10 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગુજરાત હાઇકોર્ટના ચાર ન્યાયાધીશની અન્ય કોર્ટમાં ભલામણ
Gujarat Live Updates : આજ 10 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 10 ઓગસ્ટને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
પુણેમાં શંકાસ્પદ સામાન સાથે બેની અટકાયત, પોલીસે તપાસ હાથ ધરી
પુણે પોલીસે ગુપ્ત માહિતીના આધારે બે શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. તેમની પાસેથી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાતી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. પોલીસે બંને યુવકોની પૂછપરછ હાથ ધરી છે.
-
ગુજરાત હાઇકોર્ટના ચાર ન્યાયાધીશની અન્ય કોર્ટમાં ભલામણ
સુપ્રીમ કોર્ટની કોલેજીયમની મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટના ચાર ન્યાયાધીશની અન્ય કોર્ટમાં ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ હેમંત પ્રચ્છક, એ. વાય. કોગજે, સમીર દવે અને ગીતા ગોપીનાં નામની અન્ય હાઇકોર્ટમાં ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ સી.માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટ માટે કરાઇ ભલામણ
-
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. પીએમ સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ જી સ્મારક સ્થળ પર ભૂમિપૂજન કરશે. આ સાથે પ્રધાનમંત્રી 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનાર રવિદાસ જી સ્મારકનો શિલાન્યાસ કરશે. PM મોદી 1580 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર બે રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
-
11 ઓગસ્ટથી નૂહમાં શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે, બસ સેવાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે
કલેક્ટર ધીરેન્દ્ર ખરગટાએ આજે જિલ્લા નૂહમાં કલમ 144 હેઠળ નવા આદેશો બહાર પાડ્યા છે. આ આદેશો આગામી સૂચના સુધી લાગુ રહેશે. 11 ઓગસ્ટથી જિલ્લા નૂહમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. હરિયાણા રાજ્ય પરિવહનની બસ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે. ATM (સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી) ખુલ્લા રહેશે.
-
લોકસભા ચૂંટણી પહેલા ઠાકોર સમાજને રિઝવવા ભાજપની કવાયત, ઠાકોર સમાજના સંમેલનમાં મુખ્યમંત્રીએ આપી હાજરી
લોકસભા ચૂંટણી પૂર્વે જ્ઞાતિવાદી સમીકરણો પર ભાજપની નજર છે. ક્ષત્રિય ઠાકોર સમાજને રીઝવવા ભાજપે કવાયત હાથ ધરી. બેચરાજીમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયુ હતુ.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ સૌ પ્રથમ મા બહુચરના દર્શન કર્યા. બાદમાં તેઓ ઠાકોર સમાજના સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. બેચરાજી બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. ચૂંટણીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોની નિર્ણાયક ભૂમિકા છે.
-
-
ચૂંટણી સમયે જાહેર માર્ગો પણ થતી અડચણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન
ચૂંટણી સમયે જાહેર માર્ગો પણ થતી ભીડને કારણે અડચણ મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાઇ હતી. કોઇપણ રાજકીય પક્ષના લોકોને કે કોઇપણ સંસ્થા-સંગઠનને કે ઉમેદવારોને જાહેર માર્ગો પર જાહેર સભા કે કાર્યક્રમ યોજવાની મંજૂરી નહી આપવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટે અરજદારને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ આપ્યા છે. આ કરી કોર્ટે કેસનો નિકાલ કર્યો છે.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો લોકસભામાં રકાસ
મણિપુર મુદ્દે વિપક્ષ દ્વારા લવાયેલ અવિશ્વાસના પ્રસ્તાવનો લોકસભામાં રકાસ થયો હતો. લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મતદાન માટે અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રજૂ કરાયો હતો. જેમાં બહુમતીથી અવિશ્વાસના પ્રસ્તાવનો રકાસ થયો હતો.
-
PM Narendra modi in parliament LIVE : વડાપ્રધાન મોદીનું લોકસભામાં 2 કલાક 13 મિનિટનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અવિશ્વાસના પ્રસ્તાવ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સંસદમાં 2 કલાક 13 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ ઉપર શાબ્દિક ચાબખા માર્યા હતા. કોંગ્રેસની સરકારની ભૂલો ગણી ગણીને ગણાવી હતી. તો આજે વિશ્વમાં ભારતની સ્થિતિ, આર્થિક પ્રગતિ વગેરે મુદ્દે ચર્ચા કરી હતી.
-
PM Narendra modi in parliament LIVE : 2047માં ભારત વિકસીત ભારત હશે
વડાપ્રધાન મોદીએ વિશ્વાસ સાથે ગૃહમાં કર્યું કે, આવનારા 2047ના સમયગાળામાં ભારત વિકસીત ભારત હશે. મણિપુરના લોકોને વિશ્વાસ આપીએ. મણિપુરની ભૂમિનો ઉપયોગ રાજનીતિ માટે ના કરીએ તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષે, વિશ્વાસઘાત કરીને વિશ્વાસ ના તોડવો જોઈએ
વિતેલા નવ વર્ષમાં દેશના સામાન્ય નાગરિકનો વિશ્વાસ નવી ઉંચાઈએ પહોચ્યો છે. યુવાન વિશ્વની બરોબરી કરવાનુ સ્વપ્ન જોઈ રહ્યો છે. દરેક ભારતીય વિશ્વાસથી ભરપુર છે. દબાણમાં નથી આવતો. આજનુ ભારત નથી નમતુ. આજે વિશ્વનો વિશ્વાસ ભારત માટે બન્યો છે. તે તોડવાનું કામ ના કરો. સમજાતુ ના હોય તો ચુપ રહો. પરંતુ વિશ્વાસઘાત કરીને વિશ્વાસ તોડવાનું કામ ના કરો.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષ હવે 2028માં અમારી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવજો
શરીરના કણ કણ સમયનો પલ પલ દેશવાસીને અર્પણ કર્યો છે. વિપક્ષના સાથીઓની એક વાત માટે વખાણ કરીશ.સદનના નેતાને નેતા માનવા તૈયાર નથી. તેમનામાં ધૈર્ય છે. ધીરજ છે. સહનશક્તિ છે. સદનના નેતાના નામે 2018માં મે એક કામ સોપ્યું હતું કે 2023માં તેમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવજો. અને લાવ્યા. પરંતુ પાંચ વર્ષનો સમય મળ્યો હોવા છતા કોઈ જ તૈયારી વિના લાવ્યા. કોઈ વાંધો નહી 2028માં ફરી લાવજો. ત્યારે થોડીક તૈયારી સાથે આવજો.
