07 મેના મહત્વના સમાચાર : જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી રૂ. 84 લાખનો ગાંજો ઝડપાયો
આજે 07 મે અને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 07 મે અને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત
અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત થયું છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અકસ્માતમાં બાઇક ચાલક સંજય મકવાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મહત્વનું છે કે થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપરથી અકસ્માતમાં એક ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પડતા મોત થયું હતું.
-
નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસ્યો વરસાદ
નર્મદાના સાગબારા, ડેડીયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો. ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની એન્ટ્રી. કમોસમી વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી. મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાન. વરસાદ વરસતા ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા.
-
-
જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી રૂ. 84 લાખનો ગાંજો ઝડપાયો
જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી ગાંજો ઝડપાયો. રાજકોટ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી. રાજકોટ ગ્રામ્ય SOG ને બાતમી મળતા રેડ કરતા ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો. આરોપીઓ ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજો લઈને રાજકોટ તરફ જતા હતા. રાજકોટ ગ્રામ્ય SOG એ ત્રણ આરોપીની ધરપકડ કરી. રાજકોટ SOG એ આરોપી રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, કાદરસા ઉર્ફે કાદર બાપુ શેખ, નરેશભાઈ હરી ઇશ્વરભાઇ લીંબડીયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મહમદદરીફિક લોદી, અબ્દુલલફ સામ, અલેખા બીસ બહેરા નામના આરોપી એ ગાંજો મંગાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય SOGએ રૂપિયા 84.16 લાખનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસ્યો વરસાદ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસ્યો વરસાદ. ડુંગરીયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો. ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ. અંતરિયાળ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પસરી.
-
ગાંધીનગરમાં ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 20 લોકોને કોંગ્રેસે કાઢી મુક્યા
ગાંધીનગર કોગ્રેસમાં ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 20 લોકો ને પાણીચું આપ્યું છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જિલા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મેન્ડેટ મળ્યા બાદ ફોર્મ પાછું ખેંચવા તેમજ કોગ્રેસના હોદેદારો હોવા છતાંય ચૂંટણીમાં બીજેપીને મદદ કરનાર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અરવિંદ સોલંકીએ 20 જેટલા કોંગ્રેસીઓને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે.
-
-
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જીના મંત્રીમંડળને વિખેરી નાખ્યું
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે, મમતા બેનર્જીના મંત્રીમંડળને બરખાસ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ ચૂંટણી હાર્યા બાદ હોદ્દા પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
-
તમિલનાડુમાં સરકાર રચવા માટે વિજય પાસે સ્પષ્ટ બહુમતી નથીઃ રાજ્યપાલ
તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે ‘તમિઝગા વેત્રી કઝગમ’ના પ્રમુખ થિરુ સી. જોસેફ વિજયને ચેન્નાઈના ‘લોકભવન’માં આમંત્રણ આપ્યું હતું. આ બેઠક દરમિયાન, રાજ્યપાલે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર બનાવવા માટે તમિલનાડુ વિધાનસભામાં જરૂરી બહુમતીનો ટેકો હજુ સુધી સ્પષ્ટ રીતે સ્થાપિત થયો નથી.

-
સાબરકાંઠાના પોશીનાના અજાવાસમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો
સાબરકાંઠાના પોશીનાના અજાવાસમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો. એસઓજી અને પોશીના પોલીસે ડ્રોનથી સર્વે કરીને દરોડો પાડ્યો. ખેતરમાં વાવેતર કરેલ અને સુકવેલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. 25 કિલો કરતા વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ 12.65 લાખ રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો. એસઓજીએ ખેડૂત હકમા ગમારની ધરપકડ કરી તપાસ હાથ ધરી
-
બિહારના ધારાસભ્ય, ભજનીક મૈથિલી ઠાકુરે સુરતમાં ઘસ્યા હીરા
બિહારમાં ભાજપના ધારાસભ્ય, ભજનીક અને લોક ગાયિકા મૈથિલી ઠાકુર સુરતની મહેમાન બની મૈથિલી ઠાકુર. ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર બની હીરા ઘસ્યા, ગુજરાતી ભજનોની રમઝટ બોલાવી. મૈથિલી ઠાકુરની આ સુરત મુલાકાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. તેમના હીરા ઘસતા વીડિયો અને ગુજરાતી ભજન ગાતી ક્લિપ્સ લોકો શેર કરી રહ્યા છે. બિહારના અલીનગર વિધાનસભાના ધારાસભ્ય અને દેશભરમાં પોતાની ગાયકીથી જાણીતી બનેલી મૈથિલી ઠાકુર હાલમાં સુરતની મુલાકાતે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે ધારદાર પ્રચાર કર્યા બાદ મૈથિલી ઠાકુર ગુજરાતના આર્થિક પાટનગર અને ડાયમંડ સિટી સુરતમાં ખાસ મહેમાન બની સછે.
