14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીંવત, હવામાન વિભાગે કરી આગાહી
આજે 14 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
15 સપ્ટેમ્બરે PM મોદીનું ગુજરાતમાં આગમન થશે. ગાંધીનગરના વડસર એરફોર્સ સેન્ટરના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સુરતની દુન્નબી કમિટીએ મોટી જાહેરાત કરી છે. 16મીએ ઇદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે. શાંતિ સમિતિની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના ઘટી. મેશ્વો નદીના ચેકડેમમાં નાહવા પડેલા 10 યુવકો ડૂબ્યા. જેમાંથી 8 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. 2 જવાન શહીદ થયા છે. તો બે ઘાયલ થયા છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ 136 મીટરને પાર થયો છે. ડેમના 15 દરવાજા 2.5 મીટર ખોલાયા છે. 42 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
LIVE NEWS & UPDATES
-
અંબાજીમાં લાખો પદયાત્રિકોની સુરક્ષાને લઈને પોલીસ સજ્જ
બનાસકાંઠામાં વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે માઇ ભક્તો પણ પદયાત્રા કરી માતાજીના શરણોમાં આવી રહ્યા છે. 7 દિવસ ચાલનારા આ મહામેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે. ત્યારે અંબાજીમાં આવનાર લાખો પદયાત્રીકોની સુરક્ષાને લઈ બનાસકાંઠા પોલીસ પણ સજ્જ છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સાથે સાથે અંબાજી વિસ્તારમાં ત્રીજી આંખ એટલે કે CCTV કેમેરાથી લાખો લોકો પર નજર રખાઈ રહી છે. પોલીસ દ્વારા CCTV અને બોડી વોર્ન કેમેરાથી સમગ્ર શહેરમાં બાજ નજર રખાઈ રહી છે.
-
સુરત: રસ્તા પરના ખાડા મુદ્દે લોકોનો અનોખો વિરોધ
સુરત: રસ્તા પરના ખાડા મુદ્દે લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. ખાડામાં મનપા કમિશનર શાલિની અગ્રવાલનો ફોટો મૂકાયો. બેનરમાં શાલિની અગ્રવાલ ખાડાની જિમ્મેદાર હોવાની વાત લખી. સુરતના યોગીચોક પાસે ખાડામાં મૂકાયો ફોટો. બિસ્માર રસ્તાના કારણે લોકોને પડતી હાલાકી બાદ આ પ્રકારે વિરોધ નોંધવામાં આવ્યો.
-
-
આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે PM મોદી
આવતીકાલથી PM મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. PM મોદી એરપોર્ટથી સીધા રાજભવન જશે. સાંજે 6 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે. ટ્રસ્ટની કામગીરીની કરવામાં આવશે સમીક્ષા. મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરશે.
-
અમરેલી: ધારીમાં બાળકીની છેડતી કરનારો ઝડપાયો
અમરેલી: ધારીમાં બાળકીની છેડતી કરનારો ઝડપાયો છે. લોજમાં કામ કરતી મહિલાની 4 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા હતા. આ નરાધમ શખ્સ ફળોની લારી ચલાવે છે. અડપલા કરનાર શખ્સ ફળોની લારી ચલાવે છે, લોકોએ શખ્સને ઝડપીને મેથીપાક ચખાડ્યો છે. ધારી પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે.
-
વલસાડ: જોખની રીલ બનાવનાર 2 યુવકો ઝડપાયા
વલસાડ: જોખમી રીલ બનાવનાર 2 યુવકો ઝડપાયા છે. વાપી GIDC વિસ્તારમાં કાર પર સ્ટંટ કરી રહ્યા હતા. બોનેટ પર બેસીને યુવકે સીન સપાટા કર્યા. હાથમાં એરગન રાખીને રીલ બનાવી હતી. વાયરલ વીડિયોનાં આધારે પોલીસે બંનેને ઝડપી લીધા છે.
-
-
રાજકોટ: રસ્તા પર લોકોને પરેશાન કરતી યુવતીનો વીડિયો વાયરલ
રાજકોટ: રસ્તા પર લોકોને પરેશાન કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. રેસકોર્સ રિંગ રોડ પરનો યુવતીનો વીડિયો વાયરલ થયો છે. યુવતીની માનસિક સ્થિતિ યોગ્ય છે કે નહીં તે અંગે સવાલો ઉઠ્યા છે. યુવતી રોડ વચ્ચે આવી લોકોને હેરાન કરતા લોકો મુંઝવણમાં મુકાયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે .
-
બોલ માડી અંબે… જય જય અંબેના નાદ સાથે ગૂંજી ઉઠ્યા અંબાજીના માર્ગો
મહેસાણાથી અંબાજી જતા પગપાળા ભક્તો પણ હોંશેહોંશે અંબાજી તરફ વધી રહ્યા છે. ત્યારે, ખેરાલુથી સતલાસણા વચ્ચે આવેલા વિવિધ કેમ્પોમાં ભક્તોને સેવા અપાઇ રહી છે. નાસ્તા-પાણીથી લઇ વિસામા સુધીની સેવા ભક્તો માટે કાર્યરત કરાઇ છે. મહત્વનું છે, વરસાદે વિરામ લીધો છે. ગરમી પડી રહી છે. જેથી કેટલાંક યાત્રિકો થાક ઉતારવા વિવિધ કેમ્પમાં વિસામો પણ લઇ રહ્યા છે. તો, કેટલાંક યાત્રિકો સતત ચાલી રહ્યા છે…મા અંબાના ભક્તો દર્શન માટે આતુર છે.
-
અમદાવાદ: રાજ્યભરની કોર્ટમાં આજે લોક અદાલતનું આયોજન
અમદાવાદ: રાજ્યભરની કોર્ટમાં આજે લોક અદાલતનું આયોજન કરાયુ હતુ. લોક અદાલત કોર્ટમાં સમાધાન રૂપે કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું. અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં અંદાજે 55000 જેટલા કેસ લોક અદાલતમાં મૂકાયા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ નોંધાયેલા કેસનું 1 કરોડ 20 લાખના રકમનું સમાધાન કરાયું. પોલીસે ઇસ્યુ કરેલા 90 હજાર જેટલા ઈ ચલણનું લોક અદાલતમાં સમાધાન કરાયુ. રાજ્યની તમામ અદાલતોમાં 3 લાખ 25 હજાર જેટલા કેસો સમાધાન માટે આવ્યા. લોક અદાલતમાં પ્રિલીટીગેશન માટે પણ ઘણા કેસ મૂકવામાં આવ્યા.
-
સુરત: ઓલપાડના વસવારી ગામે જુગારનો અડ્ડો પકડાયો
સુરત: ઓલપાડના વસવારી ગામેથી જુગારનો અડ્ડો પકડાયો છે. રજવાડી ફાર્મ હાઉસમાંથી LCBએ જુગારનો અડ્ડો પકડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 13 જુગારી પકડ્યા છે. એક આરોપી ફાર્મ હાઉસ ભાડે રાખી અડ્ડો ચલાવતો હતો. પોલીસે 23.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
-
PM મોદી ગુજરાતને આપશે વધુ એક વિકાસની ભેટ
PM મોદી ગુજરાતને આપશે વધુ એક વિકાસકામની ભેટ. ગાંધીનગરમાં મેટ્રો પ્રોજેકટ ફેઝ 2નું કરશે ઉદઘાટન. 16 સપ્ટેમ્બરે અમદાવાદ-ગાંધીનગરને મળશે વધુ એક મેટ્રો ટ્રેન. આ મેટ્રો ટ્રેન પ્રોજેકટ ગિફ્ટ સીટીને કનેક્ટ કરશે. મેટ્રો ટ્રેન CCTV, ઇમરજન્સી સહિતની આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.
-
વડોદરામાં સતત ત્રીજા વર્ષે યોજાશે LVP હેરિટેજ ગરબા મહોત્સવ
સંસ્કારી અને કલાનગરી વડોદરા શહેરમાં નવરાત્રી પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ત્યારે વડોદરાના ખૂબ જ જાણીતા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી આ આયોજન કરાઈ છે. ત્યારે LVP હેરિટેજ ગરબા મહોત્સવનું સતત ત્રીજા વર્ષે મોતીબાગ ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારે હેરિટેજ ગરબા મહોત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે.. મહારાણી રાધિકા રાજી ગાયકવાડે આ વર્ષે ગરબામાંથી થતી આવકને પૂરગ્રસ્ત વડોદરાવાસીઓને સહાય આપવાની જાહેરાત કરી છે. વિશ્વામિત્રીના પૂરમાં જે લોકો બેઘર થઈ ગયા તેને પગભર કરવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
-
અમદાવાદ: ગુજરાત યુનિ. ગ્રાઉન્ડ ખાતે PM મોદીની સભાની તૈયારીઓ
અમદાવાદ: ગુજરાત યુનિ. ગ્રાઉન્ડ ખાતે PM મોદીની જનસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. GMDC ગ્રાઉન્ડ ખાતે 4 મોટા વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે. 4 વોટરપ્રૂફ ડોમના કુલ 16 બ્લોકમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ વિકાસના 9000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પીએમ મોદી કરવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30 હજાર આવાસોનું લોકાર્પણ કરશે.
-
પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝનુ કરશે ઉદ્દઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને એક મોટી ભેંટ આપવાના છે. પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝ નું કરશે ઉદ્દઘાટન.અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીના સ્ટ્રેચનું ઉદ્દઘાટન કરશે
-
પોરબંદર: ભાજપ કાર્યલયનું લાંબા સમય બાદ લોકાર્પણ
પોરબંદર: ભાજપ કાર્યલયનું લાંબા સમય બાદ લોકાર્પણ કરવામાં આવ્યુ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું. લોકાર્પણ કાર્યક્રમમાં નેતાઓની ભીડ ઉમટી હતી. જોકે લોકાર્પણ પ્રસંગે અવ્યવસ્થા જોવા મળી. નેતાઓને કાર્યક્રમમાં બેસવા ખુરશી ન મળતા સાંસદ રામ મોકરિયાને ઉભા રહેવાનો વારો આવ્યો હતો. લોકાર્પણમાં મનસુખ માંડવીયા, રામ મોકરિયા હાજર રહ્યા હતા. સંગઠન મહામંત્રી રત્નાકર, અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.
