Gujarat New CM Bhupendra Patel Highlights : પાટીદાર પાવર વચ્ચે ભાજપે ગુજરાતનાં CM તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા, 13 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે, મંત્રીમંડળનાં નામની જાહેરાત બે દિવસ બાદ

Pinak Shukla
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:59 PM

Gujarat New CM Bhupendra Patel LIVE Update: ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલના નામ પર આખરી મહોર લાગી અને નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી.

Gujarat New CM Bhupendra Patel Highlights : પાટીદાર પાવર વચ્ચે ભાજપે ગુજરાતનાં CM તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા, 13 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે, મંત્રીમંડળનાં નામની જાહેરાત બે દિવસ બાદ
Bhupendra Patel Gujarat new CM

Gujarat New CM Bhupendra Patel LIVE Update: આખરે જેની આતૂરતા પુર્વક રાહ જોવાઇ રહી હતી તેનો અંત આવ્યો છે અને ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા 22મા મુખ્યપ્રધાન પણ મળી ચૂક્યા છે. ભારે ચર્ચા વિચારણા અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલના નામ પર આખરી મહોર લાગી અને નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી.

પટેલના નામની જાહેરાત થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે ત્યારે મુખ્યપ્રધાન પદ માટે પોતાનું નામ જાહેર થતા જ ભુપેન્દ્ર પટેલની ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી. સૌપ્રથમ ભુપેન્દ્ર પટેલે પાટીદાર નેતા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના આશીર્વાદ મેળવ્યા અને તમામ શીર્ષ નેતૃત્વને બે હાથ જોડીને આવકાર મેળવ્યો.

ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય પણ છે. ભુપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી હતી અને અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ.

પાટીદાર નેતાને ફરી ભાજપે કમાન સોંપી છે. મિશન 2022 માટે ફરી એકવાર પાટીદાર પર મદાર રાખવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજનાં છે ભૂપેન્દ્ર પટેલ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી છે ધારાસભ્ય. AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ આનંદીબહેન પટેલના માનીતા છે. ભૂપેન્દ્ર પટેલ. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ઘાટલોડિયામાં સૌથી વધુ લીડ સાથે તેમણે જીત મેળવી હતી.

ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત સાથે જ ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યુ હતું અને તેમને શુભેચ્છા પાઠવી હતી

ભૂપેન્દ્ર પટેલ કે જેમની જાહેરાત ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે કરવામાં આવી છે તો વાંચો કે ગુજરાતનાં નવા મુખ્યપ્રધાનની કારકીર્દી કેવી રહી છે. 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો જન્મ સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું છે કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૂર્વ CM આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય AMCના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે અમદાવાદ ઘાટલોડિયાના છે ધારાસભ્ય ગુજરાતમાં કોઈ પણ ખાતાના મંત્રી નહોતા

પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે વર્ષ 2008-10 સુધી અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ચૅરમૅન રહ્યા 2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર રહ્યા 2015-17 સુધી ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા 2017 વિધાનસભાની પહેલી ચૂંટણીમાં ભારે મતોથી જીત્યા 2017માં 1,17,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Sep 2021 08:55 PM (IST)

    જાણો છો, ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી છે સંપતિ ?

    ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનેલા ભૂપેન્દ્ર પટેલ પાસે કરોડો રૂપિયાની સંપતિ છે. ભૂપેન્દ્ર પટેલ 1,51,17,645.84ની જંગમ મિલકત ધરાવે છે. તો તેમના પત્નિ પાસે 71,94,081.34ની જંગમ મિલકત છે. ભૂપેન્દ્રભાઈ અને તેમના પત્નિ કુલ 2,23,11,727.18 જંગમ મિલકત ધરાવે છે.

    બેંકમાં થાપણ ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયે ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પંચ સમક્ષ રજુ કરેલ સોગંદનામા અનુસાર, ભૂપેન્દ્ર પટેલ પાસે, રાષ્ટ્રીયકૃત બેંકમાં 1,15,431 રૂપિયાની બાંધી મુદતની થાપણ છે. તો તેમના પત્નિના નામે 63,627ની બાંધી મુદતની થાપણ છે.

    જીવનવીમા પોલિસી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 1.23 કરોડની કુલ 28 જીવનવીમા પોલિસી ધરાવે છે. તો તેમના પત્નિના નામે રૂપિયા 16 લાખની કુલ ચાર વીમા વીમા પોલિસી છે.

    ઉધાર આપેલા નાણાં ભૂપેન્દ્ર પટેલે, સોગંદનામામાં કરેલા ઉલ્લેખ મુજબ અન્યોને રૂપિયા 8,50,000 ઉધાર આપેલા છે. જ્યારે તેમના પત્નિએ, રૂપિયા 29,37,000 અન્યોને ઉધાર આપ્યા હોવાનું સોગંદનામાની વિગતોના આધારે સામે આવ્યુ છે.

    વાહન ભૂપેન્દ્ર પટેલ 2014માં ખરીદેલ હુન્ડાઈ આઈ20 કાર ધરાવે છે. જેની કિંમત સોગંદનામુ રજુ કરતી વખતે કિંમત, 7,29,765 જણાવી છે. તો તેમના પત્નિ હોન્ડા એક્ટિવા ધરાવે છે. જેની કિંમત 42,865 જણાવાઈ છે.

