AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય.. આવતીકાલે 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ.. જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2025 | 8:52 PM
Share

આજે 06  સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય..  આવતીકાલે 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ.. જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આજે 06  સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Sep 2025 09:00 PM (IST)

    સુરતમાં 1 લાખથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

    સુરત શહેરમાં ધામધૂમથી ગણેશ વિસર્જનની  કરવામાં આવ્યુ. શહેરમાં 1 લાખથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયુ. પોલીસ કમિશનરે GPS સિસ્ટમ દ્વારા સતત  મોનીટરીંગ હાથ ધર્યુ હતુ. સમયસર અને સુરક્ષિત રીતે વિસર્જન થાય તેની તકેદારી રાખવામાં આવી. વિસર્જનના વાહન પર GPS ટ્રેકર લગાવી મોનીટરીંગ કરાઈ રહ્યુ હતુ. ક્રાઇમબ્રાંચ ખાતે મોનીટરીંગ રૂમ ઉભો કરવામાં આવ્યો હતો.

  • 06 Sep 2025 08:45 PM (IST)

    ભાવિ ભકતો માટે અંબાજીમાં અવિરત ધમધમી રહ્યા છે રસોડા

    બનાસકાંઠાના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો અંતિમ તબક્કામાં છે. લાખો માઇભક્તો માતા અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા છે.અંબાજી મહામેળામાં પદયાત્રા અને દર્શનનું જેટલું મહત્વ છે. તેટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. દરેક શ્રદ્ધાળુ મોહનથાળનો પ્રસાદ ઘરે લઈ જાય છે, જે આ મેળાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે.

  • 06 Sep 2025 08:30 PM (IST)

    ગુજરાત પર ઓળઘોળ થયા મેઘરાજા

    રાજ્યભરમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે તમામ ડેમ-જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. મહીસાગરના કડાણા ડેમના 14 દરવાજા ખોલીને 2 લાખ 8 હજાર પાણી મહીસાગર નદીમાં પાણી છોડાયું. મહીસાગરના 110 ગામોને એલર્ટ કરાયા.  નર્મદાના સરદાર સરોવદર ડેમમાં પાણીની આવક ઘટી છે. ડેમના 15 દરવાજા 1.90 મીટર ખોલી 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાયું. અહીં વલસાડમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં 65 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ. પંચમહાલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ હતી. આ તરફ મહેસાણાના ધરોઇ ડેમના કુલ 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું હતું.

  • 06 Sep 2025 08:15 PM (IST)

    પાટણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, તૂટી પડ્યા મેઘરાજા

    પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો બફારા અને ગરમીથી પરેશાન હતા. તેવામાં જ અચાનક બપોર બાદ વાતાવરણમાં એવુ પરિવર્તન આવ્યું કે આકાશમાં રહેલા કાળા ડિંબાંગ વાદળોએ ભૂક્કા કાઢી નાખ્યા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી ભયાનક તીવ્રતા સાથે અને પવનના પ્રચંડ સૂસવાટા સાથે મેઘો ઓળઘોળ થઈ વરસવા જ લાગ્યો. થોડા જ કલાકોમાં સમગ્ર શહેરને મેઘરાજાએ જળતરબોળ કરી નાખ્યું હતું. વરસાદની તીવ્રતા એટલી ભયાનક હતી કે ગણતરીની મિનિટોમાં રસ્તા દેખાતા બંધ થઈ ગયા હતા. રસ્તા પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું. મેઘો એટલો પ્રચંડ ગાજવીજ સાથે વરસ્યો કે પાટણવાસીઓ થોડીવાર તો ગભરાઈ ગયા હતા. વરસાદના કારણે બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વરસાદને કારણે શહેરના રેલવે ગરનાળા, પારેવા સર્કલ, બીએમ હાઈસ્કૂલ અને બુકડી વિસ્તારમાં પાણી ભરાયા. આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. મૂશળધાર વરસાદથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.

