18 ઓગષ્ટના મહત્વના સમાચાર : IND vs IRE: ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 12:20 AM

Gujarat Live Updates : આજ 17 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 ઓગષ્ટના મહત્વના સમાચાર : IND vs IRE: ભારત ની આયર્લેન્ડ સામે 2 રનથી DLS નિયમ હેઠળ જીત

આજે 18 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Aug 2023 09:43 PM (IST)

    ભાવનગર સિહોરના પાડાપાણ ગામે ભાઈ અને બહેને કર્યો આપઘાત

    ભાવનગરના સિહોરના પાડાપાણ ગામે ભાઈ અને બહેને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. આ જ પરિવારના 4 સભ્યોએ થોડા સમય પહેલા સુરતમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. વિનુ મોરડિયાએ થોડા દિવસો પહેલા પત્ની અને બે સંતાનો સાથે આપઘાત કર્યો હતો. આ સમયે બહાર રહેલા અન્ય બે સંતાન ઋષિતા અને પાર્થે પણ વતનમાં એકલતાથી કંટાળીને મોતને વ્હાલું કર્યું. એક જ પરિવારના છ સભ્યોએ ગણતરીના દિવસોમાં જ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

  • 18 Aug 2023 09:39 PM (IST)

    કારગિલના કબડી નાળા વિસ્તારમાં વિસ્ફોટ, બેના મોત, 6 ઘાયલ

    કારગિલ જિલ્લાના કબાડી નાલા વિસ્તારમાં વિસ્ફોટની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

  • 18 Aug 2023 08:13 PM (IST)

    રાજકોટમાં પરિણીતાના બિભત્સ વિડીયો વચ્ચે હવે આફ્રિકન કોલગર્લની એન્ટ્રી પર પોલીસ કરશે તપાસ

    રાજકોટમાં (Rajkot) સાસરીયાઓ દ્વારા પુત્રવધૂનો પોર્ન વીડિયો બનાવવાના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. હોટલમાં આફ્રિકન કોલ ગર્લ આવતી હોવાની મેનેજરે કબૂલાત કરી છે. મેનેજરે આ અંગે સાયબર ક્રાઇમમાં નિવેદન નોંધાવી કબૂલાત કરી છે. ત્યારે હવે પોલીસ હોટલમાં આવતી કોલ ગર્લ બાબતે તપાસ શરૂ કરશે. કોલ ગર્લ ક્યાંથી આવતી અને કોણ લાવતું તે મુદ્દે તપાસ કરાશે તેમજ કબજે કરાયેલા ઉપકરણો, મોબાઇલ સહિતની વસ્તુઓને FSLમાં મોકલાશે.

  • 18 Aug 2023 08:13 PM (IST)

    કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હાર્ટએટેક આવતાં મોત,

    વડોદરામાં કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું (Bootlegger Nagdan Gadhvi) મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કાર્ટમાં મુદ્દત માટે હાજરી આપી જાપતા ટુકડી સાથે વડોદરા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના સંખ્યાબંધ ગુના દાખલ હતા.

  • 18 Aug 2023 06:21 PM (IST)

    અમદાવાદ રખિયાલ BRTS રુટમાં અકસ્માત

    અમદાવાદમાં ફરી BRTS સતહ અકસ્માત સર્જયો. રખિયાલ BRTS રુટમાં એકસીડન્ટની ઘટના બની છે. BRTS બસે એકટીવા ચાલકને અડફેટે લીધો છે. એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ધટના બપોરના સમયે બની હતી.જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 18 Aug 2023 05:58 PM (IST)

    ચંદ્રયાન-3 ‘ચંદા મામા’ની વધુ નજીક પહોંચ્યુ, વિક્રમ લેન્ડરનું સફળ રહ્યુ ડિબૂસ્ટિંગ

    ભારત ચંદ્ર પર પહોંચવાની ખૂબ જ નજીક છે. લેન્ડર મોડ્યુલે શુક્રવારે ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ISROએ લખ્યું છે કે, લેન્ડર મોડ્યુલે તેની ભ્રમણકક્ષા ઘટાડીને 113 km x 157 km કરી ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બીજું ડિબૂસ્ટિંગ ઑપરેશન 20 ઑગસ્ટ 2023 ના રોજ બપોરે 2 વાગ્યે સુનિશ્ચિત થયેલ છે.

  • 18 Aug 2023 05:57 PM (IST)

    સોનું 5 મહિનાના નીચા સ્તરે, ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સોનામાં 2 ટકાનો ઘટાડો થયો

    સોનું  હાલ 5 મહિનાના નીચા સ્તરે છે. COMEX પર સોનું ઘટીને $1,891.32 થઈ ગયું છે જ્યારે ચાંદી $23ની નીચે છે. MCX પર સોનું 58500ની નીચે સ્થિર છે. અમેરિકામાં રેટ વધવાના ડરથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ સર્જાયું છે. બીજી તરફ, ડોલર અને બોન્ડ યીલ્ડમાં વધારાથી દબાણ સર્જાયું છે.

