AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

08 જુલાઈના મહત્વના સમાચાર : આજે રાત્રે ઈરાન પર હુમલો કરાશે… ટ્રમ્પની ચેતવણીથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2026 | 8:59 PM
Share

આજે 08 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

08 જુલાઈના મહત્વના સમાચાર : આજે રાત્રે ઈરાન પર હુમલો કરાશે... ટ્રમ્પની ચેતવણીથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો

આજે 08 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jul 2026 08:06 PM (IST)

    સુરતમાં વરસાદ બન્યો ‘મોતનો વરસાદ’, છેલ્લા 24 કલાકમાં 10ના મોત

    સુરતમાં વરસેલા વરસાદથી વિતેલા 24 કલાકમાં 10 વ્યક્તિઓના મોતના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં મેઘરાજાના કહેરથી હાહાકાર મચી જવા પામ્યો છે. માત્ર 24કલાકમાં સુરતના જુદા-જુદા વિસ્તારોમાં 10 લોકોના કરુણ મોત થયા છે. આકાશી આફતે મચાવેલી તબાહીથી 10 પરિવારના માળા વિંખાઈ ગયા છે. સુરત શહેરમાં પૂરની અને વરસાદના પાણીમાં 9 લોકો ડૂબ્યા હતા, જ્યારે એક આશાસ્પદ યુવકનું કરંટ લાગવાથી મોત થયું હતું.

  • 08 Jul 2026 07:50 PM (IST)

    જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી ઠાર

    ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાના ચાનાપોરામાં લશ્કર એ તૈયબાના એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. શોપિયાના ચાનાપોરા જનરલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT) ના એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આતંકવાદીની ઓળખ ઝાકિર અહેમદ ગની તરીકે થઈ છે.

  • 08 Jul 2026 07:14 PM (IST)

    સુરતમાં જ્યાં પાણી ભરાયા છે ત્યા સરવે હાથ ધરાશે, નુકસાનના પ્રમાણમાં આર્થિક સહાય કરાશે

    સુરતમાં જ્યા જ્યા વરસાદી પાણી ઘૂસ્યા છે ત્યાં સરકાર દ્વારા સરવેની કામગીરી હાથ ધરાશે. સરવેની કામગીરી બાદ, અસરગ્રસ્તોને નુકસાનના પ્રમાણમાં આર્થિક સહાય કરવામાં આવશે તેમ ઉચ્ચ કક્ષાની બેઠક બાદ, ધારાસભ્ય મનુભાઈ પટેલે જણાવ્યું હતું.

  • 08 Jul 2026 06:43 PM (IST)

    પોરબંદર ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું UAV ક્રેશ થયું

    પોરબંદર ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું UAV ક્રેશ થયું. ઇન્ડિયન નેવીનું અનમેન એરિયર વ્હીકલ થયું ક્રેશ. UAVના પેટ્રોલિંગ દરમિયાન બની ઘટના. એરપોર્ટ પાછળ આવેલા ધરમપુર નજીક બની ઘટના. સામાન્ય રીતે આ UAV આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ કરવાનું કામ કરતું હોય છે.

  • 08 Jul 2026 06:00 PM (IST)

    કીમ નદી બે કાંઠે, માંગરોળના શેઠી ગામનો બ્રીજ પાણીમાં ગરકાવ, વાહનવ્યવહારને અસર

    સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની આવક થતાં માંગરોળના શેઠી ગામનો બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અટકાવવાની ફરજ પડી છે. બ્રિજ પર પાણી ફરી વળતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.

