AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs LSG IPL 2025: પંજાબનો 37 રનથી એકતરફી વિજય, લખનૌને બીજી વખત હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2025 | 11:19 PM

આજ 04 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

PBKS vs LSG IPL 2025: પંજાબનો 37 રનથી એકતરફી વિજય, લખનૌને બીજી વખત હરાવ્યું
PBKS vs LSG

આજે 04 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2025 11:19 PM (IST)

    પંજાબે લખનૌને હરાવ્યું

    પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું, પંજાબનો 37 રનથી એકતરફી વિજય, લખનૌને બીજી વખત હરાવ્યું

  • 04 May 2025 11:02 PM (IST)

    લખનૌને છઠ્ઠો ઝટકો

    લખનૌ સુપર જાયન્ટ્સને છઠ્ઠો ઝટકો, અબ્દુલ સમદ 45 રન બનાવી થયો આઉટ, માર્કો જેન્સેને લીધી વિકેટ

  • 04 May 2025 11:01 PM (IST)

    બદોની-સમદની મજબૂત બેટિંગ

    લખનૌની ટીમ મુશ્કેલીમાં છે પરંતુ આયુષ બદોની અને અબ્દુલ સમદ મજબૂતાઈથી ઊભા છે અને આશાઓને જીવંત રાખી રહ્યા છે. બંનેએ સતત 2 ઓવરમાં કુલ 37 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 100 રનને પાર પહોંચાડ્યું.

  • 04 May 2025 10:27 PM (IST)

    LSG ની અડધી ટીમ પોવેલિયન ભેગી

    લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, ડેવિડ મિલર માત્ર 11 રન બનાવી થયો આઉટ, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ડેવિડ મિલરને કર્યો આઉટ, શશાંક શર્માએ પકડી કેચ, LSGની વધી મુશ્કેલી

  • 04 May 2025 10:13 PM (IST)

    કેપ્ટન રિષભ પંત સસ્તામાં આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને સૌથી મોટો ઝટકો, કેપ્ટન રિષભ પંત માત્ર 18 રન બનાવી થયો આઉટ, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ લીધી પંતની વિકેટ, 8 ઓવરમાં જ LSGએ ચાર વિકેટ ગુમાવી દીધી

  • 04 May 2025 09:54 PM (IST)

    પૂરન માત્ર 6 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, નિકોલસ પૂરન માત્ર 6 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે કર્યો આઉટ, અર્શદીપ સિંહે ત્રીજી વિકેટ લીધી

  • 04 May 2025 09:42 PM (IST)

    અર્શદીપ સિંહે લખનૌને બે ઓવરમાં બે ઝટકા આપ્યા

    અર્શદીપ સિંહે લખનૌને બે ઓવરમાં બે ઝટકા આપ્યા, લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, મિચેલ માર્શ બાદ માર્કરામ સસ્તામાં આઉટ, અર્શદીપ સિંહે બંનેને કર્યા આઉટ

  • 04 May 2025 09:14 PM (IST)

    LSGને જીતવા 237 રનનો આપ્યો ટાર્ગેટ

    પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા 237 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંહે અંતિમ ઓવરમાં જોરદાર બાઉન્ડ્રી ફટકારી.

  • 04 May 2025 09:07 PM (IST)

    પંજાબની અડધી ટીમ પોવેલિયન ભેગી

    પંજાબની અડધી ટીમ પોવેલિયન ભેગી, પંજાબ કિંગ્સને પાંચમો ઝટકો, પ્રભસિમરન સિંહ 91 રન બનાવી થયો આઉટ, દિગ્વેશ સિંહ રાઠીએ લીધી વિકેટ, પ્રભસિમરન સિંહ માત્ર 9 રન માટે સદી ચૂકી ગયો

  • 04 May 2025 09:04 PM (IST)

