Ahmedabad : માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું, રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય SOGએ રૂ.6 લાખની કિંમતનું 59.090 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુન્નવર સાલારની પોલીસે ધરપકડ કરી છે.
Ahmedabad : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી સતત પ્રતિબંધિત ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ રૂ.6 લાખની કિંમતનું 59.090 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુન્નવર સાલારની પોલીસે ધરપકડ કરી છે.
થોડા દિવસો પહેલા જ નાના ચિલોડા પાસેથી 3 લાખથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. 31.6 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 લોકોની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રૂ.6 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos