12 ઓગસ્ટના મહત્વના સમાચાર : સુરત મનપાના કમિશનર બાદ DCP નકુમની મુશ્કેલીમાં વધારો, આરોપીને જાહેરમાં માર મારવા બદલ એક્શન
Gujarat Live Updates આજ 12 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 12 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટ ગિફ્ટ આપી લોકો સાથે છેતરપિંડી કરનારો ઝડપાયો
- સોશિયલ મીડિયાથી લોકોને કરાતા ટાર્ગેટ
- અગાઉ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા હતા
- દિલ્લીથી નાઇજિરિયન શખ્સની ધરપકડ
- આરોપી મેડિકલ વિઝા પર આવ્યો હોવાનો ખુલાસો
-
સુરત મનપાના કમિશનર બાદ DCP નકુમની મુશ્કેલીમાં વધારો
- હાઇકોર્ટે DCP નકુમ સામે લીધી સુઓમોટો
- સલાબતપુરામાં આરોપીને જાહેરમાં માર મારવા બદલ એક્શન
- એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને પત્ર લખી કરી હતી રજૂઆત
- સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન, DGPના પરિપત્રનો ભંગ થયાની કરી હતી ફરિયાદ
- રાજ્ય સરકાર, ગૃહ વિભાગના સેક્રેટરી, DGP અને સુરત કમિશનરને પક્ષકાર બનાવાયા
- શુક્રવારે હાથ ધરાશે વધુ સુનાવણી
-
-
અમદાવાદઃ સિક્યુરિટી એજન્સી સામે પોલીસની કડક તપાસ
- સિક્યુરિટી એજન્સી સામે કડક તપાસ
- તપાસમાં ભૂતિયા સિક્યુરિટી એજન્સીઓ સામે આવી
- સિક્યુરિટી એજન્સીના એડ્રેસ પર રહેઠાણ જોવા મળ્યું
- નોંધણી થયેલી ઓફિસની જગ્યાએ રહેઠાણ જોવા મળ્યા
- કેટલીક ઓફિસમાં તાળા લાગેલા નજરે પડ્યા
-
સુરત: ઉધના રોડ નં-૫ પર અફરાતફરી સર્જાઈ
- ઉધના રોડ નં-૫ પર અફરાતફરી સર્જાઈ
- એક યુવકે નિર્માણ થઇ રહેલી ટાંકી પર ચઢીને કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા
- ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો
- યુવકને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરાઇ
- છેવટે ભારે જહેમત અને સમજાવટથી યુવક નીચે ઉતર્યો
-
મહેસાણા: વડનગર શ્રાવણોત્સવની પત્રિકાને લઈને વિવાદ
- ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નામ પહેલા પત્રિકામાંથી ગાયબ
- પત્રિકામાં નામ ન હોવાથી સોશિયલ મીડિયામાં ચર્ચા
- વિવાદ વધતા તંત્રને પોતાની ભૂલ સમજાઈ
- તંત્રએ ભૂલ સુધારી નવી પત્રિકા જાહેર કરી
- નવી પત્રિકામાં ઋષિકેશ પટેલનું નામ સ્પેશ્યલ છપાયું
- વિસનગરના ધારાસભ્યનું નામ કપાતા ચર્ચા
- ઉર્જા મંત્રીનું નામ ભૂલાતા વહીવટી તંત્ર સામે સવાલ
- વડનગરમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં શ્રાવણોત્સવ યોજાશે
- શ્રાવણોત્સવના કાર્યક્રમની પત્રિકાને લઈને રાજકીય ચર્ચા
-
-
અમદાવાદ: હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન
- અમદાવાદ: હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન
- ડેપ્યુટી CM હર્ષ સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન
- રાયપુરથી સારંગપુર દરવાજા સુધી દોઢ કિમીની તિરંગા યાત્રા
- દોઢ કિમીના રૂટ પર વિવિધ 13 સ્ટેજો કરાયા તૈયાર
- તિરંગા યાત્રામાં 600 ફૂટનો તિરંગો પકડીને લોકો ચાલશે
- અંદાજિત 50 હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે
- યાત્રાના સમગ્ર રૂટને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું
- પ્રથમ વખત યાત્રાની પૂર્ણાહુતિ સમયે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે
-
વડોદરાના ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ વેક્સિન ના લેતાં એક યુવકને હડકવા ઉપડ્યો
વડોદરાના ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ વેક્સિન ના લેતાં હેમંત નામના યુવકને હડકવા ઉપડ્યો. રેબીસની ગંભીર અસર થતાં યુવકે પોતાની જાતને જ બચકા ભર્યા. યુવકે આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિક લોકોએ યુવકને દોરડાથી બાંધી રાખ્યો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હોસ્પિટલ ખસેડાયો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકની ગંભીર સ્થિતિને પગલે ટ્રાન્સફર કરાયો. યુવકને વધુ સારવાર માટે ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
-
પાલનપુરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ
પાલનપુરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું મુસાફરોને મુશ્કેલી. પાલિકાની બેદરકારીને કારણે પરિસ્થિતિનું નિર્માણ.
