AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs PBKS IPL 2025 : પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ભારે રોમાંચક મેચમાં 16 રનથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2025 | 11:08 PM

આજે 15 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

KKR vs PBKS IPL 2025 : પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ભારે રોમાંચક મેચમાં 16 રનથી હરાવ્યું
PBKS vs KKR

આજે 15 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Apr 2025 10:40 PM (IST)

    પંજાબે કોલકાતાને હરાવ્યું

    પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ભારે રોમાંચક મેચમાં 16 રનથી હરાવ્યું, માર્કો જેન્સેને આન્દ્રે રસેલને ક્લીન બોલ્ડ કરી પંજાબને અપાવી યાદગાર જીત

  • 15 Apr 2025 10:36 PM (IST)

    કોલકાતાએ ગુમાવી નવમી વિકેટ

    કોલકાતાએ ગુમાવી નવમી વિકેટ, પંજાબ જીતથી માત્ર એક વિકેટ દૂર, અર્શદીપ સિંહે વૈભવ અરોરાને કર્યો આઉટ

  • 15 Apr 2025 10:21 PM (IST)

    KKRએ આઠમી વિકેટ ગુમાવી

    કોલકાતાએ ગુમાવી આઠમી વિકેટ, માર્કો જેન્સેને હર્ષિત રાણાને કર્યો ક્લીન બોલ્ડ

  • 15 Apr 2025 10:15 PM (IST)

    હલે બે બોલમાં બે વિકેટ લીધી

    યુઝવેન્દ્ર ચહલે બે બોલમાં બે વિકેટ લીધી, પહેલા રિંકુ સિંહ અને બીજા જ બોલ પર રમનદીપને કર્યો આઉટ, ચહલ હેટ્રીક પર

  • 15 Apr 2025 10:13 PM (IST)

    ચહલની ચાલાકી સામે રિંકુ સિંહ ફેલ

    ચહલની ચાલાકી સામે રિંકુ સિંહ ફેલ, કોલકાતાએ ગુમાવી છઠ્ઠી વિકેટ, મેચ રોમાંચક સ્થતિમાં

  • 15 Apr 2025 10:08 PM (IST)

    KKR ની અડધી ટીમ પોવેલિયન ભેગી

    કોલકાતા નાઈટ રાઈડર્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, વેંકટેશ અય્યર સસ્તામાં આઉટ, ગ્લેન મેક્સવેલે લલીધી વિકેટ

  • 15 Apr 2025 10:00 PM (IST)

    રઘુવંશી સસ્તામાં આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, ચહલે રઘુવંશીને ચાલતો કર્યો

  • 15 Apr 2025 09:51 PM (IST)

    ચહલે રહાણેને કર્યો આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ઝટકો, ચહલે રહાણેને કર્યો આઉટ

  • 15 Apr 2025 09:21 PM (IST)

    બે ઓવરમાં બે વિકેટ

    બે ઓવરમાં બે વિકેટ, કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, ઝેવિયર બાર્ટલેટે ક્વિન્ટન ડી કોકને કર્યો આઉટ, KKRના બંને ઓપનર સસ્તામાં આઉટ

  • 15 Apr 2025 09:18 PM (IST)

    KKRને પહેલો ઝટકો

    કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, માર્કો જેન્સેને સુનિલ નારાયણને કર્યો ક્લીન બોલ્ડ

  • 15 Apr 2025 08:56 PM (IST)

    પંજાબ 111 માં ઓલઆઉટ

    15.3 ઓવરમાં પંજાબ કિંગ્સ ઢેર, કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા 112 રનનો ટાર્ગેટ, ઝેવિયર 11 રન બનાવી થયો રનઆઉટ

  • 15 Apr 2025 08:51 PM (IST)

    શશાંક સિંહ 18 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સનો નવમો ઝટકો, શશાંક સિંહ 18 રન બનાવી આઉટ

  • 15 Apr 2025 08:42 PM (IST)

    પંજાબનો સ્કોર 100 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 100 ને પાર, શશાંક સિંહ અને ઝેવિયર બાર્ટલેટ ક્રિઝ પર હાજર

  • 15 Apr 2025 08:31 PM (IST)

