16 જૂનના મહત્વના સમાચાર : અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આગામી 24 કલાકમાં ફરી ચોમાસું સક્રિય થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 9:47 PM

Gujarat Live Updates : આજ 16 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 જૂનના મહત્વના સમાચાર : અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આગામી 24 કલાકમાં ફરી ચોમાસું સક્રિય થશે

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં અમિત શાહ સુરક્ષા અધિકારીઓને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે વ્યાપક નિર્દેશો આપે તેવી શક્યતા છે.

ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. UPSC સિવિલ સર્વિસીસ પ્રી (પ્રિલિમિનરી) પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં 44 હજારથી વધુ ઉમેદવારો હાજર રહેવાની ધારણા છે. ભાજપની એક કેન્દ્રીય ટીમ બંગાળની મુલાકાત લેશે અને ત્યાં હિંસા પીડિતોને મળશે.

સંઘ પ્રમુખ મોહન ભાગવત ગોરખપુરમાં છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગોરખપુર પહોંચી ગયા છે. શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પોતાના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની મુલાકાત લેશે. મોટા સમાચાર માટે જોડાયેલા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jun 2024 09:45 PM (IST)

    અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આગામી 24 કલાકમાં ફરી ચોમાસું સક્રિય થશે

    ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ફરી ચોમાસું સક્રિય થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે.

  • 16 Jun 2024 08:51 PM (IST)

    CMના નિવાસસ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠક, સી.આર.પાટીલ રહેશે હાજર

    • ગાંધીનગર ખાતે CMના નિવાસસ્થાને ભાજપ નેતાઓની બેઠક
    • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બેઠકમાં રહેશે હાજર
    • 26 લોકસભાના ઉમેદવારો પણ રહેશે હાજર
    • જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી સહિતના પદાધિકારીઓની હાજરીમાં મંથન
    • બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામોની થશે સમીક્ષા
    • ચૂંટણીના પરિણામો પર સગઠનાત્મક, રચનાત્મક અને સામાજિક મુદ્દે થશે ચર્ચા
  • 16 Jun 2024 07:53 PM (IST)

    આગામી 3 કલાક વધુ ભારે, રાજ્યના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

    ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, ભરૂચ, નર્મદા સુરત, તાપીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 16 Jun 2024 07:04 PM (IST)

    ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંસદ ભવનમાં 'પ્રેરણા સ્થળ'નું કર્યું ઉદ્ઘાટન

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનમાં 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું. ઉપરાષ્ટ્રપતિ ધનખર, 17મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ અને કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, અર્જુન રામ મેઘવાલ અને એલ. મુરુગને પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 16 Jun 2024 06:16 PM (IST)

    દાહોદ : ધાનપુર તાલુકાના ઉધાલ મહુડા ગામના તળાવમા બે તરુણ ડૂબ્યા

    • અંદરપુરા ગામના બે તરુણ ઉધાલ મહુડા તળાવમાં ડૂબ્યા
    • અંદરપુરા ગામેથી ઉધાલ મહુડા તળાવ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા
    • ઇન્દ્રજીત અભેસિંગ બારીયા તેમજ હાર્દિક વિજય બારીયા તળાવમાં ન્હાવા ઉતર્યા હતા
    • બંને તરુણ ઘરે પરત ન ફરતા તપાસ કરતાં તળાવમાં ડૂબ્યા હોવાનું બહાર આવ્યું છે
    • બંને તરુણના પરિવાર અને ધાનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે
  • 16 Jun 2024 05:51 PM (IST)

    રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે NDAની બેઠક

    રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે NDAની મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજુ, લાલન સિંહ અને ચિરાગ પાસવાન હાજર છે. એવું મનાય છે કે, આ બેઠકમાં લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને લઈને ચર્ચા થઈ શકે છે.

  • 16 Jun 2024 04:54 PM (IST)

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

  • 16 Jun 2024 02:56 PM (IST)

    અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાન અને રીક્ષાચાલકોની મંગળવારથી હડતાળ

    અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાન અને રીક્ષાચાલકો મંગળવારથી હડતાળ પાડશે. અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ છે. ટ્રાફિક અને RTO દ્વારા સ્કૂલ વર્ધી વાન અને રીક્ષા સામે  ઝુંબેશ શરૂ થતાં પહેલા ઉચ્ચારાઇ છે ચિમકી. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, છેલ્લા એક વર્ષથી અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રાજકોટની ઘટના બાદ, તંત્ર જાગ્યું છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 15000 થી વધુ રિક્ષા અને વેન છે, જ્યારે માત્ર 800 લોકો પાસે જ તેની પરમીટ છે.