Prime Minister Narendra Modi says, “…In 2018, I gave them (Opposition) a work – bring No Confidence Motion in 2023 – and they followed my words. But I am sad. In 5 years, they should have done better. But there was no preparation, no innovation, no creativity…I will give you… pic.twitter.com/4wtj8TUaQd
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : વોટ માટે નહી વિકાસ માટે કામ કરી રહ્યો છુઃ મોદી
આજે હુ વોટ માટે નહી પણ વિકાસ માટે સાઉથ એશિયામાં આસિયન માટે કામ કરી રહ્યો છુ. દક્ષિણ એશિયામાં પણ ભારતનું ગૌરવગાન થાય તે માટે કાર્યરત છુ. આઠ આધુનિક હાઈવે, એરપોર્ટ નોર્થ ઈસ્ટની ઓળખ બની રહ્યાં છે. રેલ જોડાણ થઈ રહ્યાં છે. વંદેભારત જેવી ટ્રેન ચાલી રહી છે. પહેલીવાર પૂર્વોતરમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ભાગીદારી વધી. પહેલીવાર પૂર્વોતરમાં પદ્મ પુરસ્કાર અપાઈ રહ્યાં છે.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસની સરકાર વખતે મણિપુરમાં મંદિરો વહેલા બંધ થઈ જતા, શાળામાં રાષ્ટ્રગીત નહોતા ગવાતા
એક સમયે મણિપુરમાં મંદિર સાંજે 4 વાગે બંધ થઈ જતા, સૈન્ય પહેરો ભરતી હતી. શાળામાં રાષ્ટ્રગીત ગાવાનું બંધ થઈ ગયું હતુ. આ બધી ઘટના સમયે સરકાર કોંગ્રેસની હતી.
PM Narendra Modi says, “Whose government was there in Manipur when everything used to happen according to the wishes of insurgent organisations? Whose government was there in Manipur when Mahatma Gandhi’s picture was not allowed in government offices, whose government was there… pic.twitter.com/6cVqTFjANg
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : નોર્થ ઈસ્ટની આજની સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર
મણિપુરની ઘટના એવી રીતે પ્રસ્તુત કરાઈ રહી છે કે જાણે હમણાની હોય પરંતુ મારે કહેવું છે કે, આજની સ્થિતિ માટે કોંગ્રેસ જ જનની છે. નોર્થ ઈસ્ટના લોકો નહી કોંગ્રેસની રાજનીતિ જવાબદાર છે.
-
PM Narendra modi in parliament LIVE : નોર્થ ઈસ્ટ અમારા માટે જીગરનો ટુકડો છે
નોર્થ ઈસ્ટના લોકોની ભાવનાને કોંગ્રેસ ક્યારેય સમજી શક્યું નથી. આ સાધના છે. નોર્થ ઈસ્ટ પ્રતિ સમર્પણ છે. કોંગ્રેસના તમામ કામ રાજનીતિની આસપાસ હોય છે. જ્યા વધુ બેઠકો મળે, રાજકીય ખિચડી પકતી હોય ત્યાં કેન્દ્રીત થાય છે. પરંતુ કોગ્રેસ માટે એક બે બેઠકવાળા વિસ્તારમાં સંવેદના કે વિકાસ નહોતો. તેમના પ્રત્યે સોતેલે વ્યવહાર રહ્યો છે.
-
PM Narendra modi in parliament LIVE : 1962માં ચીને કરેલા હુમવા દરમિયાન આસામના લોકોને પોતોના ભાગ્ય પર જીવવા નહેરુએ મજબૂર કર્યા હતા
1962માં ખોફનાક રેડિયો પ્રસારણ આજે પણ શૂળની જેમ ભોંકાય છે. જ્યારે ચીને ભારત પર હુમલો કર્યો હતો ત્યારે, એક માત્ર નેતા નહેરુએ કહ્યું હતું કે, માય હાર્ટ આસામના લોકોને નસ્તરની જેમ ભોંકાઈ રહ્યું છે. નહેરુએ તેમને પોતાના ભાગ્ય પર જીવવા માટે મજબૂર કર્યા હતા. લોહિયાએ નહેરુ પર ગંભીર આક્ષેપ કર્યો હતો. જાણી જોઈને નહેરુ નોર્થ ઈસ્ટનો વિકાસ કરવા નથી માંગતા.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમમાં વાયુસેનાથી અસહાય નાગરિકો પર હુમલો કરાવ્યો હતો
હુ રાજનીતિમં નહોતો ત્યારે પણ દેશના ખુણે ખુણે ફર્યો છુ. 5 માર્ચ 1966ના રોજ કોંગ્રેસે મિઝોરમમાં અસહાય નાગરિકો પર વાયુસેના વડે હુમલો કરાવ્યો હતો. ગંભીર વિવાદ થયો હતો. શુ કોઈ બીજા દેશનુ વાયુસેના હતુ. શુ મિઝોરમના નાગરિકો ભારતના નાગરિકો નહોતા. મિઝોરમમાં દર વર્ષે 5 માર્ચના રોજ કાળો દિવસ મનાવે છે. આ સત્ય કોંગ્રેસે દેશથી છુપાવ્યો હતો.