  • 06 Sep 2025 08:00 PM (IST)

    ગીર સોમનાથ: વેરાવળના વાવડી ગામમાં 4 યુવકો પર હુમલો

    ગીર સોમનાથ: વેરાવળના વાવડી ગામમાં 4 યુવકો પર હુમલાની ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજ્યું છે. એક શખ્સે ચાર યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનારની ધરપકડ કરી છે. ગોચરની જમીન પર દબાણને લઈ આરોપીએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ગોચર જમીન મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો અને આરોપીએ ઉશ્કેરાઈ ચાર વ્યકિત પર છરી વડે કર્યો હુમલો

  • 06 Sep 2025 07:45 PM (IST)

    ધરોઈ ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડાયુ

    ધરોઈ ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં નવા નીર આવ્યા. જેના પગલે સંત સરોવર ડેમના 21 દરવાજા ખોલવામાં આવ્યા. સંત સરોવર ડેમમાં 31 હજાર ક્યુસેક પાણીની આવક થઇ. જે બાદ સંત સરોવરથી વાસણા બેરેજ તરફ જતી સાબરમતી નદીમાં 25 હજાર 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સંત સરોવારના તમામ દરવાજા ખોલતા વાસણા બેરેજ તેમજ સાબરમતી નદીના કિનારે વસતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 06 Sep 2025 07:30 PM (IST)

    જુનાગઢ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે બનાવાઈ કમિટી

    જૂનાગઢઃ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના કેસમાં કલેક્ટર દ્વારા પાંચ અધિકારીની કમિટી બનાવાઈ છે. જેમા SDM, DyMC, DySPએ લીધી હોસ્ટેલની મુલાકાત લીધી હતી. બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા. શાળા સંચાલક, હોસ્ટેલ સંચાલક સાથે પૂછપરછ હાથ ધરાઈ હતી. કમિટીની તપાસ બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપાશે

  • 06 Sep 2025 07:15 PM (IST)

    પંચમહાલઃ પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટતા 6ના મોત

    પંચમહાલઃ પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટતા 6ના મોત થયા છે. પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી.  મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.  રોપ-વેમાં બાંધકામની સાધન સામગ્રી લઈ જવાતી હતી. ખરાબ હવામાનને કારણે  દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે  ટ્રોલી પિલ્લર સાથે અથડાતા દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા છે. પેસેન્જર રોપ-વે પણ બંધ કરવામાં આવ્યુ છે.

  • 06 Sep 2025 07:00 PM (IST)

    અંબાજીમાં ભારે વરસાદ, ભક્તોનો ધસારો યથાવત

    અંબાજીમાં એક બાજુ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને બીજી બાજુ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ હોવા છતાં ભાવિક ભક્તો મંદિર પહોંચી રહ્યા છે અને દર્શનનો લાહ્વો લઈ રહ્યા છે.

  • 06 Sep 2025 06:45 PM (IST)

    જુનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પતિ પર જીવલેણ હુમલો

    જૂનાગઢ શહેરમાં પતિ-પત્નીનો ઝઘડામાં પતિ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો. ST વિભાગમાં નોકરી કરતા જલ્પેશ ચૌહાણને પોલીસમાં નોકરી કરતી પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. જેના કારણે બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ઝઘડા એટલા ઉગ્ર હતા કે જલ્પેશે પત્ની સામે સાસુ અને નણંદને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેનો ખાર રાખી પત્નીના ભાઈઓએ જલ્પેશે પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા છે.. જેમા 4 શખ્સો માર મારતા નજરે પડી રહ્યા છે. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 06 Sep 2025 06:30 PM (IST)

