BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર, PMએ કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે’ જુઓ- VIDEO

પીએમ મોદીના સંસદમાં ભાષણનો એક ભાગ પણ જોડવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીનું ભાષણ બતાવવામાં આવ્યું છે જેમાં તેઓ કોંગ્રેસ પર ટોણો મારતા જોવા મળી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ લૂંટની દુકાન છે

BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર, PMએ કહ્યું- 'મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે' જુઓ- VIDEO
counterattack of bjp on congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 3:18 PM

‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પરિવારવાદની નીતિ, તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને દેશના વિભાજન જેવા અન્ય ઘણા કાર્યોની મજાક લેતા સરકારે આ વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધી તેમના સંબોધનમાં ઘણી વખત મોહબ્બતકી દુકાનનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ વીડિયોને તેના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે.

પ્રેમ દિલમાં રહે છે દુકાનમાં નહી

સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા આ વીડિયોમાં પીએમ મોદીના સંસદમાં ભાષણનો એક ભાગ પણ જોડવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીનું ભાષણ બતાવવામાં આવ્યું છે જેમાં તેઓ કોંગ્રેસ પર ટોણો મારતા જોવા મળી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ લૂંટની દુકાન છે, નફરત છે તેમાં કૌભાંડો છે તેમજ તેમનુ મન પણ કાળું છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ પીએમ પર પ્રહાર કર્યા હતા કે વર્તમાન સરકાર દેશમાં માત્ર નફરત ફેલાવી રહી છે. આ સંદર્ભમાં ભાજપે આ વીડિયો જાહેર કર્યો છે.

Jeet Adani Wedding: શું છે શાંતિગ્રામ ? જ્યાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના થયા લગ્ન ?
ભારતનું એક માત્ર રાજ્ય જેનાથી અંગ્રેજો પણ ગભરાતા, નહીં બનાવી શક્યા ગુલામ
IPS ને કોણ કરી શકે છે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
શું તમને પણ છે કાચું પનીર ખાવાની આદત ?
ઓફિસોમાં કેમ હોય છે પૈડા વાળી ખુરશી? આ નહીં જાણતા હોવ તમે
બીચ પર ઈન્ટિમેટ થયા પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા ! વાયરલ થયા ફોટો

ભાજપે ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે, “પ્રેમ દુકાનમાં નહીં, દિલમાં રહે છે. અને પ્રેમ કમાવવો પડે છે, તે ક્યાંય વેચાતું નથી. એ દુકાનમાં નહીં, દિલમાં વસે છે. આ સિવાય તેમણે વીડિયો દ્વારા સરકારની ઘણી ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. કલમ 370 હટાવવા, દરેક ઘરમાં સિલિન્ડર પહોંચાડવા, આત્મનિર્ભર ભારત અને ચંદ્રયાન મિશન જેવી સિદ્ધિઓ આ વીડિયો દ્વારા બતાવવામાં આવી છે.

વિપક્ષી ગઠબંધન પર PMએ તેમના ભાષણમાં કર્યા પ્રહાર

ગુરુવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત ગઠબંધન નથી પરંતુ ઘમંડી ગઠબંધન છે. દરેક વ્યક્તિ આમાં પીએમ બનવા માંગે છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા PMએ કહ્યું કે, “તેમનો મોદી પ્રત્યેનો પ્રેમ એટલો છે કે મોદી ઊંઘમાં પણ સપનામાં આવે છે”. તમને જણાવી દઈએ કે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">