GT vs RR : ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચ્યું
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 3 વિકેટ લીધી.

IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 217 રન બનાવ્યા. સાઈ સુદર્શને સૌથી વધુ ૮૨ રન બનાવ્યા. બટલર અને શાહરૂખ ખાને 36-36 રનની ઈનિંગ્સ રમી. રાહુલ તેવતિયાએ 24 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સેમસને 41 અને હેટમાયરે 52 રન બનાવ્યા. રિયાન પરાગે 26 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ માત્ર 24 રનમાં 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાન અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતની મોટો વિજય
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 217 રન બનાવ્યા. સાઈ સુદર્શને સૌથી વધુ 82 રન બનાવ્યા. બટલર અને શાહરૂખ ખાને 36-36 રનની ઇનિંગ્સ રમી. રાહુલ તેવતિયાએ 24 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સેમસને 41 અને હેટમાયરે 52 રન બનાવ્યા. રિયાન પરાગે 26 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ માત્ર 24 રનમાં 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાન અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી.
-
GTએ RRને હરાવ્યું
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું, સાઈ કિશોરે લીધી અંતિમ વિકેટ, પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચ્યું
-
-
રાજસ્થાન રોયલ્સને નવમો ઝટકો
રાજસ્થાન રોયલ્સને નવમો ઝટકો, તુષાર દેશપાંડે 3 રન બનાવી થયો આઉટ, સાંઈ કિશોરે લીધી વિકેટ
-
હેટમાયર 52 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને સૌથી મોટો ઝટકો, શિમરોન હેટમાયર 52 રન બનાવી થયો આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ
-
રાજસ્થાન રોયલ્સને સાતમો ઝટકો
રાજસ્થાન રોયલ્સને સાતમો ઝટકો, આર્ચર સસ્તામાં આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ
-
-
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો, રાશિદ ખાને શુભમ દુબેને કર્યો આઉટ, રાશિદ ખાનની બીજી વિકેટ
-
RRને મોટો ઝટકો
રાજસ્થાન રોયલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, પ્રસિદ્ધ કૃષ્ણાએ કેપ્ટન સંજુ સેમસનને કર્યો આઉટ
-
સેમસન-હેટમાયરની ફટકાબાજી
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, સંજુ સેમસન-હેટમાયરની જોરદાર ફટકાબાજી, હેટમાયરે રાશિદ ખાનને ફટકારી બે બોલમાં બે સિક્સર
-
રાશિદ ખાને ગુજરાતને આપવી ચોથી સફળતા
રાશિદ ખાને ગુજરાતને આપવી ચોથી સફળતા, ધ્રુવ જૂરેલ માત્ર 5 રન બનાવી આઉટ
-
રિયાન પરાગ 26 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, રિયાન પરાગ 26 રન બનાવી આઉટ, કુલવંત ખેજરોલિયાએ લીધી વિકેટ
-
રાજસ્થાનનો સ્કોર 50 ને પાર
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 ને પાર, સંજુ સેમસન-રિયાન પરાગની મજબૂત બેટિંગ, રિયાન પરાગે પ્રસિદ્ધ કૃષ્ણાને જોરદાર સિક્સર ફટકારી
-
સિરાજે રાણાને કર્યો આઉટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, નીતિશ રાણા ફક્ત 1 રન બનાવી આઉટ, સિરાજે લીધી વિકેટ
-
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 6 રન બનાવી આઉટ, અરશદ ખાને લીધી વિકેટ
-
RRને જીતવા 218 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા 218 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં રાહુલ તેવટીયાએ બે ફોર અને એક સિક્સર ફટકારી
-
GTનો સ્કોર 200 ને પાર
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 200 ને પાર, રાશિદ ખાન 12 રન બનાવી આઉટ
-
GTની અડધી ટીમ પોવેલિયન ભેગી
ગુજરાત ટાઈટન્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, સાઈ સુદર્શન 82 રન બનાવી થયો આઉટ, તુષાર દેશપાંડેએ લીધી વિકેટ
