AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતના 75 વર્ષ જૂના ટુકડા ધારામાં ભૂપેન્દ્ર પટેલ સરકારે કરેલા સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી

| Updated on: Jul 18, 2026 | 9:06 AM
Share

Gujarat Live Updates આજ 17 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતના 75 વર્ષ જૂના ટુકડા ધારામાં ભૂપેન્દ્ર પટેલ સરકારે કરેલા સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી

આજે 17 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jul 2026 04:36 PM (IST)

    સુરતમાં અડધો કલાક વરસ્યો વરસાદ, પોશ વિસ્તાર વેસુમાં ભરાયા પાણી

    સુરતમાં અડધો કલાક સુધી વરસેલા વરસાદથી અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં પણ પાણી ભરાયા છે. વરસાદ શરૂ થતાં જ પાલિકાના દાવા પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા. વેસુ શ્યામ મંદિર નજીક પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં અટવાતા બંધ થઈ ગયા. પૂર બાદ મિટિંગો કરવામાં આવી પણ હાલ પણ સ્થિતિ યથાવત. વેસુ પોશ વિસ્તારમાં પાણી નિકાલ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી.

  • 17 Jul 2026 04:25 PM (IST)

    ATS એ પકડેલા જૈશ એ મહોમ્મદના આતંકીઓ પૈકી 2 આતંકીએ જમ્મુ કાશ્મીરમાં AK 47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી, 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો

    ATS દ્વારા 8 આતંકીને કડી કોર્ટમાં રજૂ કરાયા છે. 5 આતંકીના 10 દિવસના રિમાન્ડ માંગવામા આવ્યા છે. ATS દ્વારા રિમાન્ડ માટે અલગ અલગ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. કુલ 8 પૈકી 2 શખ્સોએ AK 47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. જમ્મુ કાશ્મીરથી લીધી હતી AK 47 ચલાવવાની ટ્રેનિંગ. કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હતી. 2 વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ વડોદરાના શખ્સને મળ્યો હતો. અકીલ મુઝાહિદ કૈસે કરે માં આતંકવાદના 40 તરકીબ આપેલા હતા. 40 તરકીબ પૈકી 2 તરકીબ જેમાં બોમ્બ અને કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બનાવવો તે શીખ્યા હતા. આ આતંકીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો. આતંકીઓએ જેહાદીના 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યા હતા. ખડીયાસન મદ્રેસા ખાતે કેટલાક શખ્સોની હતી એક્ટિવિટી.

  • 17 Jul 2026 04:14 PM (IST)

    ગુજરાતના 75 વર્ષ જૂના ટુકડા ધારામાં ભૂપેન્દ્ર પટેલ સરકારે કરેલા સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા, આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી. આ સુધારાઓમાં મુખ્યત્વે 1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પેનલ્ટી વિના વિનિયમિત કરાશે. સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે. જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને શહેરોના વિકાસને ગતિ મળશે. આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો આવશે કાયમી અંત.ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને મળશે વેગ

  • 17 Jul 2026 04:10 PM (IST)

    રાજકોટ મનપાના આરોગ્યની ટીમે 59 કિ.ગ્રા. વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

    રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી કુલ ખાવાનું વેચતી 87 પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમા 59 કિગ્રા વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 9 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અંગે નોટિસ અપાઇ છે. અખબારની પસ્તીમાં ફરસાણ વેચતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 96 કિગ્રા પસ્તીનો જથ્થો ઝપડી પાડ્યો છે. ફુડ શાખા દ્રારા કુલ 20 હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો.

  • 17 Jul 2026 03:32 PM (IST)

    ખેડૂતો માટે નહીં કંપનીઓ માટે કામ કરે છે ગુજરાત સરકાર, અંગત સ્વાર્થ માટે ભાજપના નેતાઓએ ધારણ કર્યું મૌનઃ કોંગ્રેસ

    અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ, ખેડૂતોના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની સરકાર ખેડૂતો માટે નહીં પરંતુ કંપનીઓ માટે કામ કરે છે. કંપનીઓ માટે ખેડૂતોના ખેતરોનું લીલામ કરાવે છે. ખેડૂતોને સરકાર વારંવાર હેરાન કરી રહી હોવાથી લોકોમાં ભારે અસંતોષ છે.

    ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને કરાતા અન્યાય માટે પક્ષમાં બોલી શકતા નથી. મૌન રહીને પાપમાં ભાગીદાર બની રહ્યાં છે. ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે, સરકાર તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી. આરોગ્ય સેવાઓ મોંઘી બની ગઈ છે અને સામાન્ય લોકોને સારવાર કરાવવી મુશ્કેલ બની છે .  સરકારી યોજનાઓ અને લાભોમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા છે. ખેતરોમાં ખેડૂતોની મંજૂરી વિના વીજપોલ ઉભા કરાયા છતાં ભાજપના કોઈ આગેવાને વિરોધ કર્યો નથી.

    સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલ વધી ગઈ છે અને સામાન્ય લોકોને સ્થાન મળતું નથી. ભાજપના નેતાઓએ સહકારી સંસ્થાઓને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધી છે. સાચા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છતાં ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવે છે. મગફળીની ખરીદીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

    મોરબી અને ટંકારાના લોકોએ સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તાલુકા સ્તરેથી સંગઠન મજબૂત કરશે અને ઘરે-ઘરે જઈ લોકો સુધી પહોંચશે. કોંગ્રેસમાં જોડાનારા કાર્યકર્તાઓને યોગ્ય જવાબદારી અને તક આપવામાં આવશે. ગુજરાતની જનતા 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો.

  • 17 Jul 2026 03:08 PM (IST)

    પીએમ મોદીએ, અમદાવાદની વર્ષોજૂની જર્જરિત ગટર-સ્ટોર્મ વોટર સિસ્ટમ બદલવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટને આપી મંજૂરી

    અમદાવાદ શહેરની વર્ષો જૂની જર્જરિત ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમને આધુનિક, રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કરોડોની ગ્રાન્ટ મંજૂર કરી છે. જેમાં 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂપિયા 2719 કરોડ મંજૂર કર્યાં છે.

  • 17 Jul 2026 02:43 PM (IST)

    રાજકોટના લોધિકા તાલુકાના ઉંડ ખીજડિયા ગામમાં ભડકો, વીજપોલ નાખવા 52 ખેડૂતોને નોટિસ ફટકારાતા માહોલ બગડ્યો

    રાજકોટના લોધિકા તાલુકાના ઉંડ ખીજડિયા ગામમાં ખેડૂતોનો વિરોધ. વીજપોલની કામગીરીને લઇને ખેડૂતોનો વિરોધ. ઉંડ ખીજડિયા ગામમાં 52 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ગામની તમામ જમીન કપાઇ જાય છે. વીજપોલને કારણે હાઇ ટેન્શન લાઇન ચાલતી હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી. એક વીજપોલના 3 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી. મરી જઇશું પરંતુ વળતર નહી આપે તો વીજપોલ નાખવા નહી દઇએ.

  • 17 Jul 2026 01:54 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં એક ફુટ કરતા પણ વધી

    કેવડીયા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. જ્યારે હાલમાં જળ સપાટી 127.23 મીટરે પહોચી છે. આ સિઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર ગઈ છે જળ સપાટી. નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 6287.08 MCM છે. ઉપરવાસમાંથી પાણીની આવક 10,941.00 ક્યુસેક થઈ રહી છે. નદીમાં પાણીની જાવક 620 ક્યુસેક છે. નર્મદા કેનાલમાં પાણીની જાવક -14,832.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો થયો છે એટલે કે, એક ફુટ કરતા પણ વધુ જળસપાટી વધી છે.

  • 17 Jul 2026 01:48 PM (IST)

    સુરેન્દ્રનગરના ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ, 150થી વધુ વિદ્યાર્થિનીની તબિયત બગડી

    સુરેન્દ્રનગરના ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. ભોજન બાદ 150થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી. ઉલટી-ઝાડા થતાં વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં ખસેડાઈ. ગંભીર હાલતની કેટલીક વિદ્યાર્થિનીઓ લીંબડી રિફર કરવામાં આવી છે. વધતા કેસોને લઈ વધારાનો ડોક્ટર સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. મામલતદાર અને પોલીસ હોસ્પિટલ પહોંચી સ્થિતિ સંભાળી. સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા.

