Kheda : નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી મળ્યા 19 ગાંજાના છોડ, SOGની રેડ પહેલા જ ખેડૂત ફરાર, જૂઓ Video
નડિયાદ (Nadiad) તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે
Kheda : ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી ગાંજાના છોડ (Ganja plant) મળવાનો સીલસીલો યથાવત છે. નડિયાદ (Nadiad) તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે. ખેડા SOG (Kheda SOG) પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડા SOGએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 19 છોડ મળી આવ્યા છે. કુલ SOG પોલીસે કુલ 1 લાખ 32 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં 1985ની કલમ 8 પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
