હાઈકોર્ટમાં સુઓમોટો રીટની સુનાવણી, આંકડાઓ ખોટા આપવામાં આવતા હોવાની ટકોર

Bipin Prajapati
| Edited By: | Updated on: Apr 15, 2021 | 5:05 PM

કોરોનાની ( corona ) સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે ( High Court ) દાખલ કરેલ સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી. નાના ઘરમાં રહેનારા લોકોને કોરોના થાય તો કેવી રીતે હોમ ક્વોરોન્ટાઈન થાય તેવો સવાલ કરીને આવા લોકો માટે વ્યવસ્થા કરવા હાઈકોર્ટની ટકોર. ગુજરાતમાં ઉત્પાદિત થતા, ઓક્સિજનનો મેડિકલ ક્ષેત્રે જ વપરાશ કરવા નિર્દેશ

હાઈકોર્ટમાં સુઓમોટો રીટની સુનાવણી, આંકડાઓ ખોટા આપવામાં આવતા હોવાની ટકોર
Gujarat High Court

ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court )ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ( corona ) ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે ખોટા આકડાઓ આપો છો. જેના કારણે રેમડેસિવીર ઈન્જેકશનની અછત સર્જાઈ છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા, ઓક્સિજનનો મેડિકલ ક્ષેત્રે વપરાશ કરવા, હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન ના લાગે તેવી વ્યવસ્થા કરવા, નાના ઘરમાં રહેનારા લોકો કેવી રીતે હોમ ક્વોરોન્ટાઈન થાય તેવો સવાલ કરીને આવા લોકો માટે વ્યવસ્થા કરવા હાઈકોર્ટે ટકોર કરી હતી. નાના જિલ્લાઓમાં  rt pcr  ટેસ્ટ કરવા સક્ષમ લેબોરેટરી સ્થાપવા માગતા લોકોને સરળ લોન આપવા જેવી વ્યવસ્થા પણ કરવા સુચન કર્યુ હતું.

ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ છે કે, આ વખતે કોરોનાની સુનામી છે. મોટા શહેરોમાં પુરતા પ્રમાણમાં કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ છે. ગુજરાત સરકારની વિનંતીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઈન્જેકશન ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાનું, રેમડેસિવીર ઈન્જેકશન જે લોકોના શ્વાસની માત્રા 90ની નીચે જાય તેમને તબીબોની દેખરેખ હેઠળ આપવામાં આવે છે તેમ એડવોકેટ જનરલે જણાવ્યુ હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Apr 2021 02:43 PM (IST)

    સિસ્ટમ મોડીફાઈડ કરી ખાલી બેડની સંખ્યા લોકો ઓનલાઈન જાણી શકે તેમ કરો

    કઈ હોસ્પિટલમાં કયા પ્રકારની સવલત ધરાવતા કેટલા બેડ ખાલી છે, તેની વિગતો ઓનલાઈન દર્શાવવી જરૂરી છે. આ સુવિધા આખા રાજ્યની હોસ્પિટલ માટે હોવી જરૂરી છે. અને ઓનટાઈમ અપડેટ થતી હોવી જોઈએ તેમ હાઈકોર્ટે કહ્યું હતું. સિસ્ટમ મોડીફાઈડ કરો. પોર્ટલ ઉપર ઓક્સિજન, આઈસીયુ સહિતના બેડની વિગતો રજુ કરો. આ માળખુ માત્ર કોરોના માટે જ નહીં અન્ય બીમારી માટે ઉપયોગી થશે

  • 15 Apr 2021 01:31 PM (IST)

    નાના ઘરમાં રહેનારાને કોરોના થાય તો ? આવા લોકો માટે વ્યવસ્થા કરોઃ હાઈકોર્ટ

    ઘણા પરિવારોને તેમના મકાન નાના હોવાથી પારાવાર તકલીફ થાય છે. આવા લોકોને કોરોના થાય તો તેમને રાખવા માટે કોઈ વ્યવસ્થા છે. તેવો સવાલ હાઈકોર્ટે કર્યો હતો. સાથેસાથે કહ્યુ હતું કે, શા માટે જરૂર વિના જ રેમડેસિવીર ઈન્જેકશનની હાઈપ ઊભી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના 280 રૂમ અને ઓડીટોરીયમ વકિલો માટે ફાળવવામાં આવશે.

