AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

03 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દારૂ અને ડ્રગ્સ મુદ્દો ઉઠાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ભાજપે પુછ્યા સવાલ, 2 ટર્મમા મતવિસ્તારમાં કેટલા કાર્યો કર્યા?

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2025 | 9:51 PM
Share

આજે 03  ડિસેમ્બરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દારૂ અને ડ્રગ્સ મુદ્દો ઉઠાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ભાજપે પુછ્યા સવાલ, 2 ટર્મમા મતવિસ્તારમાં કેટલા કાર્યો કર્યા?

આજે 03  ડિસેમ્બરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Dec 2025 09:44 PM (IST)

    AMC દ્વારા 9 હોસ્પિટલ સીલ કરાઈ, 56 એકમોને ફટકારાઈ નોટિસ

    એએમસી દ્વારા નવ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. નોટિસ આપવા છતાં એકમો દ્વારા બી યુ ફાયર પરવાનગી લેવાઈ નહીં. ડ્યુ ફાયર એનઓસી નહીં લેવાય તો એકમો કરાશે સીલ. 50 થી વધુ લોકો ભેગા થતા હશે તેવા તમામ એકમો સામે કરાશે કાર્યવાહી. વિવિધ એકમોની વાત કરવામાં આવે તો. ટ્યુશન ક્લાસીસની કુલ સંખ્યા 909  છે જેમાં 135 પાસે બી યુ છે. ચાર એકમ દ્વારા ગુરુડા એક્ટ હેઠળ અરજી કરી છે. 56 એકમોને આપવામાં આવી નોટિસ.

  • 03 Dec 2025 09:41 PM (IST)

    મહેસાણાના કડીના કૈયલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

    મહેસાણાના કડીના કૈયલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, આરોગ્ય વિભાગે દરોડા પાડીને બનાવટી ડોકટરને ઝડપી પાડ્યો છે. ‘આદિત્ય ક્લિનિક’ નામે પ્રેક્ટિસ કરતા નરેશગીરી ગોસ્વામી પકડાયો છે. એલોપેથિક ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડાં. દવાખાનામાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ અને સાધનોનો જથ્થો મળ્યો છે. મૂળ માણસા અને હાલ કલોલનો શખ્સ કૈયલમાં ચલાવતો હતો હાટડી. નંદાસણ પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ આદરી છે.

  • 03 Dec 2025 08:47 PM (IST)

    દારૂ અને ડ્રગ્સ મુદ્દો ઉઠાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ભાજપે પુછ્યા સવાલ, 2 ટર્મમા મતવિસ્તારમાં કેટલા કાર્યો કર્યા?

    દારૂ અને ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં આવેલા જીગ્નેશ મેવાણી પર ભાજપનો આક્ષેપ. બંધારણના નામે જાત જાતની વાતો કરતા નેતા બંધારણીય રીતે ચુંટાયેલા વ્યક્તિઓના અપમાન કરી રહ્યા છે. PM મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રીનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય પોતે બતાવે તેમણે પોતાના મત વિસ્તારમાં કેટલા કાર્યો કર્યા? 2 ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાયેલા હોવા છત્તાં સ્થાનિક કક્ષાએ કોઈ કાર્યો થયા નથી.

  • 03 Dec 2025 08:03 PM (IST)

    ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, મુંબઈથી દિલ્હી સુધી અંધાધૂંધી ફેલાઈ, મુસાફરો હેરાન પરેશાન

    ભારતની સૌથી મોટી એરલાઇન્સમાંની એક, ઇન્ડિગોએ આજે ​​દેશભરમાં 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે ક્રૂની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને એરપોર્ટ પર ભીડ સહિતના વિવિધ કારણોસર તેને ફ્લાઇટ્સ રદ કરવી પડી. આના કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ. ફ્લાઇટ રદ કરવા બદલ મુસાફરોએ એરલાઇન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

  • 03 Dec 2025 07:07 PM (IST)

    અંકલેશ્વરમાંના કુખ્યાંત બુટલેગર પાસા હેઠળ ધરપકડ, રાજકોટ જેલમાં ધકેલાયો

    અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર- હાંસોટમાં પ્રોહીબિશનના 6થી વધુ ગુના નોંધાયા હતા દશરથ વસાવા સામે. ગ્રામ્ય પોલીસે હજાત ગામ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી રાજકોટ જેલમાં ધકેલ્યો છે. ઓ.એન.જી.સી.ની લાઈનમાંથી ઓઇલ ચોરી બાદ દારૂના ધંધાના રવાડે ચઢ્યો હતો આરોપી દશરથ.

