AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Violence : નૂહ હિંસામાં સામે આવ્યુ રોહિંગ્યા કનેક્શન ! પથ્થરબાજીમાં સામેલ હોવાનો પોલીસની કાર્યવાહીમાં મોટો ખુલાસો

નૂહ હિંસા સંબંધિત મામલામાં અહીં રહેતા રોહિંગ્યાઓ પર કાર્યવાહી અને ધરપકડના અહેવાલો છે. નુહ જિલ્લામાં પોલીસે કેટલાય રોહિંગ્યા લોકોની અટકાયત કરી છે, જેમના પર ગેરકાયદે કબજો કરવાનો અને બાદમાં હિંસામાં ગેરકાયદે પચાવી પાડેલ જમીનનો ઉપયોગ કરવાનો આરોપ છે.

Haryana Violence : નૂહ હિંસામાં સામે આવ્યુ રોહિંગ્યા કનેક્શન ! પથ્થરબાજીમાં સામેલ હોવાનો પોલીસની કાર્યવાહીમાં મોટો ખુલાસો
Rohingya connection In Nuh violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 2:04 PM
Share

Haryana : હરિયાણાના નૂહમાં હિંસા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને વહીવટીતંત્ર હવે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. હોટેલો, મકાનો, શંકાસ્પદ લોકોની ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે, આ દરમિયાન હિંસા સંબંધિત મામલામાં અહીં રહેતા રોહિંગ્યાઓ પર કાર્યવાહી અને ધરપકડના અહેવાલો છે. નુહ જિલ્લામાં પોલીસે કેટલાય રોહિંગ્યા લોકોની અટકાયત કરી છે, જેમના પર ગેરકાયદે કબજો કરવાનો અને બાદમાં હિંસામાં આ જમીનનો ઉપયોગ કરવાનો આરોપ છે.

નૂહ હિંસામાં રોહિંગ્યા કનેક્શન !

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર અતિક્રમણ કર્યું હતું ત્યારબાદ ગેરકાયદે બાંધકામને હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા રોહિંગ્યા એવા હતા જેમણે પથ્થરમારો કર્યો હતો અને 31 જુલાઈની હિંસામાં ભીડનો ભાગ બન્યા હતા. નુહના એસપીના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ પુરાવા મળ્યા છે, જેના આધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હિંસા બાદ તંત્ર અલર્ટ

પોલીસની આ કાર્યવાહીને કારણે આ વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. રોહિંગ્યા હ્યુમન રાઈટ્સ ઈનિશિએટિવ એનજીઓ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે અહીં રહેતા તમામ રોહિંગ્યા રોજીરોટીનું કામ કરે છે. અચાનક પોલીસ દ્વારા હિંસામાં 17 રોહિંગ્યા સામેલ હોવાનું કહેવાય છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, આ સિવાય ઘણી ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે વર્ષ 2017 માં મ્યાનમારમાં હિંસા દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ નાગરિકો આસપાસના દેશોમાં આવ્યા હતા, આ દરમિયાન ઘણા રોહિંગ્યા શરણાર્થીઓ પણ ભારતમાં પ્રવેશ્યા હતા. યુએનના આંકડા અનુસાર, ભારતમાં લગભગ 16 હજાર રોહિંગ્યા રહે છે જ્યારે સરકારનું કહેવું છે કે આ સંખ્યા 40 થી 50 હજારની નજીક છે.

31 જુલાઈના રોજ નૂહમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે ધાર્મિક સરઘસ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેણે હિંસાનું સ્વરૂપ લીધું હતું. નૂહથી શરૂ થઈને આજુબાજુના જિલ્લાઓમાં પહોંચ્યું અને તેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. હરિયાણા પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 150 ધરપકડ કરી છે, જ્યારે 50 થી વધુ FIR પણ નોંધવામાં આવી છે. હવે નુહમાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યાં 8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સ્થગિત કરવામાં આવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">