    પંજાબનો સ્કોર 200ને પાર

    પ્રભસિમરન અને શશાંકે તબાહી મચાવી, પંજાબે 200નો આંકડો પાર કર્યો. પ્રભસિમરને જોરદાર સિક્સર ફટાકરી, સદીની નજીક પહોંચ્યો

  • 04 May 2025 08:45 PM (IST)

    પંજાબ કિંગ્સને ચોથો ઝટકો

    પંજાબ કિંગ્સને ચોથો ઝટકો, નેહલ વાઢેરા 16 રન બનાવી થયો આઉટ, પ્રિન્સ યાદવે લીધી વિકેટ, પ્રિન્સ યાદવે નેહલ વાઢેરાને કર્યો ક્લીન બોલ્ડ

  • 04 May 2025 08:44 PM (IST)

    પંજાબ કિંગ્સનો સ્કોર 150 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 150 ને પાર, પ્રભસિમરન સિંહની જોરદાર ફટકાબાજી

  • 04 May 2025 08:31 PM (IST)

    શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર 45 રન બનાવી થયો આઉટ, દિગ્વેશ સિંહ રાઠીએ લીધી વિકેટ

  • 04 May 2025 08:22 PM (IST)

    પ્રભસિમરનની ફિફ્ટી

    પંજાબ કિંગ્સનો સ્કોર 100 ને પાર, પ્રભસિમરનની આક્રમક ફિફ્ટી

  • 04 May 2025 08:05 PM (IST)

    જોશ ઈંગ્લિસ 30 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સને બીજો ઝટકો, જોશ ઈંગ્લિસ 30 રન બનાવી થયો આઉટ. આકાશ સિંહે જોશ ઈંગ્લિસને કર્યો આઉટ

  • 04 May 2025 07:34 PM (IST)

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય માત્ર 1 રન બનાવી થયો આઉટ, આકાશ મહારાજ સિંહે લીધી વિકેટ

  • 04 May 2025 07:09 PM (IST)

    લખનૌએ જીત્યો ટોસ

    લખનૌ સુપર જાયન્ટસે જીત્યો ટોસ, પંજાબ કિંગ્સ પહેલા કરશે બેટિંગ

  • 04 May 2025 06:22 PM (IST)

    ભુજ સહિત અનેક સ્થળે વાતાવરણમાં પલટો

    કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો,ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી.ભુજ સહિત અનેક સ્થળે વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણથી તાપમાનનો પારો ગગડ્યો.

  • 04 May 2025 06:17 PM (IST)

    આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

    આવતીકાલે ધોરણ 12 નું પરિણામ જાહેર થશે.આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશેઆવતીકાલે સવારે 10.30 વાગે વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.ગુજકેટ 2025 નું પરિણામ પણ સાથે જે જાહેર કારવામાં આવશે ,બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક નંબર નાખી પરિણામ જોઈ શકાશે. વૉટ્સએપ નંબર 6357300971 પર પોતાનો નંબર મોકલી પણ પરિણામ જોઈ શકાશે.

  • 04 May 2025 06:08 PM (IST)

    રશિયા પાસેથી અત્યાધુનિક ઇગ્લા-એસ એર ડિફેન્સ મિસાઇલો મળી

    ભારતીય સેનાને રશિયા પાસેથી અત્યાધુનિક ઇગ્લા-એસ એર ડિફેન્સ મિસાઇલો મળી છે, જેનાથી દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આને ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવી રહી છે જેથી દુશ્મનના ફાઇટર પ્લેન, ડ્રોન અને એટેક હેલિકોપ્ટરને ખૂબ નજીકથી નષ્ટ કરી શકાય. આ મિસાઇલો ભારતીય સેનાએ રશિયા સાથે કરેલા 250 કરોડ રૂપિયાના ખાસ ખરીદી કરાર હેઠળ આપવામાં આવી છે. આ ડીલ તાત્કાલિક કામગીરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જેથી સરહદી વિસ્તારોમાં હવાઈ સંરક્ષણને વધુ મજબૂત બનાવી શકાય

