Kutch Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂજની જેલ અને BSF બોર્ડરની મુલાકાત લેશે, સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગુજરાતના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ જાહેરસભાઓને પણ સંબોધિત કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 10:15 AM

Kutch : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  આજથી ફરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે (Gujarat Visit) છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગુજરાતના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. દિલ્હીથી સીધા કચ્છ પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કોટેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યાર બાદ સરહદી વિસ્તારોનું (Border Visit) નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

આ પણ વાંચો-Ahmedabad Video : કર કપાતના દસ્તાવેજોમાં વિસંગતતાને લઇને 80 હજાર કરદાતાઓને નોટિસ ! ઓનલાઇન આપવો પડશે જવાબ

આજે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ સવારે 10-30 વાગ્યે IFFCO કંડલા ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેઓ કોટેશ્વર ખાતે BSFની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. બપોરે 3 વાગ્યે અમિત શાહ હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. સાંજે 6 વાગ્યે તેઓ ભૂજની જેલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન @75 કાર્યક્રમમાં જેલના કેદીઓ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે રવિવારે તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">