Breaking News: સ્ટેટ GST વિભાગના 53 સ્થળોએ દરોડા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ

State GST Raid: સ્ટેટ GST વિભાગે રાજ્યમાં 53 સ્થળોએ દરોડા કર્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરાઈ છે.

Breaking News: સ્ટેટ GST વિભાગના 53 સ્થળોએ દરોડા, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 8:20 PM

State GST Raid: સ્ટેટ GST વિભાગે રાજ્યમાં 53 સ્થળોએ દરોડા કર્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરાઈ છે. ઇમિગ્રેશન પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈને પૂરી રકમની રિસિપ્ટ નથી આપતી. રોકડમાં મેળવેલી રકમ ચોપડે નહીં દર્શાવી કરચોરી થતી હોવાનો ખુલાસો થયો છે. ઇમિગ્રેશન પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે..આવી પેઢીઓ ફોરેન યુનિવર્સિટી દ્વારા મોટી રકમનું કમિશન પણ મેળવે છે. IELTS જેવી પરીક્ષાઓ માટે ઈમિગ્રેશન પેઢીઓ દ્વારા કોચિંગ પણ અપાય છે.

ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ વિદ્યાર્થીઓને પુરી રકમની રિસિપ્ટ આપતી નથી

સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સિસ્ટમ બેઝ્ડ એનાલિસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે GST વિભાગને ધ્યાને આવ્યુ કે ઈમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ILTS જેવી પરીક્ષા માટે કોચીંગ આપવામાં આવતુ હોય છે. આ કોચીંગ માટે સેવા આપનાર પેઢીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે. પરંતુ વસુલવામાં આવતી પુરી રકમની રિસિપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી.

આવી પેઢીઓને ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા મોટી રકમનું કમિશન પણ મળતુ હોય છે.  આ રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહીં દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. રાજ્યભરની આવી ઈમિગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા સાથે સંકળાયેલી કુલ 22 પેઢીઓના 53 સ્થળોએ રાજ્યભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જિલ્લાવાર તપાસ હેઠળના સ્થળોની વિગત

જિલ્લો                                  તપાસ હેઠળના સ્થળોની સંખ્યા અમદાવાદ                                16 મહેસાણા                                  02 વડોદરા                                     24 સુરત                                         06 રાજકોટ                                    05 કુલ                                            53

ઈમીગ્રેશનને લગતી સેવાઓ અને મળેલ ફીની રિસિપ્ટના હિસાબી વ્યવહારો પર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઈ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પ્રાથમિક ચકાસણીમાં બિન હિસાબી રોકડ વ્યવહારોની વિગતો મળી આવી છે.

Input Credit- Sachin Patil- Ahmedabad

આ પણ વાંચો: Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">