    જર-ઝવેરાત ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે સોના ચાંદી ઝવેરાત સહીત મૂલ્યવાન 107.71 ગ્રામના દાગીના ધરાવે છે. જેની કિંમત આશરે 16,75,000 દર્શાવવામાં આવી છે. તો તેમના પત્નિ પાસે ઝવેરાત જડીત 850 ગ્રામ સોનાના દાગીના ધરાવે છે જેની કિંમત 24,50,000 ગણાવાઈ છે. આ ઉપરાંત રૂપિયા 65,000ની કિંમતની 1650 ગ્રામ ચાંદી પણ ધરાવે છે. આમ તેમની પાસે કુલ 25,15,000ની કિંમતના દાગીના હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે.

    વાણિજ્યિક-રહેણાંક મકાન, જમીન થલતેજ વિસ્તારમાં સુદર્શન ટાવરમાં સંયુક્ત માલિકીના 50 ટકા લેખે 147.63 ચોરસફુટની ઓફિસ ધરાવે છે. જેની ખરીદ કિંમત 1,84,650 ગણાવાઈ છે. જેની બજાર કિંમત આશરે 9,60,000 દર્શાવાઈ છે. તો તેમના પત્નિ અડાલજ પાસેના અંબા ટાઉનશીપમાં 5809 ચોરસફુટની જમીન ધરાવે છે. જેની બજાર કિંમત સોગંદનામામાં દર્શાવ્યા મુજબ 16,30,000 ગણાવાઈ છે. જો કે તેની બજાર કિંમત 30,00,000 ગણાવાઈ છે. તો મેમનગરમાં ક્રિષ્ણા એવન્યુમાં 632.15 ચોરસફુટની મિલકત ધરાવે છે. જેની ખરીદ કિંમત 5,85,346 દર્શાવવામાં આવી છે.જો કે તેની કિંમત 23,40,000 ગણાવાઈ છે.

    ભૂપેન્દ્ર પટેલ 7470 ચોરસ ફુટનું રહેણાક મકાન ધરાવે છે. જેના ઉપર 4025 ચોરસ ફુટ બાંધકામ કરેલ છે. જેની ખરીદ કિંમત 65,88,000 દર્શાવાઈ છે. જ્યારે તેની બજાર કિંમત 1,50,00,000 હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો લીવ અને લાયસન્સ હેઠળ અડાલજમાં આવેલ સીમંધર સીટીમાં 2690 ચોરસ ફુટની મિલકત ધરાવે છે. જે માટે તેમણે 12,00,000 ચૂકવ્યા હોવાનું સોગંદનામાં જણાવ્યુ છે. આમ કુલ 1,91, 70,000ની મિલકત હોવાનું જણાવ્યુ છે. તો તેમના પત્નિના નામ કુલ 53,40,000 હોવાનું દર્શાવ્યુ છે.

    લોન- જવાબદારી ભૂપેન્દ્ર પટેલ એલઆઈસીની રૂપિયા 9,18,715ની પર્સનલ લોન ધરાવે છે. જ્યારે અન્યો પાસેથી લીધેલા નાણા કે ચૂકવવાના બાકી હોય તેવી 45,41,992ની રકમ સહીત કુલ રૂપિયા 54,60,707ની જવાબદારી હોવાનું ચૂંટણી સમયે રજૂ કરેલ સોગંદનામાંમાં જણાવ્યુ છે.

    નોંધ : વર્ષ 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયે ચૂંટણી પંચ સમક્ષ રજુ કરેલ સોગંદનામા મૂજબની માહિતી છે.

  • 12 Sep 2021 08:32 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી પ્રભુના આશીર્વાદ લીધા

    ગુજરાતની ગાદી પર ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા તેઓ ભગવાનના આશિર્વાદ લેવા મંદીરે પહોંચ્યા. રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદાભગવાનના મંદિર પહોંચી દર્શન કર્યા હતા. તેમજ તેઓએ જગન્નાથજીની આરતી ઉતારી અને પ્રભુના આશીર્વાદ લીધા હતા. તે દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને AMCના પદાધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.

  • 12 Sep 2021 08:24 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની નારાજગી, મંત્રી મંડળમાં ધરખમ ફેરફારની શક્યતા

    ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની નારાજગી ઉડીને આંખે વળગે એવી હતી. જાણકારો માને છે કે કેમકે મુખ્યપ્રધાનની નિમણુક બાદ હવે મંત્રી મંડળમાં ધરખમ ફેરફાર આવવાની શક્યતા છે. જેમાં નાયબ મુખ્યપ્રધાનનું પદ જ હટી શકે છે. આ સંજોગો જોતાં નીતિન પટેલે આ બેઠક બાદ ભારે ઝડપ કરતાં જોવા મળ્યા.

    તેઓ બેઠક પૂરી થતાં જ તરત જ મહેસાણા પહોંચ્યા અને એક પછી એક 3 ઉદ્ધાટનો કરી નાખ્યા. પહેલાં સિવીલ હોસ્પિટલમાં ૧૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતા ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ પશુપાલન કચેરીનું ઉદ્દઘાટન કર્યું અને મહેસાણામાં રૂપિયા ૬૫ કરોડના ખર્ચે નવનિર્મિત કમળપથ રોડનું પણ લોકર્પણ કર્યું. એટલું જ નહીં નીતિન પટેલ પોતે લોક સમર્થન ધરાવતા નેતા છે તેવું ફરી એકવાર સાબિત કરતાં હોય તેમ ખુલ્લી જીપમાં લોકો વચ્ચે જોવા મળ્યા.

  • 12 Sep 2021 07:56 PM (IST)

    ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં ‘બેન’ સક્રિય ?

    ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. જેની સાથે ગુજરાતમાં પાટીદાર પાવરની તો ચર્ચા થઈ રહી છે સાથે જ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર આનંદીબેન સક્રિય થયા હોવાનો તેમજ મુખ્યપ્રધાનની પસંદગી પ્રક્રિયામાં ફરી એક વાર આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હટાગ્રહ પણ આનંદીબેનનો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને રાજીનામુ આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્યપ્રધાન તરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

    ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદ ના હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચેનો ખટરાગ જગજાહેર હતો. જે રીતે ભુપેન્દ્ર પટેલની CM તરીકે નિમણુંક થઈ છે, ત્યારે રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ગુજરાતમાં આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા છે. કેમકે ભુપેન્દ્ર પટેલ આનંદી બેન જૂથના છે એ વાત જગજાહેર હતી અને છેલ્લી ઘડી સુધી આ નામની ચર્ચા પણ ન હતી, ભાજપમાં ધારાસભ્યની બેઠકમાં પણ અંતિમ પાટલી પર ભુપેન્દ્ર પટેલ બેઠા હતા. ત્યારે જે રીતે નવા નામની નિમણુંક થઈ છે, જેનાથી આનંદીબેનના જૂથમાં એક ખુશીનો માહોલ છે સાથે જ ફરી એકવાર આનંદીબેન ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

  • 12 Sep 2021 07:39 PM (IST)

    આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, મુખ્યમંત્રીની શપથ વિધિમાં હાજર રહેશે

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું અને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા હતા. ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને મુખ્યમંત્રીની શપથ વિધિમાં હાજર રહેશે.

  • 12 Sep 2021 07:23 PM (IST)

    પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા અને સમાજના પ્રશ્નો ઉકેલવા આહવાન કર્યું

    ગુજરાતને મળી ગયા છે નવા મુખ્યમંત્રી. ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારતા ભાજપ સંગઠનથી માંડીને રાજકીય પંડિતોમાં પણ આશ્ચર્ય ઉભુ થયુ હતુ. તેમના નામની જાહેરાત થતા અલગ અલગ રાજકીય કે સામાજીક સંગઠન સાથે જોડાયેલા અગ્રણી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેવામાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા હતા અને સમાજના પ્રશ્નો ઉકેલવા આહવાન કર્યું હતુ.

  • 12 Sep 2021 06:59 PM (IST)

    આવતીકાલે એટલે કે 13, સપ્ટેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

    ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. આવતીકાલે ભુપેન્દ્ર પટેલ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આવતીકાલે બપોરે 2.20 વાગ્યાની આસપાસ શપથવિધિ યોજવામાં આવશે.

  • 12 Sep 2021 06:53 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો

    ભારતીય જનતા પાર્ટી વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. આ અવસરે કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 12 Sep 2021 06:37 PM (IST)

    ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજને નેતૃત્વ મળ્યું તે સારી વાત

    નવા મુખ્યમંત્રી પાટીદાર બનતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીએ પ્રતિક્રીયા આપી. નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજને નેતૃત્વ મળ્યું તે સારી વાત છે, પાટીદાર સમાજ સર્વ સમાજને સાથે લઇને ચાલનાર સમાજ છે અને પાટીદાર સમાજમાં રાષ્ટ્રહિત સર્વોપરી છે. જોકે ભુતકાળમાં નારાજગી ક્યાં મુદ્દે હતી તે અંગે હાલ કોઇ ટિપ્પણી ન કરવા કહ્યું હતું.

  • 12 Sep 2021 06:30 PM (IST)

    મુખ્યપ્રધાન પાટીદાર હોય તો, ડેપ્યુટી સીએમ પાટીદાર ન હોય, મંત્રી મડળમાં થશે ફેરફાર

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે જેઓ પાટીદાર નેતા છે, ત્યારે હવે ડેપ્યુટી સીએમ પાટીદાર નેતા ન હોય શકે તેવી અટકળો થઈ રહી છે. સાથે જ મંત્રી મડળમાં પણ ધરખમ ફેરફાર થશે તેવું લાગી રહ્યું છે.

  • 12 Sep 2021 06:20 PM (IST)

    ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી થતા કોંગ્રેસ નેતાઓએ શુભકામના પાઠવી અને સાથે કટાક્ષાત્મક પ્રહારો કર્યા

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી થતા કોંગ્રેસ નેતાઓએ શુભકામના પાઠવી છે અને સાથે ભાજપ સરકાર પર કટાક્ષાત્મક પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આક્ષેપો કર્યા હતા કે રાજ્યમાં કોઈ અનુભવી ચહેરાની જરૂર હતી, પરંતુ આ વખતે કોઈ બિન અનુભવી નેતાને સીએમનું પદ સોંપ્યું છે. જેથી આ સરકાર પણ દિલ્હી બેસેલા ભાજપના આંકાઓ રીમોટ કંટ્રોલથી ચલાવશે.

  • 12 Sep 2021 06:14 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલના મતક્ષેત્ર ઘાટલોડિયામાં ઉજવણીનો માહોલ, ફટાકડા ફોડીને લોકો ગરબે ઘૂમ્યા

    નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવતા લોકોએ ઉજવણી શરૂ કરી. નવ નિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલને સીઆર પાટીલ અને પુર્વ સીએમ વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલનું મોં મીઠું કરવી શુભેચ્છાઓ પાઠવી, તો ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડીયામાં લોકોએ ફટાકડા ફોડી ઉત્સવની જેમ ઉજવણી કરી. તેમજ લોકોએ ગરબે ધુમી ખુશી વ્યક્ત કરીને નવા સીએમને આવકાર આપ્યો.

