12 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમિત શાહ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરને આપશે અનેક વિકાસકામોની ભેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 12:05 AM

Gujarat Live Updates : આજ 12 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમિત શાહ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરને આપશે અનેક વિકાસકામોની ભેટ

આજે 12 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Aug 2023 12:01 AM (IST)

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે

    હિમાચલ પ્રદેશમાં શનિવારે ભારે વરસાદે અનેક જગ્યાએ તબાહી મચાવી હતી. વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું અને 300થી વધુ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. હવામાન વિભાગે રવિવારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે સોમવારે ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • 13 Aug 2023 12:00 AM (IST)

    ઝારખંડના લાતેહારમાં બીજેપી નેતા પર ગોળીબાર, હાલત ગંભીર

    ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાને શનિવારે સાંજે ઝારખંડના લાતેહાર જિલ્લામાં ગોળી વાગી હતી અને તેની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે, જિલ્લા પરિષદના પૂર્વ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ સાહુને સાંજે લગભગ 6 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના બાલુમથ પોલીસ સ્ટેશન હેઠળની દૂન સ્કૂલ પાસે બની હતી. સાહુને પગ, કમર અને પેટમાં ગોળી વાગી છે.

  • 12 Aug 2023 11:44 PM (IST)

    જૂનાગઢમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસનો મામલો, Dysp ખુશ્બુ કાપડિયા વિરૂદ્ધ ફરિયાદ

    જૂનાગઢમાં કોન્સ્ટેબલ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Dysp ખુશ્બુ કાપડિયા વિરૂદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે. પી.એસ.આઈ ખાચર સામે પણ આ બાબતે ફરિયાદ દાખલ કરાઇ છે. કોન્સ્ટેબલ લવડિયાના પરિવારે ફરિયાદ નોંધાવી. કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તાલીમાર્થી યુવતી બીભત્સ કલીપ જોતા કોન્સ્ટેબલ લવડિયાએ ઠપકો આપ્યોં હતો. મહિલા તાલીમાર્થીએ તાલીમ ભવનના dyspને ખોટી ફરિયાદ કરી હતી. જેમ બાદ Dysp કાપડિયા અને પી.એસ.આઈ ખાચરેએ મહિલા કોન્સટેબલને માર માર્યો હતો. વંથલી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ફરિયાદ નોંધાઈ હતી.

  • 12 Aug 2023 10:44 PM (IST)

    ભારતે ચોથી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ

    એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચૈન્નઇમાં ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર થઇ હતી. ભારત ફાઇનલમાં જીત સાથે તેના ચોથા ખિતાબ માટે રમી રહ્યુ હતુ જ્યારે મલેશિયા પાસે તેના પ્રથમ ખિતાબની તક હતી. ભારતની આ પાંચમી ફાઇનલ હતી અને મલેશિયાની ટીમ તેની પ્રથમ ફાઇનલમાં રમી રહી હતી. ભારતે બીજા હાફમાં શાનદાર રમત સાથે જીત મેળવી હતી.

  • 12 Aug 2023 10:22 PM (IST)

    અમદાવાદના નરોડાથી ધનસુરા સ્ટેટ હાઈવે ફોર લાઈન થશે

    રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અરવલ્લીના માલપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં રહી 338.66 કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં નરોડા-ધનસુરા સ્ટેટ હાઈવેને ફોર લાઈન કરવા માટે ખાતમુર્હત કરાયુ હતુ.

  • 12 Aug 2023 10:16 PM (IST)

    અમદાવાદ વેજલપુર સબરજીસ્ટ્રાર દોઢ લાખની લાંચ કેસમાં વધુ રકમ મળી

    અમદાવાદ વેજલપુર સબરજીસ્ટ્રાર દોઢ લાખની લાંચ કેસમાં વધુ રકમ મળી છે. ACB ઘરે સર્ચ કરતા 58 લાખથી વધુની રોકડ મળી આવી છે. ACBએ આરોપી સબરજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાના ઘરે સર્ચ કર્યું. રોકડ રકમ સાથે દારૂની 12 બોટલો પણ મળી આવી. ACBએ પ્રોહીબિશન અંગે અલગથી ગુનો નોંધ્યો. ઘરેથી મળી આવેલ રોકડ સિવાય મિલકત અંગે ACB કરશે તપાસ

