02 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલની હિટ એન્ડ રનના કેસમાં ધરપકડ
આજે 02 જુલાઇને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 જુલાઇને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
ભારે વરસાદની આગાહી અને પગલે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી વરસાદ વરસ્યો છે. ઇસનપુર, મણિનગર, ખોખરા, વટવા, નારોલ, દાણીલીમડા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 કલાકથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
-
ગૃહ-સહકારીતા પ્રધાન અમિત શાહ 5-6 જુલાઈએ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ, આગામી 5 અને 6 જુલાઈના રોજ ગુજરાત આવશે. 5 જુલાઈના રોજ, દેશની પ્રથમ સહકારીતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપુજન કરશે.ત્યાર બાદ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં સહકાર સંવાદ યોજાશે. 6 જુલાઈના રોજ આણંદમાં એન ડી ડી બી અને અમૂલ ડેરીના વિવિધ નવી પરિયોજનાનુ લોકાર્પણ કરશે.
-
-
ઉપલેટામાં મકાન ધરાશાયી, કાટમાળમાં ત્રણ મહિલા દટાઈ
રાજકોટના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાક મકાન ધરાશાયી થતા, ચોકમાં ઊભા રહીને વાતો કરતી ત્રણ મહિલા કાટમાળમાં દટાઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. કાટમાળમાં દબાયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી છે. જ્યારે બે મહિલા કાટમાળમાં હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ઉપલેટા નગર પાલિકા દ્વારા જર્જરીત મકાનોને ઉતારવાની કાર્યવાહી ના કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
-
અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલની હિટ એન્ડ રનના કેસમાં ધરપકડ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શિલાલેખ ટાવર પાસેના ચાર રસ્તા ખાતે, ગત 21 જૂનના રોજ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બાઈક સવાર આધેડનું કારની ટક્કરથી ઘટના સ્થળે જ મોત થયું હતું. હિટ એન્ડ રન કેસ અંગે તપાસ કરતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ક્રેટા કારથી નોકરી કરીને ઘરે જઈ રહેલ બાઈક ચાલકને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
-
નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે વધારો, નીચાણવાળા વિસ્તારોમાં પ્રસરી ચિંતા
નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે અને વ્યાપક વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નવસારીની પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી છે. પૂર્ણા નદીમાં જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નવસારીના ગધેવાન મહોલ્લો, ભેંસત ખાડા, કાશીવાડી, મિથિલાનગરી સહિતના વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ફાયર વિભાગને, વાહનો ફેરવીને લોકોને પૂર્ણા નદીની જળસપાટી જણાવવાની સાથે સતર્ક રહેવા જણાવાયું છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોમાં ચિંતા પ્રસરી છે. પૂર્ણા નદીની સ્થિતિ ઉપર મહાનગર પાલિકા તંત્રની ચાંપતી નજર છે.
-
-
વડોદરામાં 2 આચાર્ય, 2 નિવૃત્ત શિક્ષક, 1 સરકારી મહિલા ઓડિટર લાંચ લેતાં ઝડપાયા
વડોદરામાં સરકારી મહિલા ઓડિટર, આચાર્ય સહિત કુલ પાંચ લોકો લાંચ લેતા ઝડપાયા છે. વડોદરામાં બે આચાર્ય સહિત પાંચ લોકો લાંચ લેતા પકડાયા હોવાનુ સામે આવ્યું છે. ડભોઇની વસઈ પ્રા. શાળાનાં આચાર્ય લાંચ લેતાં ઝડપાયા છે. ઓડિટમાં ક્વેરી ના કાઢવા માટે ઓડિટરને લાંચ ઓફર કરી હતી. આચાર્યએ અન્ય ગ્રુપ આચાર્યો પાસે બે-બે હજાર માંગ્યા હતા. લાંચ ના આપવા માંગતા એક ગ્રુપ આચાર્યએ ACB માં ફરિયાદ કરી હતી. એસીબીએ બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ડભોઇ સહકારી શરાફી મંડળીમાં એસીબીની સફળ ટ્રેપ કરવામાં આવી હતી. બે આચાર્ય, બે નિવૃત્ત શિક્ષક, સરકારી મહિલા ઓડિટર લાંચ લેતાં ઝડપાયા હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
-
સુરત ખાડીપૂરથી ત્રસ્ત લોકોની સમસ્યાને વાચા આપતી કોંગ્રેસ, મનપા કચેરીએ કર્યો વિરોધ
સુરત કોંગ્રેસે, ખાડીપૂરથી ત્રસ્ત થઈ ઉઠેલા સુરતીઓની સમસ્યાને વાચા આપી છે. કોંગ્રેસે, મનપા કચેરીએ જઈને ખાડીપૂરને કારણે હેરાન પરેશાન થઈ ગયેલા નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવા દેખાવો કર્યા હતા. કોંગ્રેસના નેજા હેઠળ યોજાયેલા પ્રદર્શનમાં મેયર અને કમિશનર વિરુદ્ધ સુત્રોચાર કરાયા હતા. સુરત મનપા કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શીત કરાયો હતો. કોંગ્રેસના દેખાવો-પ્રદર્શનને કારણે મનપાએ પોલીસ ખડકી દેવામાં આવી હતી. મનપાનો મેઈન ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
-
સવારના 6થી સાંજના 4 સુધીમાં 97 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુબિરમાં સાડા ત્રણ ઈંચ
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના સુબિરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના ડોલવણમાં 2.8 ઈંચ, વલોદમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં વરસાદ
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં વરસાદ વરસ્યો. ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ખાખી જાળીયા, સેવંત્રા, ગઢાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. બે દિવસના વિરામ બાદ ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
-
સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં કાચની બોટલમાં પાણી આપવામાં આવશે. સરકારે સખી મંડળને જવાબદારી સોંપી છે. ઈન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. સચિવાલય સંકુલમાં દરરોજ અંદાજિત 8 હજાર પાણીની બોટલનો વપરાશ થાય છે. સરકારના આ નિર્ણયને પગલે, સચિવાલયમાં રોજની 8 હજાર પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર લાગશે બ્રેક. પાણીના પેકિંગથી લઈ વિતરણ સુધીની પ્રક્રિયાનું સંચાલન સખી મંડળ દ્વારા કરાશે. સખી મંડળને રોજગારી મળશે અને સચિવાલય પ્લાસ્ટિક ફ્રી બનશે.