  • 03 Dec 2025 07:04 PM (IST)

    લાખણી-થરાદ હાઇવે પર અકસ્માત, BLO શિક્ષકનુ મોત

    વાવ થરાદના લાખણી – થરાદ હાઇવે પર અકસ્માત થયો હતો. બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું છે. બાઈક ચાલક શિક્ષક લાખણીના કેસરપુરા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે કરતો હતો નોકરી. શિક્ષક પ્રભુજી ઠાકોર શાળાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે નડ્યો અકસ્માત. શિક્ષક પ્રભુજી ઠાકોરે BLO તરીકે કરી હતી કામગીરી. મૃતક શિક્ષક પ્રભુજી ઠાકોર મૂળ રાહ તાલુકાના મેઘપુરા ગામનો. મૃતકના મૃતદેહ ને પીએમ અર્થે લાખણી ની સરકારી હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો

  • 03 Dec 2025 07:02 PM (IST)

    કોંગ્રેસના મહામંત્રીએ સુરત જિલ્લાના 538 બુટલેગરની નામ જોગ યાદી જાહેર કરી પગલાં ભરવા લખ્યો પત્ર

    કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી જાહેર કરી પત્ર લખ્યો છે. સુરત જિલ્લામાં દારૂ સહિતની પ્રવુતિઓ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક કાર્યકમમાં જણાવ્યું હતું : દારૂના અડ્ડા અને ડ્રગ્સ જેવી પ્રવુતિ થતી હોય તો તાત્કાલિક રેડ કરી બંધ કરવામાં આવશે. સુરત જિલ્લામાં દારૂના આંકડાઓ જાહેર કર્યા ત્યારે પોલીસ કામગીરી પણ શંકાના દાયરામાં. કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા યાદી જાહેર કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી. સુરત જિલ્લામાં 538 આંકડા આવ્યા છે, પગલાં લેવાની અને કાર્યવાહી કરવાની માંગ કરી. નશાના કારણે અનેક મહિલાઓ પણ વિધવાઓ થઇ છે.

  • 03 Dec 2025 06:53 PM (IST)

    ગામડામાં રખડતા શ્વાન તલાટી નહીં પકડે, વન-પશુપાલન વિભાગને કામગીરી સોપવા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની રજૂઆત

    ગામડાઓમાં રખડતા શ્વાન પકડવાની કામગીરી નહી કરવા તલાટી મંત્રી એસોસિએશન મક્કમ રહ્યું છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારને પત્ર લખ્યો છે. રાજ્યના પશુપાલન તેમજ વન વિભાગને રખડતા શ્વાન પકડવાની કામગીરી સોંપવા માંગ કરી છે. સરકાર તાત્કાલિક આ પરિપત્ર પરત ખેંચે તેવી મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે. રાજ્ય સરકાર GR પરત નહી ખેંચે તો રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહી કરવાની આપી ચીમકી. સરકાર બાબતે ગંભીરતા નહી દાખવે તો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વિકાસ કમિશનરની કચેરીએ ધરણા કરવા આપી ચીમકી

  • 03 Dec 2025 06:49 PM (IST)

    સગીરાને લગ્નની લાલચ આપી, ભગાડી જઈને અવારનવાર દુષ્કર્મ આચરનાર યુવાન સામે જસદણમાં નોંધાઈ ફરિયાદ

    રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનમાં  દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અનિલ ખીહડિયા નામનો યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને ભગાડી ગયો હતો. અલગ અલગ જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ગર્ભ પણ રહી ગયો હોવાનું આવ્યું સામે. જસદણ પોલીસે અનિલ ખહડિયા નામના યુવકની ધરપકડ કરી. જસદણ પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો, સહિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

  • 03 Dec 2025 05:43 PM (IST)

    અમરેલીમાં રહેતા યુવાનના લગ્ન નથી થતા ! ભાજપ નેતા ભરત કાનાબારે કર્યું ટ્વિટ

    અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા ઉપર સામાજીક સમસ્યાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે, મારા એક સંબંધી અમરેલીમાં રહેતા હોવાથી તેમના દિકરાના લગ્ન થતા નથી. માત્ર મારા મિત્રના સમાજમાં જ નહીં, અન્ય સમાજના લોકોની પણ આ જ સ્થિતિ હોવાની વેદના વ્યક્ત કરી છે.