    નારાયણે પંજાબને એક ઓવરમાં બે ઝટકા આપ્યા

    સુનિલ નારાયણે પંજાબ કિંગ્સને એક જ ઓવરમાં બે ઝટકા આપ્યા, માર્કો જેન્સેનને કર્યો ક્લીન બોલ્ડ

  • 15 Apr 2025 08:27 PM (IST)

    પંજાબ કિંગ્સને સાતમો ઝટકો

    સુનિલ નારાયણે પંજાબ કિંગ્સને આપ્યો સાતમો ઝટકો, શેડગે 4 રન બનાવી આઉટ

  • 15 Apr 2025 08:24 PM (IST)

    ચક્રવર્તીના ચક્રવ્યૂહમાં ફસાયો મેક્સવેલ

    ચક્રવર્તીના ચક્રવ્યૂહમાં ફસાયો મેક્સવેલ, કોલકાતાના બોલરો સામે પંજાબના બેટ્સમેનો ઢેર

  • 15 Apr 2025 08:17 PM (IST)

    પંજાબની અડધી ટીમ પોવેલિયન ભેગી

    પંજાબ કિંગ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, નેહલ વાઢેરા માત્ર 10 રન બનાવી આઉટ, એનરિચ નોર્ટજેએ લીધી વિકેટ

  • 15 Apr 2025 08:12 PM (IST)

    હર્ષિત રાણાએ લીધી ત્રીજી વિકેટ

    પંજાબ કિંગ્સને ચોથો ઝટકો, પ્રભસિમરન સિંહ 30 પર બનાવી આઉટ, હર્ષિત રાણાએ લીધી ત્રીજી વિકેટ

  • 15 Apr 2025 07:56 PM (IST)

    વરુણ ચક્રવર્તીએ KKRને ત્રીજી સફળતા અપાવી

    પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો, જોશ ઈંગ્લિસ માત્ર 2 પર બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 15 Apr 2025 07:49 PM (IST)

    શ્રેયસ અય્યર 0 પર આઉટ

    પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર 0 પર આઉટ, હર્ષિત રાણાએ લીધી બીજી વિકેટ, રમણદીપ સિંહે ફરી પકડ્યો કેચ, એક જ ઓવરમાં બે વિકેટ પડતા પંજાબની વધી મુશ્કેલી

  • 15 Apr 2025 07:47 PM (IST)

    પંજાબને પહેલો ઝટકો

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય 22 રન બનાવી આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ, રમણદીપ સિંહે બાઉન્ડ્રી પર પકડ્યો આસાન કેચ

  • 15 Apr 2025 07:36 PM (IST)

    પંજાબ ટીમમાં બે ફેરફાર

    પંજાબ ટીમમાં જોશ ઈંગ્લિસ અને ઝેવિયર બાર્ટલેટને પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓનો ડેબ્યૂ છે. મેક્સવેલ હજુ પણ ટીમમાં છે. સ્ટોઈનિસ બહાર છે, એવું લાગે છે કે તેને ફિટનેસની સમસ્યા છે.

  • 15 Apr 2025 07:35 PM (IST)

    KKRની ટીમમાં ફેરફાર

    KKR ટીમ પહેલા બોલિંગ કરવા માંગતી હતી. ટોસ હાર્યા પછી પણ કેપ્ટન રહાણે ખુશ હતો. KKRની ટીમમાં મોટો ફેરફાર, મોઈન અલીની જગ્યાએ એનરિચ નોરખિયાનો સમાવેશ.

  • 15 Apr 2025 07:32 PM (IST)

    પંજાબની પ્લેઈંગ 11

    પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર, નેહલ વાઢેરા, જોશ ઈંગ્લિસ, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

  • 15 Apr 2025 07:32 PM (IST)

    કોલકાતાની પ્લેઈંગ 11

    ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, એનરિક નોરખિયા, વરુણ ચક્રવર્તી.

  • 15 Apr 2025 07:10 PM (IST)

    પંજાબે ટોસ જીત્યો

    પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે KKR સામે ટોસ જીતી પહેલ બેટિંગ કરવાનો નિર્ણય લીધી હતો

  • 15 Apr 2025 06:37 PM (IST)

    સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ શહેરમાં નોંધાઈ

    ગુજરાતમાં ગરમીનો પારો ફરીથી ઉચકાયો છે. જો કે અમદાવાદમાં ગઈકાલ સોમવારની સરખામણીએ આજે મંગળવારે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આમ છતા, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42.3 ડિગ્રીએ પહોચ્યો હતો. જ્યારે સૌથી વઘુ ગગરમી રાજકોટ શહેરમાં નોધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 42.8 ડિગ્રીએ પહોચ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે મંગળવારના રોજ નોંધાયેલ ગરમીનુ પ્રમાણ આ મુજબ નોંધાયું છે.