-
વડાપ્રધાન મોદીના આગમનને લઇ તંત્રની તૈયારી
વડાપ્રધાન મોદીના આગમનને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ગાંધીનગર ખાતે વડાપ્રધાનના કાફલા માટેનું રિહર્સલ કરાયું હતુ. સુરક્ષા એજન્સી અને પોલીસ વિભાગે રિહર્સલ કર્યુ. આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના છે. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. 15થી 17 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન ગુજરાતમાં રોકાશે.
-
સાવકા પિતાએ 12 વર્ષીય બાળકી પર આચર્યું દુષ્કર્મ
સુરત: પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ 12 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાડોશી વૃદ્ધે પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. સતત દોઢ વર્ષથી કુકર્મના કારણે બાળકી થઇ ગર્ભવતી. બાળકીને પેટમાં દુઃખાવો થતા સમગ્ર મામલો સામે આવ્યો. સોનોગ્રાફીમાં બાળકીને 6 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું. પોલીસે સાવકા પિતા અને પાડોશી વૃદ્ધની ધરપકડ કરી.
-
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઇ જ સિસ્ટમ સક્રિય નહીં. રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 47 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા 75 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
-
જમ્મુ-કાશ્મીરના ડોડામાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અહીં તેમણે ડોડોમાં જનતાને સંબોધતિ કરી અને કહ્યુ કે કોઇપણ લોકો હવે ભય વગર અહીં ફરી શકશે. ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરના ખેડ઼ૂતોની પડખે છે. તેમણે કહ્યુ કે કાશ્મીરી હિંદુઓને તેમનો હક અપાવીશું. જમ્મુથી શ્રીનગરનું અંતર ઘટ્યુ છે. ભાજપ આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીર બનાવાવા જઇ રહ્યુ છે.
-
સુરત શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત
સુરત શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત છે. વરાછા ખાંડ બજાર નજીક રોડ પર મોટો ભૂવો પડ્યો હતો. 15 દિવસ પહેલા ભુવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. રોડ વચ્ચે ભૂવો પડતા ત્રણ લોકો ભૂવામાં ખાબક્યા હતા.
-
ગાંધીનગર: દહેગામના વાસણા સોગઠી ગામે કરુણાંતિકા
ગાંધીનગર: દહેગામના વાસણા સોગઠી ગામે કરુણાંતિકા સર્જાઈ છે. 8 લોકોના ડૂબવાથી મોત થતા ગામમાં શોકનો માહોલ છે. ડૂબતા યુવાનને બચાવવા જતા વિજય સોલંકી નામના યુવાનનું મોત થયુ છે. વિજયની પત્નીની ગયા અઠવાડિયે જ સીમંત વિધિ થઈ હતી. બાળકે જન્મ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિજયના માતા-પિતા પણ હયાત ન હોઈ પરિવારજનોને હાલાકી પડશે. યુવાનના આકસ્મિક મોતથી પત્ની અને નાની બે બહેનો બની નિરાધાર બની છે.
-
પાલનપુરના શ્રદ્ધાળુઓનો યમનોત્રી માર્ગ અટવાયા
પાલનપુરના શ્રદ્ધાળુઓનો યમનોત્રી માર્ગ અટવાયા છે. પાલનપુરના 40 જેટલા યાત્રાળુઓ ચારધામની યાત્રાએ ગયા છે.મસ મોટી શીલા માર્ગ પર ગબડતા રસ્તો બંધ થયો છે. ચારધામની યાત્રાએ જઈ રહેલી બસ પસાર થાય એ પહેલા શીલા પડી. યમનોત્રી માર્ગ પર શીલા ગબડી પડતા યાત્રિકો અટવાયા હતા.
-
સુરતઃ શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
સુરતઃ શાંતિ સમિતિની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સુરતની ઇદે મિલાદ દુન્નબી કમિટીએ મોટી જાહેરાત કરી છે. 16મી સપ્ટેમ્બરે સુરતમાં ઇદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે. રાજમાર્ગ થઇને ખાજાદાના જતું જુલુસ નહીં નીકળે. માત્ર ગલી મહોલ્લામાં જ ઇદે મિલાદનું જુલુસ ફરશે.
-
PM મોદી આજે જમ્મુમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ-કાશ્મીરમાં તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જે છેલ્લા ચાર દાયકામાં કોઈ વડાપ્રધાનની પ્રથમ રેલી હશે. આ ઐતિહાસિક કાર્યક્રમ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાશે અને પીએમ ચિનાબ ઘાટીના 8 વિધાનસભા ઉમેદવારો માટે મત માંગશે.
Published On - Sep 14,2024 7:19 AM