AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, મુસાફરો માટે મહત્વની સૂચના

વડોદરા રેલવે સ્ટેશન પર વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન અને પ્લેટફોર્મ વિસ્તરણને કારણે 9 અને 10 જુલાઈ, 2026 ના રોજ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે.

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, મુસાફરો માટે મહત્વની સૂચના
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2026 | 9:56 PM
Share

પશ્ચિમ રેલવે દ્વારા રેલ સંચાલનને વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન અને યાર્ડ રી-મોડેલિંગનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. હવે પ્લેટફોર્મ નંબર 4 અને 5ના વિસ્તરણ માટે સિવિલ વર્ક ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના કારણે 9 અને 10 જુલાઈ, 2026ના રોજ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેટલીક ટ્રેનોને બાજવા સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે અથવા ત્યાંથી જ શરૂ કરવામાં આવશે. જ્યારે કેટલીક લોકલ અને મેમુ ટ્રેનોના રૂટમાં પણ અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે.

આ ટ્રેનો રહેશે પ્રભાવિત

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

  • ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ – 9 અને 10 જુલાઈએ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. બાજવાથી વડોદરા વચ્ચે સેવા રદ રહેશે.
  • ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા પેસેન્જર – 9 અને 10 જુલાઈએ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. બાજવાથી વડોદરા વચ્ચે સેવા રદ રહેશે.
  • ટ્રેન નં. 69114 વટવા–વડોદરા મેમુ – બાજવા સુધી જ દોડશે.
  • ટ્રેન નં. 69108 વટવા–વડોદરા મેમુ – બાજવા સુધી જ દોડશે.
  • ટ્રેન નં. 69102 વટવા–વડોદરા મેમુ – બાજવા સુધી જ દોડશે.

શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો

  • ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ – બાજવા સ્ટેશનથી શરૂ થશે. વડોદરાથી બાજવા વચ્ચે સેવા રદ રહેશે.
  • ટ્રેન નં. 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ – બાજવાથી શરૂ થશે.
  • ટ્રેન નં. 69101 વડોદરા–વટવા મેમુ – બાજવાથી શરૂ થશે.
  • ટ્રેન નં. 69115 વડોદરા–વટવા મેમુ – બાજવાથી શરૂ થશે.
  • ટ્રેન નં. 69113 વડોદરા–વટવા મેમુ – બાજવાથી શરૂ થશે.
  • ટ્રેન નં. 69107 વડોદરા–વટવા મેમુ – બાજવાથી શરૂ થશે.

ખાસ ફેરફાર

ટ્રેન નં. 59549 વડોદરા–વટવા પેસેન્જર 9 અને 10 જુલાઈએ વડોદરાના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારે 5:40 વાગ્યે પ્રસ્થાન કરશે. જોકે આ ટ્રેન વડોદરા સ્ટેશન પર સવારે 6:25 થી 6:30 વાગ્યા સુધી પાંચ મિનિટનું સ્ટોપેજ કરશે.

મુસાફરો માટે રેલવેની અપીલ

પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનો સમય, રૂટ, સ્ટોપેજ અને અન્ય તાજી માહિતી ચકાસવાની અપીલ કરી છે. જેથી મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ન પડે. મુસાફરો સત્તાવાર રેલવે ઇન્ક્વાયરી પોર્ટલ પરથી ટ્રેનની અપડેટ માહિતી મેળવી શકે છે.

ખાડો ખોદે તે પડે કહેવત સાચી ઠરી!.. AMC નો ચાલતો ટ્રક ખાડામાં ગરકાવ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">