AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાના બે વિમાનો આવ્યા સામસામે, સમયસર કાર્યવાહીથી ટળ્યો મોટો અકસ્માત

મંગળવાર 07 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી. એક જ રનવે પર બે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનો સામસામે આવી ગયા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સમયસર સૂચનાઓને કારણે એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કરી દીધું, જેના કારણે સંભવિત ટક્કર ટળી અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ.

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાના બે વિમાનો આવ્યા સામસામે, સમયસર કાર્યવાહીથી ટળ્યો મોટો અકસ્માત
AIR INDIA FACE TO FACE MUMBAI AIRPORTImage Credit source: AI Generated
| Updated on: Jul 08, 2026 | 8:42 AM
Share

મંગળવારે 7 જુલાઈના રાત્રે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. એક જ રનવે પર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાનો સામસામે આવી ગયા હતા. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી સૂચના મળ્યા બાદ એર ઈન્ડિયાના વિમાને ટેકઓફ રદ કર્યું હતું.

સૂત્રો અનુસાર, આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. સિલીગુડીથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AIX-1547 લેન્ડિંગ કર્યા બાદ હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટી પણ નહોતી. તે દરમિયાન એ જ રનવે પરથી દિલ્હી જવા તૈયાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-816 ટેક-ઓફ માટે આગળ વધી રહી હતી.

રનવે પર બંને વિમાનો સામસામે આવી ગયા

એક જ રનવે પર બંને વિમાનો સામસામે આવી જતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી. જોકે, ATC તરફથી તરત જ સૂચના મળતા એર ઇન્ડિયાના પાયલોટે ટેક-ઓફ પ્રક્રિયા અટકાવી દીધી અને વિમાનને પાછું બે (Bay) એટલે કે પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.

કયા વિમાનો હતા સામેલ ?

સૂત્રો અનુસાર, મુંબઈથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-816માં મોટા કદનું બોઇંગ 777-300ER વિમાન હતું. જ્યારે સિલીગુડીથી મુંબઈ આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AIX-1547માં બોઇંગ 737 MAX 8 વિમાન સામેલ હતું.

એર ઇન્ડિયાનું નિવેદન

આ ઘટનાને લઈને એર ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા નિવેદનમાં કંપનીએ કહ્યું કે 7 જુલાઈએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટ AI-816ના પાયલોટે એર ટ્રાફિક કન્ટ્રોલના નિર્દેશ બાદ ટેક ઓફ પ્રક્રિયા અટકાવી અને વિમાનને પાછું બે (Bay) વિસ્તારમાં લઈ ગયા. માનક કામગીરી પ્રક્રિયા (SOP) મુજબ હવે વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે. કંપનીએ વધુમાં જણાવ્યું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">