  • 17 Jul 2026 01:21 PM (IST)

    વીજ લાઈનને લઈને ખેડૂત હિત રક્ષક સમિતી દ્રારા પડધરીમાં 3 દિવસનુ પ્રતિક ઉપવાસ આંદોલન

    રાજકોટના પડધરી તાલુકાના 44 ગામોમાં વીજલાઇન પસાર થાય છે. હાલમાં 7 થી 8 ગામમાં વીજલાઇન માટેની નોટિસ આપી છે. રાજ્ય સરકાર દ્રારા વીજલાઇનના વળતરને લઇને જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં આંટીઘૂટી હોવાનો સમિતીનો દાવો. વીજપોલના વિરોધમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત. પડઘરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂત હિત રક્ષક સમિતી દ્રારા પ્રતિક ઉપવાસનું આંદોલન. ત્રણ દિવસના પ્રતિક ઉપવાસનું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.

  • 17 Jul 2026 11:13 AM (IST)

    સુરતમાં 61 વર્ષીય વૃધ્ધ મહિલા સાથે દુષ્કર્મ કરનાર 38 વર્ષીય યુવકની ધરપકડ

    સુરત શહેરમાં 61 વર્ષીય વૃધ્ધ મહિલા સાથે દુષ્કર્મ કરનાર 38 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરામાં રહેતી વૃધ્ધ મહિલા સાથે પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. માન દરવાજામાં રહેતી વૃધ્ધ મહિલા ઘરમાં હતી એકલી. આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખ રાત્રી 11:00 વાગ્યાના અરસામાં જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો. આરોપીએ વૃધ્ધ મહિલા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સલાબતપુરા પોલીસે આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ કરી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 17 Jul 2026 11:11 AM (IST)

    મંજુસર પોલીસ મથકની હદમાં નિરમા કેનાલ પર પરપ્રાંતિય યુવકે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

    વડોદરાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ નિરમા કેનાલ પર પરપ્રાંતિય યુવકે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોતાની જાતે ગોળી મારી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી બાદ રોડ ઉપર કણસતો પોલીસને મળ્યો છે. ખાનગી હથિયારથી આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. રણજીત ચૌધરી મૂળ ઉત્તર પ્રદેશ હાલ રહે મંજુસર તાલુકો સાવલી હોવાનું જાણવા મળ્યું છે. ગૃહકલેશને લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઇજાગ્રસ્ત યુવકને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે મંજુસર પોલીસ સહિત એલ સી બી, એસ ઓ જી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ.

  • 17 Jul 2026 11:05 AM (IST)

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બાઈકની રેસ લગાવનાર 2 ની વાયરલ વીડિયોને આધારે અટકાયત

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બાઈકર્સની રેસનો વીડિયો વાયરલ થયો છે. ગોધરા નજીક બાઈકર્સ ગેંગ દ્વારા રેસિંગ કરાતું સામે આવ્યું. હાઈવે પર બાઈક ચલાવવાની મનાઈ છતાં રેસ લગાવવામાં આવી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી. બાઈકની રેસ કરનાર બે બાઈક ચાલકોની અટકાયત કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે પર બાઈક રેસિંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

  • 17 Jul 2026 10:30 AM (IST)

    ATS એ જૈશ એ મહોમ્મદના વધુ 5 આંતકીઓ ઝડપ્યા

    ATS દ્વારા જૈશ એ મહોમ્મદના વધુ પાંચ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડેલા આતંકીઓની પૂછપરછમાં થયો ખુલાસો. ખુલાસાને આધારે ATSની કાર્યવાહી. પકડાયેલા આતંકીઓ જૈશ એ મહોમ્મદની વિચારધારા સાથે સંકળાયેલા છે. આરોપીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવાઓ પણ મળી આવ્યા છે. પકડાયેલા પાંચ આતંકીઓની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

  • 17 Jul 2026 10:00 AM (IST)

    કચ્છના સિરક્રીકમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ

    કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ. BSF પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી. કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

  • 17 Jul 2026 09:59 AM (IST)