  • 15 Apr 2021 01:10 PM (IST)

    હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો ન લાગે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે

    તા.1 થી 12 એપ્રિલ દરમિયાન 7 ઉત્પાદકોએ પ્રતિ દિન 1 લાખ વાયલનુ ઉત્પાદન કર્યુ છે જે આખા દેશમા વિતરીત કરાયુ એટલે ઓછા ઉત્પાદન અને વધુ માંગને કારણે આ અછત સર્જાઈ છે. અત્યારે ઉત્પાદન વધારવામા આવ્યુ છે અને વહેલામા વહેલી તકે વધુ જથ્થો ઉપલબ્ધ થશે.

    દર્દીઓને સત્વરે સારવાર મળે એ માટે તાત્કાલિક એટેન્ડ કરાશે હોસ્પિટલની કાર્યપ્રક્રિયામા ફેરફાર કરાઈ રહ્યો છે. 108 અને 104ની કાર્યપધ્ધતિમા પણ ફેરફાર કરવામા આવ્યો છે. એટલે હવે હોસ્પિટલ બહાર એમ્બ્યુ લન્સની લાઈનો ન લાગે એવી વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે. તેમ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યુ હતું.

  • 15 Apr 2021 12:57 PM (IST)

    રાજ્ય સરકારનો ઉધડો લેતા હાઈકોર્ટે કહ્યુ કે, ખોટા આંકડાઓ વિના રેમડેસીવર ઇન્જેક્શન અછત ના સર્જાય

    હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યુ કે, તમારી પાસે પોઝીટીવ દર્દીના આકડાઓ ખોટા છે. તમામ દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે. તમારી પાસે જે આંકડાઓ છે તેમા અછત કેવી રીતે ઉભી થાય, ખોટા આકડાને કારણે ઈન્જેકશનની અછત ઉભી થાય બાકી ના થાય તેમ હાઈકોર્ટે એડવોકેટ જનરલને કહ્યુ હતું. રોજના 7000 કેસ આવે છે એવું તમે કહો છો. રોજના 5000 એડમિટ થાય છે તો જે લોકો ઘરે છે, તેમને રેમડેસીવર ઇન્જેક્શનની જરૂરિયાત નથી પાડવાની ? તો શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે. તમે જે કહો છો કે ઇન્જેક્શનની અછત છે તે વાત માનવામાં આવે તેવી નથી. સિવાય કે તમે ખોટા આકડાઓ જાહેર કરતા હોવ.

  • 15 Apr 2021 12:48 PM (IST)

    ઓક્સિજન લેવલ 90થી નીચે જાય તો જ રેમડેસિવિરની જરૂર

    ઇન્જેક્શન એવા જ કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહ્યા છે જેમની હાલત ખરાબ છે. માટે જ સરકારે કીધું છે કે ઇન્જેક્શન હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ જ આપવા. ઓક્સિજન લેવલ 90 થી નીચે જાય તો જ રેમડેસિવિરની જરૂર છે એવું એક્સપર્ટ તબીબોનું કહેવું છે તેમ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ હતું. આ સમયે હાઈકોર્ટે કહ્યુ કે, તમારી એક્સપર્ટ તબીબોની કમિટી આ જ ઇંજેક્શનની સાઈડ ઇફેક્ટ થાય છે તે અંગે જાણ કરે છે ? સોશિયલ મીડિયા દ્વારા પણ રેમડેસિવિર ઇંજેક્શન માટે જાગૃતતા લાવો તેમ કહ્યુ હતું.

  • 15 Apr 2021 12:43 PM (IST)

    પ્રાયોરિટી પ્રમાણે રેમડીસીવરનું વિતરણ કરાઈ રહ્યું છેઃ કમલ ત્રિવેદી

    ગુજરાતમા સરકારી હોસ્પિટલમા દાખલ દર્દીઓને પહેલા રેમડીસીવર અપાઈ રહ્યા છે, ત્યાર પછી કોવિડ ડેઝીગ્નૈટેડ હોસ્પિટલોમા આ ઈન્જેકશન અપાઈ રહ્યા છે. ઈન્જેકશનની ઉપલબ્ધી અનુસાર તેનુ પ્રાયોરીટી પ્રમાણે વિતરણ કરવામા આવી રહ્યુ છે. નિષ્ણાત તબીબો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે રેમડીસિવર ઈન્જેકશનનો ઉપયોગ કયારે કરી શકાય