    ડોકટર ભરત કાનાબારે કરેલા ટ્વિટમાં એવુ લખ્યું છે કે,  મારા એક સંબંધી મને મળવા આવ્યા અને કહ્યું મારી દુકાન વેચવાની છે અને મારે રાજકોટ શિફ્ટ થવું છે. ત્યારે મેં તેમને અમરેલી છોડવાનું કારણ પૂછ્યું. તેનું કારણ જાણી મને ખૂબ આશ્ચર્ય થયું. મારા દીકરાનો સંબંધ થઈ નથી રહ્યો અને અમરેલીનું નામ પડે એટલે છોકરી વાળા સીધી ના પાડી દે છે. ઘડીક ભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું.

    બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા

    BJP leader Dr. Bharat Kanabar's tweet about a boy living in Amreli not getting married

  • 03 Dec 2025 05:03 PM (IST)

    અમેરિકાના વિઝા માટે ગુજરાતમાં સેન્ટર શરૂ કરો, ભાજપના સાંસદે લોકસભામાં કરી રજૂઆત

    મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિભાઈ પટેલે, લોકસભામાં શુન્યકાળ દરમિયાન ગુજરાતમાં અમેરિકા સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી. લોકસભામાં કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ ગુજરાતમાં વિઝા સેન્ટર ખોલવા રજૂઆત કરી હતી. અમેરિકાના વિઝા માટે ગુજરાતમાંથી લોકોને  મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જવું પડે છે. ગુજરાતના હજારો અરજદારોનો સમય અને નાણાં બચાવવા સેન્ટર જરૂરી હોવાનું સાંસદે જણાવ્યું હતું. જો ગુજરાતમાં વિઝા સેન્ટર શરૂ થાય તો સ્થાનિક અર્થતંત્ર અને લોકોને મોટો ફાયદો થશે.

  • 03 Dec 2025 03:14 PM (IST)

    રૂપિયા 804 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં વધુ 6 આરોપી ઝડપાયા, લોકોના પચાવી પાડેલા રૂપિયામાંથી 200 ટ્રક ખરીદી

    સાઈબર ફ્રોડ કેસમાં 804 કરોડના ફ્રોડનો ગુન્હો શોધાયો હતો તે કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગાઉ આ કેસમાં 10 આરોપી ધરપકડ કરી હતી. આજે વધુ 6આરોપી ઝડપાયા છે. અન્ય 3 આરોપી ભંગારનો વ્યવસાય કરતા હતા.

    તપાસમાં નાના વહેપારીઓને સાઈબર ફ્રોડના નાણાં  ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. સાઈબર ફ્રોડના નાણાં પહોચાડતા હતા. આ કેસમાં 20 કરોડથી વધુ નાણાંનું ટ્રાન્જેક્શન કર્યું છે. આરોપીઓએ અંદાજીત 200 ટ્રક ખરીદી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. અન્ય 3 આરોપીઓએ 270 થી વધુ ખાતા ખોલ્યા હતા. રાહુલ નામના આરોપી નાણાં ટ્રાન્સફર કરવાનો રોલ હતો. આજે વધુ 6 આરોપીઓ પકડાયા છે. આ 6 આરોપીઓ સુરતથી ઝડપાયા છે.

  • 03 Dec 2025 03:10 PM (IST)

    અમદાવાદમાં SIR ની કામગીરીને લઈને ભાજપે જિલ્લા કલેકટરને કરી રજૂઆત, 2002ની મતદાર યાદી ચકાસવામાં ભારે તકલીફ

    વહીવટી પ્રક્રિયા યોગ્ય રીતે ના કરવામાં આવતા મેયર, ધારાસભ્યો સહિતના ભાજપ હોદ્દેદારોએ કલેકટરને ફરિયાદ કરી છે. નવા મતદારો માટેનું ફોર્મ 6 ખૂટતું હોવાની કલેકટરને કરી ફરિયાદ. મતદારો પાસેથી મળેલી અનેક ફરિયાદોને લઈ ડેલીગેશન પહોંચ્યું કલેક્ટર પાસે. અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહની અધ્યક્ષતામાં ડેલીગેશને મુલાકાત કરી સોંપ્યો પત્ર. મતદાતાઓની મુશ્કેલીઓને લઈ BLOને યોગ્ય સૂચના અને માર્ગદર્શન આપવા રજૂઆત કરવામાં આવી હતી. 2002ની મતદાર યાદીમાં નામ શોધવા, જૂની મતદાર યાદીમાં પરિવારનું નામ ના મળવા સહિતની મુશ્કેલીઓ ઉકેલવા માટે કરાઈ રજૂઆત.

