AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, ગોધરાના 2 બાળકોના સારવાર દરમિયાન મોત

Breaking News: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, ગોધરાના 2 બાળકોના સારવાર દરમિયાન મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2026 | 10:49 AM
Share

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુ વચ્ચે ચાંદીપુરા વાયરસે ફરી માથું ઊંચકતાં આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ છે. ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ અસર બાદ સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.

તાવ અને ખેંચ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા

મળતી માહિતી મુજબ બંને બાળકોને શરૂઆતમાં તાવ અને ખેંચ આવવાની ફરિયાદ થતાં તેમને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતાં વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતા.

આરોગ્ય વિભાગે હાથ ધરી તાત્કાલિક કાર્યવાહી

બે બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક વીંઝોલ અને જીતપુરા ગામે પહોંચી હતી. બંને ગામોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ ચાંદીપુરા વાયરસના સંક્રમણને રોકવા માટે દિવાલોની તિરાડો પુરવાની, દવા છંટકાવ કરવાની તેમજ અન્ય નિવારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સર્વેલન્સમાં મળી 260 સેન્ડફ્લાય માખીઓ

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સ દરમિયાન બંને ગામોમાં કુલ 260 સેન્ડફ્લાય માખીઓ મળી આવી છે. ચાંદીપુરા વાયરસના ફેલાવામાં સેન્ડફ્લાય મહત્વની ભૂમિકા ભજવતી હોવાથી આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છર અને જીવાતોથી બચાવવા તેમજ તાવ કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરી છે.

આ પણ વાંચો- Anshula Kapoor Wedding Photos: મિસ થી મિસિસ બની અંશુલા કપૂર, રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધી, જુઓ ફોટો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">