03 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ રિવરફ્રન્ટ ક્રૂઝમાં અમિત શાહે ભોજન માણ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2024 | 8:23 PM

આજે 03 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

03 નવેમ્બરના મહત્વના સમાચાર :  અમદાવાદ રિવરફ્રન્ટ ક્રૂઝમાં અમિત શાહે ભોજન માણ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કરશે. આ સિવાય તેઓ ત્રણ ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરશે. અમિત શાહ  ગઈકાલે રાત્રે જ રાંચી પહોંચી ગયા છે. પંજાબી ગાયક દિલજીત દોસાંઝ આજે રાજસ્થાનના જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કોન્સર્ટ કરશે. દિલ્હીમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા ભારતીય બંધારણ સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. બાબા કેદારનાથના દરવાજા બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. કેદારનાથ ધામના દરવાજા 3 નવેમ્બરે ભાઈ બીજના દિવસે બંધ કરવામાં આવશે. આજના દિવસના મોટા અપડેટ્સ વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Nov 2024 07:56 PM (IST)

    ભાવનગરમાં ATMના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

    ભાવનગરના પાલીતાણા ખાતે HDFC બેંકના ATMના સુક્યુરિટી ગાર્ડ પર હુમલો.

    સિક્યુરિટી ગાર્ડને માર મારતા થયો ઈજાગ્રસ્ત

    ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિ કંટ્રોલની બહાર..

  • 03 Nov 2024 07:55 PM (IST)

    મોરબીમાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

    • મોરબીમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા
    • પીપળી રોડ પર મુરાનો સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં છરીના ઘા મારીને હત્યા.
    • પત્નીની હત્યા કરી આરોપી ફરાર…
  • 03 Nov 2024 06:34 PM (IST)

    સેલવાસના દુધની કરચોન્ડ નજીક ખાનગી બસને અકસ્માત નડતા એકનું મોત

    • સંઘપ્રદેશ સેલવાસના દૂધની કરચોંડ નજીક ખાનગી બસનો અકસ્માત થતાં બસના ક્લિનરનું મોત.
    • બ્રેક ફેઈલ થતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ..
    • બસના ટાયર નીચે આવી જતાં ક્લિનરનું નીપજ્યું મોત.
    • તો અન્ય 10 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • 03 Nov 2024 06:34 PM (IST)

    કાર ટાયર ફાટતા અકસ્માત

    • બનાસકાંઠાના ડીસાના આસેડા પાટીયા નજીક અકસ્માત.
    • કારનું ટાયર ફાટતા સામેથી આવતી કારને મારી ટક્કર.
    • 6 લોકોને ઈજા પહોંચતા ડિસા સિવિલમાં સારવાર માટે લઈ જવાયા..
  • 03 Nov 2024 02:16 PM (IST)

    ધંધુકા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત, કારમાં સવાર 2 ઈજાગ્રસ્ત

    અમદાવાદના ધંધુકા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોચીં છે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાઓને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કારમાં કુલ ચાર વ્યક્તિ સવાર હોવાની માહિતી સામે આવી છે.

  • 03 Nov 2024 02:13 PM (IST)

    ધરમપુરના આંબા તલાટ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાનો હુમલો, ધડથી માથુ અલગ કરી નાખ્યું

    ધરમપુરના આંબા તલાટ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાએ હુમલો કરીને ધડ અને માથું અલગ કરી નાખ્યું છે. ગત રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હુમલાખોર દિપડાને પકડવા માટે વલસાડ વન વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે. આ ઘટનાને કારણે ગ્રામ્યજનોમાં ભય ફેલાઈ ગયો છે. દિપડાને તાકીદે પકડવા માટે માંગ કરવામાં આવી છે.

  • 03 Nov 2024 01:20 PM (IST)

    ટીમ ઈન્ડિયાનો 24 વર્ષ બાદ ક્લીન સ્વીપ, ન્યૂઝીલેન્ડે 3-0થી સિરીઝ જીતી

    ન્યૂઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ સાથે ન્યૂઝીલેન્ડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. એજાઝ પટેલ આ જીતનો સૌથી મોટો હીરો હતો. તેણે આખી મેચમાં 11 વિકેટ ઝડપી હતી. 24 વર્ષ બાદ ભારતીય ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે.