-
અમદાવાદના નરોડામાં આવેલા ઈવાન-3 ફ્લેટમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું
અમદાવાદના નરોડા ઈવાન-3 ફ્લેટમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. અમેરિકાનાં નાગરિકો લોન આપવાના બહાને ઠગાઈ. ફ્લેટ ભાડે રાખી ચલાવાતું બોગસ કોલ સેન્ટર. નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
-
મહેસાણા DySP મિલાપ પટેલને હાઈકોર્ટે ખખડાવી નાખ્યાં, SP કક્ષાના અધિકારીએ માંગી બિનશરતી માફી
મહેસાણા DySP મિલાપ પટેલનો હાઈકોર્ટે ઉધડો લીધો છે. આપ ખુદશાહીથી કોર્ટના હુકમ વગર સોગંદનામુ દાખલ કરાતા હાઈકોર્ટે લીધો ઉધડો. સરકારી વકીલને જાણ કર્યા વિના વ્યક્તિગત રીતે સોગંદનામુ દાખલ થતાં હાઇકોર્ટ નારાજ. કેસના ફરિયાદી અને ઇન્વેસ્ટીગેશન ઓફિસર (IO) વચ્ચે મિલીભગત હોવાનું પ્રાથમિક તારણ. DySPએ પોતાની મનમાની ચલાવતા તાત્કાલિક ધોરણે તપાસ છીનવાઈ. સંબંધિત કેસની તપાસ DySP મિલાપ પટેલ પાસેથી છીનવી અન્ય DySPને સોંપાઈ. DySP ની ભૂલ બદલ SP કક્ષાના અધિકારીઓએ કોર્ટમાં બિનશરતી માફી માગી. પોલીસ અધિકારીની ભૂલ બદલ સરકારી વકીલે પણ કોર્ટમાં માંગી માફી. યોગ્ય મેરીટના આધારે હવે કેસની સુનાવણી હાથ ધરાશે. મહેસાણાની એક જમીનનું ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને ખોટી રીતે વેચવા બદલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ.
-
ચુડા તાલુકાના ઝોબાળા ગામની સીમમાં દીપડો દેખાયો, ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. ઝોબાળા ગામની સીમમાં આવેલ વેજળકા ડેમ પાસે દેખાયો દીપડો. મોડી રાત્રે દીપડો દેખાતા ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય સાથે ડરની સ્થિતી જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી માંગ કરાઈ છે.
-
અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાંથી દબાણ દૂર કરવાની કામગીરી
અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે AMC દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા પર દબાણ કરી ફ્રૂટ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરીને જાહેર માર્ગને ખાલી કરાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિક અવરોધ ન થાય અને નાગરિકોને સરળ અવરજવર મળી રહે તે સુનિશ્ચિત કરવો છે. AMC દ્વારા જાહેર માર્ગને દબાણમુક્ત બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.
-
સુરત: કીમ ચાર રસ્તા નજીક પૂંઠાના ગોડાઉનમાં લાગી આગ
-
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ મામલે 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના સેશન્સ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે યથાવત્ રાખ્યો છે અને સોહરાબુદ્દીનના ભાઈ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. મુંબઈની સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી આ અપીલ પર સુનાવણી કરતી બોમ્બે હાઈકોર્ટની ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમની બેન્ચે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર કે કેસ દેખાતો નથી, તેથી તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો આપવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે.
-
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં અકસ્માતમાં 4 વ્યક્તિઓનાં મોત
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતોની શ્રેણીમાં 4 લોકોના મોત થયા છે. સીટીએમ, વટવા, નિકોલ અને બોપલ વિસ્તારમાં બનેલા અકસ્માતોમાં ડમ્પર અને કારની ટક્કરથી મોતના બનાવો બન્યા હતા. જેમાં સીટીએમમાં પીધેલા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો.
-
દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો
-
ઓપરેશન સિંદૂર તો બસ શરૂઆત છે, યુદ્ધ ચાલુ છે: સેના
સેનાએ ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર અંત નથી, તે ફક્ત શરૂઆત છે. તેમણે કહ્યું, “આ ઓપરેશનમાં અમે અમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા. અમે સફળ થયા. અમે દુશ્મનને પાઠ ભણાવ્યો, અને આતંકવાદ સામેની અમારી લડાઈ ચાલુ રહેશે.”
