22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Pankaj Tamboliya
| Edited By: | Updated on: Feb 22, 2024 | 10:40 PM

આજે 22 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

22 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુવારે એટલે કે આજે થનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. અત્યાર સુધીમાં તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓ પાંચ દિવસમાં દર્શનનો લાભ લઈ ચુક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં બીજી વાર વડાપ્રધાન ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Feb 2024 07:59 PM (IST)

    TMC હવે કોંગ્રેસને 2ને બદલે 5 સીટો આપવા તૈયાર

    પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા રચાઈ રહી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી હવે કોંગ્રેસને 2 સીટોને બદલે 5 સીટો આપવા તૈયાર જણાય છે. કોંગ્રેસ નેતૃત્વના હસ્તક્ષેપ બાદ મમતા બેનર્જી ફરી પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણીની વાત કરી રહ્યા છે.

  • 22 Feb 2024 06:30 PM (IST)

    મોદી સરકારનો મોટો નિર્ણય, મલ્લિકાર્જુન ખડગેને મળશે Z Plus સુરક્ષા

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા આપવામાં આવશે અને CRPF તેમને સુરક્ષા કવચ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુપ્તચર એજન્સીઓએ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જે બાદ તેમને Z Plus સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 22 Feb 2024 06:23 PM (IST)

    CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

    CBSE ના ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુકની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ સીબીએસઈની જનરલ બોડીની બેઠકમાં ઔપચારિક રીતે મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી, આ માટે માત્ર થોડીક શાળાઓની પસંદગી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે. આ વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક ટેસ્ટ થશે. NCFSE ની ભલામણો મુજબ, ફક્ત અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જીવવિજ્ઞાન માટે ઓપન બુક ટેસ્ટ થશે.

  • 22 Feb 2024 05:33 PM (IST)

    અમે વિકસિત ગુજરાત- વિકસિત ભારત બનાવીશુ- પીએમ મોદી

    કોંગ્રેસ આજે મોદીને ગાળો આપી રહ્યાં છે. પરંતુ જેટલી ગાળો આપશે એટલી જ બેઠકો વધશે. 400ને પાર કરીશુ. કોંગ્રેસને પરિવારવાદથી ઉપર કોઈ નથી દેખાતું. પરિવારવાદ માનસિકતા યુવાનોની દુશ્મન હોય છે. પરિવારની રક્ષા માટે જૂની સ્થિતિ બનાવી રાખવા માટે છે. જ્યારે ભાજપ આવનારા 25 વર્ષનો રોડમેપ બનાવીને વિકાસ માટે નીકળી છે. વિકસિત ગુજરાત વિકસિત ભારત બનાવીશુ, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવસારી ખાતેની જાહેરસભામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધતા કહ્યું હતું.

  • 22 Feb 2024 05:28 PM (IST)

    ભાજપે 10 વર્ષમાં ભારતને 5મા નંબરનું અર્થતંત્ર બનાવ્યું

    કોંગ્રેસ તેના શાસનકાળ દરમિયાન 11માં નંબરનુ અર્થતંત્ર બનાવી શક્યું હતું તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેના કારણે ગામ કે દેશનો વિકાસ ના થઈ શક્યો. ભાજપના 10 વર્ષના શાસનકાળમાં પાંચમા નબંરનું અર્થતંત્ર બનાવી દીધું. નાના શહેરો પણ કનેક્ટીવિટીનુ સારુ ઉદાહરણ બન્યા છે. કોંગ્રેસના સત્તાકાળમાં ઝુપડા હતા. અમે ઝુપડાને બદલે પાકા મકાનો આપી રહ્યાં છીએ. 4 કરોડ પાકા મકાન બનાવીને ગરીબોને આપ્યા છે.

  • 22 Feb 2024 05:22 PM (IST)

    જ્યા લોકોની આશા સમાપ્ત થાય છે ત્યાથી મોદીની ગેરંટી શરૂ થાય છેઃ પીએમ મોદી

    નવસારીમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી દેશ અને ગુજરાતમાં સરકાર ચલાવી છે. પરંતુ ક્યારેય આદિવાસી ગામ અને સમુદ્ર તટે વસેલા ગામ માટે દરકાર નથી લીધી. પરંતુ ભાજપે આ બધાની દરકાર માટે અવિરત કામ કર્યું છે. 2014 સુધી 100થી વધુ જિલ્લા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સ્તરે હતા. જેમાંથી મોટાભાગના જિલ્લા આદિવાસી વસ્તી આધારિત હતા. આજે આ જિલ્લાઓમાં વિકાસ થયો છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય છે જ્યા બીજાની આશા સમાપ્ત થાય છે.