-
એક્સપર્ટની કમિટિના ગંભીર રિપોર્ટ બાદ પણ, 2 અંધ હાથીને 149મી રથયાત્રામાં કરાયા હતા સામેલ
અમદાવાદની 149મી રથયાત્રામાં મોટી બેદરકારી સામે આવી છે. રથયાત્રામાં સામેલ કરવામાં આવેલા હાથીઓમાં બે હાથી અંધ હતા. મહંતના હાથીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાબુ નામનો એ હાથી, જે ગયા વર્ષ કાબૂ બહાર થઇ ગયો હતો. તંત્રની ઘોર બેદરકારી કે 2 હાથી અંધ હોવા છતાં તેને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા. 7 એક્સપર્ટની કમિટિના ગંભીર રિપોર્ટ બાદ પણ બાબુ સહિત ત્રણેય હાથીને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા.
-
ઊંઝા માર્કેટયાર્ડ બેંકના 3.44 કરોડનો કેશ કાંડની તપાસ ફરીથી કરવા કોર્ટનો આદેશ
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ બેંકમાં 3.44 કરોડનો કેશ કાંડ કેસ ખૂલ્યો છે. કોર્ટે સમગ્ર કેસની ફરીથી તપાસ કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો. કમિટીના રિપોર્ટમાં મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની ગંભીર બેદરકારી ખૂલી. બેંકના કેશિયર સચિનકુમાર પટેલે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. મેનેજર ભરત પટેલ સામે કેશ ચકાસણી ન કરવાના આક્ષેપ. કર્મચારી ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા ખોટા ખાતામાં નાણાં જમા કરાયા હોવાનો આક્ષેપ. આ નિર્ણયથી બેંકના તમામ સભાસદોમાં ન્યાયની આશા જાગી છે.
-
આનંદ નિકેતન સ્કુલ કેન્ટિનમાં નવા કોન્ટ્રાક્ટરને અપાયો કોન્ટ્રાકટ, બે દિવસ બાદ શરૂ થશે કેન્ટિન
આનંદ નિકેતન ઘટના અંગે શાળા સંચાલક મંડળની સ્પષ્ટતા કરી છે. શાળાના પ્રવક્તાનું કહેવું છે કે, ઘટનાને શાળાએ ગંભીરતાથી લીધી છે. ફૂડ વિભાગ સંભાળતા ત્રણ સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. શાળા પેરેન્ટસ સાથે જ છે અને તેમને સપોર્ટ કરશે. નવા કોન્ટ્રાક્ટની ટીમ બે દિવસ બાદ કેન્ટિન ફરી શરૂ કરશે. કાચનો ટુકડો આપવાની વાલીઓની માંગ હતી, પરંતુ તે ટુકડાને લઈને ઈન્ટર્નલ તપાસ કરવામાં આવી રહી છે. પુસ્તક મામલે અમારા મેનેજિંગ ડિરેક્ટર ટીમ આવતા દિવસોમાં પ્રેસને માહિતી આપશે. શાળાના ડિરેક્ટર હાલમાં ટ્રાવેલિંગમાં હોવાથી ગેરહાજર રહ્યાં છે.
-
વિપક્ષ નક્કી કરે કે તેમણે ચર્ચા કરવી છે કે હંગામો કરવો છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ આજે બપોરના 3 વાગ્યા બાદથી આવતીકાલ સુધી સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. હુ રોજ સંસદ આવુ છે. વિપક્ષ હોબાળો કરીને સંસદની કાર્યવાહી થવા દેતા નથી. હવે તમે જ નક્કી કરો કોણ છે ભગોડા. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજ્જુજીએ કહ્યું કે, નીટ મુદ્દે વિદ્યાર્થી દેખાવ મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મે પણ કહ્યું છે કે, હુ ચર્ચાનો જવાબ આપવા તૈયાર છુ. વિપક્ષ અધ્યક્ષને આજે બપોરના 3 વાગ્યા સુધીમાં ચર્ચા માટેનો પત્ર આપે, હુ સંસદમાં બેસીશ. વિપક્ષની ચર્ચાનો જવાબ હુ ગૃહમાં આપીશ. આજે ત્રણ વાગ્યાથી ચર્ચાનો પ્રારંભ કરો અને આવતીકાલ 3 વાગ્યે વિપક્ષની ચર્ચાનો જવાબ આપીશ.