  • 12 Sep 2021 06:08 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર રાજભવન ખાતે પહોચ્યા, સરકાર રચવાનો દાવો કરશે

    ગાંધીનગર રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા છે અને ત્યા સરકાર રચવાનો દાવો કરશે. આવતીકાલે માત્ર ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

  • 12 Sep 2021 06:02 PM (IST)

    ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીભાઈ પટેલએ ભુપેન્દ્ર પટેલ સીએમ બનતા શુભેચ્છા પાઠવી

    ગુજરાતના નવા સીએમ પાટીદાર બનતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીભાઈ પટેલએ ભુપેન્દ્ર પટેલ સીએમ બનતા શુભેચ્છા પાઠવી. તેમજ કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે ભુપેન્દ્ર પટેલ ઊંઝા ઉમિયા સંસ્થાન સાથે જોડાયેલા છે અને ભુપેન્દ્ર પટેલ ઉમિયા માતાજી સંસ્થામાં મોટા દાતા તરીકે ખ્યાતનામ છે. હવે તે પાટીદાર સહિત તમામ જ્ઞાતિઓને સાથે રાખી ચાલે તેવી આશા છે.

  • 12 Sep 2021 05:38 PM (IST)

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: ગુજરાતનાં નવા CMની જાહેરાત વચ્ચે જુના ડેપ્યુટી CM નારાજ !

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: ગુજરાતના નવા મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ સાડા છ કરોડ ગુજરાતીઓની આતૂરતાનો અંત આવી ચૂક્યો છે.જોકે હવે એક નવો જ રાજકીય અધ્યાય શરૂ થાય તો નવાઇ નહીં અને આ રાજકીય અધ્યાય છે નીતિન પટેલની નારાજગીનો. ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાલતી પકડી અને કમલમ છોડીને રવાના થયા. આ સમયે ટીવી નાઇન સમક્ષ તેઓએ એક વાક્ય ઉચ્ચાર્યુ ,નીતિન પટેલે કહ્યું અત્યારે મારે કશું જ કહેવાનું નથી. નીતિન પટેલના આ નિવેદન બાદ સવાલ એ સર્જાયો છે કે શું ફરી વખત નીતિન પટેલને સાઇડલાઇન કરાતા નારાજ થયા છે? શું ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ નીતિન પટેલને ખુચી રહી છે.

  • 12 Sep 2021 05:28 PM (IST)

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 13 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપેલી માહિતિ પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ ગ્રહણ કરશે

  • 12 Sep 2021 05:21 PM (IST)

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: સૌરાષ્ટ્ર-કચ્છના પાંચેય સીએમ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નથી, વાંચો શું કહે છે આંકડા

    Gujarat New CM Bhupendra Patel LIVE Update:

    સૌરાષ્ટ્ર-કચ્છના પાંચેય સીએમ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નથી

    ડૉ.જીવરાજ મહેતા (અમરેલી) પહેલી ટર્મ- 1મે 1960થી 3 માર્ચ 1962 બીજી ટર્મ- 3 માર્ચ 1962થી 19 સપ્ટેમ્બર 1963 1238 દિવસ --------------------- બળવંતરાય મહેતા (ભાવનગર) 19 સપ્ટેમ્બર 1963થી 20 સપ્ટેમ્બર 1965 733 દિવસ --------------------- કેશુભાઈ પટેલ (વિસાવદર) પહેલી ટર્મ 14 માર્ચ 1995થી 21 ઓક્ટોબર 1995 221 દિવસ બીજી ટર્મ- 4 માર્ચ 1998થી 6 ઓક્ટોબર 2001 1312 દિવસ --------------------- સુરેશચંદ્ર મહેતા (માંડવી) 21 ઓક્ટોબર 1995થી 19 સપ્ટેમ્બર 1996 334 દિવસ --------------------- વિજય રૂપાણી (રાજકોટ) 7 ઓગસ્ટ 2016થી 11 સપ્ટેમ્બર 2021

  • 12 Sep 2021 05:16 PM (IST)

    Gujarat New CM Bhupendra Patel LIVE Update: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેવી રહી છે કારકિર્દી

    Gujarat New CM LIVE Update: ભૂપેન્દ્ર પટેલ કે જેમની જાહેરાત ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે કરવામાં આવી છે તો વાંચો કે ગુજરાતનાં નવા મુખ્યપ્રધાનની કારકિર્દી કેવી રહી છે.

    15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો જન્મ સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું છે કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૂર્વ CM આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય AMCના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે અમદાવાદ ઘાટલોડિયાના છે ધારાસભ્ય ગુજરાતમાં કોઈ પણ ખાતાના મંત્રી નહોતા

    પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે વર્ષ 2008-10 સુધી અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ચૅરમૅન રહ્યા 2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર રહ્યા 2015-17 સુધી ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા 2017 વિધાનસભાની પહેલી ચૂંટણીમાં ભારે મતોથી જીત્યા 2017માં 1,17,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી

  • 12 Sep 2021 05:00 PM (IST)

    Gujarat New CM LIVE Update: ગૃહપ્રધાન અમિત શાહે કર્યુ ટ્વીટ, વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન

    Gujarat New CM LIVE Update: ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું અને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન

  • 12 Sep 2021 04:56 PM (IST)

    Gujarat New CM LIVE Update: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો ફરીવાર પાટીદાર પર મદાર

    Gujarat New CM LIVE Update:

    ગુજરાતમાં પાટીદાર પાવરની વાત કરવામાં આવે તો 

    ગુજરાતની કુલ વસતીમાં 14 ટકા પાટીદાર 18 ટકા પાટીદાર મતદારો નિર્ણાયક બની શકે સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૮ વિધાનસભા બેઠકોમાંથી 41 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા 65 ટકા લેઉવા મતો સૌરાષ્ટ્ર અને કચ્છની 58 વિધાનસભા બેઠકોમાંથી 41 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા દક્ષિણ ગુજરાતમાં 20 ટકા લેઉવા મતદારો 29 માંથી 19 સીટો પર નિર્ણાયક અમદાવાદની 10 બેઠકો, વડોદરા શહેર, મધ્ય ગુજરાતથી સુરત સુધી દબદબો ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મોડાસાથી અંબાજી સુધી 43 બેઠકો પર લેઉવા પટેલોની થોડી ઘણી અસર કડવા પટેલ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં નિર્ણાયક સાબિત થઇ શકે પટેલોના વર્ચસ્વવાળી બેઠકો પર 1995થી ભાજપનું પ્રભુત્વ

  • 12 Sep 2021 04:37 PM (IST)

    Gujarat New CM LIVE Update: ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત સાથે જ કાર્યકર્તાઓમાં આનંદ અને જોશની લાગણી

    Gujarat New CM LIVE Update: ગૃહપ્રધાન અમિત શાહનાં લોકસભા વિસ્તાર અને આનંદીબહેનનાં માજી વિધાનસભા વિસ્તારમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં જોશ ફેલાઈ ગયું હતું.

  • 12 Sep 2021 04:33 PM (IST)

    Gujarat New CM LIVE Update: 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર પર ભાજપનો મદાર, ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત

    Gujarat New CM LIVE Update: પાટીદાર નેતાને ફરી ભાજપે કમાન સોંપી છે. મિશન 2022 માટે ફરી એકવાર પાટીદાર પર મદાર રાખવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજનાં છે ભૂપેન્દ્ર પટેલ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી છે ધારાસભ્ય. AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ આનંદીબહેન પટેલ જૂથના છે ભૂપેન્દ્ર પટેલ. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ઘાટલોડિયામાં સૌથી વધુ લીડ સાથે તેમણે જીત મેળવી હતી.

  • 12 Sep 2021 04:20 PM (IST)

    Gujarat New CM LIVE Update: ઘોટલોડીયાનાં ધારાસભ્ય આનંદીબેન પટેલની નજદીકનાં મનાય છે, ઔડાનાં ચેરમેન પણ રહી ચુક્યા છે

    Gujarat New CM LIVE Update: ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભુપેન્દ્ર પટેલ અગાઉ ઓડાના ચેરમેન પણ રહી ચુક્યા છે.

  • 12 Sep 2021 04:08 PM (IST)

    Gujarat New CM LIVE Update: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત

    Gujarat New CM LIVE Update:ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત

  • 12 Sep 2021 03:18 PM (IST)

    Gujarat New CM LIVE Update: ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ, જુઓ EXCLUSIVE PHOTO

    Gujarat New CM LIVE Update: 

  • 12 Sep 2021 02:52 PM (IST)

    Gujarat New CM LIVE Update: કોર કમિટિની બેઠક પૂર્ણ , ધારાસભ્યદળની બેઠક શરૂ, CMનાં નામ પર થઈ ચર્ચા

    Gujarat New CM LIVE Update: કોર કમિટિની બેઠક પૂર્ણ , ધારાસભ્યદળની બેઠક શરૂ, CMનાં નામ પર ચર્ચા તઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સી આર પાટીલ અને નીતિન પટેલનાં નામ પર ચર્ચા થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

  • 12 Sep 2021 02:41 PM (IST)

    Gujarat New CM LIVE Update: મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ નંબર વન પોઝીશન પર, ધારાસભ્ય દળની બેઠક પર સૌ કોઈની નજર

    Gujarat New CM LIVE Update: ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ નંબર વન પોઝીશન પર ચાલી રહ્યા છે  જે તે સમયે જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે નીતિન પટેલ મુખ્યપ્રધાન બનવાની શક્યતા પુરેપુરી હતી જો કે બાદમાં છેલ્લા સમયે વિજય રૂપાણીની પસંદગી કરી લેવામાં આવી હતી. હવે આ વખતે નીતિન પટેલ ફરી એકવાર મજબુત ગણવામાં આવે છે. ધારાસભ્ય દળની બેઠક ટૂંક સમયમાં મળશે એમાં નક્કી થઈ જશે કે નીતિન પટેલ મુખ્યપ્રધાન બને છે કે કેમ

  • 12 Sep 2021 02:30 PM (IST)

    Gujarat New CM LIVE Update: ગુજરાતમાં બે ડેપ્યુટી સીએમ બનાવીને જાતિગત સમીકરણ થાળે પાડવાની ભાજપની ગણતરી

    Gujarat New CM LIVE Update: ગુજરાતમાં બે ડેપ્યુટી સીએમ બનાવીને જાતિગત સમીકરણ થાળે પાડવાની ભાજપની ગણતરી છે.  ગુજરાતના નવા સીએમ પદે કોઈ પાટીદાર ચહેરાની પસંદગી થાય તેવી શક્યતા પ્રબળ છે, તો બીજી તરફ ઉત્તરપ્રદેશ પેટર્ન મુજબ નાયબ મુખ્યપ્રધાન પદે બે ચહેરાને સમાવવામાં આવે તેવી અટકળો છે. જો કોઈ પાટીદાર ચહેરો સીએમ બને તો ડેપ્યુટી સીએમ પદ માટે આદિવાસી અને ઓબીસી ચહેરાની પસંદગી થઈ શકે છે તો અન્ય એક ચર્ચા મુજબ પાટીદાર ચહેરાને સીએમ બનાવ્યા બાદ ડેપ્યુટી સીએમ પદે કોઈની પણ વરણી ન થાય તેવી ચર્ચા પણ છે.

