ગીરસોમનાથ સહિત 21 મુસ્લિમ ધાર્મિક સ્થાપત્યો. ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા 45 મુસફર ખાના અને 200 ઓરડાઓ. સોમનાથ મંદિર પાસે 4 હેક્ટરનું કબ્રસ્તાન. સુત્રાપાડા ખાતે 5 વિઘાનું કબ્રસ્તાન.
મહત્વનું છે કે દ્વારકાનો પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદે દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી સામે આવી છે. અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.
આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.
Published On - 6:30 pm, Mon, 13 January 25