Prime Minister Narendra Modi speaks on the northeast; says, “…On 5th March 1966, Congress had its Air Force attack the helpless citizens in Mizoram. Congress should answer if it was the Air Force of any other country. Were the people of Mizoram not the citizens of my country?… pic.twitter.com/iAUjKgaKhf
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસનો ઈતિહાસ ભારતને છિન્નભિન્ન કરવાનો રહ્યો છે
ભારત માતાના ટુકડા કરનારા, ભારતને તોડવા માગતા લોકોનુ સમર્થન કરનારા આ લોકો છે. એમના મુખ્યપ્રધાન મને ચીઠ્ઠી લખે છે. કચ્છતિબુ પાછો લઈ આવો. આ એ લોકો છે જેમણે કચ્છતિબુ અન્ય દેશને આપી દિધો. આપનાર બીજા કોઈ નહી પણ ઈન્દિરા ગાંધી હતા. કોંગ્રેસનો ઈતિહાસ ભારતને છિન્નભિન્ન કરવાનો રહ્યો છે.
PM Modi says, “Just ask those who have gone out, what is Kachchatheevu? And where is it located? DMK Govt, their CM writes to me – Modi ji bring back Kachchatheevu. It is an island but who gave it to another country. Was it not a part of Maa Bharati? It happened under the… pic.twitter.com/mHh64E3Zg5
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : કેટલાક લોકો ભારત માતાના મૃત્યુની કામના કરે છે
દેશની અને મણિપુરના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છુ કે, વિકાસ થશે. પ્રયાસમાં કોઈ કચાશ નહી રખાય. મા ભારતી માટે ગૃહમાં જે કાઈ કહેવાયુ છે તેનાથી ભારે ઠેસ પહેચી છે. સત્તા વિના જીવવાથી આવી હાલત થઈ જાય. કેવી કેવી ભાષા વાપરે છે. ખબર નથી કેમ કેટલાક લોકો ભારત માતાના મૃત્યુની કામના કરે છે.
-
PM Narendra modi in parliament LIVE : દેશવાસીને વિશ્વાસ આપવા માગુ છુ કે મણિપુરમાં શાંતિનો સુરજ ઉગશે- મોદી
મણિપુરની સમસ્યા માટે રસ્તો શોધવો જોઈએ પણ એમ ના કરીને તેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. મણિપુર મુદ્દે અદાલતનો એક ચુકાદો આવ્યો. તેને લઈને જે સ્થિતિ બની. અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા. મણિપુરમાં મહિલા સાથે ખરાબ ઘટનાઓ બની. પણ હુ દેશવાસીને વિશ્વાસ આપવા માગુ છુ કે મણિપુરમાં શાંતિનો સુરજ ઉગશે.
PM Narendra Modi speaks on Manipur; says, “Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell the… pic.twitter.com/aFhyl6Lhp9
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : વડાપ્રધાનના ચાબખા વચ્ચે વિપક્ષે કર્યું વોકઆઉટ
અવિશ્વાસનના પ્રસ્તાવની ચર્ચાનો વડાપ્રધાન જવાબ આપી રહ્યાં હતા. તે સમયે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. વડાપ્રધાન મોદીના પ્રવચન દરમિયાન સાંજે 6.40 કલાકે લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
-
PM Narendra modi in parliament LIVE : ત્રીજીવારની સત્તા સમયે ભારત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવાની ગેરંટી
નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, મોદી એક એવી ગેંરટી આપી શકે છે કે, ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી અર્થસત્તા બનશે.
-
PM Narendra modi in parliament LIVE : ઘમંડીયા ગઠબંધન ભારતના દેવાળિય થવાની ગેરંટી છે
આ ઘમંડીયા ગઠબંધન ભારતના દેવાળિય થવાની ગેરંટી છે. ડબલ ડિજિટ મોંધવારીની ગેરંટી છે. અસ્થિરતાની ગેરંટી છે. તૃષ્ટીકરણની ગેંરટી છે. પરિવારવાદની ગેરંટી છે. બેરોજગારની ગેરંટી છે. આતંક હિસાની ગેંરટી છે. આ લોકો ક્યારેય ભારતને ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવવાની ગેરંટી નથી આપવાના.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસની નવી દુકાનને તાળા વાગી જશે- મોદી
કોંગ્રેસને ખબર છે કે તેમની નવી દુકાનને કેટલાક દિવસોમાં તાળા વાગી જશે. ઘમંડીયા ગઠબંધન એવી સ્થિતિ સર્જવા માંગે છે કે, આપણી આસપાસના દેશની સ્થિતિ જોઈ લો. આર્થિક સ્થિતિ જોઈ લો. આ લોકોના કુપ્રચારને કારણે આપણા ઉપર પણ અસર થઈ રહી છે. વિકાસના પ્રોજેક્ટ બંધ કરવાની ખોટી જાહેરાત કરાઈ રહી છે.
-
PM Narendra modi in parliament LIVE : રાહુલની લૂંટ કી દુકાન, જૂઠ કા બજાર- મોદી
રાહુલ ગાંધીનુ નામ લીધા વિના મોદીએ કહ્યું કે, નફરત કી દુકાન ખોલનારની દુકાન તો, યે હે લૂંટ કી દુકાન, જૂઠ કા બાજાર, નફરત હે, ઘોટાલા હે.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસનો મોદી પ્રેમ એટલો છે કે તેમને સ્વપ્ન પણ મોદીના આવે છે
કોંગ્રેસનો મોદી પ્રેમ એટલો છે કે તેમને સ્વપ્ન પણ મોદીના આવે છે. જો ભાષણ દરમિયાન મોદી પાણી પીવે તો કહે કે મોદીને પાણી પિવડાવી દીધુ. ક્યારેક પરસેવો થાય અને તે લુંછુ તો કહે તે જુઓ મોદીને પરસેવો છોડીવી દીધો.
-
PM Narendra modi in parliament LIVE : ગરીબનો દિકરો વડાપ્રધાન બનવાથી કોંગ્રેસ હેરાન પરેશાન છે
ગરીબ હવાઈ ચંપલ પહેરીને હવાઈ જહાજમાં ઉડે છે. નૌસેનાના યુદ્ધ જહાજ મોજમસ્તી માટે મંગાવી લેતા હતા. હવે એ યુદ્ધ જહાજ દુર ફસાયેલા ભારતીયોને ઘરે લાવવાના ઉપયોગમાં લેવાય છે. આચાર, વ્યવહાર, ચાલ, ચલગતને લઈને રાજા બની ગયા હોય તેમને ગરીબનો દિકરો અહીંયા હોવાથી હેરાન પરેશાન થાય. નામદાર અને કામદાર અહી છે.