  • 12 Sep 2021 02:27 PM (IST)

    Gujarat New CM LIVE Update: રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક શરૂ

    Gujarat New CM LIVE Update: કમલમ ખાતે કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ગઈ છે. તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. બેઠકમાં CMના નામ પર અંતિમ ચર્ચા ચાલી રહી છે. સી આર પાટિલ  અને નીતિન પટેલ  બન્ને નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે.

  • 12 Sep 2021 02:20 PM (IST)

    Gujarat New CM LIVE Update: કમલમ ખાતે ચાલી રહી છે છેલ્લા તબક્કાની બેઠક, ગમે ત્યારે CMનાં નામની જાહેરાત

    Gujarat New CM LIVE Update: કમલમ ખાતે ચાલી રહી છે છેલ્લા તબક્કાની બેઠક, ગમે ત્યારે CMનાં નામની જાહેરાત

  • 12 Sep 2021 02:05 PM (IST)

    Gujarat CM Resigns LIVE: નવા મુખ્યપ્રધાન તરીકે પાટીદાર ચહેરાની પસંદગીની પ્રબળ શક્યતા, નીતિન પટેલના ઘરની બહાર વધારાઇ સુરક્ષા

    Gujarat CM Resigns LIVE: નવા મુખ્યપ્રધાન તરીકે પાટીદાર ચહેરાની પસંદગીની પ્રબળ શક્યતા. નીતિન પટેલના ઘરની બહાર વધારાઇ સુરક્ષા. ઉત્તરપ્રદેશની જેમ બે નાયબ મુખ્યપ્રધાન પણ બનાવી શકાય તે ફોર્મુલા પર કામ કરવામાં આવી શકે છે. નીતિન પટેલ પર પસંદગીનો કળશ ઢોળાવા પાછળ ઘણા કારણ છે.

    નીતિન પટેલ કેમ ?  નીતિન પટેલ સીએમ પદ માટે પ્રબળ દાવેદાર સરકાર પર નંબર 2નું સ્થાન પાટીદાર સમાજનો કદાવર ચહેરો પાટીદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે હિંદુત્વ વાદી છબી ધરાવતું વ્યક્તિત્વ ડેપ્યુટી સીએમ તરીકે સરકારમાં મોટો અનુભવ ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરૂર પાટીદાર સમાજની નારાજગી દૂર થઈ શકે લાંબ સમય સુધી સરકારમાં પ્રધાન છે છેલ્લા 5 વર્ષથી છે નાયબ મુખ્યપ્રધાન સંગઠન પર સારી પકડ ધરાવે છે હાઈ કમાન્ડમાં પણ છબી સારી ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો સતત 1990થી ધારાસભ્ય છે

  • 12 Sep 2021 01:46 PM (IST)

    Gujarat CM Resigns LIVE: કમલમ ખાતે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ, થોડીવારમાં CMનાં નામની જાહેરાત

    Gujarat CM Resigns LIVE: કમલમ ખાતે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ, થોડીવારમાં CMનાં નામની જાહેરાત થશે. બેઠકમાં નીતિન પટેલ સહિત સિનિયર નેતાઓની પણ હાજરી છે.

  • 12 Sep 2021 01:19 PM (IST)

    Gujarat CM Resigns LIVE: ગાંધીનગર કમલમ ખાતે રાજકીય નેતાઓનો જમાવડો, વર્તમાન ધારાસભ્યમાંથીજ બનાવાઈ શકે છે સીએમ

    Gujarat CM Resigns LIVE: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ચાલી રેહલી ગતિવિધિને લઈ રાજકીય નેતાઓનો જમાવડો થયો છે. તમામ માટે નવા નેતાને લઈ ઉત્સુક્તા છે કે કોણ સીએમ બનશે. એમ કહેવાઈ રહ્યું છે કે વર્તમાન ધારાસભ્યમાંથી જ સીએમની પસંદગી ને લઈ કેન્દ્રીય નિરિક્ષકોની ચર્ચાએ પણ ઘણી ઉત્સુક્તા જગાવી છે.

  • 12 Sep 2021 12:31 PM (IST)

    Gujarat CM Resigns LIVE: ચૂંટણી નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી CM નિવાસ્થાને પહોંચ્યા

    Gujarat CM Resigns LIVE: ચૂંટણી નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર પ્રહલાદ જોશી CM નિવાસ્થાને પહોંચ્યા છે.  તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેમની બેઠક થશે. નવા CMની જાહેરાત પહેલા CM નિવાસ્થાને  યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • 12 Sep 2021 12:16 PM (IST)

    Gujarat CM Resigns LIVE: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચ્યા, કેન્દ્રીય નિરીક્ષક તરીકે ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે

    Gujarat CM Resigns LIVE: ભાજપના મોવડીમંડળે નરેન્દ્ર તોમર અને પ્રહલાદ જોશીની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂંક કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચ્યા. કમલમમાં આયોજીત ધારાસભ્ય દળની બેઠકમાં પ્રહલાદ જોશી કેન્દ્રીય નિરીક્ષક તરીકે ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

  • 12 Sep 2021 12:08 PM (IST)