    વડોદરાના ડેસરમાં વરસાદે મચાવી તબાહી

    વડોદરાના ડેસર તાલુકામાં જ્યાં જ્યાં નજર જઈ રહી છે ત્યાં ત્યાં માત્ર પાણીએ મચાવેલી તબાહીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યંત ભારે ગાજવીજ સાથે ખૈબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ઈટવાડના ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોનો મોટો આર્થિક ફટકો પડ્યો છે. કપાસ, તુવેર, તમાકુ, એરંડાની વાવણી પર આફતનું પાણી ફરી વળ્યું છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 1.52 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. જેને પગલે નદી કાંઠાના વિસ્તારોને સતર્ક કરાયા છે. સાવલી અને ડેસર તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી ભયજનક સપાટીને પાર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અત્યારે જ ચિંતાજનક સ્થિતિ છે ત્યારે જો નદી ભયજનક સપાટી પાર કરે તો વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  • 06 Sep 2025 06:15 PM (IST)

    રાજ્યમાં હજુ આગામી સાત દિવસ વરસાદની આગાહી

    હવામાાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.  આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 8 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં રેડ એલર્ટ જોવા મળી રહ્યુ છે. અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયુ છે. માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના પવમાં આવી છે.

  • 06 Sep 2025 06:00 PM (IST)

    અમદાવાદ: ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદની ધબધબાટી

    અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોપલ, ઘુમા, ગોતા, શ્યામલ, શેલા, શિલજ, બોપલમાં વરસાદી માહોલ જામ્યો છે. તો શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે. ઈસનપુર, મણિનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણ રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

  • 06 Sep 2025 05:45 PM (IST)

    કચ્છઃ રાપર અને ભચાઉમાં ત્રણ દિવસથી અવિરત મેઘમહેર

    કચ્છઃ રાપર અને ભચાઉમાં ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાપર, ફતેહગઢ, ગેડી, ભીમાસર અને રતનપરમાં વરસાદ વરસી રહ્યો છે. સાંગવારી માતાજીના મેળામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. મેળાના સ્ટોલ ધારકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ફતેહગઢ ગામે વરસાદથી બચવા લોકોએ ડોમનો સહારો લેવા મજબુર બન્યા

  • 06 Sep 2025 05:30 PM (IST)

    ખેડા જિલ્લાના વણાકબોરી વિયરમાંથી છોડાશે પાણી

    ખેડા જિલ્લાના વણાકબોરી વિયરમાંથી પાણી છોડવામાં આવશે. મહીસાગર નદીમાંથી  4 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાશે.  પાનમ અને કડાણા ડેમમાંથી  વણાકબોરી વિયરમાં પાણીની આવક થઈ રહી છે. ગળતેશ્વર અને ઠાસરાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નદીકાંઠે ન જવા લોકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.  ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ પર છે. ખેડા અને માતર તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે.

  • 06 Sep 2025 05:00 PM (IST)

    મધુબન ડેમમાં સતત મોટા પ્રમાણમાં પાણીની આવક

    વલસાડમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં સતત મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં કુલ મળીને હાલ મધુબન ડેમમાં 65 હજાર ક્યૂસેક પાણીની આવક નોધાતા ડેમના 8 દરવાજા ખોલી 50 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. મધુબન ડેમમાંથી દમણ ગંગાનદીમાં પાણી છોડાતા દમણગંગા હાલ ગાંડીતૂર થઈને વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકોને સાવચેત પણ કરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને નદી પટ માં ન જવા અપીલ કરાઈ છે. આપને જણાવી દઈએ કે હાલ મધુબન ડેમની જળસપાટી 77.15 મીટરે પહોંચી છે.

  • 06 Sep 2025 04:45 PM (IST)

    અરવલ્લીઃ ભિલોડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ

    અરવલ્લીઃ ભિલોડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. ઈન્દ્રાશી, બુઢેલી અને હાથમતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદીઓ બે કાંઠે થતા કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ કરાયા છે.

  • 06 Sep 2025 04:30 PM (IST)

    સાબરકાંઠા: ઉપરવાસમાં ભારે વરસાદથી કાંઝણ જળાશય ઓવરફ્લો

    સાબરકાંઠા: ઉપરવાસમાં ભારે વરસાદથી કાંઝણ જળાશય ઓવરફ્લો થયુ છે. હિંમતનગરના હાથરોલ નજીકનું કાંઝણ જળાશય ઓવરફ્લો થયુ છે.  જળાશય ઓવરફ્લો થતા વિયરમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. કાંઝણ જળાશય સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે.