  • 16 Jun 2024 02:08 PM (IST)

    સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને સલમાન ખાનને ફરી અપાઈ ધમકી

    સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, સલમાન ખાનને ફરી એકવાર ધમકી આપવામાં આવી છે. આ ધમકી સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને આપવામાં આવી છે. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી ધમકી આપી છે. ધમકી આપનાર આરોપી બનવારીલાલ લતુરલાલ ગુજર (25)ની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં મુંબઈના દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

  • 16 Jun 2024 01:45 PM (IST)

    અમદાવાદના દાસ ખમણની ફરી એકવાર સામે આવી બેદરકારી, સેવ ખમણીની ચટણીમાંથી નીકળ્યુ જીવડું ! 

    અમદાવાદના દાસ ખમણની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. આ વખતે પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલ તેમની શાખામાંથી લેવાયેલ સેવ ખમણીની ચટણીમાંથી  જીવડું નીકળ્યું હતું. જો કે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સંપર્ક  કે ફરિયાદ કરી નથી. અગાઉ પણ દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં આરોગ્યને લગતી થઈ છે બેદરકારી. જે અંગે મનપાના હેલ્થ વિભાગ દ્વારા સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

  • 16 Jun 2024 01:09 PM (IST)

    સાબરમતી નદી ઉપર આવેલા અટલ બ્રિજ પર લગાવેલ વધુ 2 ગ્લાસ તૂટ્યા

    અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલા અટલ બ્રિજ પર લગાવેલ વધુ 2 ગ્લાસ તૂટ્યા છે. ગ્લાસ તૂટ્યા બાદ ટેમ્પરરી બેરીકેડ લગાવવામાં આવ્યા છે. અટલબ્રીજના કઠેરાના ગ્લાસ તૂટ્યા છે. એક કાચ પર તિરાડ પડી તો બીજો ગ્લાસ તૂટીને નદીમાં પડ્યો. અગાઉ સત્તાધીશો દ્વારા 1000 કિલો વજનની ક્ષમતા ધરાવતા કાચ નાખવામાં આવ્યા હોવાની વાતો કરી હતી. જો કે અટલ બ્રિજ પરના ગ્લાસ તૂટ્યો છે કે કોઈ ના દ્વારા તોડવામાં આવ્યો છે તે એક તપાસનો વિષય છે. હાલમાં તો તૂટેલા ગ્લાસની આજુબાજુમાં રેલીંગ લગાવવા આવી છે.

  • 16 Jun 2024 12:52 PM (IST)

    વડોદરામાં કરાશે વિદ્યાર્થી આંદોલન, ખાનગી યુનિ.ના ગજવા ભરવા ખેલ થયો હોવાનો આક્ષેપ, MSUમા અનેક વિધાર્થીઓ રહ્યાં પ્રવેશથી વંચિત

    યુનિવર્સિટી કોમન એક્ટ બાદ, મૂળ વડોદરાના રહેવાસી હોય તેવા વિદ્યાર્થીઓ પણ વડોદરાની MSUમા પ્રવેશથી વંચિત રહેવા પામ્યા છે. 74.5 ટકા મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા વિદ્યાર્થીઓએ આંદોલનના શ્રીગણેશ કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટી કોમન એક્ટ બાદ, MSUમાં પ્રથમ વખત એડમિશન માટે મેરીટ 75 ટકાએ અટક્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતની ખાનગી યુનિવર્સિટીના ગજવા ભરવા માટે મોટો ખેલ થયો છે. આંદોલન કરવા માટે વડોદરા હિતરક્ષક સમિતિની રચવા કરવામાં આવી છે. સૌ પહેલા સરકારને રજૂઆત કરાશે અને ત્યાર બાદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

  • 16 Jun 2024 12:05 PM (IST)