  • 04 May 2025 05:55 PM (IST)

    પાક માહિતી મંત્રીની ભારતને ધમકી

    પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો ભારત પાણી રોકે છે તો આપણી પાસે પણ વિકલ્પો છે. પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન દેશ છે. આપણને આપણી રક્ષા કરવાનો અધિકાર છે. ભારત પાસે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા નથી. સિંધુ જળ સંધિને સ્થગિત કરી શકાતી નથી. તરારે કહ્યું છે કે આપણા અસ્તિત્વ માટે પાણી જરૂરી છે. અમે કડક જવાબ આપીશું.

  • 04 May 2025 05:50 PM (IST)

    રશિયા પણ ભારતની સાથે ઉભું છે : જયશંકર

    ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, પહેલગામ હુમલા પર રશિયા ભારતની સાથે છે. તેમણે ભારતને સહયોગની ખાતરી આપી છે. ભવિષ્યની રણનીતિ પર રશિયા સાથે વાતચીત ચાલુ રહેશે.

  • 04 May 2025 05:41 PM (IST)

    લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે

    અમદાવાદઃ કુખ્યાત લલ્લા બિહારીને લઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા પહોંચી,લલ્લા બિહારીને સાથે રાખીને ક્રાઇમ બ્રાંચ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે,લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળેલા પુરાવા અંગે તપાસ .ભાડા પાવતી અને ભાડા કરાર અંગે પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે. લલ્લા બિહારી કેવી રીતે આખું ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક ચલાવતો હતો તેની તપાસ થશે,

  • 04 May 2025 05:40 PM (IST)

    અમદાવાદ-મહેસાણા હાઈવેને કરાશે પહોળો

    અડાલજ નજીકના અમદાવાદ-મહેસાણા હાઈવેને પહોળો બનાવવાની કામગીરી ત્વરિત ગતિએ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિકની સતત વધી રહેલી સમસ્યાને ધ્યાને લઇ ઝુંડાલથી અડાલજ સુધી હાઈવેને પહોળો બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 04 May 2025 05:25 PM (IST)

    MD ડ્રગ્સ સાથે ઝડપાયો શખ્સ

    ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ડ્રગ્સ ઝડપાયું ,ખોડા ચેક પોસ્ટ વાહન ચેકિંગ વખતે કારમાંથી 375 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત,ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 37 લાખ 50 હજાર છે,આરોપી ભુજના શખ્સને ડ્રગ્સ આપવાનો હોવાનો ખુલાસો ,ડ્રગ્સ મંગાવનારા શખ્સની પણ પોલીસે અટકાયત કરી છે.

  • 04 May 2025 05:20 PM (IST)

    પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે હથિયાર ફેક્ટરીમાં રજા રદ

    પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડએ તેના કર્મચારીઓની લાંબી રજા રદ કરી છે. આ કંપનીના દેશભરમાં 12 ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપનીએ મોટાભાગના પ્લાન્ટના કર્મચારીઓને બે દિવસથી વધુ રજા ન લેવાની સૂચના આપી છે. આ આદેશ આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.

  • 04 May 2025 05:08 PM (IST)

    લેહમાં આર્મી કેમ્પમાં આગ લાગી

    લેહમાં ડિગ્રી કોલેજ પાસે આર્મી કેમ્પમાં આગ લાગી. ભારતીય સેનાના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

  • 04 May 2025 04:52 PM (IST)

    પાકિસ્તાન સામે વીણી વીણીને બદલો લેવાનું સરકારનું આયોજનઃ નીતિન પટેલ

    પાકિસ્તાન પર વરસ્યા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ,પાકિસ્તાન સામે વીણી વીણીને બદલો લેવાનું સરકારનું આયોજનપદ્ધતિસરનું આયોજન કરી પાકિસ્તાનને ખલાસ કરવું છે.”આપણે દેશના નાગરિક તરીકે જરૂર પડ્યે ત્યાં મદદ માટે તૈયાર રહેવાનું છે”કડીમાં આયોજિત સમૂહલગ્નમાં નીતિન પટેલનું નિવેદન