  • 12 Aug 2023 09:37 PM (IST)

    પાકિસ્તાનની સીમા પર પહોંચ્યા અમિત શાહ, સરહદના સેનિકોના જુસ્સામાં વધારો

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસના ગુજરતા પ્રવાસ છે. આ જે પહેલો દિવસ હતો. સરહદ પર શાહની હાજરીથી સેનાની શક્તિમાં વધારો થયો છે. કચ્છમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ભૂમિપુજન અને લોકાર્પણ થયું છે. જેની સીધી અસર આપણી સેનાની શક્તિ પર પડી છે. પાકિસ્તાન-ભારતની સીમા પર એક એવી જગ્યા છે કે, જેની સુરક્ષા કરવી ખુબજ જરૂરી છે, અને તે છે કચ્છનું હરામીનાળા જે જ્યાં પ્રોજેક્ટને પગલે સેનાની શક્તિમાં થશે વધારો.

  • 12 Aug 2023 07:59 PM (IST)

    ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

    ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગઈકાલે નવી બેંચની પોલીસ પરેડ બાદ કવિતાબેન ભટ્ટ ઘર પર પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. 28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના યુવતી કવિતાબેનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે.

  • 12 Aug 2023 07:51 PM (IST)

    જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ ઠલવાતા વિવાદ

    અત્યાર સુધી રમકડા, મોબાઇલ ફોન તેમજ ઇલેક્ટ્રોનિક્સ સહિતની અનેક વસ્તુઓના માર્કેટ પર ચીને કબ્જો જમાવ્યો હતો. પરંતુ હવે તમારા ભોજનની થાળીમાં પણ થયો છે ચાઇનીઝ એટેક અને ચીને હુમલો કરવા માટે ઉપયોગમાં લીધેલા હથિયારનું નામ છે. લસણ. ચાઇનીઝ લસણ એટ્લે કે ચીનથી આવેલું લસણ જામનગર માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયું અને વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

  • 12 Aug 2023 07:50 PM (IST)

    રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત વિરુદ્ધ બોલનારા મૌલવી કરાઈ અટકાયત, પોરબંદર પોલીસે કરી કાર્યવાહી

    પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપ્યા હતા અને જે ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. ઓડીયો ક્લીપ વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરતા અટકાયત કરી હતી. પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાએ રાષ્ટ્ર ધ્વજને સલામી ના આપવા અને રાષ્ટ્રગીતના કેટલાક શબ્દોને બોલવા અને વાંચવાને લઈ સલાહ આપી હતી. આમ મૌલવીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાને લઈ કાર્યવાહી કરાઈ છે.

  • 12 Aug 2023 07:49 PM (IST)

    પેરિસના એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    પેરિસમાં એફિલ ટાવરને (Eiffel Tower) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ ચાલુ છે.

  • 12 Aug 2023 05:53 PM (IST)

    Bhavnagar: ગાય સાથે અશ્લીલ કૃત્ય આચરતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ, હિન્દુ સંગઠનોમાં રોષ

    ભાવનગરના જેસર તાલુકામાં સામે આવેલી એક ઘટના સમાજને માટે શરમજનક છે. એક યુવક દ્વારા પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. યુવક સામે જેસર પોલીસે ફરીયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે. અબોલ ગાય સાથે શખ્શે અશ્લીલ કૃત્ય આચર્યુ છે. જેને લઈ સ્થાનિક આગેવાનોએ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી.

    હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો અને સંગઠનના આગેવાનોએ પોલીસને ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. દશેક દિવસથી હિન્દુ આગેવાનો અને સંગઠનો દ્વારા આ માટે સ્થાનિક જેસર પોલીસને રજૂઆત કરી હતી. બાદમાં પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. પોલીસે આરોપી શખ્સને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

  • 12 Aug 2023 05:16 PM (IST)

    પંચમહાલ: જિલ્લાની પંચામૃત ડેરી દ્વારા પશુપાલકોના હિતમા કરાયો નિર્ણય

    • દુધના કિલો ફેટ દીઠ 20 રૂપિયા ભાવ વધારો કરાયો
    • 800 રૂપિયા કિલો ફેટના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવતા હવે દુધના કિલો ફેટ દીઠ 820 ચૂકવવામાં આવશે
    • ભાવ વધારો 21 ઓગસ્ટથી અમલમાં આવશે
    • પંચમહાલ, મહીસાગર અને દાહોદના હજારો પશુ પાલકોને મળશે લાભ
  • 12 Aug 2023 04:34 PM (IST)

    કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ પહોચ્યા કોટેશ્વર

    • કોટેશ્વર BSF કેમ્પમાં ઉચ્ચ અધિકારી સાથે કરી બેઠક
    • બેઠક બાદ મુરિંગ પ્લેસનું ભૂમિ પૂજન તથા વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ
    • 297 કરોડના ગૃહમંત્રાલયના ખર્ચે મુરિંગ પ્લેસ બનવા જઇ રહ્યું છે
    • CPWD દ્વારા નિર્માણ કરવામાં આવશે
    • અત્યાર સુધી વોટર વેસલ્સના જનવણીમાં અનેક મુશ્કેલીઓ આવતી હતી
    • જે આ પ્રોજેકટના કારણે સરળ થઈ જશે
  • 12 Aug 2023 04:08 PM (IST)

    સુરત: માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી પડ્યા

    • ઉધના રેલવે સ્ટેશન પાસેની ઘટના
    • માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી પડ્યા
    • રેલવે તંત્ર થયું દોડતું
    • બે ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા
    • સેટિંગનું કામ ચાલી રહ્યું હતું
  • 12 Aug 2023 04:03 PM (IST)

    પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન બન્યા અનવર ઉલ હક

    અગાઉ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તાજેતરમાં રાજીનામું આપનારા વડા પ્રધાન શહેબાઝ શરીફ અને રાષ્ટ્રીય એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝને શનિવાર સુધીમાં કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂક માટેના નામ પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. બંને નેતાઓ અનવરના નામ પર સહમત થયા હતા.

  • 12 Aug 2023 03:32 PM (IST)

    નૂહ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 59 FIR દાખલ કરવામાં આવી

    નૂહ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 59 FIR નોંધવામાં આવી છે જ્યારે 221 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 31 જુલાઈના રોજ નૂહમાં હિન્દુ સંગઠન દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મારપીટ અને ગોળીબાર બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા જ્યારે સેંકડો ઘાયલ થયા હતા.

  • 12 Aug 2023 03:26 PM (IST)

    પાલનપુર શહેરના વિકાસના નકશાને લઇ શરૂ થયો વિવાદ! વાંધા રજૂ કરાયા

    પાલનપુર શહેરના વિકાસ માટે નવો નક્શો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે થઈને આગામી 20 વર્ષનુ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. પરંતુ તૈયાર કરવામાં આવેલો નક્શો વિવાદે ચડ્યો છે. નગરપાલિકા અને પાલનપુર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ નક્શાને લઈ વિવાદ શરુ થયો છે. આ માટે 140 જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. વાંધાઓને રજૂ કરીને વિકાસને ઝડપી અને નક્શામાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

    મુખ્ય મથક પાલનપુર શહેરની સુવિધાઓને જોઈને આ નવો નક્શો તૈયાર કરવામાં આવ્યો નથી એવો આક્ષેપ થવા લાગ્યો છે. 10ને બદલે 20 વર્ષના વિકાસની રુપરેખા તૈયાર કરીને નક્શો તૈયાર કરવામાં આવ્યો છે. નિયમાનુસાર આ પ્લાનીંગ 10 વર્ષ મુજબ હોય તેના બદલે 20 વર્ષ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગટર અને ફાયર જેવી મહત્વની સુવિધાઓને લઈ યોગ્ય નહીં હોવાના સવાલો થઈ રહ્યા છે. રસ્તાઓ પણ નવા સાંકડા દર્શાવ્યા છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા ઘટવાને લઈ વધી જશે. વર્ષ 2005માં આ નક્શાને તૈયારીની મંજૂરી અપાઈ હતી, જે 2015 સુધી માટે હતી. જેના બદલે હવે 2043 સુધી આ નક્શા મુજબ વિકાસની ગતિ ચાલશે.