    ગંગા દશેરા પર પટનામાં 17 લોકોથી ભરેલી બોટ ડૂબી, 6 લાપતા

    બિહારની રાજધાની પટનાને અડીને આવેલા પૂર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગંગા દશેરા નિમિત્તે ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ જામી હતી. લોકો સ્નાન અને ધ્યાન કરતા હતા. આ દરમિયાન 17 લોકોથી ભરેલી બોટ અચાનક ગંગા નદીમાં પલટી ગઈ હતી. હાલમાં આ ઘટનામાં 6 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ ઘટનામાં કુલ 11 લોકો તરીને બહાર નીકળી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

  • 16 Jun 2024 11:34 AM (IST)

    ભાજપના ધારાસભ્ય બોલ્યા, માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, પ્રજામાં ફાટી નીકળેલા રોષ, હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રિટમાં કોર્ટે દાખવેલ આકરા વલણને ધ્યાને લઈને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ સહેજે વત્તાઓછા કરવાના મૂડમાં નથી. આ પરિસ્થિતને ધ્યાને લઈને હવે ભાજપના ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહીતના અધિકારીઓની હાજરીમાં મળેલ બેઠકમાં બોલ્યા કે, માલ અધિકારીઓ ખાય છે અને માર ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાવાનો આવે છે.

    સુરત પૂર્વ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ, જિલ્લા સંકલન સમિતિમાં સૂડાની કામગીરીને લઈને કહ્યું કે, માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ. સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક, ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી, ફાયર NOC ન હોવાથી સીલ કરવામાં આવી છે.  સુડા વિસ્તારમાં આ સિવાય BUC ની મંજૂરી વગર ચાલી રહ્યા છે યુનિટો. જીવલેણ અકસ્માત અને મોટા અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે.

  • 16 Jun 2024 11:24 AM (IST)

    અંબાલાલ પટેલે કરી આગાહી, આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રીય થઈને આગળ વધશે

    રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રિય થવાની આગાહી હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલે  કરી છે. આવતીકાલ 17  જૂનથી 22 જૂન સુધીમાં તેજ ગતીના પવનો ફૂંકાશે. જે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પણ વરસાવશે. આજે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ થશે. કાચા મકાનોના છાપરાઓ ઉડી જાય તેવો તેજ પવન ફૂંકાવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તારીખ 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે. જેના કારણે ચોમાસુ આગળ વધશે અને વ્યાપક વરસાદ વરસાવશે.

  • 16 Jun 2024 10:03 AM (IST)

    સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા સુપર-8માં પ્રવેશ્યું

    ટ્રેવિસ હેડ (68) અને માર્કસ સ્ટોઇનિસ (59)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપની ગ્રુપ બીની મેચમાં સ્કોટલેન્ડને 5 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવીને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ગ્રુપ બીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ મેચમાં સ્કોટલેન્ડની હાર સાથે ઈંગ્લેન્ડ પણ ગ્રુપમાં બીજા સ્થાને રહીને સુપર 8માં પહોંચી ગયું છે.

  • 16 Jun 2024 09:59 AM (IST)

    પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી, ઠેર ઠેર ભરાયા પાણી

    પોરબંદરમાં પહેલા જ વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે. પોરબંદર શહેરમાં નગરપાલિકા  દ્વારા હાથ ધરાયેલ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા છે. પોરબંદર શહેરના સુદામાચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ, SVP રોડ, ફુવારા સહિતના વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.

  • 16 Jun 2024 08:13 AM (IST)

    ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ, વઢવાણમાં અઢી ઈંચ વરસ્યો વરસાદ

    ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં 32 તાલુકામાં એક મીલિમીટરથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ગારિયાધારમાં 1.8 ઈંચ, તો લખતરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે. જેસરમાં 1 ઈંચ, લિલિયા અને લાઠીમાં 0.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 16 Jun 2024 08:09 AM (IST)

    વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, વલસાડ, પારડી, વાપી, ઉમરગામમાં સવારથી જ વરસાદ

    વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વલસાડ, પારડી, વાપી, ઉમરગામમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો  વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજે સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

  • 16 Jun 2024 07:28 AM (IST)

    જમ્મુ-કાશ્મીરને લઈને અમિત શાહ આજે સુરક્ષા અધિકારીઓ સાથે યોજશે બેઠક કરશે

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એટલે કે રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા તેઓ સુરક્ષા સત્તાવાળાઓને વ્યાપક નિર્દેશ આપે તેવી શક્યતા છે. ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

Published On - Jun 16,2024 7:27 AM

Follow Us:
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
g clip-path="url(#clip0_868_265)">