  • 08 Jul 2026 05:26 PM (IST)

    ખાડીપૂરને લઈને સુરતમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈની હાજરીમાં ધારાસભ્યો, મ્યુ. કમિશનર, કલેકટરની યોજાશે હાઈ લેવલની બેઠક

    સુરત વરસાદ અને ખાડી પૂરની સ્થિતિ ને લઈ હાઈ લેવલની બેઠક. દર વર્ષ ની જેમ આ વખતે પણ બેઠક દોર શરૂ થશે. ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષમાં બેઠક યોજાશે. સુરત શહેરના તમામ MLA અને પાલિકા કમિશનર,સુરત કલેકટર,અને બીજા વિભાગ ના અધિકારીઓ જોડાશે. ખાડી પૂર સુરત શહેર માટે કાયમી સમસ્યા બની છતાં કોઈ ઉકેલ નહીં. ખાડી પૂરની સ્થિતિ પાછળ ખાડીનું દબાણ અને ખાડીને અવરોધક પ્રશ્નો કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • 08 Jul 2026 05:13 PM (IST)

    દાહોદના દેવગઢબારીયાના આંકલી ગામના સરપંચ રૂ. 50,000ની લાંચ લેતા ઝડપાયા

    દાહોદના દેવગઢબારીયામાં  એસીબીનો સપાટો. આંકલીના સરપંચે દારૂના કેસમાં પતાવટ માટે લાંચ માંગી હતી. 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી. પોલીસ કેસ પતાવી દેવાના બહાને સરપંચ રમેશ બારીયાએ લાંચ માંગી. એસીબીએ છટકું ગોઠવી 50 હજારની લાંચ લેતા ઝડપી લીધા. દેવગઢબારીયાના તળાવ પાસે રોડ પર લાંચની રકમ સ્વીકારી. આરોપી રમેશ બારીયા રંગેહાથ લાંચ લેતા ઝડપાતા ચકચાર. ગોધરા એસીબીની ટીમે સરપંચને દબોચી લીધો. લાંચિયા સરપંચ સામે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 08 Jul 2026 04:57 PM (IST)

    ED ની LEEL ઇલેક્ટ્રિકલ્સ કેસમાં મોટી કાર્યવાહી, રૂ. 112.90 કરોડની 22 જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત

    LEEL ઇલેક્ટ્રિકલ્સ કેસમાં PMLA હેઠળ ED જયપુર ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી હાથ ધરતા રૂ. 112.90 કરોડની 22 જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે. પ્રમોટર ભારત રાજ પુન્જ સહિત અન્ય સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, ગોવા, તમિલનાડુ સહિત 8 રાજ્યોમાં સંપત્તિ જપ્ત કરાઈ છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલ ઘર પણ જપ્ત કરાયું. બેંક બેલેન્સ, FD અને મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણો પણ જપ્ત કરવામા આવ્યા છે. CBIની FIRના આધારે EDએ શરૂ કરી હતી તપાસ. છેતરપિંડી કરીને SBI અને IDBIને 376 કરોડનું નુકસાન કરાયું હોવાનો ખુલાસો થવા પામ્યો છે. ખોટા નાણાકીય હિસાબોથી બેંકોને છેતર્યાનો આરોપ. વિદેશી કંપનીઓ મારફતે નાણાં ડાયવર્ટ કર્યાનો ખુલાસો થયો છે. ED દ્વારા આ મામલે વધુ તપાસ યથાવત

  • 08 Jul 2026 03:37 PM (IST)

    આવતીકાલ 9 જુલાઈએ સુરત-વલસાડની મુલાકાત લેશે CM ભૂપેન્દ્ર પટેલ

    ગુજરાતમાં અતિભારે વરસાદથી પ્રભાવિત થયેલા દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતની મુલાકાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જશે. પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ, ગુરુવારને 9 જૂલાઈના રોજ સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.

  • 08 Jul 2026 03:33 PM (IST)

    વર્તમાન ચોમાસામાં ગુજરાતમાં દીવાલ, વૃક્ષ કે વીજળી પડવાથી 11ના મોત

    ગુજરાતમાં 2026ના ચોમાસામાં અત્યાર સુધીમાં ક્યાક દીવાલ પડવાથી કે વૃક્ષ તુટી પડવાથી અથવા તો વીજળી પડવાથી કૂલ 11 માનવ મૃત્યું નોંધાયા છે. કુદરતી આફતથી મૃત્યુ પામેલા 11 નાગરિકોને આજે રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

  • 08 Jul 2026 03:18 PM (IST)

