13 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયુ, લિંબાયત પોલીસે 3.84 લાખની નકલી નોટો સાથે 3ની કરી ધરપકડ
Gujarat Live Updates : આજ 13 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત
વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે ચાલતા આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું. એક સગીર અનેક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. વિરમગામ હાઈવે પર રામછાપરી-વિઠ્ઠલાપરા ગામ વચ્ચે આ ઘટના બની હતી. મોડી રાત્રે રોન્ગ સાઈડમાં આવતી આઈસર ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જો કે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ઘટના સ્થળેથી ફરાર થયો હતો.
-
ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ દૂર કરવાની અમેરિકન સંસદમાં માગ
ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ દૂર કરવાની અમેરિકન સંસદમાં માગ કરવામાં આવી છે. ત્રણ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પના ટેરિફના નિર્ણય સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે.
-
-
પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયુ
પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયુ છે. લિંબાયત પોલીસે 3.84 લાખની નકલી નોટો સાથે 3ની આરોપીની ધરપકડ કરી છે.
-
દિલ્લીમાં પ્રદૂષણ અતિભયાનક સ્તરે, 18 વિસ્તારમાં AQI 400ને પાર
દિલ્લીમાં પ્રદૂષણ અતિભયાનક સ્તરે પહોંચ્યો છે. જેમાં 18 વિસ્તારમાં AQI 400ને પાર પહોંચ્યો છે. વઝીરપુરમાં AQI સૌથી વધુ 443 નોંધાયો છે. તેમજ દિલ્લીનો સરેરાશ AQI 387 નોંધાયો. આ ઉપરાંત દિલ્લીના 22 વિસ્તારો રેડ ઝોનમાં છે. 22 વિસ્તારમાં AQI 300થી 400ની વચ્ચે નોંધાયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં AQI 422 નોંધાયો છે.
-
રાજકોટ: કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે 15થી વધુ ગાયોના મોત, 20થી વધુ ગાય સારવાર હેઠળ
રાજકોટના કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે 15થી વધુ ગાયોના મોત થયા છે. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના મોત થયા છે. જ્યારે ફૂડ પોઇઝનિંગની અસરથી મોત થયાનુ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. અન્ય 20થી વધુ અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરાઈ છે. રાજકોટ અને ગોંડલથી પશુ ચિકિત્સકોને બોલાવામાં આવ્યા છે.
-
-
જામકંડોરણામાં હનીટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગ સકંજામાં, 5 પુરુષ સહિત 2 મહિલાની ધરપકડ
હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી આ ગેંગના દરેક સભ્યો અલગ અલગ ટાસ્ક સાથે જોડાયેલા હતા. જેમાં પુરુષોનો નંબર મેળવીને તેમને સૂમસામ જગ્યા પર બોલાવવામાં આવતા હતા. જ્યાં ગેંગની મહિલા સભ્ય ભોગ બનનાર પુરુષોને મારપીટ સહિતના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. જે બાદ તેમના પાસેથી રૂપિયા પડાવતા હતા. જો કે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 5 પુરુષો અને 2 મહિલાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘના ધામા
છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ છે. વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું છે. દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘએ ધામા નાખ્યા છે. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો છે. વાઘના પગના નિશાન આધારે વન વિભાગનો દાવો છે. જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમોની તૈનાતી કરી છે.
-
Gujarat Live Updates : આજ 13 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 13,2025 7:37 AM