-
રાજકોટઃ ધોરાજીમાં ફરી ધોધમાર વરસાદ
રાજકોટઃ ધોરાજીમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભૂખી, ભોલ, તોરણીયા અને જમનાવડમાં વરસાદ ખાબક્યો છે.
-
તાપીઃ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
તાપી જિલ્લામાં અવિરત વરસાદથી નદી-નાળા છલકાયા છે. રાત્રે દરમિયાન પડેલા સતત વરસાદના કારણે સૌથી વધુ ડોલવણ તાલુકો પ્રભાવિત છે. ડોલવણ તાલુકાની ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ઓલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ઓલણ નદીકાંઠાના ગામના સાવચેત કરાયા છે..અને નદીકિનારા પર અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે.
-
જૂનાગઢ: કેશોદમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ
જૂનાગઢ: કેશોદમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. સગીરાના ઘરે બે વિધર્મીએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. પીડિત સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. બન્ને શખ્સ વિરૂદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઇ. SC-ST સેલના DySPએ તપાસ હાથ ધરી છે.
-
ભરૂચઃ મનરેગા કૌભાંડમાં તપાસ તેજ
ભરૂચઃ મનરેગા કૌભાંડમાં તપાસ તેજ થઇ છે. પોલીસની ટીમ તપાસ માટે વેરાવળ પહોંચી. હીરા જોટવા અને કોન્ટ્રાકટરની એજન્સીઓમાં તપાસ હાથ ધરી. આર્થિક વ્યવહાર અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી. આરોપીઓની સાંઠગાંઠ શોધવા દસ્તાવેજોની શોધખોળ કરવામાં આવી રહી છે. કેસમાં હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 લોકો હાલ રિમાન્ડ પર છે.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં અધિકારીઓના સૂચનો મુદ્દે ચર્ચા થશે. આરોગ્ય અને રેવન્યુમાં લીધેલા નિર્ણય મુદ્દે પણ ચર્ચા કરાશે. શિક્ષણ, ઉદ્યોગ અને મહેસુલ વિભાગમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરાશે.
-
દિલ્હી: પીએમ મોદી આજથી 5 દેશોના પ્રવાસ માટે રવાના થશે
પીએમ નરેન્દ્ર મોદી આજથી 5 દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. 8 દિવસના આ પ્રવાસ દરમિયાન, પીએમ મોદી પહેલા ઘાનાની મુલાકાત લેશે. આ દરમિયાન, પીએમ મોદી ઘાના ઉપરાંત ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પણ મુલાકાત લેશે.
#WATCH | Prime Minister Narendra Modi emplanes for Ghana.
This will be Prime Minister’s first-ever bilateral visit to Ghana. PM Modi will pay an official visit to Trinidad & Tobago (T&T) from July 03 – 04, 2025. PM Narendra Modi will visit Brazil from July 5 to 8 to participate… pic.twitter.com/fhLe4AeZQp
— ANI (@ANI) July 2, 2025
-
સુરેન્દ્રનગર : વઢવાણ નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત
સુરેન્દ્રનગરના વઢવાણ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. 3 ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. કાર ચાલકે બાઇક અને અન્ય કારને ટક્કર મારી હતી. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ છે. પોલીસ સ્થળ પર પહોંચી કારચાલકને પકડીને તપાસ આરંભી છે.
-
દાહોદ: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
દાહોદ: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નદી-નાળાઓ, ડેમ સહિત ધોધમાં પાણીની આવક થઇ રહી છે. નદી-નાળા સહિતના જળાશયો છલકાયા.
-
મહેસાણાઃ સતલાસણામાંથી ઝડપાયું સરકારી અનાજનું કૌભાંડ
મહેસાણાઃ સતલાસણામાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. સતલાસણા મામલતદારે બાતમીના આધારે દરોડા પાડ્યા. ગોળીયાપરા વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. 127થી વધારે સરકારી અનાજના કટ્ટા કબજે લેવાયા. જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં મોકલવાનો હતો તે અંગે તપાસ હાથ ધરાઇ.
Published On - Jul 02,2025 7:35 AM