  • 15 Apr 2021 12:41 PM (IST)

    રેમડીસીવર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપી શકાય

    દર્દીઓ માટે ઓકસીજનની અછત ન વર્તાય એટલે ગુજરાત સરકારે રાજય બહારથી પણ ઓકસીજન મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. રેમડીસીવર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપવાના છે. રેમડીસિવર ઈન્જેકશન માત્ર હોસ્પિટલમા જ વાપરી શકાય એવુ દરેક કંપનીઓએ પોતાના ઈન્જેકશનના પેકીગ પર લખેલુ છે. તેમ કમલ ત્રિવેદીઓ પોતાની રજુઆતમાં કહ્યું હતુ.

  • 15 Apr 2021 12:38 PM (IST)

    ગુજરાતમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનો સંપૂણ જથ્થો મેડીકલમાં જ ઉપયોગ કરવા સરકારનો નિર્ણય

    જિલ્લાની સરકારી હોસ્પિટલો પર સૌથી વધુ કેસોનુ ભારણ છે. અટલાદરા જેવા સ્થળોએ પર નવી સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજકોટ, મોરબી જેવા સ્થળોએ પણ નવી વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે

    રાજયમા 1100 મેટ્રીક ટન જેટલા ઓકસીજનનુ ઉત્પાદન થાય છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલોમા 50 મેટ્રીક ટનની જરૂર હતી. આજે 730 મેટ્રીક ટન ઓકસીજનની આવશ્યકતા છે. આજે ગુજરાતમા ઉત્પાદિત થતા ઓકસીજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલના ઉપયોગ માટે જ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે

  • 15 Apr 2021 12:34 PM (IST)

    સ્ટાફમાં વધારો કરીને કોરોનાના પરીક્ષણનો રિપોર્ટ 24 કલાકમાં આપવા લેબોરેટરીઓને જણાવાયુ છે

    ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમા વધારો કરે અને કોરોના પરિક્ષણ અંગેના પરિણામો 24 કલાકમા જલ્દીથી જલ્દી આપે. લેબોરેટરીઓએ પણ સરકારને ખાતરી આપી છે તેઓ દરરોજ 8 થી 12 હજાર ટેસ્ટ કરે છે. તેમ કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ કરેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી.

  • 15 Apr 2021 12:30 PM (IST)

    ગુજરાતની વિનંતીથી કેન્દ્ર સરકારે રેમડીસિવર ઈન્જેકશનની નિકાસ પર પ્રતિબંધ મૂકયો

    કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડીસિવર ઈન્જેકશનની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, અને ગુજરાત સરકારની વિનંતીના આધારે કેન્દ્ર સરકારે રેમડીસિવર ઈન્જેકશનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સઃદર્ભે અમદાવાદમા ગઈકાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ 2000 RTPCR ટેસ્ટ કરાયા અને સાંજ સુધીમા RTPCR ટેસ્ટ કરાવનારા તમામને પરિણામ પણ આપી દેવાયા છે

  • 15 Apr 2021 12:24 PM (IST)

    સરકારે હજુ વધુ કામ કરવાની જરૂર હતીઃ ચીફ જસ્ટિસ

    હાઈકોર્ટના ચીફ ચીફ જસ્ટિસ કહ્યુ કે, રાજ્ય સરકારના જ આંકડાનો ચાર્ટ છે અમારી પાસે. જેમાં ગઈકાલ સુધીના આંકડાઓ છે. સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું છે. પણ હજુ વધુ કામ કરવાની જરૂર હતી. જો બેડ, ઇન્જેક્શન, ઓક્સિજનની પહેલાથી તૈયારી કરવામાં આવી હોત તો પરિસ્થિતિ આજે અલગ હોત

  • 15 Apr 2021 12:21 PM (IST)

    લોકોએ એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોરોનાને હળવાશથી લીધો

    મોટા શહેરોમાં ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી હોવાનું ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું. લોકોએ એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોરોનાને હળવાશથી લીધો. ટેસ્ટિંગ એટલે ઓછું કરવામાં આવ્યું હતું કે વચ્ચે કોરોનાના કેસ ઓછા થયા હતા. અમે અમારાથી બનતા પુરા પ્રયાસ કર્યા છે. તેમ પણ કમલ ત્રિવેદીએ કહ્યું હતું.

Published On - Apr 15,2021 2:43 PM

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">