-
PM Narendra modi in parliament LIVE : અભિમાનને કારણે જ કોંગ્રેસ 400થી 40 થઈ ગઈ
કોંગ્રેસ અને વિપક્ષ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લંકા હનુમાને નહી એમના ઘંમડે સળગાવી હતી. જનતા જનાર્દન ભગવાન રામના રૂપમાં છે તેથી જ 400થી 40 થઈ ગયા. જનતાએ, પૂર્ણ સ્વરુપની બે વાર સરકાર રચી. પારિવારીક પેઢી માનતા લોકોને આ અહીંયા કેવી રીતે બેસી ગયા તે વિચારીને સૂઈ નથી શકતા.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસે, દરબાર વાદને તાબે ના થનારાને તબાહ કરી દીધા
ડો. આંબેડકર, બાબુ જગજીવનરામ, મોરારજી દેસાઈ, ચરણસિંહ, ચંદ્રશેખર સહીતના અનેક લોકોને દરબાર વાદને કારણે તબાહ કરી દીધા છે. જેઓ દરબાર વાદને તાબે ના થયા તેમના પોટ્રેટ લોકસભાના સેન્ટ્રલ હોલમાં ના લગાવ્યા.
-
PM Narendra modi in parliament LIVE : પરિવારવાદનો મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદે વિરોધ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પરિવારવાદની રાજનિતીનો મહાત્મા ગાંધી. સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદે વિરોધ કર્યો હતો. કોંગ્રેસને હંમેશા એ વાત પસંદ ના આવી. અમે હંમેશા પરિવારવાદનો વિરોધ કરનારા સામે કેવી રીતે નફરત કરાઈ છે. કોંગ્રેસમાં દરબારી ના બનો ત્યા સુધી તેમનુ ભવિષ્ય નથી. આ પ્રથાનો અનેકનો ભોગ લીધો છે.
-
PM Narendra modi in parliament LIVE : આ ઈન્ડિયા ગઠબંધન નથી ઘંમડિયા ગઠબંધન છે
આ ઈન્ડિયા ગઠબંધન નથી ઘંમડિયા ગઠબંધન છે. તેમની જાનમાં સૌને વરરાજા બનવું છે. બધાને વડાપ્રધાન બનવું છે. બહારથી તો પોતાનું લેબર બદલી નાખશે પરંતુ જૂના પાપનું શુ થશે. જનતા પાસે તમારુ પાપ કેવી રીતે છુપાવશો.તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસે તો ચૂંટણી ચિન્હ ચોરી લીધુ છે, ગાંધી નામ પણ ચોર્યું
કોંગ્રેસ ચૂંટણી ચિન્હ પણ અન્ય લોકો પાસેથી મેળવ્યું છે. પોતાની ખામીને ઢાંકવા માટે ચૂંટણી ચિન્હ ચોરી લીધુ આમ છતા જે બદલાવ આવ્યો તેમા પાર્ટીનું અભિમાન જ દેખાય છે. 2014થી તે કેવી રીતે ખોરવાઈ ગઈ છે. 1920માં નવો ધ્વજ મળ્યો તો તેને પણ આ લોકોએ ચોરી લીધો. ગાંધી નામ પણ ચોરી લીધુ
-
PM Narendra modi in parliament LIVE : દરેક જગ્યાએ નામ રાખ્યું પણ કામ નહી, હજારો કરોડોના ભ્રષ્ટાચાર આદર્યા
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે, નામને લઈને તેમના ચશ્મા આજકાલના નથી. દશક જૂના છે. નામ બદલીને દેશ પર રાજ કરશે તેમ લાગે છે. ગરીબોને ચારેબાજુ નામ આવે છે પરંતુ તેમનુ કામ નથી. હોસ્પિટલમાં નામ છે પણ કામ નથી. રસ્તા પર નામ છે પણ કામ નથી. ખેલ પુરસ્કાર, એરપોર્ટ, મ્યુઝ્યિમ પર તેમનુ નામ છે. તેના થકી હજાર કરોડના ભ્રષ્ટાચાર કર્યા.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસે જીવતા રહેવા માટે NDA નો સહારો લીધો, NDAમાં બે આઈ લગાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોતાને જીવતા રાખવા માટે એનડીએનો જ સહારો લેવી પડ્યો છે. પરંતુ આદતને કારણે ઘંમડને કારણે જે આઈ છે તેના કારણે બે આઈ રાખ્યા. પહેલો આઈ તે 26 પક્ષનો ઘંમડ બીજો એક પરિવારનો આઈ. ઈન્ડિયાના પણ ટુકડા કરી નાખ્યા.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસે યુપીએના અંતિમ સંસ્કાર કર્યાઃ મોદી
કોંગ્રેસ અને તેના સાથીપક્ષો માટે વાકપ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, તેમ યુપીએના અંતિમ સંસ્કાર કર્યા છે. અને બીજી બાજુ જશ્ન મનાવી રહ્યાં હતા. કોંગ્રેસ ખંડેર પર પ્લાસ્ટર લગાવી રહ્યી હતુ. રંગકામ કરી રહ્યું હતુ.
-
PM Narendra modi in parliament LIVE : દેશની જનતાને કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસ- મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશના લોકોને કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસનો ભાવ બહુ ઊંડો છે. કોંગ્રેસ અભિમાનમાં ચૂર છે. અભિમાનથી રત છે તેને જમીન નથી દેખાતી. તમિલનાડુમાં કોંગ્રેસ નો કોન્ફીડન્સ. પશ્ચિમ બંગાળના લોકો કોંગ્રેસને નો કોન્ફીડન્સ કહી રહ્યાં છે. ત્રિપુરામાં પણ 1989થી કોંગ્રેસ માટે અવિશ્વાસની વાત કરી રહ્યાં છે. ઓરિસ્સા પણ 1995થી કોંગ્રેસ માટે અવિશ્વાસ છે. નાગાલેન્ડની જનતા પણ કોંગ્રેસ માટે નો કોન્ફીડન્સ છે.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસ -વિપક્ષને ભારત પર નહી હુરિયત અને અલગતાવાદી પર વિશ્વાસ
હુરિયત અને અલગતાવાદી પર કોંગ્રેસ વિશ્વાસ કરતુ હતું. ભારતે આતંકવાદ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી એર સ્ટ્રાઈક કરી પરંતુ કોંગ્રેસને ક્યારેય આપણા પર ભરોસો નથી. કોઈ પણ ભારત વિરુદ્ધ બોલે તેના પર કોંગ્રેસને વિશ્વાસ થઈ જતો.