  • 03 Nov 2024 01:16 PM (IST)

    રસ્તાના અભાવે 108 ના પહોંચી શકતા છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદાની મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસુતિ

    છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામની એક મહિલાએ રસ્તાના અભાવે ઘરે જ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈમરજન્સી સેવા 108 ગામમાં આવી શકતી ના હોય મહિલા હોસ્પિટલ લઈ જઈ શકાઈ નહોતી. પરિણામે શનિવારે મોડી રાત્રીએ પ્રસૂતા પીડા ઉપડતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામમાં જવા આવવા માટે કોઈ પાકો રસ્તો જ નથી એવી પણ વિગતો સામે આવી છે. વારંવાર ગામ લોકો દ્વારા ગામને જોડતા પાકો રસ્તો બનાવવા માટે   રજૂઆત કરવામાં આવે છે. કુકરદા ગામના ડુકતા ફળિયુંના રહીશોને આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો મળ્યો નથી. કુકરદા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ છે. પંચાયત આર એન્ડ બી દ્વારા સરકારમા પાકા રસ્તા બનાવવા દરખાસ્ત કરી છે, પરંતુ રસ્તાની મંજૂરી હજુ મળેલ નથી.

  • 03 Nov 2024 01:12 PM (IST)

    સુરતમાં યોજાશે સુંવાલી બીચ ફેસ્ટિવલ, સરકાર આપશે 50 લાખ

    સુરતીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષના અંતે સુરતમાં યોજાશે સુંવાલી બીચ ફેસ્ટિવલ. ગુજરાત સરકારે સુંવાલી બીચ ફેસ્ટિવલ ઉજવવા માટે 50 લાખ રૂપિયાની સહાય કરી છે. સુંવાલી બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ડિસેમ્બરના આખરમાં સુંવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે તેવી જાહેરાત કરી છે.

  • 03 Nov 2024 11:05 AM (IST)

    ગુજરાતના આ શહેરમાં આજે મહિલાઓ BRTS તેમજ સીટી બસમાં ફ્રી માં કરી શકશે મુસાફરી

    આજે ભાઈબીજનો તહેવાર છે. આ તહેવારને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં મહિલાઓ માટે આવકારદાયક નિર્યણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આજે મહિલાઓ રાજકોટની BRTS તેમજ સીટી બસમાં ફ્રી માં મુસાફરી કરી શકશે. ભાઈ બીજના તહેવારને લઈને મહિલાઓને મહાનગરપાલિકાએ નવા વર્ષની ભેટ આપી છે. દિવસ દરમિયાન ગમે એટલી વાર કોઈપણ રૂટ ઉપર ફ્રીમાં મુસાફરી કરી શકશે મહિલાઓ.

  • 03 Nov 2024 10:46 AM (IST)

    નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને આજે અસલી કોર્ટમાં રજૂ કરાશે

    અમદાવાદમાં ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને આજે અસલી કોર્ટમાં રજૂ કરાશે.  નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નકલી કોર્ટના આદેશ અંગેના કેસમાં 11 દિવસના રિમાન્ડ પર છે. જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. પરિણામે પોલીસ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને કોર્ટમાં રજૂ કરાશે. મોરીસ સામે નોંધાયેલા અન્ય ગુના અંગે પણ કોર્ટને કરાઈ શકે છે જાણ.

  • 03 Nov 2024 10:27 AM (IST)

    સુરેન્દ્રનગરના વઢવાણ લખતર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના

    સુરેન્દ્રનગરના વઢવાણ લખતર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે આધેડને અડફેટે લીધા હતા. આધેડને માથાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇને અકસ્માત સર્જક ટ્રકચાલકની તપાસ હાથ ધરી છે.

  • 03 Nov 2024 10:13 AM (IST)

    ગાંધીનગર, નલિયામાં શિયાળુ ઋતુનો પગરવ, વહેલી સવારે અનુભવાઈ ઠંડી

    ગુજરાતમાં ધીમે ધીમે શિયાળા ઋતુનુ આગમન થઈ રહ્યુ છે. રાત્રીના તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. જો કે, હાલમાં પણ દિવસનું મહત્તમ તાપમાન ગુજરાતના મોટાભાગના શહેરોમાં 35 ડિગ્રીની ઉપર નોંધાતું હોવાથી રાત્રીના તાપમાનનો પારો બહુ ગગડ્યો નથી. આજે રવિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાત્રીનુ સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં રાત્રીના લઘુત્તમ તાપમાનનો પારો 18.7 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે કચ્છના નલિયામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