  • 22 Feb 2024 05:17 PM (IST)

    પીએમ સૂર્ય ઘર દ્વારા 300 યુનીટ મફત વીજળી અપાશે- પીએમ મોદી

    પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે. મોદીએ હમણા નવી ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પીએમ સૂર્ય ઘર એ 300 યુનીટ વીજળી એટલે મધ્યમ વર્ગના કુંટુબને એસી, પંખા, ફ્રિજ, ટીવી વગેરે કાયમ ચાલે. તમારે માત્ર એટલું જ કરવાનું છે ઘર પર સૌર પેનલ રાખો.

  • 22 Feb 2024 05:12 PM (IST)

    તાપી રિવર બેરેજ સુરતની સ્થિતિ બદલી નાખશે

    તાપી રિવર બેરેજ બનવાથી સુરતમાં વર્ષો સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. પૂર જેવી સ્થિતિને પણ પહોચી વળાશે. ગુજરાતના સમાજ જીવનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનુ મહત્વ ખુબ સારી રીતે જાણે છે. એક સમય હતો કે ગુજરાતમાં કલાકો સુધી વીજળી કાપ રહેતો હતો.

  • 22 Feb 2024 05:09 PM (IST)

    પીએમ મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલાઈ જશેઃ પીએમ મોદી

    સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોથી ગુજરાતની ગુંજ વિશ્વમાં થાય છે. સુરતનો સિલ્ક ઉદ્યોગ નવસારી સુધી વિકસ્યો છે. વિશ્વના અનેક દેશને આ ક્ષેત્રે ભારત ટક્કર આપી રહ્યું છે. સુરતના કપડાની એક ઓળખ બની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતા જ આ વિસ્તારની તસવીર બદલાઈ જશે. 3000 કરોડનું રોકાણ થશે.

  • 22 Feb 2024 05:05 PM (IST)

    આજકાલ સંસદથી લઈને ગલી મહોલ્લા સુધી એક જ વાત થાય છે, મોદી ગેરંટી

    નવસારી ખાતે વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. પાર્લામેન્ટરીથી ગલી મહોલ્લામાં વાત થઈ રહી છે એ વાત છે મોદીની ગેરંટી, મોદીએ કહ્યું એ કરીને બતાવે છે. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.

  • 22 Feb 2024 04:19 PM (IST)

    કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલનથી એક વિદેશીનું મોત, એક ગુમ

    ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલન થવાને કારણે એક વિદેશીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ સ્કીઅર્સને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોંગડોરીમાં હિમપ્રપાતના કારણે ઘણા સ્કીઅર્સ ફસાઈ જવા પામ્યા છે.

  • 22 Feb 2024 02:14 PM (IST)

    ડીસાનો રનવે દેશની સુરક્ષાનો રનવે બનશે-મોદી

    ડીસા એરપોર્ટના રનવેનુ લોકાર્પણ થયું છે. આ ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટુ કેન્દ્ર બનશે. મુખ્યપ્રધાન હતો ત્યારે અનેક ચિઠ્ઠીઓ લખી હતી. પરંતુ કોંગ્રેસની સરકારે આ કામને રોકવા માટે કોઈ કસર છોડી નહોતી. આ જગ્યા એરફોર્સ માટે મહત્વનુ હોવાનુ એરફોર્સ પણ કહેતુ હતું. મોદી જે સંકલ્પ કરે છે તે પુરો કરે છે.

  • 22 Feb 2024 02:13 PM (IST)

    ભાવિ પેઢી માટે ભવ્ય વિરાસત બનાવવાનું કામ થઈ રહ્યું છે

    વડનગરમાં થઈ રહેલા પુરાતત્વ વિભાગના ખોદાણ દરમિયાન 2800 વર્ષ જૂની વસ્તીના પુરાવાઓ મળ્યાં છે. ધોળાવિરામાં પણ પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થઈ રહ્યાં છે. આ ભારતનું ગૌરવ છે. આ સમૃધ્ધ અતિત પર ગર્વ છે. ભાવિ પેઢી માટે વિરાસત બનાવવાનું કામ થઈ રહ્યું છે.

