11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરામાં વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર, 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2024 | 9:13 AM

આજે 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરામાં વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર, 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ

LIVE NEWS & UPDATES

  • 11 Oct 2024 02:43 PM (IST)

    નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર

    નોર્વેની નોબેલ કમિટીએ 2024 માટે જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ શાંતિ પુરસ્કાર હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ ધડાકામાં બચી ગયેલા લોકોની આ ચળવળને એનાયત કરવામાં આવ્યો હતો. જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવા માટેના તેમના પ્રયત્નો અને સાક્ષી છે.

  • 11 Oct 2024 02:41 PM (IST)

    વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

    હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે, ડિપ ડિપ્રેશનને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વરસાદ વરસશે. દક્ષિણ સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં 50 MM કરતા વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર, અમરેલીના ગ્રામ્ય વિસ્તાર, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ રહેવાની સંભાવના છે. રાજકોટ, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

  • 11 Oct 2024 02:33 PM (IST)

    વડોદરાઃ વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર

    વડોદરાઃ વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર બની છે. ધો. 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે વિધર્મીએ દુષ્કર્મ આચર્યું. વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વાજીદશા દિવાનની ધરપકડ કરી છે.

  • 11 Oct 2024 01:58 PM (IST)

    અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરામાંથી નિકળી ઈયળ

    અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરામાંથી ઈયળ નિકળીૉ. ગ્રાહકે સી.જી રોડ બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા. નાના બાળકને ખાવા આપેલા ખાખરામાંથી ઈયળ નીકળી. ખાખરામાંથી ઈયળ નીકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો.

  • 11 Oct 2024 12:52 PM (IST)

    રાજકોટ: વ્યંઢળે જાહેરમાં દાદાગીરી કરી કર્યો તમાશો

    રાજકોટ: વ્યંઢળે જાહેરમાં દાદાગીરી કરી તમાશો કર્યો. ત્રિકોણબાગ નજીક ચાની લારીએ વ્યંઢળે ધમાલ મચાવી હતી. વેપારીએ હાથ પકડ્યો હોવાનો આરોપ લગાવી બબાલ કરી હતી. વ્યંઢળે જાહેરમાં અર્ધનગ્ન થઇ બેફામ રીતે દાદાગીરી કરી હતી. હોમગાર્ડના જવાનોએ વ્યંઢળને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હોટલ પર જાહેરમાં ધમાલ મચાવતા લોકોના ટોળા ભેગા થયાં હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

  • 11 Oct 2024 12:41 PM (IST)

    વડોદરા: ગોત્રી વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ

    વડોદરા: ગોત્રી વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઇ છે. ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકી નજીક મારામારી થઇ. માતાજીના જવારા પધરાવવા જતી વખતે માથાકૂટ થઇ હતી. જાહેરમાં મારામારી થતાં લોકોના ટોળા એકઠા થયા હતા.

  • 11 Oct 2024 11:32 AM (IST)

    મહેસાણા: મા ઉમિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો

    મહેસાણા: મા ઉમિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો છે. ઊંઝા ઉમિયાધામ ખાતે માતાજીને મુગટની ભેટ આપવામાં આવી છે. સોના-હીરા જડિત 32 લાખ કરતા વધુ કિંમતનો મુગટ છે. અંદાજિત 403 ગ્રામનો મુગટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે. મા ઉમિયાના ભક્તે માતાજીને મુગટ અર્પણ કર્યો.

  • 11 Oct 2024 10:28 AM (IST)

    સુરત: દીવાળી નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં

    સુરત: દીવાળી નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં છે. શહેરના 8 ઝોનમાં ફરસાણની દુકાનમાં ટીમે ચેકિંગ કર્યુ. ફાફડા અને જલેબીના નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે. લોકો આરોગી જશે એ બાદ નમૂનાઓનો રિપોર્ટ આવશે.

  • 11 Oct 2024 10:02 AM (IST)

    વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

    વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે.

  • 11 Oct 2024 08:35 AM (IST)

    સુરેન્દ્રનગરઃ 30 લોકોને ખોરાકી ઝેરની અસર

    સુરેન્દ્રનગરઃ 30 લોકોને ખોરાકી ઝેરની અસર થઇ છે. પ્રસાદ આરોગ્યા બાદ 30 લોકોની તબિયત લથડી હતી. સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં આ ઘટના બની છે. દર્દીઓ જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે ગામની મુલાકાત લીધી. પ્રસાદના નમૂના લેવામાં આવ્યા છે.

  • 11 Oct 2024 07:32 AM (IST)

    મહીસાગરઃ વધુ એક લાંચિયો આવ્યો ACBના સકંજામાં

    મહીસાગરઃ વધુ એક લાંચિયો ACBના સકંજામાં આવ્યો છે. સંતરામપુર બેંક ઓફ બરોડાનો મેનેજર ઝડપાયો છે. મહેન્દ્રકુમાર જાદવ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે. પેન્શન યોજના પર લોન મંજૂર કરવા લાંચ માગી હતી.

  • 11 Oct 2024 07:31 AM (IST)

    દુષ્કર્મનો એક આરોપી મોતને ભેટ્યો

    પોલીસ દુષ્કર્મના બે આરોપી પકડ્યા હતા.  જેમાંથી જે જીવે છે, તે આરોપીનું નામ છે મુન્ના. જો કે આ મુન્નાની સ્થિતિ પણ ખરાબ છે. આમ તો બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હતા. પરંતુ એકનું તો મોત થઈ ગયું. ત્યારે વધેલા એક આરોપી મુન્ના પાસવાનને પોલીસે સુરત કોર્ટમાં રજૂ કર્યો. જો કે, તે પોતાના પગે ચાલી શકે તેવી સ્થિતિ છે જ નહીં.

નવરાત્રિના અંતિમ દિવસે રાજ્યમાં વરસાદ મજા બગાડશે. અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. આ સિવાય અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. લાંચિયા કર્મચારી સામે ACBએ સપાટો બોલાવ્યો છે, અમદાવાદમાં પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. તો મહીસાગરમાં લાંચિયો બેંક મેનેજર સકંજામાં છે.  સુરતના માંગરોળ ગેંગરેપના આરોપીનું શ્વાસમાં તકલીફ બાદ મોત થયુ છે. તો બીજા આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવાની કવાયત તેજ થઇ છે, આજે ઇન્ડી ગઠબંધન પ્રતિનિધિ મંડળ LG સાથે  મુલાકાત કરશે. સરકાર રચવાનો દાવો રજૂ કરશે. દિલ્લીમાં ફરી નશાના નેટવર્કનો પર્દાફાશ. દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 200 કિલો કોકેઈન જપ્ત કર્યુ. 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડાની ધમરોળ્યું.  4 લોકોના મોત થયા છે. 30 લાખથી પણ વધુ ઘરોમાં વીજળી ડૂલ છે.

Published On - Oct 11,2024 7:28 AM

Follow Us:
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">