  • 12 Aug 2023 02:29 PM (IST)

    અમરેલી જિલ્લામાં 1 મહિના દરમિયાન 10 સિંહોના મોત

    • ધારી ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં 12 વર્ષના સિંહનું કુદરતી રીતે મોત
    • બગસરના હામાપુર ગામમાં સિંહણનો મૃતદેહ મળ્યો
    • જાફરાબાદના નાગેશ્રી નજીક સિંહબાળનો મૃતદેહ મળ્યો
    • સાવરકુંડલાના હાથસણી નજીક સિંહનો કુવામાંથી મૃતદેહ બહાર કઢાયો
    • સાવરકુંડલા રેન્જમાં બોરાળા ફાટક નજીક સિંહબાળ ટ્રેન હડફેટે મોત
    • રાજુલાના પીપાવાવ રેલવે ટ્રેક પર 2 સિંહો ટ્રેન હડફેટે મોત
    • ખાંભા રેન્જમાં 3 સિંહબાળનો મૃતદેહ મળ્યા
  • 12 Aug 2023 02:07 PM (IST)

    પોરબંદર: રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત મામલે મૌલવીની કરાઇ અટકાયત

    • રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત મામલે મૌલવીની કરાઇ અટકાયત, પોલીસ તપાસ તેજ બની
    • નગીના મસ્જિદના મૌલવી વાસીદ રઝાને કરાયો રાઉન્ડઅપ
    • સોશિયલ મીડિયામાં બે ઓડિયો કલીપ થઇ વાયરલ
    • વાયરલ ઓડિયોને લઇ પોલીસે હાથ ધરી હતી તપાસ
    • અજીમ યુનુસ કાદરીએ આ ઓડિયો કલીપ બાબતે ફરિયાદ નોંધાવી
    • નગીના મસ્જિદના મૌલવી દ્વારા બહારે સરિયત નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું
    • ગત જાન્યુઆરીમાં બે યુવકએ આ ગ્રૂપમાં પુછ્યા પ્રશ્નો
    • રાષ્ટ્ધ્વજ ફરકાવવો કે નહિ, રાષ્ટ્ગીત ગાવું જોઈએ કે નહિ જેવા પ્રશ્નો પૂછ્યા
    • મૌલવીએ બન્ને યુવકના પ્રશ્નોના જવાબ આપ્યા
    • રાષ્ટ્રગીતમાં જય હો,જય હો, અને ભારત ભાગ્ય વિધાતા શબ્દ આવતા હોવાથી મુસ્લિમોએ રાષ્ટ્ગાન ન કરવું જોઇએ
    • મુસ્લિમોએ રાષ્ટ્રીયધ્વજ ફરકાવો જોઈએ પણ રાષ્ટ્રીયધ્વજને સલામી આપવી નહીં જેવા જવાબો આપ્યા
    • મૌલવી વસિફ રજા સામે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઇ
    • ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 હેઠળ મૌલવી સામે ફરિયાદ નોંધાઇ
  • 12 Aug 2023 01:57 PM (IST)

    નવી દિલ્હી: ડુંગળીના ભાવને અંકુશમાં લેવાનો પ્રયાસ

    • સરકાર ઈ-કોમર્સ દ્વારા વાજબી ભાવે ડુંગળી વેચશે
    • ડુંગળીના ભાવને અંકુશમાં લેવાનો પ્રયાસ
    • કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવાનું શરૂ કર્યું
    • આ વર્ષે કેન્દ્ર સરકારે 3 લાખ ટન ડુંગળી વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે
    • જે રાજ્યોમાં ડુંગળીના ભાવ વધ્યા છે ત્યાં સરકાર ઈ-કોમર્સ દ્વારા ડુંગળીનું વેચાણ કરશે
  • 12 Aug 2023 01:45 PM (IST)

    અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે 12 ઓગસ્ટે આ રાજ્યોમાં 115.6 થી 204.4 મીમી સુધી ભારે વરસાદની સંભાવના છે.