    ( તાપમાન ડિગ્રીમાં)

    1. અમદાવાદ 42.3
    2. અમરેલી 42
    3. વડોદરા 39.8
    4. ભાવનગર 40.9
    5. ભુજ 41.2
    6. દાહોદ 38.5
    7. ડીસા 41.5
    8. દ્વારકા 31.8
    9. ગાંધીનગર 42.3
    10. જામનગર 34
    11. નલિયા 34.3
    12. પોરબંદર 33.8
    13. રાજકોટ 42.8
    14. સુરત 37
  • 15 Apr 2025 05:49 PM (IST)

    ભુજની જૂની જેલમાં લાગી ભીષણ આગ

    ભુજની જૂની જેલમાં ભીષણ આગ લાગી છે. બી ડિવિઝન પોલિસ સ્ટેશન પાસે જેલ આવેલ છે. ભારે ગરમીને કારણે આગ ફાટી નીકળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડની ટિમો ઘટના સ્થળે પહોંચી હતી. પહેલા અહીં જેલ હતી,  હાલ આ જેલ બંધ છે, કોઈ કેદી નથી.

  • 15 Apr 2025 05:33 PM (IST)

    કોંગ્રેસ 31 મે સુધીમાં સંગઠનનું સંપૂર્ણ માળખું રચી નાખશે

    અમદાવાદમાં નિરીક્ષકો સાથેની રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઈ છે. 31 મે સુધી કોંગ્રેસનું સંગઠન માળખું પૂર્ણ કારવામાં આવશે. સતત ત્રણ દિવસ નિરીક્ષકોને જિલ્લામાં જઈ રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા પ્રમુખો માટે 6 નામોની પેનલ બનાવવામાં આવશે. જિલ્લાના ઉદ્યોગપતિઓ અને જાગૃત નાગરિકોને મળવા માટે પણ ટીમને સૂચના આપવામાં આવી છે.

  • 15 Apr 2025 05:22 PM (IST)

    Stock Market Live : શું ઈન્ડિગોના શેર પર નફો મળશે ?

    શું ઈન્ડિગોના શેર પર નફો મળશે ? મોતીલાલ ઓસ્વાલે લક્ષ્ય વધાર્યું, ચોખ્ખા નફામાં 38% વૃદ્ધિની અપેક્ષા

  • 15 Apr 2025 04:47 PM (IST)

    વલસાડમાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત

    લિફ્ટમાં ફસાઇ જતા યુવકનું મોત થયું છે. વાપીના છીરીમાં આવેલા રામનગરમાં આ ઘટના બની છે. ચામુંડા હાઇટ્સ બિલ્ડિંગમાં યુવક ફસાયો છે. લિફ્ટના તૂટેલા કાચમાં યુવકે નાંખ્યું હતું માથું. માથું નાખતા લિફ્ટ આવી જતા ફસાયેલા યુવકે પોતાની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે.

  • 15 Apr 2025 04:44 PM (IST)

    અમદાવાદમાં ચાલકે શો રૂમમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં અકસ્માતનો એક અજીક કિસ્સો સામે આવ્યો છે. કાર ચાલકે કાબૂ ગુમાવતા શો રૂમમાં કાર ઘૂસી જવા પામી હતી. ગોતાથી ચાંદલોડિયા તરફ કાર આવતી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નશામાં હોવાનું લોકોનુ અનુમાન છે. કાર અથડાવવાને કારણે શોરુમના કાચને મોટી માત્રામાં થયું નુકસાન. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી. કાર ચાલકનું મેડિકલ ચેકિંગ કરાવવામાં આવશે.