    સુરતમાં વરસાદે વીધો વિરામ, ખાડીના પૂર ઓસરતા સમય લાગી શકે, યુદ્ધના ધોરણે હાથ ધરાયું સફાઈ કામ

    સુરતમાં અતિભારે વરસાદ બાદ સર્જાયેલ પૂરની સ્થિતિ ઉપર વિશેષ અધિકારી શાલીની અગ્રવાલ, સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત કલેકટર સતત મોનિટિંગ કરી રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 3900 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાડીના પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાડીના પૂર પાણી ઓસળતા હજી સમય લાગી શકે છે, જેથી તમામ ટીમો કામે લગાવવામાં આવી છે. ગુજરાતના પ્રભારી મંત્રી કનુ દેસાઈ પણ સુરત પહોંચી રહ્યા છે અને અધિકારીઓ સાથે કરશે બેઠક. 200 લોકોની આરોગ્ય ની ટિમ કામે લાગી. સુરત પોલીસ કમિશનર અને વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ બોટ મારફતે નિરીક્ષણ કર્યું. ડિંડોલી વિસ્તારમાં NDRF સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યું. 7 હજાર લોકો પાણી ઓસરી રહ્યા ત્યાં સફાઈ માટે કર્મચારી જોડાયા છે. અલગ અલગ 234 મશીનો કામે લાગ્યા. સુરત ફાયર 14 ટિમો NDRF અને SDRF ની 9 ટિમો કામે લાગી રેસ્ક્યુ માં.

  • 08 Jul 2026 03:04 PM (IST)

    સુરત: ખાડીપૂરની સ્થિતિને લઈને દૂધ લેવા પડાપડી

    સુરતમાં ખાડીપૂરની ગંભીર સ્થિતિ વચ્ચે જીવનજરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દૂધ ભરેલો ટેમ્પો પહોંચતા મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા ઉમટી પડ્યા હતા અને ટેમ્પોનો ઘેરાવો કર્યો હતો. લોકોની ભીડ સતત વધતાં પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને સ્થળ પર પહોંચીને વ્યવસ્થા સંભાળવી પડી હતી. જળબંબાકાર સ્થિતિના કારણે દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં અવરોધ સર્જાતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

  • 08 Jul 2026 01:22 PM (IST)

    રાજુલામાં નદીના પટમાં વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામે નદીના પટમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભારે વરસાદના કારણે વૃદ્ધ પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન વૃદ્ધ ગામમાં એકલા રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

  • 08 Jul 2026 12:36 PM (IST)

    સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, કીમ-કુડસદ રોડ પર ઘૂંટણસમા પાણી

    સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કીમ-કુડસદ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી દુકાનો અને ઘરોમાં ઘૂસી જતાં માલ-સામાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવતાં વરસાદી સિઝન પહેલાં યોગ્ય આયોજન ન કરાયાનો આક્ષેપ કર્યો છે.

  • 08 Jul 2026 11:00 AM (IST)

    ચાંદોદમાં નર્મદા નદીમાં નવા નીરની આવક, જળસ્તરમાં વધારો

    વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને સંખેડાના ઉચ્ચ કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા ઉચ્છ અને ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં પહોંચ્યા છે. નવા નીરની આવકથી નર્મદા કિનારાના વિસ્તારોમાં ચહલપહલ વધી છે, જ્યારે તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

  • 08 Jul 2026 10:50 AM (IST)

    સુરતમાં વરસાદી સંકટ વચ્ચે IAS શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી

    સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે IAS અધિકારી શાલિની અગ્રવાલને વિશેષ કામગીરી સોંપી છે. તેઓ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સાથે સીધું સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખશે. નોંધનીય છે કે શાલિની અગ્રવાલ અગાઉ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કાર્યરત છે. તેમની નિમણૂકથી સંકલન વધુ અસરકારક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 08 Jul 2026 10:40 AM (IST)

    કચ્છમાં દબાણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, સરકારી જમીન કરાઈ ખુલ્લી

    કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે પૂર્વ કચ્છ પોલીસે લાલ આંખ કરી છે. રાપરના સોઢા કેમ્પ નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરાયેલા દબાણને ડિમોલિશન કરીને આશરે 2 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. ઉપરાંત વિજાપર ગામમાં પણ સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ફફડાટ ફેલાયો છે.