  • 03 Dec 2025 03:07 PM (IST)

    ટ્રમ્પે લાદેલ 50 ટકા ડ્યુટીની જોવા મળી અસર, 1 ડોલરનો ભાવ 90 રૂપિયા થયો, નિષ્ણાંતો કહે છે 92 સુધી જશે

    અમેરિકાના એક ડોલરના 90 રૂપિયા થતા, નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર લાદેલ 50 ટકા ટેરિફ ડ્યુટીની અસર હવે જોવા મળશે. જો કે એક ડોલરની કિંમત હજુ પણ 92 કે 93 થવાની ધારણા, વિદેશી ચલણી બજારના નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. ભારતમાંથી નિકાસની ગતિ ધીમી પડતા પણ આ સ્થિતિ સર્જાઈ હોવાનું સૂર વ્યક્ત કર્યો છે. સોનાની આયાત પણ વધી છે. ઓઈલ ઈમ્પોર્ટની પણ અસર વર્તાઈ રહી છે.

    જો કે નિષ્ણાંતો કહે છે કે, ભારતની આર્થિક સ્થિતિ સારી છે અને રિઝર્વ ફંડ પણ સારું એવું છે. જીડીપી પણ કંટ્રોલમાં છે અને આત્મનિર્ભર અને વિકસિત દેશ બનાવાની દિશામાં દેશ આગળ વધે છે. પડોશી દેશોની વાત કરીએ તો એ પણ સપોર્ટિવ નથી. ઇન્ડિયા બધા દેશો સાથે સંબંધ રાખવા માંગે છે પણ સ્વનિર્ભર પણ થવું એટલું જ જરૂરી છે. જેને લઈને લાંબા ગાળે ભારતનું ભવિષ્ય સારું દેખાય છે. એક્સપોર્ટ જેટલું વધશે એટલું સારું અને ભારતની નીતિઓ મુજબ તો વેપાર વધશે તો એની અસર સારી થશે. ટ્રેડ ડીલ પણ મહત્વનું પાસું બની રહેશે, એના પર સૌની નજર રહેશે.

  • 03 Dec 2025 02:55 PM (IST)

    અમદાવાદ: 9 જેટલી હોસ્પિટલ અને નર્સિંગ હોમ સીલ કરાયા

    અમદાવાદ: કોર્પોરેશનની પરવાનગી વગરની હોસ્પિટલો પર તવાઈ બોલાવાઇ. 9 જેટલી હોસ્પિટલ અને નર્સિંગ હોમ સીલ કરાયા. દક્ષિણ અને પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે મહત્વની કામગીરી કરી. બાંધકામ માટેની BU પરિમશન ન ધરાવતી હોસ્પિટલ પર કાર્યવાહી કરી. સરખેજ જોધપુર અને મકતમપુરામાં કેટલીક હોસ્પિટલો સીલ કરાઈ. બાંધકામ નિયમિત કરાવ્યા વિના લાંબા સમયથી હોસ્પિટલ ચાલતી હતી. કોર્પોરેશન દ્વારા અનેક વખત સૂચના આપ્યા બાદ પણ મંજૂરી ન લીધી.

  • 03 Dec 2025 02:32 PM (IST)

    કચ્છ: મુન્દ્રાના ધ્રબ GIDCમાંથી ઝડપાયો વિદેશી દારુનો વેપલો

    કચ્છ જિલ્લાના મુંદ્રા વિસ્તારમાં ગંભીર વિદેશી દારૂની હેરાફેરી અંગે એવી વિગતો સામે આવી છે કે ગોડાઉન નંબર 33 માંથી ભારે જથ્થો ઝડપાયો છે. અહેવાલ મુજબાષ્ટે તે ગોડાઉનમાં કુલ 31,500 બોટલ વિદેશી દારૂ મળ્યા છે. દ્વારા State Monitoring Cell (SMC) અને સ્થાનિક પોલીસ દ્વારા મોટી  કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તસ્કરો પાસેથી અંદાજે ₹1.75 કરોડની વિદેશી દારૂનીબ્દારૂ તેમજ કુલ ₹2.11 કરોડનાં મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપી હાલ ફરાર છે; તેને ઝડપવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 03 Dec 2025 02:19 PM (IST)

    બનાસકાંઠા: ઓગડમાંથી ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો

    બનાસકાંઠા: ઓગડમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. થરા-શિહોરી હાઇવે પર ચાઈનીઝ દોરી અને ફીરકી સાથે ટેમ્પો ઝડપાયો. LCBની ટીમે એક આરોપીને ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચાઈનીઝ દોરી અને ફીરકી ક્યાંથી લવાઈ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 03 Dec 2025 12:51 PM (IST)