  • 22 Feb 2024 02:11 PM (IST)

    કોંગ્રેસ નફરત અને નકારાત્મકતા છોડતી નથી- મોદી

    કોંગ્રેસે દશકો સુધી દેશમાં શાસન કર્યું પણ વિકાસ ના કર્યો. પાવાગઢમાં ધર્મધ્વજા ફરકાવવાની ચિંતા ના કરી, ભગવાન રામના અસ્તિત્વ પર શંકા કરી. રામ મંદિરના નિર્માણ આડે રોડા નાખ્યાં. આજે દેશ રામ મંદિરથી ખુશ છે ત્યારે નફરત અને નકારાત્મકતા છોડતા નથી, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

  • 22 Feb 2024 02:09 PM (IST)

    સુઝલામ સુફલામ યોજનાથી પાણી પહોચાડવાના કામને લોકો 100 વર્ષ સુધી નહીં ભૂલે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તરભ વાળિનાથ ધામ ખાતે સંબોધન કરતા કહ્યું કે, આજે લોકોને નળથી જળ મળી રહ્યું છે એક સમય હતો પાણી ભરવા માટે દૂર દૂર 2-3 કિલોમીટર સુધી માથે બેડા લઈને જવુ પડતું હતું. સુઝલામ સુફલામ યોજના વખતે કોંગ્રેસના ધારાસભ્યો મને કહેતા હતા કે આ કામ 100 વર્ષ સુધી લોકો ભૂલશે નહી.

  • 22 Feb 2024 02:06 PM (IST)

    દેવ સેવાની સાથે સાથે દેશ સેવા પણ થઈ રહી છે : PM મોદી

    મહેસાણાના વિસનગરમાં તરભ વાળિનાથ ધામ તીર્થ ખાતે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેવસેવાની સાથે સાથે દેશસેવા પણ થઈ રહી છે. મંદિર એ જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર છે. અમારી સરકારનું લક્ષ્ય છેવાડાના માનવી સુધી વિકાસ પહોચાડવાની છે. આથી જ દેવાલયની સાથે સાથે તેમનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

  • 22 Feb 2024 01:50 PM (IST)

    ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની કટિબદ્ધતાઃ ભૂપેન્દ્ર પટેલ

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે,  તરભ વાળીનાથ ધામ ખાતે સંબોધન કરતા કહ્યું કે, વિકાસની રાજનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ઊભી કરી છે. છેવાડાનો વિસ્તાર વિકાસથી વંચિત ન રહે એની સરકાર ચિંતા કરે છે. ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની કટિબદ્ધતા દર્શાવે છે. આજે વડાપ્રધાન 13000કરોડના 57 કામોની ભેટ આપવાના છે. જેમાંં રેલવે અને રોડના વિકાસના કામો, ઇન્ટરનેટ ના વિકાસના કામોની ભેટ આપશે.

  • 22 Feb 2024 01:40 PM (IST)

    તરભના વાળીનાથ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વાળીનાથની કરી પૂજા-અર્ચના

    મહેસાણાના તરભમાં આવેલુ વાળીનાથ ધામ રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. જેના પગલે વડા પ્રધાન મોદીએ મહેસાણામાં રોડ શો યોજ્યો છે . ત્યાર બાદ વાળીનાથ ભગવાનની પૂજા – અર્ચના કરી છે.

  • 22 Feb 2024 12:52 PM (IST)

    મહેસાણા: પીએમ નરેન્દ્ર મોદી વાળીનાથ ધામ પહોચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના તરભ વાળીનાથ ધામ પહોચ્યા છે. જ્યાં તેઓ પૂજા-અર્ચના કરશે.

  • 22 Feb 2024 12:50 PM (IST)

    ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જૂ મહિલા શક્તિ છે – PM મોદી

    અમદાવાદમાં GCMMFના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું ભારતમાં 10 લાખ કરોડ રુપિયાના ટર્ન ઓવરવાળા ડેરી સેક્ટરની મુખ્ય કર્તાધર્તા દેશની નારી શક્તિ છે. આપણી માતા, બહેન અને દીકરીઓ છે.આજે દેશમાં અનાજ, ઘઉ અને શેરડીને પણ ગણીએ તો પણ તેમનું ટર્ન ઓવર 10 લાખ કરોડ રુપિયાની નજીક નથી થતુ. જ્યારે 10 લાખ કરોડ રુપિયાના ટર્ન ઓવરવાળા સેક્ટરમાં કામ કરનારામાં 70 ટકા મહિલાઓ છે.ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જૂ મહિલા શક્તિ છે.

  • 22 Feb 2024 12:08 PM (IST)

    GCMMFના કાર્યક્રમમાં PM મોદીએ કર્યું સંબોધન

    વડાપ્રધાને GCMMFના સહાકર સંમેલનને સંબોધતા કહ્યુ કે, આ યાત્રાને સફળ બનવવામાં પશુધનના ફાળાને પ્રણામ કરુ છુ. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના ન થઇ શકે. તેમણે જણાવ્યુ કે અમૂલ એટલે વિકાસ, વિશ્વાસ અને જન ભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા.

  • 22 Feb 2024 11:21 AM (IST)

    PM મોદીએ અમુલના 5 નવા પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન મોદીએ અમુલના 5 નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે.

