AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BREAKING NEWS : ગુજરાત-આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં આસામ બનશે પાર્ટનર સ્ટેટ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં આસામ પાર્ટનર સ્ટેટ તરીકે જોડાશે. ગુજરાતના મંત્રી નરેશભાઈ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને આર્થિક સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

BREAKING NEWS : ગુજરાત-આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં આસામ બનશે પાર્ટનર સ્ટેટ
Vibrant Gujarat Summit 2027Image Credit source: google
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 19, 2026 | 3:07 PM
Share

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે આસામના માનનીય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા માટે ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું.

આ મુલાકાત પ્રસંગે ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ (IAS) અને ડેલીગેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘે આસામ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ મુલાકાત અને ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક દરમિયાન ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર રોકાણની તકો અને આંતર-રાજ્ય ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાત અને આસામ વચ્ચે ઔદ્યોગિક સહયોગ અને પરસ્પર રોકાણની તકો વધારવા ચર્ચા થઈ

આ ચર્ચામાં આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’માં આસામની ભાગીદારી અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ સમિટમાં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ (ભાગીદાર રાજ્ય) તરીકે જોડાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આ વૈશ્વિક મંચ પર આસામ પોતાના વિવિધ ઉદ્યોગોને રજૂ કરીને આસામમાં રહેલી રોકાણની વિપુલ તકોનું પ્રદર્શન કરશે, આ સાથે જ નવી ભાગીદારીઓની શોધ કરીને ગુજરાત સાથેના આર્થિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.

ગુજરાત અને આસામ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ ઔધોગિક વિકાસ અને રોકાણના ક્ષેત્રોમાં નવી તકો, વેપાર-વાણિજ્ય તથા વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અંગે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નું આયોજન આગામી તા. 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટ વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવીને રોકાણ, ઔદ્યોગિક વિકાસ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : Breaking News : રાજકોટનો અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">