PM Narendra modi in parliament: અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા PM મોદીએ કહ્યું – વિપક્ષના લોકોને ગુપ્ત વરદાન મળ્યું, 30 વર્ષથી હું આ વરદાન સાબિત કરી રહ્યો છું, જુઓ Video#narendramodiloksabha #narendramodiloksabhaspeech #narendramodispeech https://t.co/IuUD6ShZdE
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસ અને તેના મિત્રને ભારતના સામર્થ્ય પર ભરોસો નથી
વિપક્ષે ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવી હતી. કોંગ્રેસ અને તેમના મિત્રોનો ઈતિહાસ રહ્યો છે કે, ભારત અને તેના સામર્થ્ય પર ક્યારેય ભરોસો નથી રહ્યો.
Hindustan Aeronautics Limited (HAL) recorded its highest-ever revenue. Despite their (opposition’s) allegations, HAL has emerged as the pride of the country. They said many things about LIC that the money of the poor will sink but today LIC is getting stronger. ‘Share market vale… pic.twitter.com/sgAGNsvZUW
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : 2028માં વિપક્ષ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવશે ત્યારે દેશ ત્રીજા નંબરે હશે
ભારત જરુરી સુધારાએ કરશે. અને તેનુ પરિણામ એ હશે કે દેશનું અર્થતંત્ર ત્રીજા નંબરે પહોચશે. તેમણે વિપક્ષ પર ફરી એકવાર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, 2028માં તમે જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને ફરીથી આવશે ત્યારે દેશ ત્રીજા નંબરે હશે.
-
PM Narendra modi in parliament LIVE : કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયત નથી, ભારતના અર્થજગતની તાકાતની જાણ નથી
વિપક્ષ કોઈ સુચન કરી શકે છે પરંતુ બધુ જ અમારે શિખવવું પડે છે, તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસે નીતિ. નિયત, સમજ અર્થ જગતની તાકાતની જાણ નથી. કોંગ્રેસના સત્તાકાળમાં અર્થતંત્ર કથળેલુ હતું. પરંતુ 2014માં સત્તામાં આવ્યા બાદ, અમે ટોચની પાંચ અર્થસતામાં ભારતને પહોચાડ્યું.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષ જેમનુ ખરાબ ઈચ્છે છે તેમનુ સારુ થઈ રહ્યું છે
વિપક્ષ જેમનુ ખરાબ ઈચ્છે છે તેમનુ સારુ થઈ રહ્યું છે તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું કે, આ લોકો જેના અંતની વાત કરે છે તેનુ ભાગ્ય ચમકી ઉઠે છે. દેશનુ અર્થતંત્ર ચમકી ઉઠશે. વિપક્ષને દેશના પરિશ્રમ, સામર્થ્ય પર વિશ્વાસ નથી.
PM Narendra Modi says, “Vipaksh ke logon ko ek secret vardaan mila hua hai ki jiska bhi yeh log bura chahenge uska bhala hi hoga.’ One such example is standing before you. ’20 saal ho gaye kya kuch nahi hua par bhala hi hota gaya..” pic.twitter.com/lLtV2CMepY
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષે અનેક અફવા ફેલાવી, પરંતુ બેંકિગ સેક્ટરનો નફો બમણો થયો
પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ દ્વારા બેંકિગ સેકટર ખતમ થઈ જશે. અલગ અલગ પ્રકારની અફવા ફેલાવવામાં આવી. પરંતુ બેંકોનો પ્રોફિટ બમણો થયો. એનપીએ ઘટી. એચસીએલ જે હેલિકોપ્ટર બનાવે તેના માટે પણ વિધવિવિધ વાતો ફેલાવી હતી. એચએએલ ખતમ થઈ ગયુ. તેવી વાતો ફેલાવી હતી.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષ જેનુ ખરાબ ઈચ્છે છે તેમનુ સારુ થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષ દ્વારા લવાયેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, વિપક્ષ છેલ્લા ત્રણ દિવસથી જે કોઈ શબ્દ મળે તેનો ઉપયોગ કર્યો છે. સારુ છે તેમના મનો બોજ ઉતર્યો હશે. મોદી તેરી કબ્ર ખુદેગી તે વિપક્ષનો પ્રિય નારો છે.
PM Narendra Modi says, “Our focus should be on the development of the country…It is the need of the hour. Our youth have the power to make dreams come true…We’ve given corruption-free govt, aspirations and opportunities to the youth of the country.” pic.twitter.com/KwlKcsM1iM
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષ શાહમૃગ નીતિથી બહાર નથી આવતું
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે, સ્વચ્છ ભારત યોજના થકી 3 લાખ લોકોને મરતા બચાવ્યા છે. યુનિસેફે કહ્યું છે કે, ગરીબોના 50,000 રૂપિયા સ્વચ્છ ભારત યોજના થકી બચ્યા છે. અવિશ્વાસ અને અભિમામ વિપક્ષની નસ નસમાં છે. જનતાનો વિશ્વાસ જોઈ શકતા નથી. શાહમૃગ વૃતિથી બહાર નથી આવતા.
-
PM Narendra modi in parliament LIVE : દેશમાંથી 13.5 કરોડ લોકોની ગરીબી નાબૂદ કરવામાં સફળતા
આજે ભારતની નિકાસ નવા માપદંડ રચી રહ્યું છે. આજે ગરીબના દિલમાં પોતાના સ્વપ્ન પુરા કરવાનો ભરોસો થયો છે. સાડા તેર કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા છે. આઈએમએફ જણાવે છે કે, ગરીબી મોટાભાગે સમાપ્ત કરવામાં આપણને સફળતા સાંપડી છે.
