છે, અમદાવાદ – સુરતમાં પણ નો રિપીટ થિયરી જોવા મળશે તેમજ વડોદરા ભાવનગર 50 – 50માં છે

  • 01 Mar 2024 12:06 PM (IST)

    વેરાવળ બંદર ખાતે હોડીમાંથી ઝડપાયેલ 350 કરોડના ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ ઝડપ્યો

    ગીર સોમનાથના વેરાવળ બંદરમાં હોડીમાંથી ઝડપાયેલ 350 કરોડના ડ્રગ્સનો કેસ મામલે પોલીસને જામનગરથી મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપીને ઝડપ્યો

  • 01 Mar 2024 12:05 PM (IST)

    આસારામ બાપુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો

    સુપ્રીમ કોર્ટે સ્વ-ઘોષિત બળાત્કારી બાબા આસારામ બાપુની સજાને સ્થગિત કરવા અને વચગાળાના તબીબી જામીનની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

  • 01 Mar 2024 11:37 AM (IST)

    પંજાબ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાં જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા

    પંજાબ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાની સાથે જ હંગામો શરૂ થયો હતો. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યપાલના સંબોધન દરમિયાન ભારે સૂત્રોચ્ચાર થયા હતા. કોંગ્રેસે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ સામે કેસ નોંધવાની માંગ કરી છે.

  • 01 Mar 2024 10:53 AM (IST)

    નવસારી નજીક સિસોદ્રા ખાતે કન્યા શાળાની વાન અચાનક પલટી, એક વિદ્યાર્થીને ઈજા

    • નવસારી નજીક આવેલા ગણેશ સિસોદ્રા ગામની ઘટના
    • સિસોદ્રા કન્યા શાળાની વાન અચાનક પલટી
    • વાનનું એક્સેલ તૂટી જવાના કારણે બની ઘટના
    • વાનમાં 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા
    • એક વિદ્યાર્થીનીને સામાન્ય ઇજા પહોંચતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
    • અન્ય તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત
    • સ્થાનિકોના મતે માત્ર કારનું એક્સેલ તૂટવાના કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું.
    • સદનસીબે મોટી હોનારત ટળી
  • 01 Mar 2024 10:39 AM (IST)

    અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ

    જૂના અમદાવાદની ઓળખ સમાન એલિસબ્રીજનું AMC રી-ડેવલોપમેન્ટ કરાશે. અંગ્રેજોના જમાનામાં બનેલા એલિસબ્રિજને એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો માનવામાં આવે છે. મહાનગરપાલિકા 25 કરોડના ખર્ચે એલિસબ્રીજનું રિડેવલોપમેન્ટ કરશે. આગામી 3 વર્ષની અંદર નવા હેરિટેજ લૂક સાથે એલિસબ્રીજ તૈયાર થશે.

    અટલ બ્રીજની જેમ જ લોકો માટે એલિસબ્રિજ પર્યટન સ્થળ બનશે. જેમા લોકો માટે બેસવાની અને હરવા-ફરવાની વ્યવસ્થા કરાશે. તેના બાંધકામના 130 વર્ષ પછી અમદાવાદનો પ્રતિષ્ઠિત એલિસબ્રિજ પુનઃસંગ્રહમાંથી પસાર થવાનો છે, કારણ કે તેના કરારની ફાળવણી કાર્ડ પર છે. આ દરખાસ્તને 26 ફેબ્રુઆરીએ મળનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેઠકમાં મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.

  • 01 Mar 2024 09:34 AM (IST)

    વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ

    1. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
    2. જિલ્લાના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ
    3. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ
    4. હવામાન વિભાગે કરી હતી કમોસમી વરસાદની આગાહી
    5. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી
    6. કેરીના પાકમાં મોટું નુકસાન જવાની ખેડૂતોને ભીતિ
  • 01 Mar 2024 08:35 AM (IST)

    લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ધમધમાટ, ચૂંટણી સંયોજકો આજે જશે દિલ્હી

    1. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ધમધમાટ
    2. ચૂંટણી સંયોજકો આજે જશે દિલ્હી
    3. દિલ્હી કમલમ ખાતે તમામ રાજ્યના ચૂંટણી સંયોજકોની બેઠક
    4. જે પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક
    5. ગુજરાતમાંથી આઈ કે જાડેજા તથા જયરાજ સિંહ ચૌહાણની ચૂંટણી સંયોજક તરીકે નિમણુંક
    6. જ્યારે જગદીશ પટેલ ભરત આર્યા પ્રદીપ પરમારની સહ સંયોજક તરીકે નિમણુંક
  • 01 Mar 2024 07:45 AM (IST)

    બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે મુલાકાત, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કરી આ ખાસ અપીલ

    માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્સ ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યા હતા. તેમના સંબોધનમાં બિલ ગેટ્સે વિદ્યાર્થીઓને સામાજિક ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક પરિવર્તનશીલ ટેક્નોલોજી છે. બિલ ગેટ્સની ઈવેન્ટમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સમગ્ર IIT કેમ્પસના વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટને YouTube પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી.

  • 01 Mar 2024 06:46 AM (IST)

    ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

    1. ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
    2. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
    3. મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ.
    4. અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના ખેતપાકો ને થઈ શકે વ્યાપક નુકશાન. વરસાદ વરસતા ખેડૂતો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ.
  • 01 Mar 2024 06:44 AM (IST)

    બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત

    બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રીના હવાલાથી એએફપીના અહેવાલ મુજબ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે.

Published On - Mar 01,2024 6:42 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">