  • 08 Jul 2026 10:40 AM (IST)

    સુરતમાં ખાડીપૂરનો કહેર, ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને પાર

    સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરની પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને વટાવી ગઈ છે, જ્યારે સીમાડા ખાડી 4.50 મીટરની ભયજનક સપાટીની સામે 5.50 મીટરે પહોંચતા ઓવરફ્લો થઈ છે. તેના કારણે સરથાણા જકાત નાકા, પર્વત પાટિયા, ચીકુવાડી, સાણીયા, સમ્રાટ સર્કલ અને લિંબાયત સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજારો લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અને ખાડીપૂરના કારણે જનજીવન તેમજ વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

  • 08 Jul 2026 09:15 AM (IST)

    તાપીમાં વરસાદથી 38 આંતરિક રસ્તા જળબંબાકાર, અનેક ગામો સંપર્કવિહોણા

    તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે 38 આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વ્યારા તાલુકાના 9, ડોલવણના 12 અને વાલોડના 15 ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે સોનગઢ તાલુકાના 2 રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં છે. અનેક કોઝવે પાણીમાં ડૂબી જતાં સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તંત્ર લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી રહ્યું છે.

  • 08 Jul 2026 09:00 AM (IST)

    નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, શહેરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ

    નવસારીમાં ભારે વરસાદ અને ત્રણ નદીઓની વધેલી જળસપાટીને કારણે પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે. શહેરના આશરે 15 જેટલા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  • 08 Jul 2026 08:28 AM (IST)

    સુરતમાં વરસાદી પાણીમાં 3 કલાક ફસાયેલા યુવકનું ફિલ્મી રેસ્ક્યુ

    સુરતના ભરથાણા આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક યુવક ત્રણ કલાકથી વધુ સમય સુધી ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેની બાઈક અને બેગ તણાઈ ગયા હતા, જ્યારે યુવકે ફેન્સિંગના થાંભલાને પકડી રાખીને જીવ બચાવ્યો હતો. મોબાઇલની ફ્લેશલાઇટના આધારે તેની હાજરીની જાણ થતાં સેવાભાવી RD Group સેવા ટ્રસ્ટ ટ્રેક્ટર સાથે સ્થળે પહોંચ્યું અને દોરીની મદદથી સફળ રેસ્ક્યુ કરીને યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો. યુવકે પોલીસ અને ફાયર વિભાગને ફોન કરવા છતાં સમયસર મદદ ન મળ્યાનો આક્ષેપ કર્યો હતો અને પોતાનો જીવ બચાવવા બદલ RD Group સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો.

  • 08 Jul 2026 08:21 AM (IST)

    સુરતમાં 12 કલાકમાં મેઘતાંડવ, 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

    સુરતમાં માત્ર 12 કલાકમાં સરેરાશ 14 ઈંચ વરસાદ વરસતાં સમગ્ર શહેર બેહાલ બની ગયું છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરથાણા વિસ્તારમાં સૌથી વધુ 18.9 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે વરાછામાં 18.4 ઈંચ અને લિંબાયતમાં 16.9 ઈંચ વરસાદ ખાબક્યો. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  • 08 Jul 2026 07:46 AM (IST)

    મહુવામાં દીપડાનો આતંક યથાવત, 10 વર્ષના બાળકનો જીવ લીધો

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મહુવા વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં વન્ય પ્રાણીના હુમલાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકી અને એક વ્યક્તિનું મોત થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

  • 08 Jul 2026 07:46 AM (IST)

    દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની શક્યતા, અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

    હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Published On - Jul 08,2026 7:45 AM

Follow Us
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
g clip-path="url(#clip0_868_265)">