  • 15 Apr 2025 04:40 PM (IST)

    મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી કારોમાં લાગી આગ

    મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્રિસ્ટલ ટાવરની સામે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે પાર્કિંગમાં પાર્ક કરેલા ચારથી પાંચ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના બપોરે 2.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અચાનક વાહનોમાંથી ધુમાડો અને આગના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ ઝડપથી ફેલાતી હોવાથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની મદદથી ઘટના સ્થળની આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

  • 15 Apr 2025 04:02 PM (IST)

    રાહુલ ગાંધી અમદાવાદમાં, કોંગ્રેસ કાર્યાલયે નિરીક્ષકો સાથે યોજી બેઠક, સંગઠનમાં દેશવ્યાપી ફેરફારની ગુજરાતથી શરુઆત

    કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક અઠવાડિયામાં બીજીવાર અમદાવાદમાં આવ્યા છે. પ્રદેશ કાર્યાલયે, કોંગ્રેસના જિલ્લા નિરીક્ષકો સાથે બેઠકનો પ્રારંભ થયો છે. બેઠકમાં તમામ નિરીક્ષકોની જિલ્લા દીઠ પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. નિરીક્ષકોની જવાબદારી અને કામગીરીથી અવગત કારવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવના પાયલટ પ્રોજેક્ટની આજે ગુજરાતથી શરૂઆત કરાશે.

  • 15 Apr 2025 03:19 PM (IST)

    રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઇને લોકો પરેશાન

    રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઇને લોકો પરેશાન થયા છે. અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનની કામગીરી કરતા યસ બેંકમાં, નોંધણી કરાવવા ઈચ્છુક અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. કેટલાક અરજદારો રાત્રીના 12 વાગ્યાથી બેંકની બહાર નોંધણી કરાવવા માટે બેઠા છે. સર્વર ડાઉન હોવાનું કહીને બેંક દ્રારા, રાજકોટમાંથી આજે એકપણ રજીસ્ટ્રેશન કરાયું નથી.

  • 15 Apr 2025 02:33 PM (IST)

    મોરબી: યમુના નગર પાસે સ્મશાનમાં લાગી આગ

    મોરબી: યમુના નગર પાસે સ્મશાનમાં આગ લાગી છે. આગ લાગતા  ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્મશાનમાં પડેલા કચરા વચ્ચે અનાજનો જથ્થો મળ્યો. મોટા પ્રમાણમાં ઘઉં-ચોખાની બોરીઓ મળી આવી. આ જથ્થો કોનો અને ક્યાંથી આવ્યો તે રહસ્ય છે. સ્મશાનમાં અનાજનો જથ્થો મળતા સવાલ ઉઠ્યા છે. મોરબી ફાયર વિભાગે આગ કાબૂ કરવાની કામગીરી કરી.

  • 15 Apr 2025 01:18 PM (IST)

    જામનગર: અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશનમાં લોકોને ભારે હાલાકી

    જામનગર: અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશનમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.  રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ લોકોની લાંબી કતાર લાગી. એક માત્ર પંજાબ નેશનલ બેંકમાં જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. મોટી સંખ્યામાં અરજદારોની નોંધણી સામે સુવિધાઓ મર્યાદિત છે.

  • 15 Apr 2025 12:36 PM (IST)

    વડોદરાઃ સમા વિસ્તારમાં પાણીના કકળાટ મુદ્દે સ્થાનિકોનો વિરોધ

    વડોદરાના સમા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલતા પાણીના કકળાટને લઈ સ્થાનિકોએ અનેક વખત રજૂઆત છતાં સમસ્યા ન ઉકલાતાં આજે થાળી-વેલણ વગાડી અને માટલા ફોડી ઉગ્ર પ્રદર્શન કર્યું, જેમાં મહિલાઓએ પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, અને જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપી થઈ હતી અને આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી.

  • 15 Apr 2025 12:10 PM (IST)

    રોબર્ટ વાડ્રાને EDનું બીજું સમન્સ

    રોબર્ટ વાડ્રાને EDનું બીજું સમન્સ મળ્યુ છે. શિકોહપુર જમીન સોદામાં EDએ સમન્સ પાઠવ્યું. EDએ પહેલાં રોબર્ટ વાડ્રાને 8 એપ્રિલે બોલાવ્યા હતા. વાડ્રાએ ₹3.5 કરોડમાં જમીન ખરીદી હતી. ₹7.5 કરોડમાં જમીન વેચવાનો વાડ્રા પર આરોપ છે્.