  • 18 Aug 2023 05:54 PM (IST)

    500 વર્ષ પહેલા મૃત્યુ પામેલા સૂફી સંતનું નામ બદલીને હિંદુ નામ રાખતા વિવાદ

    અમદાવાદમાં પીર ઈમામશાહ બાબાની દરગાહ, જે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ છે, તે હવે ધાર્મિક વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. મામલો ગુજરાતના અમદાવાદનો છે, જ્યાં મુસ્લિમ સમુદાયના ઘણા સભ્યો એક સૂફી સંતના નામ બદલવાના વિરોધમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. અગાઉ પણ દરગાહ પરિસરમાં મંદિર બનાવવાને લઈને વિરોધ થઈ ચૂક્યો છે.

  • 18 Aug 2023 05:52 PM (IST)

    વડોદરા: બાપોદ પોલીસે વધુ એક ગુનો દાખલ કરી 4 ની અટકાયત કરી

    • જોખમી રીતે ચલાવતો રેસીંગ કારનો વીડિયો વાયરલ મામલો
    • બાપોદ પોલીસે વધુ એક ગુનો દાખલ કરી 4 ની અટકાયત કરી
    • વાયરલ વીડિયોમાં દેખાતી ફોર્ચ્યુનર કારના ચાલક સહિત વધુ ચારની અટકાયત
    • પોલીસે ફોર્ચ્યુનર કાર કબ્જે લીધી
    • ખોડિયાર નગર ચાર રસ્તા થી વૃંદાવન સર્કલ સુધી 5 થી 6 કાર ચાલકોએ 15 મી ઓગસ્ટની બપોરે આતંક મચાવ્યો હતો
    • કાર રેસર્સના જોખમી ડ્રાઈવીંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    • વીડિયો અંગેનો અહેવાલ ટીવી નાઈન દ્વારા પ્રસારિત કરાયો હતો
    • પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા કાર રેસર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપ્યા હતા આદેશ
    • DCP ટ્રાફિક દ્વારા પણ ટ્રાફિક ના નિયમોના ભંગ અંગે કાર્યવાહી કરવા આપ્યા હતા આદેશ
  • 18 Aug 2023 05:20 PM (IST)

    ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસમાં વધારો

    ચોમાસાની સિઝન આવે અને તે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ સામે આવતા હોય છે. જોકે છેલ્લા થોડા દિવસથી શહેર અને રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો. પરંતુ વરસાદના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય થતા રોગો વિરામ નથી લઈ રહ્યા. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કારણ કે આ રોગમાં સતત વધારો થયો છે.

    ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો નોંધાયો છે. અસારવા સિવિલમાં છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુના 89 કેસ નોંધાયા, સાદા મલેરિયાના 19 કેસ, ઝાડા ઉલ્ટીના 100 કેસ નોંધાયા. તેમજ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 5 લાખ 24 હજાર કેસ નોંધાયા. જેમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 57 હજાર લોકો દાખલ થયા છે.

  • 18 Aug 2023 04:51 PM (IST)

    રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી

    લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે આ જાહેરાત કરી છે. બીજી તરફ અજય રાયનું કહેવું છે કે જો પ્રિયંકા ગાંધી ઈચ્છે તો વારાણસીમાં પાર્ટીના દરેક કાર્યકર્તા કામ કરશે.

  • 18 Aug 2023 03:13 PM (IST)

    અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણનો કેસ

    • પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ
    • કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો
    • કોર્પોરેશન અને જીપીસીબી કોઈ કોંક્રિટ પગલાં નથી લઈ રહ્યા: હાઈકોર્ટ
    • કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન નથી: હાઈકોર્ટ
    • માત્ર સોગંદનામા નહિ હકીકતમાં દેખાય એવું કામ થવું જોઈએ: હાઈકોર્ટ
    • કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ: હાઈકોર્ટ
    • મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ: હાઈકોર્ટ
    • તમારા પ્રશ્નો એ તમારા પ્રશ્નો છે, એનું સમાધાન તમારે જ લાવવાનું છે: હાઈકોર્ટ
    • તમારા પ્રશ્નો બતાવીને કામગીરી નહિ બતાવો એ નહિ ચાલે: હાઈકોર્ટ
    • તમે કોઈ કામગીરી નથી કરી એવું નથી પણ જે કર્યું છે એ પર્યાપ્ત નથી
    • જાહેર હિતમાં જે રીતે કામ થવું જોઈએ એ દેખાતું નથી: હાઈકોર્ટ
    • કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ ઝાટકણી કાઢી
    • માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ નાં કરો: હાઈકોર્ટ
    • તમને તમારી સત્તાઓ અને જવાબદારીઓ ખબર છે? : હાઈકોર્ટ
  • 18 Aug 2023 02:30 PM (IST)