-
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આપ્યું રાજીનામું, AGM પહેલા મોટી જાહેરાત
એન. ચંદ્રશેખરનએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. જેનાથી લગભગ એક દાયકા સુધી ચાલેલા તેમના કાર્યકાળનો અચાનક અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 63 વર્ષીય ચંદ્રશેખરને ટાટા સન્સ બોર્ડને રાજીનામુ આપવાના નિર્ણયની જાણ કરી છે.
-
ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન સુરત કોર્ટે રદ કર્યા
સુરતમાં ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન સુરત કોર્ટે રદ કર્યા છે. કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દેવાઈ છે. ગુનાહિત ઇતિહાસ જોતા જામીન પર મુક્ત કરવાથી સમાજમાં વિપરીત સંદેશ જાય તેવું કોર્ટે નોંધ્યું.
-
અમદાવાદના S G હાઈવે પર નવનિર્મિત 32 માળની ઈમારત પરની ક્રેઈનમાં લટકીને કરાયો આપધાત
એસજી હાઇવે પર નવનિર્મિત 32 માળની ઈમારત ખાતેથી એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. 32 માળની ઈમારત ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગની ક્રેઈનમાં લટકીને ઓપરેટરે આપઘાત કર્યો છે. રાત્રે ઘરકંકાસને કારણે ઓપરેટરે કર્યો આપઘાત. બાંધકામ સાઈડ પર 150 જેટલા મજૂરો કરે છે કામ. વહેલી સવારે અન્ય મજૂરને ધ્યાને આવ્યું. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી.
-
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા, મહેસાણા DDO પૂર્વ મંજૂરી વિના જ વિદેશમાં લટાર મારી આવ્યા, GADએ વિદેશ પ્રવાસ માટે બહાર પાડી માર્ગદર્શિકા
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ગુજરાતમાં થયો છે. મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) જરૂરી પૂર્વ મંજૂરી વિના જ વિદેશમાં લટાર મારી આવ્યા. આ ઘટનાને લઈને, વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટે GADએ વિદેશ પ્રવાસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. હવેથી અધિકારીઓએ અંગત વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી મેળવવી પડશે. પ્રવાસના 45 દિવસ પહેલા ઓનલાઇન અરજી કરવી પડશે. પ્રવાસનો હેતુ અને થનાર ખર્ચનો સ્ત્રોત પણ દર્શાવવો પડશે. સ્પોન્સર વિદેશ પ્રવાસ હશે તો સ્પોન્સરરની વિગત પણ આપવી પડશે. સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય હવે નહી કરી શકાય વિદેશ પ્રવાસ. અધિકારી સામે ખાતાકીય તપાસ કે અન્ય કાનૂની કાર્યવાહી છે કે તે અંગે પણ મંજૂરી માટેની અરજીમાં કરવો પડશે ઉલ્લેખ.
-
બનાસકાંઠાના કાંકરેજના ગામમાંથી ઝોલાછાપ ડોકટરને SOG એ પહેરાવી હાથકડી
બનાસકાંઠામાંથી એસઓજીએ એક ઝોલાછાપ ડોકટરને હાથકડી પહેરાવી છે. બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામેથી બોગસ ડોક્ટરને Sog એ ઝઢપી પાડ્યો છે. ખીમાણા ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો. કોઈપણ પ્રકારની ડિગ્રી વિના જયંતિ પરમાર નામનો બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. Sog એ બોગસ ડોક્ટર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત હાઈકોર્ટમાં, સરકારની ઘૂળધાણી કરાવનારા સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી કરી સાઈડ લાઈન કરાયા
સુરતના નાસીર નગરમાં વિવાદિત ડિમોલિશનનો મામલો. મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી કરી દેવામાં આવી છે. સુરતના જિલ્લા કલેકટર તેજસ પરમારને, હાલમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન. અગાઉ ગુજરાત હાઇકોર્ટે, નાસીર નગર ડિમોલિશનના મુદ્દે રાજ્ય સરકારને લગાવી હતી ફટકાર. નાગરાજ જનને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટના ડિરેક્ટરની જવાબદારી સોપવામાં આવી છે.
Published On - Aug 12,2026 8:17 AM