  • 04 May 2025 03:56 PM (IST)

    ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા જેવું કઇ રહ્યું નથીઃ ગેનીબેન

    રિવોલ્વર રાખવાની ગગજી સુતરીયાની સલાહને કોંગ્રેસનું સમર્થન,કોંગ્રેસની મહિલા નેતા જેનીબેન ઠુમ્મરનું મોટું નિવેદન ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા જેવું કઇ રહ્યું નથીઃ ગેનીબેન,”રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત નથી, નવરાત્રીમાં રોજ દુષ્કર્મની ઘટના બની” મહિલાઓએ પોતાની સુરક્ષા કરવા રિવોલ્વર રાખવા સરકારે પરવાનગી આપવી પડશે,ભણશે ગુજરાત વાતો થાય છે પરંતુ સરકારી શાળામાં સંખ્યાઓ ઘટતી જાય છે,મહિલાઓને સુરક્ષા માટે ટ્રેનિંગ પણ આપવી જોઈએ,

  • 04 May 2025 03:49 PM (IST)

    PM મોદી રાષ્ટ્ર માટે પગલા લેવામાં કચાસ નહીં છોડેઃ CM ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત જાહેર કાર્યક્રમાં કહ્યું કે પહલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્ર માટે જે કંઈ જરૂરી પગલા લેવાની જરૂર હશે તે લેશે..અને આ આકરા પગલા લેવામાં વડાપ્રધાન મોદી કોઈ કચાસ નહીં છોડે. સાથે તેમણે કહ્યું કે 140 કરોડ દેશવાસીઓને PM મોદી પર પૂર્ણ વિશ્વાસ છે, એટલે જ પણ જરૂરી પગલા લેવાના છે તે લેવાશે. તેમાં આપણને જરા પણ શંકા-કુશંકા નથી.

  • 04 May 2025 03:48 PM (IST)

    CMની હાજરીમાં સરદારધામના પ્રમુખે દીકરીઓને રિવોલ્વર રાખવાની આપી સલાહ

    ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના સરદાર ધામના પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે ગગજી સુરતરિયાના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, સમાજની જ નહીં, રાષ્ટ્રની દરેક દીકરીની કમરે રિવોલ્વર હોવી જોઈએ. સાથે જ તેઓએ દાવો કર્યો કે સરદારધામમાં દીકરીઓને લાઠી અને તલવારની તાલીમ અપાય છે.

    સરદારધામ ખાતેથી તાલીમ મેળવી UPSC તેમજ GPSC પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગગજી સુતરીયાએ આ પ્રકારનું નિવેદન કરી ચર્ચા જગાવી છે. જો કે ગગજી સુતરીયાએ એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં હવે દરેક વ્યક્તિને આત્મરક્ષણની ટ્રેનિંગ અપાય તે જરૂરી છે અને તે માટે તે વડાપ્રધાનને પણ રજૂઆત કરશે.

  • 04 May 2025 02:35 PM (IST)

    ગુજરાતમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

    • ગુજરાતમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
    • હર્ષ સંઘવી સાથે TV9ની EXCLUSIVE વાતચીત
    • એકપણ ગેરકાયદે બાંગ્લાદેશીને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી
    • બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમને ડિપોર્ટ કરવામાં આવશે : હર્ષ સંઘવી
    • “ચંડોળા તળાવનું કામ 3 ફેઝમાં ચાલી રહ્યું છે”
    • “પ્રથમ ફેઝમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી”
    • “બીજા ફેઝમાં જમીન પર કબ્જો કરનારા અસામાજિક તત્વો સામે થશે કાર્યવાહી”
    • “તળાવની આસપાસના ઝૂંપડાઓમાં પણ સરવેની કામગીરી ચાલુ”
  • 04 May 2025 02:18 PM (IST)