  • 06 Sep 2025 04:21 PM (IST)

    અમદાવાદમાંથી સીરિયાના વધુ 3 નાગરિક ઝડપાયા

    અમદાવાદ : સીરિયાના વધુ 3 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે દિલ્લી ઍરપોર્ટ પરથી સીરિયાના 3 નાગિરકોની ધરપકડ કરી છે. સીરિયાથી અમદાવાદ આવી મદદના નામે રૂપિયા પડાવતી ગેંગના સભ્યો સકંજામાં આવ્યા છે. લુકઆઉટ નોટિસના આધારે દિલ્હી ઍરપોર્ટ પરથી ત્રણેય ઝડપાયા છે. અગાઉ પણ સીરિયાના એક નાગરિકની ધરપકડ થઈ હતી. આરોપીઓ ગાઝાની સ્થિતિના ફોટો બતાવી મદદના બહાને રૂપિયા પડાવતા હતા. દિલ્લીથી દુબઇ થઇ સીરિયા જવાની ફિરાકમાં હતા.

  • 06 Sep 2025 04:15 PM (IST)

    નર્મદાના સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવકમાં ઘટાડો

    નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં હાલ ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં ડેમના 15 દરવાજા 1.90 મીટર ખોલી કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હાલ ડેમની સપાટી 136.11 મીટર છે. કુલ મળી નદીમાં 3 લાખ 81 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેથી નર્મદા નદી પણ બેફામ થઈ હાલ વહી રહી છે.

  • 06 Sep 2025 04:02 PM (IST)

    નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયા ભાવુક દૃશ્યો

    હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવની ઉજવણી બાદ 11મા દિવસે ભક્તો બાપ્પાને વિદાય આપતા હોય છે. ત્યારે સ્વભાવિક જ ભક્તોની આંખો પણ ભીની થઈ જતી હોય છે. નવસારીમાંથી કંઈક એવા લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા છે કે જોનારની આંખો પણ ભરાઈ આવે. ગણેશજી પ્રત્યેની આસ્થાની સાથે અહીં બાળ સહજ હઠ જોવા મળી. દસ દિવસ સુધી ઘરે બાપ્પાની સેવા કરનારી બાળકીએ મૂર્તિનું વિસર્જન ન કરવા દેવાની હઠ પકડી દીધી. ગણપતિ બાપ્પાની પ્રતિમાને હાથોમાં પકડી બાળકીએ એવું તો રુદન કર્યું કે સાંભળનારના હૈયા હચમચી જાય. વીરાવળ ગામે. પૂર્ણા નદીના કાંઠે પરિવાર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે પહોંચ્યો હતો. ત્યારે આ ભાવુક દ્રશ્યોએ સહુ કોઈની આંખો ભીની કરી દીધી હતી. બાળકીને સમજાવીને મૂર્તિનું વિસર્જન તો કરાઉ પરંતુ તેમ છતા બાળકીનું રૂદન બંધ નહોતુ થઈ રહ્યુ.

  • 06 Sep 2025 03:58 PM (IST)

    હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ

    હવમાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.  સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મહુવા રોડ, બાઢડા, જાબાળ, થોરડી, આદસંગ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે.

  • 06 Sep 2025 03:03 PM (IST)

    વડોદરાઃ વિશ્વામિત્રી નદીનાં વધતાં જળસ્તરે ચિંતા વધારી

    વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનાં વધતાં જળસ્તરે ચિંતા વધારી છે. વડસરના કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ઘરોમાં પ્રવેશતાં પરિસ્થિતિ ગંભીર બની છે. કોટેશ્વરમાં લગભગ 4 હજારથી વધુ લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા છે. ખાસ કરીને કાસા રેસિડેન્સી અને સમૃદ્ધિ રેસિડેન્સીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. મનપા દ્વારા રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ માટે મનપાનું તંત્ર મશીનરી સહિત સંપૂર્ણ સજ્જ છે અને બોટ, ટ્રેક્ટર અને JCB સાથે મનપાની ટીમ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