-
PM Narendra modi in parliament LIVE : અમે કૌંભાડ વિનાની સરકાર આપી છેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, કૌંભાડ રહિત સરકાર આપી છે. દુનિયામાં ભારતની બગડેલી શાખ સંભાળી છે અને નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ. કેટલાક લોકો આપણી પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ વિશ્વમાં ભારત નવી ઉંચાઈ સાથે ઉભુ છે.
-
PM Narendra modi in parliament LIVE : આ કાર્યકાળ દેશ માટે 1000 વર્ષનો પાયો નાખશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાળખંડ ભારત માટે દરેક સ્વપ્ન પુરા કરવાનો અવસર પુરો પાડી રહ્યું છે. આપણે સૌ એવા કાર્યકાળમાં છીએ કે આનો પ્રભાવ આ દેશ પર એક હજાર વર્ષ સુધી રહેશે. 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખશે. આ સમયની માંગ છે. 140 કરોડ દેશવાસીઓ ભારતીય સમુદાયની સામુહિક તાકાત એ ઉચાઈ પર પહોચાડી શકે છે. આપણી યુવા પેઢી જે સ્વપ્ન જોઈ રહી છે તે સાકાર કરવા સિધ્ધ થઈ શકે છે.
-
PM Narendra modi in parliament LIVE : ગુડ કા ગોબર કેવી રીતે કરવુ તે અધિર રંજન જાણે છે- મોદી
સૌથી મોટી પાર્ટીના નેતાનુ નામ આ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં બોલવાની યાદીમાં નામ નહોતું. ભૂતકાળમાં શરદ પવારે. સોનિયા ગાંધીએ અને ખરગે એ અવિશ્વાસના પ્રસ્તાવ પર આગેવાની કરી હતી. કરવાને બદલે બોલવાની તક જ ના આપી. મોદીએ અધિર રંજન ઉપર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર તેમનુ અપમાન કરી રહ્યાં છે.
ગુડ કા ગોબર કેવી રીતે કરવુ તે #Congress ના નેતા જાણે છે- પીએમ મોદી#PMModi #PMModiSpeech #LokSabha #TV9News pic.twitter.com/eII1GlArFo
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષે દેશને નિરાશા સિવાય કાંઈ નથી આપ્યું
2018માં અમે કહ્યું હતું કે 2023માં આવજો. શુ તમારી હાલત છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે, દેશ તમારા એક એક શબ્દને સાંભળી રહ્યાં છે. તમે દેશને નિરાશા સિવાય કાઈ નથી આપ્યું. જેમને કાઈ નથી આપ્યું તેઓ અમારો હિસાબ લઈ રહ્યાં છે તેમ કહીને કટાક્ષ કર્યો હતો.
-
PM Narendra modi in parliament LIVE : વિપક્ષને દેશના નહીં પોતાના ભવિષ્યની ચિંતા
વિપક્ષ પર વાક પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, ગરીબની ભૂખ નહી પરંતુ સત્તાની ભૂખ છે. તેમને દેશના ભવિષ્યની નહી પરંતુ પોતાના ભવિષ્યની ચિંતા છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષે કેવી ચર્ચા કરી છે. ફિલ્ડીગ વિપક્ષે ગોઠવી પરંતુ ચોક્કા છગ્ગા લાગ્યા.
‘I saw on social media, even your darbaris are disappointed after the level of your debate’: PM Modi to the opposition, during his speech on the no-confidence motion in #LokSabha #PMModi #PMModiSpeech #Parliament #TV9News pic.twitter.com/zZPNw3QPl4
— Tv9 Gujarati (@tv9gujarati) August 10, 2023
-
Narendra modi in parliament LIVE : વિપક્ષે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો
દેશની યુવા શક્તિ માટે આશા આકાંક્ષાને દિશા આપવા માટે સરકાર કાર્યરત હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, ડેટા પ્રોસેસીગ બિલ યુવા શક્તિ સાથે જોડાયેલ છે. આવનારો સમય ટેકનોલોજી આધારિત જીવનનો છે. પરંતુ વિપક્ષને આવા મહત્વના બિલ કરતા રાજનિતીમાં રસ છે. તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
-
Narendra modi in parliament LIVE : 2024માં વિક્રમ સર્જીને એનડીએ સત્તામાં ફરી આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસના પ્રસ્તાવ ઉપરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, વિપક્ષના પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. તમે નક્કી કર્યું છે કે એનડીએ અને ભાજપ 2024માં તમામ રેકર્ડ તોડીને ફરી સત્તામાં આવશે.
-
Narendra modi in parliament LIVE : આ પ્રસ્તાવ સરકારનો નહી વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે
દેશની જનતમાં અમારી સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેના માટે હુ દેશની જનતાનો આભાર માનુ છુ. કહેવાય છે કે ભગવાન બહુ દયાળુ છે. તે કોઈને કોઈ માધ્યમે ઈચ્છા પૂર્તિ કરે છે. હુ એને ભગવાનના આર્શિવાદ માનુ છુ કે વિપક્ષને સુઝ આપી અને તેઓ પ્રસ્તાવ લઈને આવ્યા. આ પ્રસ્તાવ ફ્લોર ટેસ્ટ નથી. આ એમનો ટેસ્ટ છે.