-
ગુજરાતને ચોથો ઝટકો
ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, શેરફેન રૂથરફોર્ડ 7 રન બનાવી થયો આઉટ, સંદીપ શર્માએ લીધી વિકેટ
-
શાહરૂખ ખાન 36 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, શાહરૂખ ખાન 36 રન બનાવી થયો આઉટ, મહિશ તીક્ષણાએ લીધી વિકેટ, સંજુ સેમસને જોરદાર સ્ટમપ આઉટ કર્યો
-
સુદર્શન-શાહરૂખની મજબૂત બેટિંગ
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 150 ને પાર, સાઈ સુદર્શન-શાહરૂખ ખાનની મજબૂત બેટિંગ
-
GTનો સ્કોર 100 ને પાર
ગુજરાતનો સ્કોર 100 ને પાર, સાઈ સુદર્શનની ફિફ્ટી
-
બટલર 36 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, જોસ બટલર 36 રન બનાવી થયો આઉટ, મહિશ તીક્ષણાએ લીધી વિકેટ
-
GTનો સ્કોર 50 ને પાર
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર, સાઈ સુદર્શનની મજબૂત બેટિંગ
-
જોફ્રા આર્ચરે મચાવી તબાહી
જોફ્રા આર્ચરે મચાવી તબાહી, શુભમન ગિલ ત્રીજી ઓવરમાં જ થયો આઉટ
-
ગુજરાતમાં હીટવેવ, અનેક શહેરમાં ગરમીનો પારો સામાન્ય તાપમાન કરતા 4 થી 8 ડિગ્રી સુધી વધુ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજૂ ફરી વળ્યું છે. રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો સામાન્ય તાપમાન કરતા 4 થી 8 ડિગ્રી સુધી ઉચકાયો છે. આજે બુધવાર 9 એપ્રિલે, સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. ગુજરાતના વિવિધ મુખ્ય શહેરમાં આજે નોંધાયેલ મહત્તમ તાપમાનના આંકડા પર કરીએ એક નજર, (તાપમાન ડિગ્રીમાં)
રાજકોટ 45.2 અમરેલી 44.3 ડીસા 43.6 પોરબંદર 43 અમદાવાદ 43.2 વડોદરા 43 ગાંધીનગર 43 ભાવનગર 41.2 ભુજ 42.9 જામનગર 38 નલિયા 38.2 સુરત 41 ડિગ્રી
-
રાજસ્થાને જીત્યો ટોસ, ગુજરાત બેટિંગ ફર્સ્ટ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, ગુજરાત ઘરઆંગણે પહેલા બેટિંગ કરશે
-
આણંદના બોરસદમાંથી 10થી વધુ દારૂખાનાની દુકાનો કરાઈ સીલ
આણંદ: બોરસદમા 10થી વધુ દારૂખાનાની દુકાનો સીલ કરાઈ. વડોદરા ફાયર વિભાગનું લાયસન્સ ન હોવાથી પાલિકાએ કાર્યવાહી કરી છે. ફટાકડાની દુકાનોમાં નગરપાલિકાની ચેકિંગ બાદ કાર્યવાહી કરવામાં આવી. દુકાનધારકો પાસે માત્ર આણંદ ફાયર વિભાગની જ ફાયર NOC હતી. વડોદરા રિજનલ ફાયર ઓફિસરનો પરવાનો ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. ફાયરને લઈ પાલિકાની કડક કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
-
વડોદરા: વિદ્યુત બોર્ડના ઉમેદવારોના ધરણાં યથાવત્
વડોદરા: વિદ્યુત બોર્ડના ઉમેદવારોના ધરણાં યથાવત્ છે. પડતર માગોને સઈ સતત 8 દિવસથી ઉમેદવારો હડતાળ પર છે. GUVNLની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો ધરણાં કરી રહ્યા છે. એપ્રન્ટીસ કરનારા ઉમેદવારોને ત્રણ વર્ષથી નોકરી નથી મળી. હેલ્પરની ભરતી ન કરી સરકાર આઉટસોર્સિંગ કરી રહી છે. આઉટસોર્સિંગમાં માનીતાઓને ફાયદો કરાવવાનો ઉમેદવારોના આક્ષેપ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં પર બેસવા ઉમેદવારો મક્કમ છે.
-
સાબરકાંઠા: 12 હજારના પગારદારને 36 કરોડ ઈન્કમટેક્સ ભરવા નોટિસ
સાબરકાંઠા: 12 હજારના પગારદારને 36 કરોડ ઈન્કમટેક્સ ભરવા નોટિસ મળી છે. ઈડરના રતનપુર ગામના સામાન્ય પરિવારને 36 કરોડ ભરવાનું ફરમાન આવ્યુ છે. નોટિસ મળતા જીતેશ મકવાણાનો 4 દિવસથી પરિવાર ધક્કા ખાઈ રહ્યો છે. નોટિસ અનુસાર જે. કે ઍન્ટરપ્રાઇઝ પેઢીથી કરોડોનો વ્યવહાર થયો છે. જે. કે એન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે. જો કે આ યુવાન ખાનગી કંપનીમાં 12 હજારના સામાન્ય પગારે નોકરી કરે છે. જીતેશનો પરિવાર સરકારી આવાસમાં જીવન રહી ગુજારે છે. ઈન્કમટેક્સ વિભાગની કરોડોની નોટિસે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.