    રાજ્યમાં આકરા ઊનાળા વચ્ચે માવઠાનો માર

    • રાજ્યમાં આકરા ઊનાળા વચ્ચે માવઠાનો માર
    • 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
    • ગુજરાતમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ
    • બોટાદ, ગીરસોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ
    • કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આગાહી
    • 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
    • આગામી પાંચ દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે
    • હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી કમોસમી વરસાદ
  • 04 May 2025 12:49 PM (IST)

    અમદાવાદમાં ચંડોળામાં દબાણ દૂર હટાવ્યા બાદ મનપા અને પોલીસનો એક્શન પ્લાન

    • અમદાવાદઃ ચંડોળા તળાવમાં દબાણનો મામલો
    • દબાણ દૂર હટાવ્યા બાદ મનપા અને પોલીસનો એક્શન પ્લાન
    • 3 ભાગમાં વહેચાયેલા તળાવને એક કરવામાં આવશે
    • દબાણકર્તાઓએ એક જ તળાવના ત્રણ ભાગ કર્યા હતા
    • વચ્ચેની જગ્યા પુરીને તળાવને વિભાજીત કર્યું હતું
    • તળાવને પુનઃ એક કરવાનું AMCનું પ્રથમ લક્ષ્ય
    • 2017માં 8 હજાર ગેરકાયદે દબાણો થયા હતા
    • હાલમાં 16 હજારથી વધુ ગેરકાયદે બાંધકામ હોવાનો અંદાજઃ સૂત્ર
  • 04 May 2025 12:42 PM (IST)

    સુરત: શેરબજારમાં રોકાણની લોભામણી લાલચ આપી 87.67 લાખની છેતરપિંડી

    • સુરત: શેરબજારમાં રોકાણની લોભામણી લાલચ આપી 87.67 લાખની છેતરપિંડી
    • સાયબર ક્રાઈમ સેલે લાખોની છેતરપિંડી કરનારા બે આરોપીની કરી ધરપકડ
    • આરોપીઓએ ફરિયાદીને શેરબજારના એક્સપર્ટ હોવાની આપી હતી ઓળખ
    • આરોપીઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ફરિયાદીનું કરાવ્યું રજિસ્ટ્રેશન
    • કસ્ટમર સર્વિસનું કહી શેર ટ્રેડિંગ કરવા નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા
    • ચાર્જ પેટે કુલ રૂપિયા 87 લાખ 67 હજાર બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં
    • 16 હજાર રૂપિયા ફરિયાદીને આપી બાકીના નાણાં ન આપી આચરી છેતરપિંડી
  • 04 May 2025 11:35 AM (IST)

    સુરત: 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સજા

    • સુરત : દુષ્કર્મના વધુ એક આરોપીને કડક સજા
    • 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સજા
    • સુરત કોર્ટે 10 મહિનામાં જ આપ્યો ચુકાદો
    • સચિન GIDC વિસ્તારમાં બની હતી દુષ્કર્મની ઘટના
    • કિશોરીના પરિવારને 3.5 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો આદેશ
    • આરોપી અંશુસિંગ ચૌહાણે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યો હતો બળાત્કાર
    • વારંવારના શારીરિક સંબંધો બાંધવાને કારણે કિશોરી બની હતી ગર્ભવતી
    • 14 વર્ષની કિશોરીએ બાળકને આપ્યો હતો જન્મ
  • 04 May 2025 11:22 AM (IST)

    ભરૂચ: ખનીજ માફિયા બન્યા બેફામ, મહિલા ટોલકર્મીને અડફેટે લેવાનો કર્યો પ્રયાસ

    • ભરૂચ: ખનીજ માફિયા બન્યા બેફામ
    • મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી નાસી જવાની ઘટના
    • 20 દિવસમાં 4 બનાવ આવ્યા સામે
    • ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી
    • મહિલા ટોલકર્મીને બેફામ ચાલકોએ અડફેટે લેવાનો કર્યો પ્રયાસ
    • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફરિયાદ કરી દાખલ
    • સાપરાધ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ

    સમગ્ર મામલે ચાર ટ્રક ચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. જેમાં બેરિયર તોડ્યા બાદ એક પછી એક ટ્રકો જતી દેખાઈ રહી છે. આ ઘટનામાં. એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો. છેલ્લાં 20 દિવસમાં બેરિયર તોડવાની 4 ઘટના સામે આવી છે. સમગ્ર મામલો અંકલેશ્વર બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર વી યુ ગડરિયાના ધ્યાને આવતા તેમણે ટોલ મેનેજમેન્ટને બોલાવી ફરિયાદ દાખલ કરાવી છે. અને તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

  • 04 May 2025 10:19 AM (IST)

    બનાસકાંઠા પંથકમાં ભારે પવન સાથે વરસાદ

    • બનાસકાંઠા પંથકમાં ભારે પવન સાથે વરસાદ
    • મોડી રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
    • પાલનપુર, ડીસા, અમીરગઢ, ઇકબાલગઢ, ધાનેરામાં વરસાદ
    • વરસાદને કારણે કેરી અને બાજરીના પાકને નુકસાન
  • 04 May 2025 10:16 AM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

    • સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
    • વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ
    • હિંમતનગર, ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો
    • કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો
    • અસહ્ય ઉકળાટ બાદ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
    • વરસાદ થતા બાજરી, જુવાર સહિતના પાકોને નુકસાનની ભીતિ
  • 04 May 2025 10:16 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુર, વડગામમાં કરા સાથે કમોસમી વરસાદ

    • બનાસકાંઠા: પાલનપુર, વડગામમાં કરા સાથે કમોસમી વરસાદ
    • વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
    • વીરપુર પાટિયા પાસે હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
    • ગણેશપુરા વિસ્તારમાં રોડ પર પણ પાણી ભરાયા
    • દર વર્ષે ચોમાસે વીરપુર પાટિયા પાસે પાણી ભરાતા ભારે મુશ્કેલી
    • મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓને હાલાકી
  • 04 May 2025 10:15 AM (IST)

    સતત દસમા દિવસે પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

    • સતત દસમા દિવસે પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
    • LOC પર 8 જગ્યાએ પાકિસ્તાને કર્યું ફાયરિંગ
    • કુપવાડા, બારામુલા, પૂંછ, રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન
    • મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પણ કર્યું ફાયરિંગ
    • ભારતીય સેનાએ ના‘પાક’ કરતૂતનો આપ્યો જડબાતોડ જવાબ
    • પાકિસ્તાને 10 દિવસમાં 33 વખત LOC પર તોડ્યું સીઝફાયર

    એટલે કે પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. 10 દિવસમાં 33 વખત LOC પર તેણે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો કે દરેક વખતે ભારતીય સેના તરફથી તેને જડબાતોડ જવાબ મળ્યો છે.

  • 04 May 2025 10:15 AM (IST)

    અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

    • અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
    • વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
    • જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણામાં પણ જામ્યો વરસાદી માહોલ
    • અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ
    • વરસાદી માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ અનુભવી રાહત
  • 04 May 2025 10:14 AM (IST)

    બનાસકાંઠામાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ

    • બનાસકાંઠામાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
    • ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદથી મોટાપાયે તારાજી
    • કમોસમી વરસાદને કારણે કેરીના પાકને સૌથી વધુ નુકસાન
    • પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ સહિતના પંથકમાં કેરીની વાડીઓમાં નુકસાન
    • આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડતા નુકસાન
    • કેરી ઉપરાંત બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન
  • 04 May 2025 10:14 AM (IST)