-
Narendra modi in parliament LIVE : અવિશ્વાસ પ્રસ્તાવ પર PM મોદી આપી રહ્યાં છે જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવા લોકસભામાં પહોચ્યા છે. મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આજે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ગૃહમાં, પ્રસ્તાવને લઈને મતદાન હાથ ધરાશે
-
Gujarat Latest News : વલસાડના અતુલ નજીક સ્કુલ વાનમાં લાગી આગ, બે બાળકો અને વાન ચાલકનો આબાદ બચાવ
વલસાડના અતુલ પાસે નેશનલ હાઈવે 48ના બ્રિજ નીચે સ્કુલ વાનમાં આગ લાગી હતી. પારડી સિધાનીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની વાનમાં લાગેલી આગમાં, બે બાળકો અને વાન ચાલકનો આબાદ બચાવ થયો છે. બાળકોને શાળાએથી ઘરે મુકવા માટે વાન જઈ રહી હતી, તે સમયે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ, અતુલ કંપનીના ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
-
Gujarat Latest News : સંસદમાં આપેલા નિવેદન પર અધીર રંજનનો ખુલાસો, કહ્યું- અંધ રાજા એક ઉપમા છે
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે સંસદમાં કંઈક એવું કહ્યું જેનાથી હંગામો મચી ગયો. કોંગ્રેસ નેતા અધીર રંજને હવે આ મામલે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં નીરવ મોદી સાથે કોઈની સરખામણી કરી નથી. નીરવ એટલે મૌન રહેવું, શાંત રહેવું. પીએમ પણ મૌન છે તેથી જ મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. અંધ રાજા એક ઉપમા છે, એવું કહેવાય છે.
-
Gujarat Latest News : હરીયાણાના ઝજ્જર નજીક અકસ્માતમાં ગુજરાતના 4 યુવાનોના મોત
ગાય ખરીદવા માટે હરિયાણા ગયેલ ગુજરાતના યુવાનોને ઝજજર પાસે અકસ્માત નડતા, ચાર યુવાનોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મહેસાણા અને પાટણ જિલ્લાના યુવાનનો સમાવેશ થાય છે.
-
Gujarat Latest News : કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીના નિવેદનને પગલે, ગુહમાં સત્તાપક્ષે મચાવ્યો હોબાળો
કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ, આજે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના છેલ્લા દિવસે ગૃહમાં સંબોધન કર્યું હતું. તેમણે મહાભારતકાળની એક વાતને મણિપુરની હિંસા સાથે વણી લીધી હતી. જેના પગલે, સત્તાધારી ભાજપ અને ટેકેદાર પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.
-
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો
એમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, “અમે અહીં અમારા ‘તુમ અભી ચૂપ રહો’ પ્રજાસત્તાકમાં પ્રશ્નો પૂછવા આવ્યા છીએ જ્યાં વડા પ્રધાન રાજ્યપાલને ‘ચુપ રહેવા’ કહે છે. આ ગૃહમાં ચૂંટાયેલા સાંસદો તરીકે, અમને નિયમિતપણે ‘ચુપ’ રહેવાનું કહેવામાં આવે છે.
-
અમદાવાદ: આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહશે
- રાજ્યમાં એક થી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે
- હાલ રાજસ્થાન તરફ એક સરક્યુંલેશન સક્રિય છે
- આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે
- અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાશે
- હાલ ભારે વરસાદ પડે તેવી કોઈ પણ સિસ્ટમ સક્રિય નહિ
-
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલની ફરી ધરપકડ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કરી ધરપકડ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ કાશ્મીરથી કિરણ પટેલને લઈ રવાના
- મોરબીના વેપારી સાથે છેતરપિડીના કેસમાં કરાઈ ધરપકડ
- કિરણ પટેલને કરાશે મેટ્રો કોર્ટમાં હાજર
- ક્રાઇમબ્રાંચ રિમાન્ડ માંગે તેવી શક્યતા
- રિમાન્ડ મળે તો કિરણ પટેલને લઈ જવાશે ક્રાઇમ બ્રાન્ચ
-
Parliament Session 2023 Live: ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામે વિશેષાધિકાર ભંગની નોટિસ
ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ લાવવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સમિતિ (BRS) ના નમા નાગેશ્વર રાવે આ સૂચના આપી છે. નોટિસ અનુસાર, દુબેએ ગૃહમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તેલંગાણામાં કલેશ્વરમ પ્રોજેક્ટ માટે 86,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. નોટિસ મુજબ, આ હકીકતમાં ખોટું છે અને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે.
-
Parliament Session 2023 Live: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારના કામો ગણાવ્યા
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમે અમારા વચનો પૂરા કરી રહ્યા છીએ. ગામડાઓમાંથી શહેરો સુધી યોજનાઓ લાવવામાં આવી. અમારા કામથી દેશમાં પરિવર્તન આવ્યું છે. પહેલા મળવાને બદલે હવે મળી રહ્યું છે પહેલા ગેસ કનેક્શન મળશે, હવે મળી ગયું છે. હવે લોકોને સરળતાથી રાશન મળી રહ્યું છે. આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર વધ્યો છે. સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે. યુએસ શેરબજારમાં ઉથલપાથલ છે. તે જ સમયે, કોરોના હોવા છતાં, આપણી અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે.
-
Parliament Session 2023 Live: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- અમે અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારી રહ્યા છીએ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- અમે અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારી રહ્યા છીએ
-
રાજકોટ: ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમીટેડના ગોડાઉનમાં કૌંભાડની આશંકા
- વેર હાઉસના ડેપો મેનેજર પ્રતિક રાણપરા વિરુદ્ઘ ગંભીર આક્ષેપો
- સરકારી વેર હાઉસમાં MRP વાળી દવાનો જથ્થો સ્વીકારી ન શકાય
- જો કે વેર હાઉસમાં કેટલીક દવાનો જથ્થો MRP વાળો
- વેર હાઉસના એક કર્મચારીનું નિવેદન
- “પ્રતિક રાણપરાના કહેવાથી બે વખત ચારથી પાંચ જેટલા બોક્સમાં સ્ટીકર લગાડવામાં આવ્યા”
- ગાંધીનગરની ટીમ દ્રારા તપાસ શરૂ કરાઇ
- વેર હાઉસમાં સિસ્ટમ લોક કરાઇ
- હાલમાં કોઇ દવાનો જથ્થો અહીં આવશે નહિ, તેમજ અહીંથી બહાર નહિ લઇ જઇ શકાય.