    • અમદાવાદ – 22 ડિગ્રી
    • વડોદરા – 21.2 ડિગ્રી
    • ભાવનગર –  21 ડિગ્રી
    • ભુજ – 22.4 ડિગ્રી
    • ડીસા – 21.1 ડિગ્રી
    • દિવ – 20 ડિગ્રી
    • દ્વારકા – 24.7 ડિગ્રી
    • ગાંધીનગર – 18.7 ડિગ્રી
    • કંડલા –  24.2 ડિગ્રી
    • નલિયા – 19.8 ડિગ્રી
    • પોરબંદર – 19.6 ડિગ્રી
    • રાજકોટ – 20.6 ડિગ્રી
    • સુરત –  23.6 ડિગ્રી
    • વેરાવળ – 23.7 ડિગ્રી
  • 03 Nov 2024 09:57 AM (IST)

    દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું

    દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર સુરત શહેરમાં ભારે ધુમ્મસનું પ્રમાણ જોવા મળ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી અને વાહનોની લાઇટો ચાલુ રાખીને રસ્તા પર નીકળવાની ફરજ પડી હતી.

  • 03 Nov 2024 09:50 AM (IST)

    જાડેજાએ બીજી ઈનિંગ્સમાં પણ લીધી પાંચ વિકેટ, ન્યૂઝીલેન્ડનો બીજો દાવ 174 રનમાં સમાપ્ત, ભારતને મેચ જીતવા 147 રનનો લક્ષ્યાંક

    રવિન્દ્ર જાડેજા મુંબઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ ઝડપી છે. તેણે પ્રથમ દાવમાં પણ 5 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે ન્યુઝીલેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત ટેસ્ટમાં 10 વિકેટ લીધી છે.

  • 03 Nov 2024 09:37 AM (IST)

    કચ્છમાં નવા વર્ષના પ્રારંભે ભૂકંપનો ઝટકો

    વિક્રમ સવંત 2081ના વર્ષના પહેલા જ દિવસે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. મધ્યરાત્રીના 3ને 58 કલાકે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ લખપતથી 56 કિમી નોર્થ, નોર્થ ઈસ્ટ નોંધાયુ  છે.

  • 03 Nov 2024 08:02 AM (IST)

    બોબી પટેલના કબૂતરબાજી કાંડમાં વધુ એક આરોપી વારાણસીથી ઝડપાયો

    ગાંધીનગર જિલ્લાના બોબી પટેલના કબૂતરબાજી કાંડમાં વધુ એક આરોપી SMCના હાથે ઝડપાયો ગયો છે. ઉત્તરપ્રદેશના વારાણસીથી ઝડપી પાડ્યો છે. પંકજ પટેલ ઉર્ફે પીકે 22 માસથી ફરાર હતો. કબૂતર બાજી કાંડની તપાસ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સોંપવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા દ્વારા પંકજ પટેલની માહિતી આપનાર માટે રૂપિયા 25 હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. પાસપોર્ટ, મોબાઈલ, ડોંગલ, અમેરિકાના ડોલર, હિસાબની ડાયરી વગેરે આરોપી પાસેથી કબજે કરાઇ છે. SMCએ કબુતરબાજીમાં સંડોવાયેલા કુલ 9 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે.

  • 03 Nov 2024 07:44 AM (IST)

    સુરતના માંગરોળના વાંકલ નજીક 2 કાર અને 4 બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત, 5 ઈજાગ્રસ્ત

    સુરતના માંગરોળના વાંકલ નજીક 2 કાર અને 4 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વાંકલ – મોસાલી સ્ટેટ હાઇવે પર ઇનોવા કાર, ઇકો કાર અને ચાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માંગરોળ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 03 Nov 2024 07:34 AM (IST)

    મહેસાણામાં ફટાકડા ફોડવાના મુદ્દે માથાકૂટ, ફાયરિંગની ઘટના, વૃદ્ધાનું મોત

    મહેસાણાના વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝની ઘટના. ફટાકડા ફોડવાના મુદ્દે બે પાડોશી વચ્ચે થયેલી માથાકૂટમાં 66 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. બન્ને તરફે ફાયરિંગ કરાયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઝપાઝપી અને મારામારીમાં વૃદ્ધા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

  • 03 Nov 2024 07:18 AM (IST)

    Jharkhand : અમિત શાહ આજે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આ સાથે તેઓ ત્રણ જાહેરસભાઓને પણ સંબોધશે. ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

Published On - Nov 03,2024 7:17 AM

Follow Us:
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
g clip-path="url(#clip0_868_265)">