AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દાયકાઓ જૂના નર્મદા વિવાદનો સુખદ ઉકેલ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે કરાર

દાયકાઓથી ચાલી રહેલા નર્મદા જળ વિવાદનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ઐતિહાસિક અંત આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે પુનર્વસન, જમીન સંપાદન વળતર અને જળ વહેંચણી સંબંધિત મુદ્દાઓ પર સમજૂતી સધાઈ છે

Breaking News : દાયકાઓ જૂના નર્મદા વિવાદનો સુખદ ઉકેલ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે કરાર
| Updated on: Jul 07, 2026 | 10:53 PM
Share

વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ – એમ ચાર રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્વપૂર્ણ કરાર દ્વારા વિસ્થાપિતોના પુનર્વસન, જમીન સંપાદન બાદના વળતર અને જળ વહેંચણી જેવા જટિલ મુદ્દાઓનો શાંતિપૂર્ણ અને સર્વસંમતિથી ઉકેલ લાવવામાં આવ્યો છે. ચારેય રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય પર મહોર મારવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સંવાદ અને સહમતિના પાયા પર આધારિત હતી, જેના પરિણામે લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો નિકાલ થયો છે.

રાજકીય નિષ્ણાત અજયભાઈ ઉમટના મતે, આ સમજૂતી શક્ય બનવા પાછળ “ડબલ એન્જિન સરકાર”નો મોટો ફાળો છે. અગાઉ, વિવિધ રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકારો હોવાને કારણે યોગ્ય સંકલન સાધવું મુશ્કેલ બનતું હતું. જોકે, કેન્દ્રમાં અને મોટાભાગના સહભાગી રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી એક સમાન વિચારધારા અને લક્ષ્ય સાથે આગળ વધવું સરળ બન્યું. અમિત શાહે જળ ક્ષેત્રે “સહકારી સંઘવાદ”નો પહેલીવાર સફળ પ્રયોગ કર્યો છે અને જળ સુરક્ષાને મજબૂત કરવા માટે આ ઐતિહાસિક પહેલ કરી છે.

આ કરાર એક “વન ટાઇમ સેટલમેન્ટ” તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આર્થિક ચૂકવણી અને ખર્ચ વહેંચણી અંગેના તમામ વિવાદોનો આમાં સમાવેશ થાય છે. ભૂતકાળમાં, મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર દરમિયાન વિસ્થાપિતો અને વળતરને લઈને વિવાદ વધુ વકર્યો હતો. તે સમયે પેમેન્ટ બાકી રહેવા અને વ્યાજ પર વ્યાજ લાગવા જેવી સમસ્યાઓ હતી. પરંતુ હવે, ચારેય રાજ્યો અને કેન્દ્રમાં સમાન પક્ષની સરકારો હોવાથી આર્થિક નાણાની ચૂકવણી અને ખર્ચ વહેંચણીના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

જળ વહેંચણીના મુદ્દે પણ રાજ્યો વચ્ચે સકારાત્મક સમજૂતી થઈ છે. અત્યાર સુધી, જળરાશિનું પ્રો-રેટા પ્રમાણે વહેંચણી થતી હતી, જેમાં મધ્યપ્રદેશને સૌથી વધુ અને રાજસ્થાનને ઓછું પાણી મળતું હોવાનું દેખાતું હતું. જોકે, નવા કરાર હેઠળ રાજ્યોએ મોટું મન રાખીને એ સ્વીકાર્યું છે કે જો કોઈ રાજ્યને સહેજ વધારે કે ઓછું પાણી મળે તો તેનાથી વિવાદ કરવો નહીં. અમિત શાહે પણ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે, ત્યાં જમીન ફળદ્રુપ બની છે, જમીનનું મૂલ્ય વધ્યું છે અને ખેડૂતોની કિસ્મત બદલાઈ છે. આ સમજૂતીથી પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થશે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. આ કરાર ખરેખર ભારતના સંઘીય માળખામાં સહકાર અને વિકાસનું પ્રતિક બની રહેશે.

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">