-
ગુજરાત ભાજપ પત્રિકા કાંડને લઈને મહત્વના સમાચાર
- કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને કરાઈ લાલ આંખ
- તમામ આંતરિક મતભેદને બાજુમાં રાખી લોકસભાની ચૂંટણી પર ધ્યાન આપવા કરાયો નિર્દેશ
- હાલ કોઈ પણ MLA કે પૂર્વ મંત્રીઓના નહીં લેવાઈ રાજીનામાં
- રાજીનામાં લેવાથી પાર્ટીની ઇમેજને લાગી શકે છે દાગ
- જો કે પત્રિકા કાંડના સંકળાયેલા નેતાઓ પર હવે હાઈકમાન્ડની સીધી નજર
- હાલ નહીં થાય કોઈ મોટા ફેરફાર
- ભાજપ પ્રદેશ સંગઠનની ખાલી જગ્યાઓને ભરવાની કરાશે કવાયત
- પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 14-15 ઓગસ્ટ આવશે ગાંધીનગર
- સંસદ સત્ર અને વ્હીપમાં કારણે હતા દિલ્હી
- પત્રિકા કાંડ બાદ પ્રથમવાર આવશે ગાંધીનગર
- કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ 12-13 ઓગસ્ટ ગુજરાતમાં
- ગુજરાત સંગઠનમાં ફરી સમુ સુથરુ કરવાની કવાયત
- ભાજપના સિનિયર લીડર્સનું માનીએનો ટૂંક સમયમાં ઘીના ઠામમાં ઠરશે ઘી
-
મણિપુરના મુખ્યમંત્રીએ રાજ્યનું વિભાજન કર્યું, ગૃહમંત્રીએ તેમને ક્લીનચીટ આપી: ગૌરવ ગોગોઈ
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું છે કે આખો દેશ જાણે છે કે મણિપુરના મુખ્યમંત્રીએ મણિપુરને બે ટુકડામાં વહેંચી દીધું છે અને તેમની નિષ્ફળતાને કારણે આજે મણિપુરમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને બાળકો રાહત શિબિરોમાં છે. આ બધું હોવા છતાં ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી દીધી.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટે આવશે ગુજરાતની મુલાકાતે
- કચ્છ ગંધીધામ IIFCO નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરશે
- કોટેશ્વરમાં BSFના મરીન યુનિટના નવા પ્રોજેકટનું કરશે શિલાન્યાસ
- કચ્છના સરહદી વિસ્તારોની પણ લેશે મુલાકાત
- અમિત શાહ સરર્કિકની પણ લઈ શકે છે મુલાકાત
- ભુજની પાલરા જેલની પણ લેશે મુલાકાત
- જેલ પ્રશાસનની કરશે સમીક્ષા
- કચ્છ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં આપશે હાજરી
-
RBIની મોનેટરી પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં,
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે. અગાઉ, આરબીઆઈએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા. રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આરબીઆઈ આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.
-
CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ, રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.
-
રાહુલ ગાંધીના લોકસભાના ભાષણમાંથી કેટલાક શબ્દો કાઢી નાખવામાં આવ્યા
લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભાષણમાંથી હત્યા શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે લોકસભાની કાર્યવાહીમાંથી હત્યા, ખૂની જેવા શબ્દો પણ હટાવી દેવામાં આવ્યા છે.
-
આનંદો ! ટામેટા થયા સસ્તા, ત્રણ દિવસમાં ટામેટાના ભાવ થયા અડધા
છેલ્લા કેટલાય સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા હતા. જો કે હવે તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાલ ટામેટાના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં અડધા જેટલા થઇ ગયા છે. લાંબા સમય બાદ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટામેટાના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. ત્રણ દિવસમાં ટામેટાના ભાવ અડધા થયા છે. ત્રણ દિવસ પહેલા જથ્થાબંધમાં 140 રૂપિયે વેચતા ટામેટાનો ભાવ 80 રૂપિયા થયો છે. જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો છે. રિટેલ બજારમાં ટામેટાના ભાવ થયા 180થી ઘટીને થયા 120 રૂપિયા સુધી ચાલી રહ્યા છે.
-
જેલમાં બંધ ઈમરાન ખાનની દેખાઈ અસર! 3 દિવસ પહેલા ભંગ કરી દેવામાં આવી પાકિસ્તાનની સંસદ
Pakistan: વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે તેના પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેને બંધારણની કલમ 58 હેઠળ વિસર્જન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.
-
એક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરમાં ગોળી મારી હત્યા, કરી રહ્યા હતા પ્રચાર
ઇક્વાડોરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની હત્યા કરવામાં આવી છે. રાજધાની ક્વિટોમાં પ્રચાર કરી રહેલા ફર્નાન્ડોને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. ઇક્વાડોરના રાષ્ટ્રપતિએ તેમની હત્યાની પુષ્ટિ કરી છે.
-
નવસારીમાં અંબિકા નદી ઉપરનો પુલ પડ્યો નબળો, ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ
Navsari : નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જોડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. 45 વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રિજ નબળો થયો હોવાથી હાલ ભારે વાહનની અવર-જવર સુરક્ષિત નથી. આ બ્રિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતી કડીરૂપ હતો. ત્યારે અહીં ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાતા વાહનચાલકો 22 કિમી વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે.
-
ભાજપ આદિવાસીઓને વનવાસી માને છે, રાહુલે કહ્યું: PM ઈચ્છે તો મણિપુરમાં લાગેલી આગને બે દિવસમાં ઓલવી શકે
Rajasthan: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે આદિવાસી દિવસ પર રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામમાં એક વિશાળ સભાને સંબોધિત કરતા કહ્યું કે આદિવાસીઓ ભારતના પ્રથમ નિવાસી છે. ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે. આ આદિવાસીઓનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. ભાજપ ઈચ્છે છે કે આદિવાસીઓ જંગલમાં રહે, આગળ ન વધે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસ સરકારની જન કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓ અને ગરીબો માટે સરકાર ચલાવે છે.
-
યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા પર રશિયાનો હુમલો, 2ના મોત, 7 ઘાયલ
યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર ક્લાયમેન્કોએ જણાવ્યું હતું કે બુધવારે યુક્રેનના ઝાપોરિઝિયા પર રશિયન હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. ક્લાયમેન્કોએ કહ્યું, “શરૂઆતમાં ત્રણ લોકોના મોતની માહિતી હતી.
Published On - Aug 10,2023 5:56 AM