  • 12 Aug 2023 01:16 PM (IST)

    ગુજરાતી મૃતકોના શબ ગુજરાત લાવવા માટે કવાયત હાથ ધરી

    ઉત્તરાખંડના કેદારનાથ રાજમાર્ગ ઉપર તરસાલી પાસે થયેલા ભુસ્ખલનના લીધે 4 ગુજરાતીઓ સહિત કુલ 5 વ્યક્તિઓના મૃત્યુના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી  @AmitShah એ જાણ થતાં જ ઉત્તરાખંડ રાજ્ય સરકારના સહયોગથી તેઓએ તુરંત પગલાં લઈ, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતી મૃતકોના શબ ગુજરાત લાવવા માટે કવાયત હાથ ધરી. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ tweet કરી આપી માહિતી.

  • 12 Aug 2023 01:14 PM (IST)

    ગીર સોમનાથ: સોમનાથ સુરક્ષાના મહિલા PSI સરોજબેન વાવૈયા સસ્પેન્ડ

    • ગીર સોમનાથ: સોમનાથ સુરક્ષાના મહિલા PSI સરોજબેન વાવૈયા સસ્પેન્ડ
    • જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કર્યા સસ્પેન્ડ
    • જુનાગઢના પાદરિયા ગામે થોડા દિવસ પહેલા જુગાર રમતા ઝડપાયેલા
    • જુનાગઢ LCB એ જુગારના અડ્ડા પર પાડ્યા હતા દરોડા.
    • સોમનાથ મંદિર સુરક્ષામાં બે વર્ષથી ફરજ બજાવતા
  • 12 Aug 2023 01:05 PM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીધામમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કર્યુ ભૂમિપૂજન

    Kutch :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે છે. તેઓ ગાંધીધામ પહોંચ્યા છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.

  • 12 Aug 2023 12:31 PM (IST)

    દિલ્હી સર્વિસ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી

    દિલ્હી સર્વિસ બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આજે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાંથી ધ્વાનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદો ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) એક્ટ, 2023 તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિએ ડેટા પ્રોટેક્શન બિલને પણ મંજૂરી આપી દીધી છે અને તે કાયદો બની ગયો છે.

  • 12 Aug 2023 12:08 PM (IST)

    અમદાવાદ: મનપાના આસી.એન્જિનિયર અતુલ પટેલની ધરપકડ

    • વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે વધુ એકની ધરપકડ
    • અમદાવાદ મનપાના આસી.એન્જિનિયર અતુલ પટેલની ધરપકડ
    • અતુલ પટેલને કોર્ટમાં હાજર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
    • બ્રીજની તપાસ મામલે ખોખરા પોલીસની ધીમી કામગીરી
    • પોલીસ દ્વારા સમય જતા કામગીરી પર બ્રેક લાગી
    • ફરિયાદ નોંધાયાની શરૂઆતમાં પોલીસે તપાસ તેજ કરી પણ સમય જતાં તપાસમાં બ્રેક લાગી
    • Amc નાં કર્મચારીઓની તપાસ, પૂછપરછ અને ધરપકડ પર પોલીસની કામગીરી શંકાના દાયરામાં
  • 12 Aug 2023 11:39 AM (IST)

    અમિત શાહ પહોંચ્યા ગાંધીધામ

    અમિત શાહ પહોંચ્યા ગાંધીધામ, કંડલા ઈક્ફોના નેનો DAP પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન

  • 12 Aug 2023 11:25 AM (IST)

    ભારતમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની કડક નીતિ – પીએમ મોદી

    કોલકાતામાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં એક વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું, “ભારત ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની કડક નીતિ ધરાવે છે.”

  • 12 Aug 2023 11:24 AM (IST)

    અયોધ્યા કેન્ટ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનું નવું નામ અયોધ્યા એક્સપ્રેસ- રેલવે

    રેલવે મંત્રાલયે દિલ્હીથી અયોધ્યા જતી 14205 અયોધ્યા કેન્ટ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનું નામ બદલી નાખ્યું છે. રેલવેએ જણાવ્યું કે હવે આ ટ્રેનનું નામ બદલીને અયોધ્યા એક્સપ્રેસ કરવામાં આવ્યું છે.