    કેન્દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત

    કેન્દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે. 4 થી 7 ડિસેમ્બર દરમ્યાન ગુજરાત પ્રવાસે આવશે. ત્રણ દિવસ દરમ્યાન વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં રહેશે હાજર. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

  • 03 Dec 2025 11:52 AM (IST)

    સુરત: ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ સાથે લાખોની છેતરપિંડી

    સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ દ્વારા ઊંચો વળતર આપવાની લાલચ આપી તબીબ સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. તબીબે ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા એક આરોપીને જયપુરમાંથી ઝડપ્યો છે. આરોપીએ તબીબને ટેક્નિકલ સલાહ અને ઊંચા નફાના નામે ₹21.55 લાખની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઇલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતાઓ અને 48 જેટલા UPI ID મળી આવ્યા છે. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 63 ફરિયાદો નોંધાઈ છે, જેમાં મળી જુલાઈને ₹22.45 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત નાણા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે.

  • 03 Dec 2025 10:57 AM (IST)

    દિલ્હીની રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં બોમ્બ વિસ્ફોટની ધમકી

    દિલ્હી યુનિવર્સિટીની બે કોલેજોને બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી છે. રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજને સંબોધિત ઈમેલ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમો હાલમાં ઘટનાસ્થળે છે.

  • 03 Dec 2025 10:18 AM (IST)

    બનાસકાંઠા: ધાનેરાના કુંવારલા ગામે હડકાયા શ્વાનનો આતંક

    બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. ગામમાં એક જ શ્વાને અચાનક હુમલો કરીને કુલ 13 લોકોને બચકા મારી ઘાયલ કરી દીધા છે. જેમાં 3 વર્ષીય બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. ગામના સીમ વિસ્તારમાંથી લઈને રહેણાંક વિસ્તાર સુધી શ્વાનનો ખતરો જણાતા લોકો રાતભર જાગતા રહ્યા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તંત્રને જાણ કરી છે અને શ્વાનને ઝડપથી કાબૂમાં લેવા માંગણી ઉઠી છે.

  • 03 Dec 2025 10:11 AM (IST)

    કચ્છ: ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    કચ્છ: ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. બોલેરો પીકઅપ વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. અકસ્માતમાં બોલેરો પીકઅપ વાહનને મોટું નુકસાન થયુ છે. ભચાઉના નંદગામ પાસે અકસ્માતથી ટ્રાફિકજામ સર્જાયો.

  • 03 Dec 2025 09:34 AM (IST)

    વલસાડઃ પારડીના આમળી ગામે દીપડાનો આતંક

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામમાં દીપડાના આતંકથી સ્થાનિકોમાં ભારે ભયનું માહોલ સર્જાયો છે. બાઈક પર જઈ રહેલા એક યુવક પર દીપડાએ અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. દીપડાની આવી અચાનક હાજરી અને હુમલા બાદ ગામ સહિત આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. Forest વિભાગને જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રયત્નો ચાલી રહ્યાં છે.

  • 03 Dec 2025 09:06 AM (IST)

    ગાંધીનગરઃ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં મુખ્યત્વે કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળવા બદલ  અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવશે. સાથે જ ટેકાના ભાવે જણসি ખરીદીની હાલ ચાલી રહેલી કામગીરી અને જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચુકવણી પ્રક્રિયાની સમીક્ષા પણ થશે. આ ઉપરાંત રવિ સીઝનના વાવેતર માટે કેનાલોમાં પાણી છોડવાના મુદ્દે પણ ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

  • 03 Dec 2025 08:08 AM (IST)

    અમદાવાદ: નારોલ વિસ્તારમાં મહિલા પર છરીથી હુમલો

    અમદાવાદ: નારોલ વિસ્તારમાં મહિલા પર છરીથી હુમલો થયો. નારોલના અલ હબીબ રેસીડેન્સીના પાર્લરમાં હુમલો થયો. જૂની અદાવતમાં મહિલા અને તેના પતિ પર હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. 2 વ્યક્તિએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મહિલા એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 03 Dec 2025 07:33 AM (IST)

    પુતિનના ભારત પ્રવાસ પહેલા રશિયાના Dy.PMનું નિવેદન

    પુતિનના ભારત પ્રવાસ પહેલા રશિયાના Dy.PMનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભારતનો પ્રવાસ મોસ્કો સાથે ભાગીદારી વધારશે. પુતિનનો ભારત પ્રવાસ સૌથી મહત્વપૂર્ણ છે. પુતિનના ભારત પ્રવાસ માટેનો એજન્ડા તૈયાર છે.

Published On - Dec 03,2025 7:31 AM

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">