    સુરતના નાસિરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા SMCની દોડધામ

    સુરત શહેરમાં નાસિર નગર કથિત ડીમોલેશન મામલે હવે એસએમસીએ દોડધામ મચાવી દીધી છે. હાઈકોર્ટે આ ડિમોલીશન સામે આકરુ વલણ દાખવવાનો રૂખ અપનાવતા, સુરત મહાનગરપાલિકાએ ડિમોલીશનથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની તૈયારી શરૂ કરી છે. જેના ભાગરૂપે SMC દ્વારા ખાલી આવાસોનો સર્વે કરવામાં આવ્યો છે. ગોટાલાવાડીમાં 130 અલથાણ આવાસમાં 260 ઘર ખાલી હોવાનું સરવેમા સામે આવ્યું છે. હાઇકોર્ટના કડક વલણ બાદ કાર્યવાહી કરાઈ છે. આગામી 20મી જુલાઈએ હાઇકોર્ટમાં છે વધુ સુનાવણી.

  • 17 Jul 2026 09:52 AM (IST)

    દાહોદના અનવરપુરા ગામે મહિલાએ, બે માસૂમ બાળકીઓ સાથે કૂવો પૂર્યો

    દાહોદના અનવરપુરા ગામે મહિલા બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદી. 23 વર્ષીય સુનીતા કલારા પોતાની બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું. પ્રાચી (ઉંમર 3 વર્ષ) અને વંશી (ઉંમર દોઢ વર્ષ) સાથે કૂવામાં કુદી. ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી. શોધખોળ કરતાં સુનીતા અને પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો. સમગ્ર મામલો પોલીસ અને ફાયરબ્રિગેડે વધુ તપાસ હાથ ધરી.

  • 17 Jul 2026 09:49 AM (IST)

    નવસારી સહિત જિલ્લામાં વરસ્યો વરસાદ

    નવસારી સહિત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ વરસતા ડાંગર પાકને મળ્યું જીવન દાન.

  • 17 Jul 2026 09:16 AM (IST)

    વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને નિજ મંદિરમાં કરાશે બિરાજમાન

    ભગવાન જગન્નાથજી આજે નિજ મંદિરમાં બિરાજમાન થશે. 149મી રથયાત્રા બાદ આજે પૂર્ણ થશે પવિત્ર પરંપરા. જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું થશે નિજ મંદિરમાં આગમન. વિશેષ આરતી અને નજર ઉતારવાની વિધિ બાદ થશે પ્રવેશ. જયઘોષ વચ્ચે ભગવાનને નિજ મંદિરમાં પધરાવાશે. મંદિર પરિસરમાં ભક્તોનું ઉમટશે ઘોડાપૂર. વર્ષો જૂની પરંપરાનું આજે થશે પાલન. નગરયાત્રા પૂર્ણ કરી ભગવાન પરત ફરશે પોતાના ધામે. ધાર્મિક માહોલ વચ્ચે યોજાશે વિશેષ વિધિઓ. હરિભક્તોમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ. મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ. જય રણછોડ… માખણચોરના ગગનભેદી નારાથી ગુંજશે મંદિર પરિસર. ભગવાનના નિજ મંદિરમાં આગમનના દર્શનને લઈ ભક્તોમાં આતુરતા. 149મી રથયાત્રા મહોત્સવનો આજે થશે ધાર્મિક સમાપન પ્રસંગ. જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણ થશે પરંપરા.

  • 17 Jul 2026 09:15 AM (IST)

    વરસાદ ખેંચાતા વડોદરામાં પીવાના પાણી માટે સર્જાશે મુશ્કેલી

    વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં, હવે માત્ર 20 દિવસ જ ચાલે તેટલું જ પાણી રહ્યું છે. જો વરસાદ હજુ પણ ખેચાય તો ફરી પાલિકાએ નર્મદાનું પાણી ખરીદવું પડશે. અગાઉ લેવાયેલા નર્મદાના પાણીથી સપાટી 207.85 ફૂટ પર પહોંચી છે. આટલું પાણી 20 દિવસ સુધી જ ચાલી શકશે. અત્યાર સુધી વડોદરામાં 8 ઇચ જેટલો જ વરસાદ વરસ્યો છે.

Published On - Jul 17,2026 9:13 AM

Follow Us
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
g clip-path="url(#clip0_868_265)">