    રાજકોટ: RSS પર બિભસ્ત ટિપ્પણી કરનાર યુવક સામે નોંધાઇ ફરિયાદ

    • વિનોદ કેપ્ટન ઘેરવાડા નામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
    • રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
    • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિનોદ ઘેરવાડા નામના શખ્સે આપત્તિજનક વીડિયો પોસ્ટ કર્યો
    • RSSને લગતો આપત્તિજનક વીડિયો મૂકવામાં આવ્યો.
    • વિનોદ ઘેરવાડા મૂળ ઉપલેટાનો રહેવાસી છે
  • 18 Aug 2023 02:11 PM (IST)

    અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી

    જુન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદની પેટર્નમાં બદલાવ કહો કે અન્ય કારણ પરંતુ સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ જૂન અને જુલાઈમાં જ વરસી ગયો છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે મુદ્દો છે વરસાદે લીધેલા વિરામનો છે. લગભગ 22 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.

    ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

  • 18 Aug 2023 01:22 PM (IST)

    મોરબી: પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સોએ ચલાવી લૂંટ

    • ગઇકાલ રાત્રે ટીંબડી ગામના પાટિયા નજીક પેટ્રોલપંપ પર લૂંટ
    • પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સોએ ચલાવી લૂંટ
    • પેટ્રોલ પુરાવ્યા બાદ બાઈકમાં પાછળ બેઠેલ શખ્સે કર્મચારીની પાછળ ઓફિસમાં જઈ કર્મચારી પર નાના કટર જેવા હાથીવાર વડે હુમલો કર્યો
    • કર્મચારીને હાથમાં ઈજા પહોંચી
    • કર્મચારી પાસેથી પેટ્રોલ-ડીઝલના વેચાણના રૂપિયા 48000ની લૂંટ ચલાવી ફરાર
    • મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
    • મોરબી એલસીબી ટીમે લૂંટ ચલાવનાર નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત અને ઠાકુરસિંગ ભૈરૂસિંગ રાવતને ઝડપી પાડ્યા
    • પોલીસે બંને આરોપીને ઝડપી લઈ તમામ મુદામાલ પણ રીકવર કર્યો
  • 18 Aug 2023 01:02 PM (IST)

    અમદાવાદ: નારોલમાં સ્કૂલ રિક્ષા પલટ્યા બાદ પણ તંત્ર ઉંઘમાં

    • મનપાએ ખાડા પૂરવાની કામગીરી ના કરતા વિપક્ષ આવ્યું મેદાને
    • નારોલના હાઇફાઇ ચાર રસ્તા પર કોંગ્રેસ કાર્યકરો તગારા પાવડા લઇ પહોંચ્યા
    • ઉબડ ખાબડ અને કાદવ કીચડવાળા રોડનું પુરાણ કરવા કાર્યકરો ટ્રેક્ટર લઇ પહોંચ્યા
    • કોંગ્રેસ કાર્યકરોએ જાતે રસ્તાનું પુરાણ શરૂ કર્યું
    • ગઈકાલે સ્કૂલ રિક્ષા પલટી ખાતા 9 વિદ્યાર્થીઓ કીચડમાં પડ્યા હતા
    • ગઈકાલની ઘટના બાદ તંત્રએ હજી સુધી નથી કરી પુરાણની કામગીરી
    • છેલ્લા એક વર્ષથી લાંભા વોર્ડના હાઈફાઈ ચાર રસ્તા પર ગટરના પાણી ભરવાની સમસ્યા
  • 18 Aug 2023 12:46 PM (IST)

    ઘાસચારા કૌભાંડ કેસ, લાલુ પ્રસાદ યાદવના જામીન રદ કરવાની અરજી

    • સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે
    • સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે
    • 25 ઓગસ્ટે સુનાવણી થશે
    • દુમકા, દોરાંડા અને ચાઈબાસા અને દેવઘર કેસમાં જામીનને પડકારવામાં આવ્યા છે
  • 18 Aug 2023 12:21 PM (IST)

    અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 12 દિવસમાં ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા

    Ahmedabad : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે.

  • 18 Aug 2023 11:38 AM (IST)

    દિલ્હીથી પૂણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા

    શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી જીએમઆર સેન્ટરને આપવામાં આવી હતી.