    Gujarat CM Resigns LIVE: રાજીનામાને લઈ મારે કોઈ વાત નથી કરવી, કોને સીએમ બનાવવા તે રાષ્ટ્રીય નેતાગીરી નક્કી કરશે : નીતિન પટેલ

    Gujarat CM Resigns LIVE: નીતિન પટેલે જણાવ્યું કે આ કોઈ રેસ નથી કે જેમાં ફોર્મ ભરવાનું છે. રાષ્ટ્રીય નેતાગીરી જે પણ કોઈ નિર્ણય લેશે તેને શિરોમાન્ય ગણવામાં આવશે. તેમણે વિજય રૂપાણીનાં રાજીનામાને લઈને કહ્યું કે મારે આ અંગે કોઇ પણ ટિકા ટિપ્પણી નથી કરવી

  • 12 Sep 2021 12:03 PM (IST)

    Gujarat CM Resigns LIVE: લોકપ્રિય વ્યક્તિ બનશે ગુજરાતનો સી.એમ , આખુ ગુજરાત ઓળખતુ હોવું જરૂરી છે: નીતિન પટેલ

    Gujarat CM Resigns LIVE: મીડિયા સાતેની વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે લોકપ્રિય વ્યક્તિ બનશે ગુજરાતનો સી.એમ , આખુ ગુજરાત ઓળખતુ હોવું જરૂરી છે. સીએમ કોઈ પણ બને વિકાસની યાત્રા યથાવત રહેશે. નવા આવનારા સીએમનાં અનુભવને પણ ધ્યાનમાં લેવાશે

  • 12 Sep 2021 12:00 PM (IST)

    Gujarat CM Resigns LIVE: નવા મુખ્યપ્રધાન માટે ભાજપમાં ચાલી રહ્યું છે મંથન: નીતિન પટેલ

    Gujarat CM Resigns LIVE: નાયબ મુખ્યપ્રધાન નીતિન પેટેલે નવા મુખ્યપ્રધાનને લઈ જણાવ્યું કે ભાજપનું મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રિય નેતાઓ સિનિયરોનાં અભિપ્રાય લઈ રહ્યા છે. નિરિક્ષકોએ ગુજરાત પ્રદેશ ભાજપનાં નેતાનાં અભિપ્રાય પણ લીધા છે. તેમણે કહ્યું કે વિજય રૂપાણી અ સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપ્યું છે.. નવા મુખ્યપ્રધાનને લઈને પક્ષમાં મંથન ચાલી રહ્યું છે.

  • 12 Sep 2021 11:51 AM (IST)

    Gujarat CM Resigns LIVE: નીતિન પટેલ ગુજરાતનાં CM તરીકેની રેસમાં સૌથી આગળ હોવાનું અનુમાન

    Gujarat CM Resigns LIVE: ગુજરાતનાં ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ ગુજરાતનાં મુખ્યપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ નિકળ્યા છે. સૂત્રો તરફથી મળી રહેલી માહિતિ પ્રમાણે બેઠકમાં નીતિન પટેલનાં નામની ચર્ચા ખાસ્સી થઈ છે. અને એમ પણ ઉત્તર ગુજરાતનાં પાટીદાર નેતા હોવા સાથે સરકાર માટે જે તે સમયે તેમણે નિભાવેલી સંકટ મોચકની ભૂમિકા કામ કરી ગઈ હતી અને ભાજપ એ જ પકડને લઈને એક કાંકરે બે નિશાન પાડી શકે છે. પાટીદાર ફેક્ટર સહિત એગ્રેસીવ સીએમને લઈ નીતિન પટેલ હાલમાં CMની રેસમાં સૌથી આગળ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

  • 12 Sep 2021 11:42 AM (IST)

    Gujarat CM Resigns LIVE: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાનનાં નામની જાહેરાત ગણતરીનાં કલાકમાં

    Gujarat CM Resigns LIVE: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન કોણ હશે તેને લઈને કલાકોથી વિચાર વિમર્શ અને રાષ્ટ્રીય ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં લગભગ હવે નક્કી થઈ ચુક્યું છે કે ગુજરાતનાં નવા CM કોણ હશે. કમલમ તેમજ સી આર પાટીલ ખાતે વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને નામની જાહેરાત સાથે જ આજે જ તે રાજ્યપાલને મળીને શપથવિધિ માટે તેમજ સરકાર રચવાનો દાવો કરશે.

  • 12 Sep 2021 11:27 AM (IST)

    Gujarat CM Resigns LIVE: વિજય રૂપાણીનાં મિચ્છામિ દુક્કડમ બાદ અમદાવાદ બહેનના ઘરે પારણા કરાવવા પહોંચ્યા

    Gujarat CM Resigns LIVE: વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતનો રાજકીય માહોલ તેજ છે. તેવામાં વિજય રૂપાણી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેમના બહેનના ઘરે પહોંચ્યા હતા. પર્યુષણ પૂર્ણ થતા તેઓ બહેનના ઘરે પારણા કરાવવા પહોંચ્યા હતા તેમની ભાણી દિવ્યાએ અઠ્ઠાઈ તપના ઉપવાસ કર્યા હતા. જેથી તેઓ પત્ની અંજલી રૂપાણી સાથે બહેનના ઘરે પારણા કરાવવા પહોંચ્યા હતા

  • 12 Sep 2021 11:22 AM (IST)

    Gujarat CM Resigns LIVE: યમલ વ્યાસે કહ્યું કે ત્રણ વાગ્યે ધારાસભ્ય દળની બેઠક, આજે જ રાજ્યપાલને મળીને દાવો રજુ કરશે

    Gujarat CM Resigns LIVE: ભાજપનાં નેતા યમલ વ્યાસે કહ્યું કે કેન્દ્રીય નેતાગીરીની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળશે. આજે જ નામ નક્કી કરીને રાજ્યપાલને મળી લેવામાં આવશે.

