06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સૂચિત જંત્રીના ભાવવધારા પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, વાંધા અરજી માટે ઓફલાઇન વ્યવસ્થાની શક્યતા, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે પરિપત્ર
Gujarat Live Updates : આજે 06 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સંસદમાંથી નોટોના બંડલ મળ્યા બાદ સંસદમાં હોબાળો. ગઈકાલે કોંગ્રેસ નેતાના બેગમાંથી સિક્યુરિટી ચેકિંગ દરમિયાન નોટો મળી હતી. લોન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બેંકે વ્યાજ દર 6.5 ટકા યથાવત રાખ્યો છે. RBIએ સતત 11મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો. પુષ્પા ધ રૂલે પહેલા દિવસે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ તોડ્યો. 68 કરોડથી વધુનું કર્યુ કલેક્શન. પહેલા આ રેકોર્ડ જવાન ફિલ્મ પાસે હતો. જેણે પહેલા દિવસે 65.5 રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. રાજકોટના રેલનગરમાં બસ ડ્રાયવરથી અકસ્માત સર્જાવા મામલે મનપા અને એજન્સીની બેદરકારી, ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુ. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ થયુ હતુ. સુરતમાંથી ઝડપાયેલો બોગસ તબીબ કોંગ્રેસનો નેતા હોવાનું ખુલ્યુ. રસેષ ગુજરાતી 2019માં સુરત ડોક્ટર સેલના ચેરમેન બન્યો હતો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. હોસ્પિટલ કેમ્પસમાં હેલ્મેટ વગર નહીં મળે પ્રવેશ. સુપ્રિટેન્ડેન્ટે પરિપત્ર જાહેર કર્યો.
LIVE NEWS & UPDATES
-
નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતી પર ગરમાઈ રાજનીતિ
ગુજરાતમાં નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતી પર હવે જોરદાર રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે.આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો તંત્રને કેમ જાણ ન થઈ? સાથે આરોપી રસેશના કોંગ્રેસમાં હોવા અંગે હેમાંગ વસાવડાએ કહ્યું કે 2021થી રસેશ કોંગ્રેસમાં કોઈ હોદ્દા પર નથી તો આજ મુદ્દે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. આરોપી કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસે આ અંગે કેમ ખુલાસો ન કર્યો? ભાજપના આ આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019-20માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા
-
સુરતમાં પરવાના વગર ધમધમતા બોગસ ડૉક્ટકો પર તવાઈ
- સુરત: પોલીસની શહેરનાં બોગસ તબીબો સામે મોટી કાર્યવાહી
- પાંડેસરામાં મોટા ભાગના બોગસ ક્લિનીક જોવા મળ્યા બંધ
- કોઇપણ પ્રકારના પરવાના વગર ધમધમતા હતા દવાખાના
- નકલી તબીબો દવાઓનો જથ્થો સ્ટોક કરી દર્દીઓને આપતા હોવાનું આવ્યુ સામે
- કાર્યવાહીના ભયથી બોગસ તબીબો ક્લિનીકને તાળા મારી ફરાર
- કેટલાક બોગસ તબીબોએ દવાખાનાના પાટિયા પણ ઉતાર્યા
- કેટલાક ક્લિનિકનાં નામ પર કલરકામ કરી કરતૂત છુપાવવા પ્રયાસ
-
-
અમદાવાદ: ભૂવા નવલસિંહ દ્વારા છેતરપિંડી અને હત્યા મામલે રિમાન્ડ મેળવી હાથ ધરાઈ પૂછપરછ
- અમદાવાદ: ભૂવા નવલસિંહ દ્વારા છેતરપિંડી અને હત્યા મામલો
- પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને હાથ ધરી વધુ તપાસ
- ભૂવો સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ લાવ્યો હોવાનો ખુલાસો
- જે દુકાનથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું તે દુકાનદારની પણ પૂછપરછ
- પોલીસે દુકાન માલિકનું નિવેદન નોંધ્યું
- ભૂવાએ અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા તેની પણ તપાસ
- ભૂવાએ સુરેન્દ્રનગરમાં અનેક લોકોને ભોગ બનાવ્યા હોવાની આશંકા
- અસલાલીમાં ભૂવાના મિત્રના અકસ્માતને લઇને પણ તપાસ
- મૃત્યુને શંકાસ્પદ માનીને પોલીસ કરી રહી છે તપાસ
-
અમરેલીઃ રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોનો વિરોધ
- અમરેલીઃ રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોનો વિરોધ