  • 12 Aug 2023 10:31 AM (IST)

    બગોદરા પાસે થયેલા ગોઝારા અક્સમાતમાં વધુ એકનું મોત, મોતનો આંકડો 12 પર પહોંચ્યો

    1. બગોદરા પાસે થયેલા ગોઝારા અક્સમાતમાં વધુ એકનું મોત
    2. અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન વધુ એક મહિલાનું મોત
    3. મોતનો આંકડો 12 પર પહોંચ્યો
  • 12 Aug 2023 10:23 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂજની જેલ અને BSF બોર્ડરની મુલાકાત લેશે, સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

    Kutch : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  આજથી ફરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે (Gujarat Visit) છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગુજરાતના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. દિલ્હીથી સીધા કચ્છ પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કોટેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યાર બાદ સરહદી વિસ્તારોનું (Border Visit) નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

  • 12 Aug 2023 09:59 AM (IST)

    રૂદ્રપ્રયાગના કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન !, 3 ગુજરાતી સહિત 5ના મોત

    ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રસ્તો ખોલ્યા બાદ થયો હતો. રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું છે કે અહીં કાટમાળની અંદર એક વાહન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે. તેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માત કેદારનાથ યાત્રા રૂટના ફાટા વિસ્તારના તરસાલીમાં થયો હતો. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર ભૂસ્ખલ થતા લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી જે પાંચ લોકોના કરુણ મોત થયા છે, તેમાં ત્રણ ગુજરાતના છે અને એક હરિદ્વારનો ભક્ત છે, પોલીસે કહ્યું છે કે કારમાં સવાર પાંચમા વ્યક્તિની ઓળખ થઈ રહી છે. .

  • 12 Aug 2023 09:46 AM (IST)

    આસામમાં પૂરથી 27000 લોકો પ્રભાવિત

    આસામમાં પૂરની સ્થિતિ ફરી વણસી છે. છ જિલ્લાઓમાં લગભગ 27,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ આ જાણકારી આપી છે.

  • 12 Aug 2023 09:36 AM (IST)

    પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદ પર આવ્યું, BSFએ કર્યો ગોળીબાર

    ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. બીએસએફ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. બીએસએફના જવાનો અને પોલીસ સંયુક્ત રીતે આ વિસ્તારમાં સર્ચ કરી રહ્યા છે. બીએસએફ જવાનોએ મોડી રાત્રે ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીઓપી ન્યૂ સુંદરગઢ ખાતે ડ્રોનની હિલચાલ સાંભળી હતી. આ દરમિયાન જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું અને ડ્રોન પાછું ગયું. બીએસએફ જવાનો અને પોલીસે સંયુક્ત રીતે વિસ્તારની શોધખોળ કરી હતી. એવું લાગે છે કે ડ્રોને કોઈ માદક દ્રવ્ય કે વાંધાજનક વસ્તુ છોડી નથી.

  • 12 Aug 2023 09:06 AM (IST)

    સુરત: ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા-વાન સામે બાળ અધિકાર આયોગની લાલ આંખ, RTOએ રૂપિયા 6 લાખનો દંડ ફટકરાયો

    1. સુરત: બાળ અધિકાર આયોગની લાલ આંખ
    2. ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા-વાન સામે લાલ આંખ
    3. આરટીઓ દ્વારા રૂપિયા 6 લાખનો દંડ ફટકરાયો
    4. રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને ફરિયાદ મળતાં તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો
    5. કલેકટરે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા માટે આદેશ કર્યો હતો
  • 12 Aug 2023 08:55 AM (IST)

    વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, સાગર જિલ્લામાં સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત સ્મારકનો કરશે શિલાન્યાસ

    વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત સ્મારકનો શિલાન્યાસ કરશે. આ સ્મારકનું નિર્માણ રૂ. 100 કરોડથી વધુના ખર્ચે થવાનું છે અને તેમાં મ્યુઝિયમ, પુસ્તકાલય અને તેને અનુરૂપ ઓડિટોરિયમ હશે.