-
વલસાડ: સોનાના દાગીનાની ચોરી કરનારા પુણેથી ઝડપાયા
વલસાડ: સોનાના દાગીનાની ચોરી કરનારા પુણેથી ઝડપાયા. ફરિયાદી પાસેથી સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા. વાસણો ચમકાવવા માટેનો પાઉડર બતાવી ચોરી કરી હતી. આરોપીઓએ નાસિકમાં બાઈક રિપેરિંગ માટે આપતા ભાંડો ફૂટ્યો. પોલીસે લોકેશન ટ્રેક કરીને પુણેમાંથી આરોપીઓની ધરપકડ કરી.
-
જામનગરઃ માનવ કંકાલના અવશેષ મળતા ખળભળાટ
જામનગરઃ માનવ કંકાલના અવશેષ મળતા ખળભળાટ મચ્યો છે. રણજીતસાગર ડેમમાંથી માનવ કંકાલના અવશેષ મળ્યા. પુલ નજીકથી ખોપડી સહિતના અવશેષો મળી આવ્યા છે. પોલીસે માનવ કંકાલ અંગે તપાસ હાથ ધરી.
-
રાજકોટ: લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકિંગ
રાજકોટ: લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. હિંગનું મોટાપાયે ઉત્પાદન કરતાં નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરાઇ. તપાસના ધમધમાટ વચ્ચે અનેક બેદરકારી સામે આવી છે. ગંદકી વચ્ચે જ હિંગ બનાવવાનું રો-મટીરિયલ રખાયાનો ખુલાસો થયો છે. ફૂડ વિભાગે 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે. સ્વચ્છતા, યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી છે. વિવિધ સ્થળેથી મસાલાના 16 જેટલાં નમૂના લેવામાં આવ્યા છે.
-
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ઝીંક્યો 104 ટકા ટેરિફ
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઉગ્ર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ ઝીંક્યો. ચીનથી આયાત થતા ઉત્પાદનો પર 104 ટકા સુધીનો ટેરિફ લાગશે. ટ્રમ્પની જાહેરાત મુજબ આજથી નવા ટેરિફ લાગુ થશે. ટ્રમ્પના નિર્ણય બાદ ચીને અમેરિકા પર પલટવાર કરતા કહ્યુ અમે વેપાર યુદ્ધ માટે તૈયાર છીએ. અમેરિકાના બ્લેકમેઇલિંગને ક્યારેય તાબે નહીં થઇએ.
-
અમદાવાદ: સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન 15 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ: સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીને આરોગ્ય વિભાગના નાયબ નિયામક પાસેથી, બોગસ મેડિકલ પ્રેક્ટિસ સંબંધિત કાર્યવાહી અટકાવવાના બદલામાં, કુલ 30 લાખની લાંચ માંગી હતી. જેમાંથી 15 લાખની રકમ એડવાન્સ રૂપે લેવાતી હતી, અને ગાંધીનગરમાં નિવૃત્ત ડીન તથા અધિક સચિવે મળીને લાંચ લેતી વખતે ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
-
વડોદરાઃ ગોત્રી રોડ પર કાર ચાલકે સર્જયો અકસ્માત
વડોદરાઃ ગોત્રી રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જયો છે. ડોક્ટર લખેલી કારના ચાલકે અકસ્માત સર્જયો. અકસ્માત સર્જનાર નશાની હાલતમાં હોવાની આશંકા છે. પુરઝડપે આવતી કાર ડિવાઈડર પર ઉંધી થઈ હતી.
-
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલીગેટ ઉપસ્થિત રહેશે. જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર AICC ડેલીગેટ સાથે યોગ્યરીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે. CWC અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. કેરળ, તામિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના નેતાઓ સાથે યોગ્ય રીતે કમ્યુનિકેશન થઈ શકે તે માટે 57 લોકોને જવાબદારી સોંપાઈ છે.
Published On - Apr 09,2025 7:34 AM