  • 15 Apr 2025 10:54 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુરથી અંબાજીને જોડતાં મુખ્ય પુલ પર ભૂવો પડતા હાલાકી

    બનાસકાંઠાના પાલનપુરથી અંબાજીને જોડતાં 60 વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટો ભૂવો પડતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સંકુચિત પુલ પર વધેલી વાહન વ્યવહારની લાંબી કતારો અને જીવના જોખમે પસાર થતા વાહનોને જોઈ તાત્કાલિક પગલાં ન લેવાય તો મોટી હોનારત સર્જાવાની શક્યતા જણાઈ રહી છે.

  • 15 Apr 2025 10:02 AM (IST)

    સુરત : રો-રો ફેરી મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ 

    સુરત : રો-રો ફેરી મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. દરોડા દરમિયાન 1 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 18.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રો-રો ફેરીના પાર્કિંગમાંથી સંદિગ્ધ ટ્રક પકડવામાં આવી.

  • 15 Apr 2025 09:50 AM (IST)

    સુરત : વરાછાના લંબે હનુમાન રોડ પર આગ

    સુરત : વરાછાના લંબે હનુમાન રોડ પર આગની ઘટના બની છે. સમર્પણ નામના એપાર્ટમેન્ટમાં આગથી અફરાતફરી મચી. એક મકાન અને દુકાન આગની ચપેટમાં આવ્યા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.

  • 15 Apr 2025 09:28 AM (IST)

    1800 કરોડના ડ્રગ્સ મુદ્દે રાજનીતિ પર ભડક્યા ગૃહ રાજ્યપ્રધાન

    દરિયામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા હર્ષ સંઘવીએ તેને પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ ગણાવી ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા હતા, જ્યારે કોંગ્રેસના આરોપો સામે પ્રહાર કરતાં તેમણે કહ્યું કે “શું દરિયામાં કોંગ્રેસના કાર્યકરો ડ્રગ્સ પકડવા ગયા હતા?” અને  ઉમેર્યું કે “અમે ડ્રગ્સ સામે અભિયાન નહીં પણ જંગ છેડ્યો છે, અને ડ્રગ્સ મુદ્દે રાજનીતિ કરવી અયોગ્ય છે.”

  • 15 Apr 2025 09:04 AM (IST)

    અમદાવાદઃ ચાચરાવાડી વાસણા નજીકથી મળ્યાં 2 મહિલાનાં મૃતદેહ

    અમદાવાદઃ ચાચરાવાડી વાસણા નજીકથી મહિલાઓનાં મૃતદેહ મળ્યાં છે. ખુલ્લી જગ્યામાંથી મળ્યાં મટોડા ગામની 2 મહિલાઓનાં મૃતદેહ મળ્યા. બંને મહિલાઓ ઘરેથી લાકડાં લેવા ગઇ હતી. ઘરે પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બંને મહિલાઓની હત્યા કરાઈ હોવાની આશંકા છે. ચાંગોદર પોલીસે લાશને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી.

  • 15 Apr 2025 07:30 AM (IST)

    સલામાન ખાનને ધમકીના વડોદરા કનેક્શનનો ખુલાસો

    ફીલ્મ અભિનેતા સલમાન ખાનને ધમકી મળવાનો કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ધામા નાખ્યા છે. સલામાન ખાનને ધમકીના વડોદરા કનેક્શનનો ખુલાસો થયો છે. વાઘોડીયાના રવાલ ગામના વિજય પંડ્યાએ ધમકીનો મેસેજ કર્યો હતો. રવાલ ગામના યુવકની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. પોલીસ તપાસમાં વિજય પંડ્યા માનસિક બીમાર હોવાનો ખુલાસો થયો.

  • 15 Apr 2025 07:28 AM (IST)

    આજે અમદાવાદમાં રાહુલ ગાંધી યોજશે ઓરીએન્ટેસન બેઠક

    ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાનમાં છે. રાહુલ ગાંધીઆજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી અમદાવાદમાં ઓરીએન્ટેસન બેઠક યોજશે. બેઠકમાં AICC સહિત ગુજરા કોંગ્રેસના નિરીક્ષકો જોડાશે. 16 એપ્રિલે અરવલ્લીના મોડાસામાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે. અરવલ્લીથી રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાન શરૂ કરાવશે.

Published On - Apr 15,2025 7:26 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">