- સિંચાઈ અધિકારી સમક્ષ ખેડૂતોની ક્વોરી લીઝ બંધ કરાવવાની માગ
- ભરડિયાઓમાં બ્લાસ્ટિંગ કરી પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે
- બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતું હોવાની ફરીયાદ
- ધાતરવડી ડેમ અનેક ખેડૂતો માટે આશીર્વાદ રૂપ
- ખેડૂતોએ ભરડિયાઓ બંધ કરાવવા માટેનો ઠરાવ કરવા ઉગ્ર રજુઆત કરી
-
જુનાગઢ: વિસાવદરના પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યૂ
- જુનાગઢ: વિસાવદરના પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યૂ
- પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાના ખેતરમાં ચઢી આવ્યો હતો મહાકાય અજગર
- ખેતરમાં અજગર દેખાતા ત્યાં કામ કરતા શ્રમિકોએ પૂર્વ ધારાસભ્યને કરી હતી જાણ
- હર્ષદ રીબડીયા તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ સાથે ખેતરે પહોંચ્યાં હતા
- વન વિભાગના કર્મચારીએ 10થી 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યું
- સુરક્ષાના ભાગરૂપે અજગરને મધ્યગીરના જંગલના વચ્ચોવચ છોડવાની માગ
-
-
મહેસાણાં યુવકની ખોટી રીતે નસબંધી કરી નાખવા મુદ્દે CHCના ઇન્ચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા
મહેસાણાના નવી શેઢાવી ગામ નજીક રહેતા યુવકની મંજૂરી વગર નસબંધી કરાયાના આરોપમાં અડાલજ CHCના ઇન્ચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે. વિવાદિત ઑપરેશન અંગે ઈન્ચાજ અધિક્ષકે કહ્યું કે અડાલજ CHC ખાતે 29મી નવેમ્બરે કુલ 16 નસબંધી કરવામાં આવી હતી જેમાં CHCના માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થયો હતો. દર્દીઓ મેલ હેલ્થ વર્કર લઇને આવ્યા હતા અને ઓપરેશન ખાનગી ડૉકટર દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શેઢાવી ગામના યુવકનો આરોપ છે કે. એક મહિના બાદ તેના લગ્ન છે અને તેને જાણ કર્યા વગર મજૂરીએ જવાનું છે તેમ કહીને નસબંધી ઑપરેશન કરી નાંખ્યું.
-
મહીસાગર: કલેક્ટર નેહા કુમારીના વિરોધમાં સ્વાભિમાન સંમેલન
- મહીસાગર: કલેક્ટર નેહા કુમારીના વિરોધમાં સ્વાભિમાન સંમેલનનો મામલો
- સ્વાભિમાન સંમેલનમાં હાજર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આકરા પ્રહાર
- “કલેક્ટરે આપેલું વિવાદી નિવેદન એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો”
- “કલેક્ટર સામે કાર્યવાહીને બદલે સરકારે અમારા કાર્યક્રમ વિરૂદ્ધ કાર્યક્રમ યોજ્યો”
- વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ આપ્યું નિવેદન
- “કલેક્ટર દ્વારા SC, ST, OBC વિરૂદ્ધમાં આપેલું નિવેદનથી ભારે આક્રોશ”
- “પ્રજાના ટેક્સથી પગાર લેનારા કલેક્ટર દ્વારા આવું નિવેદન અગોગ્ય”
- સ્વાભિમાન સંમેલનને મંજૂરી નહીં છતાં ઉમટ્યા હતા મોટી સંખ્યામાં લોકો
- કલેક્ટર દ્વારા વિવાદિત નિવેદનના વિરોધમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન
- ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ સાંસદ સહિત આગેવાનોએ પણ ઠાલવ્યો રોષ
-
ખૂલ્યો સાંવરિયા શેઠનો ભંડાર, મળી ભેટ અપાર, 25.74 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક દાન મળ્યું
રાજસ્થાનના ચિતૌડગઢમાં બિરાજમાન છે સાંવરિયા શેઠ, કે જેના ભક્તો ન ફક્ત રાજસ્થાનમાં છે. પરંતુ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ છે અને આ ભક્તો સાંવરિયા શેઠ પર વરસાવી રહ્યા છે દાનનો અવિરત ધોધ. જેના પરિણામે સાંવરિયા શેઠ મંદિરને મળ્યું છે રેકોર્ડબ્રેક દાન. મંદિરમાં 30 નવેમ્બરથી દાન પેટી ખોલી મળેલા દાનની ગણતરી થઇ રહી છે. ગુરુવારે પાંચમા તબક્કાની ગણતરી હાથ ધરવામાં આવી. જે દરમિયાન 3 કરોડ 51 લાખથી વધુનું રોકડ દાન નોંધાયું છે અને પાંચેય તબક્કામાં કુલ મળીને 25.74 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક દાન મળ્યું છે. હજુ આજે ઓનલાઇન દાન તેમજ દાનપેટીમાંથી નીકળેલા સોના-ચાંદીના ચઢાવાની ગણતરી થશે. આથી દાનની રકમ હજુ વધી જશે.