  • 12 Sep 2021 11:15 AM (IST)

    Gujarat CM Resigns LIVE: ગુજરાતના નવા સીએમ પદે પાટીદાર ચહેરાની પસંદગી થાય તેવી શક્યતા પ્રબળ, નાયબ મુખ્યપ્રધાન પદે બે ચહેરાની થિયરીની અટકળો

    Gujarat CM Resigns LIVE: ગુજરાતના નવા સીએમ પદે કોઈ પાટીદાર ચહેરાની પસંદગી થાય તેવી શક્યતા પ્રબળ છે, તો બીજી તરફ ઉત્તરપ્રદેશ પેટર્ન મુજબ નાયબ મુખ્યપ્રધાન પદે બે ચહેરાને સમાવવામાં આવે તેવી અટકળો છે. જો કોઈ પાટીદાર ચહેરો સીએમ બને તો ડેપ્યુટી સીએમ પદ માટે આદિવાસી અને ઓબીસી ચહેરાની પસંદગી થઈ શકે છે તો અન્ય એક ચર્ચા મુજબ પાટીદાર ચહેરાને સીએમ બનાવ્યા બાદ ડેપ્યુટી સીએમ પદે કોઈની પણ વરણી ન થાય તેવી ચર્ચા પણ છે.

  • 12 Sep 2021 11:11 AM (IST)

    Gujarat CM Resigns LIVE: નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે

    Gujarat CM Resigns LIVE:નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે. તો કેટલાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સામાન્ય રીતે 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ અને જાતિના સમિકરણોને આધારે નવા પ્રધાનમંડળમાં કેટલાક નવા સભ્યોને સમાવવામાં આવી શકે છે. તો વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં રહેલા કેટલવાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સાથોસાથ વર્તમાન પ્રધાનોને ફાળવેલા ખાતાઓમાં ફેરફાર પણ થવાની પૂરી સંભાવના છે.

  • 12 Sep 2021 11:05 AM (IST)

    Gujarat CM Resigns LIVE: વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનને લઈ રાજકીય ગતિવિધી તેજ, ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના

    Gujarat CM Resigns LIVE:

    ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનને લઈ રાજકીય ગતિવિધી તેજ થઈ છે.રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે.

  • 12 Sep 2021 10:46 AM (IST)

    Gujarat CM Resigns LIVE: CR Patil નાં નિવાસસ્થાને પ્રથમ બેઠક પૂર્ણ, CMનું નામ લગભગ નક્કી

    Gujarat CM Resigns LIVE: આજે બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગર ખાતે ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં નવા મુખ્યપ્રધાનનાં નામની જાહેરાત કરવામાં આવશે. જો કે વહેલી સવારથી સી આર પાટીલનાં ધરે ચાલી રહેલી બેઠકમાં મુખ્યપ્રધાનનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે. જો કે સત્તાવાર જાહેરાત બાદ જ નામની જાહેરાત કરવામાં આવશે.

  • 12 Sep 2021 10:39 AM (IST)

    Gujarat CM Resigns LIVE: કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સીએમ બદલવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા

    Gujarat CM Resigns LIVE: કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સીએમ બદલવાના નિર્ણય સામે સવાલ ઉઠાવતા કહ્યું, કે જો બધુ જ સારી રીતે ચાલી રહ્યું છે તો ચૂંટણી પહેલા ભાજપને સીએમ બદલવાની કેમ જરૂર પડી ? આ માત્ર શક્તિસિંહ ગોહિલનું નિવેદન નથી પરંતુ પરેશ ધાનાણીથી લઈ અમિત ચાવડા પણ કહી ચુક્યા છે કે ભાજપે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે વિજય રૂપાણીનો ભોગ લીધો

  • 12 Sep 2021 10:32 AM (IST)

    Gujarat CM Resigns LIVE: પાટીદારના સહારે મજબૂત થતા આપને અટકાવવાની રણનીતિ

    Gujarat CM Resigns LIVE:

    પાટીદારના સહારે મજબૂત થતા આપને અટકાવવાની રણનીતિ રાજકીય સ્તરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આમ આદમી પાર્ટી (આપ)એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરમાં સારો દેખાવ કર્યો હતો. ત્યાર બાદ આપ દ્વારા પાટીદારોને ગુજરાતના રાજકારણની પ્રથમ હરોળમાં લાવવા માટેનો પ્રયાસ આદરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્યસ્તરે આપ દ્વારા સભાઓ પણ આયોજીત કરી દેવામાં આવી હતી.

    તો બીજી બાજુ પાટીદાર સમાજના અગ્રણીઓ દબાયેલા સુરમાં ભાજપને બદલે આપની વાત પણ કરતા થયા હતા.જેનો સ્પષ્ટ અર્થ એવો થઈ રહ્યો હતો કે, 2022માં આપ પાટીદારોના ખભા ઉપર બેસીને વિધાનસભાની ચૂંટણી લડવા માંગતુ હતુ. વિજય રૂપાણીની નબળી કારગીરીથી અપને મજબૂત થતા રોકવા અને 2022માં પણ ગુજરાતમાં સત્તા સ્થાપવા માટે ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરીવર્તનનો નિર્ણય લીધો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

Published On - Sep 12,2021 10:22 AM

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">