  • 06 Sep 2025 02:26 PM (IST)

    ગાંધીનગરઃ ધરોઈમાંથી પાણી છોડાતા સંત સરોવર ડેમ છલોછલ

    ગાંધીનગરઃ ધરોઈમાંથી પાણી છોડાતા સંત સરોવર ડેમ છલોછલ ભરાયો છે. સંત સરોવરમાંથી પાણી છોડાઈ રહ્યું છે. પાણી છોડવામાં આવતા નજીકના ગામોને એલર્ટ કરાયા છે. સંત સરોવરમાં ધરોઈનું 79540 ક્યુસેક પાણી આવશે.

  • 06 Sep 2025 01:14 PM (IST)

    ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક

    ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષીએ તમામ જિલ્લાના કલેકટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અધિકારી અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રને પૂરતી સજ્જતા રાખવા તાકીદ કરવામાં આવી છે.

  • 06 Sep 2025 12:05 PM (IST)

    વડોદરાઃ ડભોઈમાં નદીના પાણી ગામમાં ઘુસ્યા

    વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હેરણ અને ઓરસંગ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નદીનું પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયું છે. ખાસ કરીને આસગોલ, પરા, ધર્માપુરા અને ભિલોડીયા ગામોમાં નદીનું પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નદી કિનારાના ગામોમાં આશરે 1 હજાર વીઘા ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને કપાસ, તુવેર અને એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

  • 06 Sep 2025 10:31 AM (IST)

    તાપીઃ ઉકાઈડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો

    તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ડેમના 12 પૈકી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી હાલ 84,952 ક્યૂસેક પાણી ડેમમાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 1,16,736 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 8 ગેટ 7 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 337.92 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

  • 06 Sep 2025 10:15 AM (IST)

    ડોનાલ્ડ ટ્રમ્પના વખાણનો પીએમ મોદીએ જવાબ આપ્યો

    છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાયો હોય તેવું લાગે છે. ભારત પર ટેરિફ લાદ્યા પછી, તેઓ પીએમ મોદીને તેમના સારા મિત્ર કહી રહ્યા છે. બીજી તરફ, તેઓ તેમની પ્રશંસા કરવાની કોઈ તક છોડતા નથી. હવે ટ્રમ્પના વખાણ પર પીએમ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ અને તેમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.

  • 06 Sep 2025 10:05 AM (IST)

    નર્મદાઃ સરદાર સરોવદર ડેમમાં પાણીની આવક ઘટી

    નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે, જેના કારણે નર્મદા નદી કાંઠાના ગામો માટે રાહતના સમાચાર મળ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું પણ ઓછી કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકથી સરદાર સરોવર ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા હતા, જ્યારે હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.

  • 06 Sep 2025 08:45 AM (IST)

    24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

    24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.46 ઈંચ નોંધાયો છે. બારડોલી ખાતે 5.31 ઈંચ અને વાલોદમાં 5 ઈંચ વરસાદ થયો છે. લુણાવાડા અને કડાણા બંનેમાં 4.41 ઈંચ, જ્યારે સોનગઢ અને ધનસુરામાં 4.37 ઈંચ વરસાદ થયો છે. ગણદેવીમાં 4.21 ઈંચ અને ખેરગામમાં 4.09 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 98 તાલુકામાં 1 ઈંચથી વધુ, 50 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 23 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 06 Sep 2025 07:48 AM (IST)

    મહેસાણા : ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર એલર્ટ

    મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઇ ડેમમાંથી હાલ 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતાં તંત્રએ એલર્ટ જાહેર કર્યો છે. હાલ ડેમની જળ સપાટી 618.48 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 622 ફૂટ છે. ડેમમાં પાણીની સતત આવકના કારણે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. આ પરિસ્થિતિને લઈને અમદાવાદ સહિત 9 જિલ્લામાં તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.

Published On - Sep 06,2025 7:47 AM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">