  • 18 Aug 2023 11:31 AM (IST)

    રાજકોટ: સાસુ-સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વિડીયો ઉતારવાનો મામલો, હોટલ મેનેજરે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાનું આપ્યું નિવેદન

    1. રાજકોટ: સાસુ-સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વિડીયો ઉતારવાનો મામલો
    2. સાયબર ક્રાઇમ દ્વારા હોટેલ મેનેજરનું નોંધ્યું નિવેદન
    3. હોટલ મેનેજરે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાનું આપ્યું નિવેદન
    4. ખુદ હોટેલના માલીક સામે મેનેજરે પોલીસ તપાસમાં આપ્યું નિવેદન
    5. પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ હોટેલ મેનેજરનું નિવેદન નોંધી આરોપીઓ સામે હોટેલ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે
  • 18 Aug 2023 10:12 AM (IST)

    ટેરર ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા

    NIAએ ટેરર ​​ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડ્યા છે. NIAએ જમ્મુના ભટિંડી વિસ્તારમાં એક ઘરમાં દરોડા પાડીને દસ્તાવેજો કબજે કર્યા.

  • 18 Aug 2023 10:10 AM (IST)

    ગાંધીનગર: પોલીસની નવી ભરતી માટે કવાયત શરુ, ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપવામાં આવી

    ગાંધીનગર: પોલીસની નવી ભરતી માટે કવાયત શરુ

    ભરતી બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલ ને સોંપવામાં આવી

    આઈપીએસ પી વી રાઠોડને પણ ભરતી બોર્ડની જવાબદારી સોંપાઈ

    આગામી દિવસોમાં PSI અને લોક રક્ષકની ભરતી શરુ કરવામાં આવશે

  • 18 Aug 2023 10:03 AM (IST)

    પાલીતાણામાં નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને લીધો અડફેટે,

    રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને પણ અડફેટે લીધો હતા. ઈજાગ્રસ્ત દર્શનાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

    અકસ્માત સર્જનાર નબીરા પાસે 70થી વધુ દેશી દારૂની થેલી મળી આવી હતી. આ સાથે જ તેની પાસે નોનવેજ સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. હાલમાં આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાલીતાણ નજીકના વિસ્તારમાં માસાંહારી ભોજન પર પ્રતિબંધ હોવા છતા પણ નોનવેજ સહિતની સામગ્રી મળી આવી હતી. પ્રતિબંધીત વિસ્તારમાંથી માસાંહારી વસ્તુઓ મળતા અનેક સવાલો ઉભા થયા છે.

  • 18 Aug 2023 08:38 AM (IST)

    દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ભાજપની ચૂંટણી તૈયારી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ યોજશે બેઠક

    1. લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે શરૂ કરી તૈયારી
    2. દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ભાજપની ચૂંટણી તૈયારી
    3. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ યોજશે બેઠક
    4. 6 રાજ્યોના જિલ્લા પંચાયત પ્રમુખો સાથે બે દિવસીય કોન્ફરન્સ
    5. ભાજપના રાષ્ટ્રીય મંત્રી, સચિવ અને પ્રભારીઓ પણ રહેશે હાજર
    6. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના જિલ્લા પંચાયત પ્રમુખો રહેશે હાજર
    7. ગોવા, દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના જિલ્લા પંચાયત પ્રમુખોની પણ હાજરી
  • 18 Aug 2023 08:37 AM (IST)

    હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં 330 લોકોના મોત

    હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 13 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 74 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલા (Shimla)માં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • 18 Aug 2023 08:24 AM (IST)

    ઓડિશામાં વીજળી પડવાથી 11ના મોત

    ઓડિશામાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. ભદ્રકમાં 5, બાલાસોરમાં 4 અને મયુરભંજમાં 2 લોકોના મોત થયા છે. તે જ સમયે, 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • 18 Aug 2023 07:04 AM (IST)

    રાહુલ ગાંધીના લેહ લદ્દાખ પ્રવાસના દિવસો અચાનક વધારવામાં આવ્યા, 25 ઓગસ્ટ સુધી રહેશે પ્રવાસે

    Leh: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો (Leh Ladakh) તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે 25 ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે.

  • 18 Aug 2023 06:40 AM (IST)

    ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર ‘પ્રબલ’ આજે થશે લોન્ચ

    ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર પ્રબલ આજે લોન્ચ થશે.

  • 18 Aug 2023 05:56 AM (IST)

    કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ઈમારતો ખાલી કરાવવામાં આવી, એકનું મોત

    કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ઈમારતો ખાલી કરાવવામાં આવી છે. ત્યારે 1 વ્યક્તિનું મોત થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Published On - Aug 18,2023 5:55 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">