-
ગીર સોમનાથ: કોન્સ્ટેબલની કારમાંથી દારૂ મળતા નોંધાયો ગુનો
- ગીર સોમનાથ: કોન્સ્ટેબલની કારમાંથી દારૂ મળવાનો મામલો
- કોન્સ્ટેબલ મનુ વાઝા સામે ઉના પોલીસ મથકે નોંધાયો ગુનો
- ગીર ગઢડા મથકે દારૂ નાશ કરતા સમયે આવ્યા હતા વિવાદમાં
- પોલીસ મથકે નાશ કરાતા દારૂમાંથી અમુક જથ્થો કાઢી લીધો હતો
- કોન્સ્ટેબલે દારૂનો જથ્થો પોતાની કારમાં છુપાવ્યો હતો
- એક નાગરિકે કોન્સ્ટેબલનો વીડિયો બનાવી લીધો હતો
- કોન્સ્ટેબલે સેમ્પલ માટે બોટલ લઇ જવાની વાત કરી હતી
- સ્થળ પર જ અધિકારીએ લીધો હતો કોન્સ્ટેબલનો ઉધડો
-
ભરૂચ: હાઈ ટેન્શન લાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ
ભરૂચ: હાઈ ટેન્શન લાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકો દ્વારા કામગીરીથી જમીનને નુકસાનીનો દાવો છે. ખેડૂતોની જમીનને નકારાત્મક અસર થતી હોવાનો આક્ષેપ કરાયો. તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા અંગે માગ કરાઈ. કામગીરી બંધ નહીં કરાય તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી.
-
બનાસકાંઠા: આવતીકાલે બનાસ બેંકમાં ચૂંટણી
બનાસકાંઠા: આવતીકાલે બનાસ બેંકમાં ચૂંટણી યોજાશે. ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણી થશે. ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઈ પણ વિવાદોના કારણે ચૂંટણી ન થઈ. ચૂંટણી પૂર્વે ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ લીધી સેન્સ. પાલનપુરના ચડોતરમાં કમલમ ખાતે 18 ડિરેક્ટર્સની સેન્સ પ્રક્રિયા થઇ.
-
અગ્નિકાંડ કેસમાં ભીખા ઠેબાની જામીન અરજી
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો મામલામાં સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની જામીન અરજી રદ થઇ છે. સેશન્સ કોર્ટે ભીખા ઠેબાની જામીન અરજી રદ કરી છે.
-
કચ્છમાં વધુ એક વખત ભૂકંપ
કચ્છમાં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 1:59 કલાકે 2.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી દૂર હોવાનું સામે આવ્યુ છે.
-
BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે
રોકાણના નામે રાજ્યભરમાં 6 હજાર કરોડના કૌભાંડનો કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે પહોંચ્યા છે. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટે અરજી કરી છે. વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ અરજી કરી છે. સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં વિવિધ જગ્યાએ કામ કરતા હતા. 5 આરોપીઓના જામીન અંગે રાજ્ય સરકારે વિરોધ કર્યો છે.
-
બનાસકાંઠા : વિદ્યાર્થીના અક્ષર સારા ન હોઈ માર્યો ઢોર માર
બનાસકાંઠા: ફરી એકવાર શિક્ષક હેવાન બન્યો છે. વિદ્યાર્થીના અક્ષર સારા ન હોવાથી ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. ભાભરના રૂની ગામની દેરિયાવાળા પ્રા. શાળાનો આ બનાવ છે. આચાર્ય ચિંતન પટેલે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ છે. વિદ્યાર્થીને સોટીથી ફટકાર્યાની વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
-
દિવમાં સિંહના આંટાફેરા
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ફરી એકવાર સિંહ જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહનો વસવાટ ગીરના જંગલમાં હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહનું એક જૂથ દિવમાં દેખાયું છે. દિવના જંગલ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. શિકારની શોધમાં ફરતા સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
-
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.ફાર્મની સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડો
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.ફાર્મની સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. એક જ પરીક્ષાના બે ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા. 4 ડિસેમ્બરે પરીક્ષાના નવા ઓનલાઈન પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા. 21 જુલાઈએ આપેલા પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બીજી વાર આ જ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું જેમાં 3 વિદ્યાર્થી નપાસ થયા. પાસ થયેલા 3 વિદ્યાર્થીનું બીજી વખત પરિણામ નપાસ આવતા અસમંજસ ઊભી થઇ.
Published On - Dec 06,2024 12:02 PM