  • 22 Feb 2024 11:10 AM (IST)

    PM મોદી સહકારીતા સંમેલનમાં ઉપસ્થિત

    અમદાવાદમાં વડાપ્રધાનના સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે પીએમ વિશાળ સહકાર સંમેલનને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટિલ ઉપસ્થિત છે. અહીં સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.

  • 22 Feb 2024 10:48 AM (IST)

    PM મોદીનું અમદાવાદ ખાતે આગમન

    22 ફેબ્રુઆરી એટલે કે આજે મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદીનું અમદાવાદ ખાતે આગમન થયું છે.

  • 22 Feb 2024 10:28 AM (IST)

    દિલ્હી-એનસીઆરમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર પર CBIના દરોડા

    • પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર પર સીબીઆઈના દરોડા
    • લગભગ 30 જગ્યાએ દરોડા પાડ્યા
    • કિરૂ હાઇડ્રો ઇલેટ્રિક પ્રોજેક્ટમાં કૌભાંડ અંગે દરોડા
    • અગાઉ સીબીઆઈએ વીમા કૌભાંડમાં મલિક સામે કાર્યવાહી કરી હતી
    • આ પહેલા પણ સીબીઆઈ જમ્મુ-કાશ્મીરમાં સત્યપાલ મલિક અને તેના નજીકના લોકોના સ્થળો પર દરોડા પાડી ચૂકી છે
  • 22 Feb 2024 10:20 AM (IST)

    દાહોદમાં નકલી કચેરી કોભાંડ મામલે મોટા સમાચાર

    • દાહોદ નકલી કચેરી મુદ્દે TV9ની EXCLUSIVE માહિતી
    • તાત્કાલિક બદલી થયેલ પ્રાયોજન અધિકારીનું નામ આવ્યુ સામે
    • સંજય પંડ્યાનું નામ સામે આવતા પોલીસે કરી ધરપકડ
    • 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રયોજન વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા
    • ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા
    • દાહોદમાં છ જેટલી નકલી કચેરી કૌભાંડનો આંકડો 25 કરોડને પાર
    • હજી સુધી એક IAS અધિકારી સહીત અગાઉ 11 આરોપી ઝડપાયા
    • દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ
  • 22 Feb 2024 09:45 AM (IST)

    સુરત કામરેજના કઠોદરામાં મહિલાઓ વચ્ચે મારામારી

    • બે મહિલાઓએ પાડોશી મહિલાને માર્યો ઢોર માર
    • ઘર ખાલી ન કરે તો હત્યાની ધમકી અને માર માર્યો
    • મહિલાને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ ખસેડાઈ
    • બંને માર મારનાર મહિલાઓ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ
    • મારામારીના સીસીટીવી ફૂટેજ હાલ આવ્યા સામે
  • 22 Feb 2024 09:10 AM (IST)

    મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના કેસમાં આજે HCમાં સુનાવણી

    મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના જમીન વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. સવારે 11.30 વાગ્યાથી જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટ તમામ 17 અરજીઓ પર એક સાથે સુનાવણી કરી રહી છે.

  • 22 Feb 2024 08:30 AM (IST)

    મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ મંદિરની જાણો શું છે ખાસિયત

    વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તરભ ગામેવાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે.

    ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે.

  • 22 Feb 2024 08:16 AM (IST)

    સરકાર વાતચીત માટે તૈયાર, ખેડૂતો હરિયાણામાં હાઈવે કરશે જામ

    ખેડૂતોએ છેલ્લા 10 દિવસથી પંજાબ-હરિયાણા બોર્ડર પર પડાવ નાખ્યો છે. આંદોલનની વચ્ચે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. અત્યાર સુધી મંત્રણાના ચાર રાઉન્ડ થઈ ચૂક્યા છે. સરકારે ખેડૂતોને મંત્રણાના પાંચમા રાઉન્ડ માટે આમંત્રણ આપ્યું છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ બુધવારે ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું. સરકાર MSP, પરાલી, પાકની વિવિધતા અને FIR પર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. સરકારના આમંત્રણ પર ખેડૂતોએ જણાવ્યું હતું કે હજુ સુધી વાતચીતનો પત્ર મળ્યો નથી.

  • 22 Feb 2024 07:57 AM (IST)

    પીએમ મોદી આજથી ગુજરાત પ્રવાસે, જાણો શું છે આજનો કાર્યક્રમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થયા છે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે.06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.

  • 22 Feb 2024 07:05 AM (IST)

    પીએમ મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે

    PM નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે જવાના છે. પીએમ મોદી લગભગ 14 હજાર કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 13 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

  • 22 Feb 2024 06:18 AM (IST)

    PM મોદી ગુજરાત પ્રવાસે, જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

    તાજેતરમાં જ વડાપ્રધાનએ 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Published On - Feb 22,2024 6:15 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">