    વિરમગામ: કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં ભરાયા પાણી

    • વિરમગામ: કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં ભરાયા પાણી
    • વિરમગામ APMCમાં પાણી ભરાતા જણસીને ભારે નુકસાન
    • ખુલ્લામાં પડેલ ડાંગર, એરંડા, ઘઉં પાણીમાં પલળી ગયા
    • 20 હજાર મણ ડાંગર, 5 હજાર મણ એરંડાને નુકસાન
    • 2 હજાર મણ ઘઉં પણ માવઠામાં પલળી ગયા
    • જણસી પલળી જતાં વેપારીઓને મોટાપાયે નુકસાન

    દાવો કરાઈ રહ્યો છે કે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ માર્કેટયાર્ડમાં જણસીને વ્યવસ્થિત જગ્યાએ મુકવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ, સંપૂર્ણ કામગીરી થાળે પડે તે પહેલાં જ માવઠાને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ વેપારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરાઈ છે.

  • 04 May 2025 10:13 AM (IST)

    બનાસકાંઠા: અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો

    • બનાસકાંઠા: અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો
    • વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ
    • અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ ભરાયા પાણી
    • મોડી સાંજ સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા
    • મંદિર પરિસરમાંથી ભરાયેલા પાણી દૂર કરવાની કામગીરી
  • 04 May 2025 10:12 AM (IST)

    બનાસકાંઠા: સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી-પાણી

    • બનાસકાંઠા: સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી-પાણી
    • પાલનપુર-અંબાજી હાઈવે પર 3થી4 ફૂટ જેટલા ભરાયા પાણી
    • મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં
    • પાણીમાં ફસાવવાને કારણે અનેક વાહનો પડ્યાં બંધ
    • સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહનચાલકોમાં રોષ
    • કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
  • 04 May 2025 10:12 AM (IST)

    જુનાગઢ: મજેવડીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવકની હત્યા

    • જુનાગઢ: મજેવડીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવકની હત્યા
    • માતા સાથે બાઈક પર જઈ રહેલા યુવકને આંતરી કરાયો જીવલેણ હુમલો
    • અગાઉના મનદુઃખમાં યુવકની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી
    • સદામ શેખ સહિત અન્ય લોકોએ મળી હુમલો કર્યો હોવાનો આરોપ
    • મૃતક યુવકની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
    • પોલીસે હત્યારાઓને પકડવા તપાસ હાથ ધરી
  • 04 May 2025 08:53 AM (IST)

    જામનગર: પાર્ક કરેલી કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

    • જામનગર: પાર્ક કરેલી કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
    • કારમાં અનેક ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
    • નંદેશ્વર મહાદેવ મંદિર નજીક ખુલ્લા પ્લોટમાં પાર્ક હતી કાર
    • ચોરખાનાઓમાં છૂપાયેલો દારૂનો જથ્થો પોલીસે કર્યો જપ્ત
    • પોલીસે કુલ 2 લાખ 29 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
    • આરોપી ફરાર હોવાથી પોલીસે હાથ ધરી શોધખોળ
  • 04 May 2025 08:49 AM (IST)

    અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

    • અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
    • અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
    • મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં પડ્યું માવઠું
    • ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક
  • 04 May 2025 08:48 AM (IST)

    ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ

    • ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ
    • અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ
    • અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો
    • અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ
    • અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
    • SG હાઇવે, જોધપુર, સેટેલાઇટ, બોડકદેવમાં વરસાદી છાંટા
    • વૈષ્ણોદેવી, ગોતા, બોપલ, શીલજમાં પણ વરસાદી છાંટા
  • 04 May 2025 08:48 AM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

    • સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
    • વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ
    • હિંમતનગર, ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો
    • કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો
    • અસહ્ય ઉકળાટ બાદ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
    • વરસાદ થતા બાજરી, જુવાર સહિતના પાકોને નુકસાનની ભીતિ

Published On - May 04,2025 8:47 AM

Follow Us:
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">