  • 12 Aug 2023 08:39 AM (IST)

    Kheda : સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ હિબકે ચડ્યુ,

    ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના 6 લોકોની અર્થી ઉઠી હતી. એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ હિબકે ચડ્યું છે. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સુણદા ગામમાં એક અજબ પ્રકારની ગમગીની છવાઈ ગઈ છે. જેની ક્યારેય કોઈ કલ્પના પણ ન થઈ શકે. એકસાથે આટલા બધા લોકોનાં મોતથી કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

    મહત્વનું છે કે બાવળામાં થયેલા ગોઝારા અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા હતા. જેમાં સુણદા ગામના 6 સ્વજનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દુર્ઘટનાથી ગામ પર આભ તૂટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. એક જ પરિવારમાં 6ના મોતથી સમગ્ર ગામમાં સોંપો પડી ગયો છે. ગામના રસ્તાઓ સૂમસામ ભાસે છે. સ્વજન ગુમાવનાર પરિવારની સાથે સમગ્ર ગ્રામજનો શોકમાં છે. મૃતકોના ઘરમાં આક્રંદ છવાયો છે.

  • 12 Aug 2023 07:49 AM (IST)

    અનુરાગ ઠાકુરે મણિપુર મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું ‘દેશ તમારો ઈતિહાસ ભૂલી શકતો નથી’

    Manipur Violence: મણિપુર હિંસા અંગે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે મણિપુર મુદ્દે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પડયા બાદ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન નોર્થ ભારત માત્ર બોમ્બ, બંધ અને બ્લાસ્ટ માટે જાણીતું હતું. કોંગ્રેસનો પંજો પૂર્વોત્તરના હજારો લોકોના લોહીથી રંગાયેલો છે.

    મણિપુર હિંસા પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે 1962માં પંડિત નેહરુએ આસામને તો ટાટા-બાય-બાય કહ્યું હતું. ‘માય હાર્ટ ગોજ આઉટ ટુ આસામ, ટુ ધ પીપલ ઓફ આસામ’ કહી દીધું હતુ. તમે તો તે સમયે છોડી દીધા હતા. તમારો એક ટુકડો જતો રહે તો પણ તમને કોઈ ફરક પડતો નથી. અક્સાઈ ચીનનો વિસ્તાર જતો રહ્યો તો પણ તમને કોઈ ફરક ન પડ્યો.

  • 12 Aug 2023 07:24 AM (IST)

    Nuh: નૂહમાં ફરી નીકળશે યાત્રા, VHP-બજરંગ દળે નક્કી કરી તારીખ!, અગાઉ થઈ હતી હિંસા

    Hariyana: હિન્દુ સંગઠનોએ હરિયાણાના નૂહમાં (Nuh) ફરી એકવાર બ્રજ મંડળ યાત્રા કાઢવા માટે 28 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. પરંતુ આ તારીખનો અંતિમ નિર્ણય 13 ઓગસ્ટે નૂહ અને પલવલ વચ્ચે પોંડરી ગામમાં યોજાનારી હિન્દુ મહાપંચાયતમાં જનતાની વચ્ચે બેસીને લેવામાં આવશે. હિન્દુ સંગઠનોની બેઠકમાં સામેલ ઘણા નેતાઓએ 28મી ઓગસ્ટની તારીખને લઈને અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષને કન્ફર્મેશન આપ્યું છે.

  • 12 Aug 2023 06:51 AM (IST)

    વડોદરાના કારેલીબાગમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જયો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

    રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી. જો કે સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિની માહિતી મળી નથી. આ સાથે જ  અમદાવાદ પાસિંગની ટેક્સી કારની અંદર પોલીસ હાઉસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી છે. કારની આગળ પાછળ ગુજરાત પોલીસનો લોગો અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું લખાણ જોવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક અક્રમ સિંધી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો દખલ કરી ધરપકડ કરી છે. આ ઉપરાંત નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવવાનો કાર ચાલક પર આરોપ

  • 12 Aug 2023 06:21 AM (IST)

    હવાઈના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 67 લોકોના મોત

    અમેરિકાના હવાઈ ટાપુઓમાં જંગલમાં લાગેલી આગથી ભયંકર તબાહી મચી ગઈ છે. આમાં મૃત્યુઆંક વધીને 67 થયો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને હવાઈને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે.

Published On - Aug 12,2023 6:21 AM

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">