-
રાજ્યમાં દારૂબંધીના ધજાગરા, દંપતીએ બિયર સાથે બનાવી રીલ
રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં દંપતી ફ્લેટના ધાબા પર બેસી. બિયર સાથે રીલ બનાવતું નજરે પડી રહ્યું છે. વીડિયો વાયરલ થતા જ સરદારનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે કુબેરનગર કૈલાસ શિવાલિયા ફ્લેટમાં તપાસ કરી હતી. જેમાં વીડિયો જૂનો હોવાનો ખુલાસો થયો છે. દંપતીનો દાવો છે કે વીડિયો તેમણે જૂન 2024માં બનાવ્યો હતો અને કોઈએ અંગત અદાવતમાં અજાણી આઈડીથી તેને પોસ્ટ કર્યો છે. પણ રાજ્યમાં દારૂબંધી વચ્ચે સતત સામે આવતી આવી ઘટનાઓ અનેક સવાલો તો ઊઠાવે જ છે.
-
અમદાવાદઃ AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ
અમદાવાદમાં ગરમી વધતા AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને બરફની ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અંગે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન ક્લોરીન લેવલ, સ્વચ્છતા અને દૈનિક હાઇજિન પ્રક્રિયાની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓએ તપાસી રહ્યું છે કે ફેક્ટરીઓમાં દરરોજ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં તેમજ પાણીની ગુણવત્તા જાળવવામાં જરૂરી નિયમોનું પાલન થાય છે કે કેમ. માહિતી મુજબ, દર મહિને બે વખત પાણીના નમૂના લેવામાં આવે છે, જેમાં એક નમૂનો ખાનગી લેબમાં અને બીજો સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. કુલ 6 બરફની ફેક્ટરીમાંથી 4 ફેક્ટરીઓમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી રિપોર્ટના આધારે કરવામાં આવશે.
-
પંજાબમાં બિલ્ડર અને CMની ઓફિસથી જોડાયેલા લોકો પર EDના દરોડા
-
ગાંધીનગરઃ મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ યોજાયો હતો. બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો સાથે અનેક વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય મંત્રી C. R. Patil સહિતના નેતાઓની હાજરી નોંધાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સંગઠનાત્મક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સુરત અને ગાંધીનગર સહિત કુલ પાંચ જિલ્લાની સંગઠન રચનાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર અને વડોદરા ક્ષેત્રના હોદ્દેદારોની નિમણૂક અંગેની ચર્ચા 12 તારીખ બાદ હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બરોડા અને સૌરાષ્ટ્ર સંબંધિત નામોની ચર્ચા વડાપ્રધાનના પ્રવાસ બાદ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
-
પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં તપાસનો ધમધમાટ
-
સુરતમાં 13 વર્ષીય કિશોરનું ઝાડા-ઊલ્ટી થતા મોત
સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે એક કિશોરનું મોત થતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. Haldharu ગામે રહેતા એક પરપ્રાંતિય પરિવારના 13 વર્ષીય દીકરાને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ અચાનક ઝાડા અને ઉલ્ટીના લક્ષણો વધતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતું, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ તરફ ઝાડા-ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને પાણી તથા સ્વચ્છતા અંગે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
-
અમરેલી: સિંહોની હાલત શ્વાન કરતાં પણ બદતર
-
સુરત: પાંડેસરામાં ટેમ્પોમાં લાગી ભીષણ આગ
સુરત: પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલથી બુઢિયા ગામ જતા માર્ગ પર એક ટેમ્પોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ટેમ્પો તેમજ તેમાં રહેલો સામાન બળી જવાથી નુકસાન થયું છે. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
-
અમદાવાદ: બોપલમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ
-
પીએમ મોદીએ તેમનો સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફોટો બદલ્યો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ઓપરેશન સિંદૂરનો ફોટો પોસ્ટ કર્યો. -
અમદાવાદ: દસ દિવસ સુધી મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ
-
અમદાવાદઃ જશોદાનગરમાંથી હથિયાર સાથે ઝડપાયો શખ્સ
અમદાવાદના Jashodanagar વિસ્તારમાંથી એલસીબીએ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં આરોપી પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી હથિયાર લઈને ક્યાં જતો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને હથિયાર ક્યાંથી મેળવાયું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
-
વડોદરાઃ બાળક પર વાનરનો જીવલેણ હુમલો
Sayaji Baug Zooમાં એક બાળક પર વાનરે જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. સુરતથી ફરવા આવેલા પરિવારનો બાળક આ હુમલાનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ વાનરે બાળક અને તેની માતા પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે ઝૂમાં સહેલાણીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ઝૂ તંત્ર અને વન વિભાગ હરકતમાં આવ્યા છે અને વાનરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.
-
વાવ થરાદ: કોંગ્રેસનાં 3 નેતાઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
Geniben Thakorના સમર્થનમાં વાવ-થરાદ વિસ્તારમાં ગઇકાલે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસી આગેવાનો અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જેમાં પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને ગેરવર્તન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવો તેમજ મંજૂરી વગર રેલી યોજીને જાહેરનામાનો ભંગ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Published On - May 07,2026 7:25 AM
